< ન્યાયાધીશો 14 >

1 સામસૂન તિમ્ના નગરમાં ગયો, ત્યાં તેણે એક સ્ત્રીને જોઈ, જે પલિસ્તીઓની દીકરીઓમાંની હતી.
Một hôm, Sam-sôn xuống Thim-na, gặp một cô gái Phi-li-tin.
2 જયારે તે પાછો આવ્યો, ત્યારે તેણે પોતાનાં માતાપિતાને કહ્યું, “મેં એક સ્ત્રીને તિમ્નામાં જોઈ, જે પલિસ્તીઓની દીકરીઓમાંની છે. મારી સાથે તેના લગ્ન કરાવો.”
Trở về, ông thưa với cha mẹ: “Con tìm được một cô gái Phi-li-tin tại Thim-na. Xin cha mẹ đi hỏi cưới cho con.”
3 પણ તેનાં માતાપિતાએ તેને કહ્યું, “શું આપણાં સગાંઓમાં કે આપણા સર્વ લોકોમાં શું કોઈ સ્ત્રી નથી કે તું બેસુન્નત પલિસ્તીઓમાંથી પત્ની લાવવા કહે છે?” સામસૂને તેના પિતાને કહ્યું, “તેને મારા માટે લાવી આપો, કેમ કે તે મને ગમે છે.”
Nhưng cha mẹ phản đối: “Trong họ hàng, dân tộc ta không có con gái hay sao mà con phải đi cưới con của người Phi-li-tin không chịu cắt bì?” Nhưng Sam-sôn nói với cha: “Xin cha cứ cưới cho con! Cô này vừa ý con lắm.”
4 પણ તેનાં માતાપિતા જાણતાં નહોતા કે આ તો ઈશ્વરનું કૃત્ય છે, કેમ કે તે પલિસ્તીઓ સાથે વિરોધ કરવા ઇચ્છતો હતો તે સમયે પલિસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા.
Cha mẹ Sam-sôn đâu ngờ rằng việc này đến từ Chúa Hằng Hữu, vì Ngài muốn tạo cơ hội cho Sam-sôn đối đầu với người Phi-li-tin vì lúc ấy Ít-ra-ên đang bị Phi-li-tin cai trị.
5 ત્યારે સામસૂન તિમ્નામાં તેના માતાપિતા સાથે ગયો અને તેઓ તિમ્નાની દ્રાક્ષવાડીમાં આવ્યા. અને ત્યાં એક જુવાન સિંહે આવીને તેની તરફ ગર્જના કરી.
Sam-sôn cùng cha mẹ xuống Thim-na, bất ngờ một con sư tử tơ tấn công Sam-sôn gần một vườn nho.
6 ઈશ્વરનો આત્મા અચાનક તેના પર આવ્યો, જેમ તે નાની બકરીને ચીરી નાખતો હોય તેમ તેણે સિંહને ખૂબ સરળતાથી ચીરી નાખ્યો અને તેના હાથમાં કંઈ પણ નહોતું. તેણે જે કર્યું હતું તે તેણે તેના માતાપિતાને કહ્યું નહિ.
Ngay lúc ấy, Thần của Chúa Hằng Hữu giáng trên ông mạnh mẽ phi thường. Với hai tay không, Sam-sôn xé con sư tử làm đôi như xé một con dê con vậy. Nhưng ông không cho cha mẹ hay việc ấy.
7 તે ગયો અને તે સ્ત્રી સાથે વાતચીત કરી, જયારે તેણે તેની તરફ જોયું, તે સામસૂનને ખૂબ ગમી.
Sau đó, Sam-sôn đi gặp cô gái, chuyện trò và lấy làm đắc ý.
8 થોડા દિવસો પછી તે તેની સાથે લગ્ન કરી પાછો ફર્યો, ત્યારે તે સિંહનાં મુડદાને જોવા પાછો ફર્યો. અને ત્યાં સિંહના શરીરનો જે ભાગ બાકી પડેલો હતો તેના પર મધમાખીઓનું ટોળું તથા મધ હતું.
Ít lâu sau, Sam-sôn trở lại Thim-na để cưới cô gái, ông ghé lại xem xác con sư tử. Ông thấy một đàn ong và mật trên xác.
9 હાથમાં મધ લઈને તે ખાતા ખાતા ચાલ્યો. અને પોતાના માતાપિતા પાસે આવ્યો, ત્યારે તેણે તેઓને થોડું આપ્યું અને તેઓએ ખાધું. પણ તેણે તેઓને કહ્યું નહિ કે સિંહના શરીરનો જે ભાગ બાકી હતો તેના પરથી આ મધ કાઢી લાવ્યો છું.
Ông vốc mật vào tay, vừa đi vừa ăn. Gặp cha mẹ, ông mời họ cùng ăn. Nhưng ông không cho cha mẹ biết mật ong này lấy từ trong xác sư tử.
10 ૧૦ જ્યાં તે સ્ત્રી હતી ત્યાં સામસૂનના પિતા ગયા અને સામસૂને ત્યાં ઉજાણી કરી, કેમ કે જુવાન પુરુષોનો આ રિવાજ હતો.
Cha Sam-sôn đến nhà cô gái để lo việc cưới xin, và theo tục lệ, Sam-sôn mở tiệc tại Thim-na.
11 ૧૧ સ્ત્રીના સંબંધીઓએ તેને જોયો, તેઓ તેમના બીજા ત્રીસ મિત્રોને તેની સાથે લઈ આવ્યા.
Người ta giới thiệu cho ông ba mươi người để làm bạn rể.
12 ૧૨ સામસૂને તેઓને કહ્યું, “હવે હું તમને એક ઉખાણું કહું. જો તમારામાંનો કોઈ તે શોધી આપે અને ઉજાણીના સાત દિવસોમાં તેનો જવાબ કહે, તો હું શણના ત્રીસ ઝભ્ભા તથા ત્રીસ જોડી વસ્ત્રો તેને આપીશ.
Sam-sôn nói với họ: “Tôi có một câu đố. Nếu các anh giải được câu đố của tôi trong vòng bảy ngày tiệc cưới, thì tôi sẽ thưởng cho ba mươi áo vải gai và ba mươi áo lễ.
13 ૧૩ પણ જો તમે મને જવાબ નહિ કહો, તો તમારે મને શણનાં ત્રીસ ઝભ્ભા તથા ત્રીસ જોડી વસ્ત્રો આપવાં પડશે.” તેઓએ તેને કહ્યું, “અમને તારું ઉખાણું કહે, તેથી અમે તે સાંભળીએ.”
Nhưng nếu các anh không giải nổi, thì các anh phải nạp cho tôi ba mươi áo vải gai và ba mươi áo lễ.” Họ đồng ý: “Được thôi, hãy ra câu đố đi.”
14 ૧૪ તેણે તેઓને કહ્યું, “ખાઈ જનારમાંથી, કંઈક ખોરાક નીકળ્યો; બળવાનમાંથી, કંઈક મીઠાશ નિકળી.” પણ તેના મહેમાનો ત્રણ દિવસમાં ઉખાણાનો જવાબ આપી શક્યા નહિ.
Ông liền ra câu đố: “Từ vật ăn ra thức ăn; từ giống mạnh ra thức ngọt.” Trong ba ngày, họ không tìm được câu giải đáp.
15 ૧૫ ચોથા દિવસે તેઓએ સામસૂનની પત્નીને કહ્યું, “તારા પતિને ફોસલાવ કે જેથી તે અમને ઉખાણાનો જવાબ કહે નહિ તો અમે તને તથા તારા પિતાના ઘરનાંને બાળી મૂકીશું. શું તેં અમને અહીં લૂંટી લેવાને બોલાવ્યા છે?”
Ngày thứ tư, họ nói với vợ Sam-sôn: “Nếu chị không dụ chồng tiết lộ lời giải cho chúng tôi, chị và nhà cha chị sẽ bị đốt. Có phải các người mời chúng tôi đến đây để bóc lột phải không?”
16 ૧૬ સામસૂનની પત્ની તેની આગળ રડવા લાગી, “તું જે સર્વ કરે છે તે દ્વારા મને ધિક્કારતો હોય એવું લાગે છે! તું મને પ્રેમ કરતો નથી. તેં મારા કેટલાક લોકોને ઉખાણું કહ્યું, પણ તેં મને તેનો જવાબ કહ્યો નથી.” સામસૂને તેને કહ્યું, “અહીંયાં જો, મેં મારા માતાપિતાને કહ્યું નથી, તો શું હું તને કહું?”
Vợ Sam-sôn khóc lóc với chồng: “Anh ghét em chứ có thương yêu gì đâu! Sao anh ra câu đố cho người đồng hương của em mà không cho em biết câu đáp?” Sam-sôn nói: “Này em, ngay cả cha mẹ anh, anh còn không cho biết, làm sao nói cho em được?”
17 ૧૭ તેઓની ઉજાણીના સાતે દિવસો તેણે રડ્યા કર્યું, સાતમે દિવસે તેણે તેને જવાબ આપ્યો, કેમ કે તેણે તેને ખૂબ દબાણ કર્યું હતું. તેણે પોતાના સંબંધી લોકોને ઉખાણાનો જવાબ કહી દીધો.
Cô vợ cứ khóc lóc suốt mấy ngày tiệc còn lại. Chịu không nổi, Sam-sôn nói cho vợ nghe vào ngày thứ bảy. Cô đem nói lại cho mấy người kia.
18 ૧૮ અને નગરના લોકોએ તેને કહ્યું, “સાતમે દિવસે સૂર્યાસ્ત થયા અગાઉ નગરના લોકોએ તેને કહ્યું, “મધ કરતાં મીઠું શું છે? સિંહ કરતાં બળવાન શું છે?” સામસૂને તેઓને કહ્યું, “જો તમે મારી વાછરડીથી ખેડ્યું ન હોત, તો તમે મારા ઉખાણાનો જવાબ શોધી શક્યા ન હોત.”
Vậy, trước khi mặt trời lặn vào ngày thứ bảy, những người này đến với Sam-sôn đưa ra câu giải: “Có gì ngọt hơn mật? Có gì mạnh hơn sư tử?” Sam-sôn nói: “Nếu các anh không dùng bò cái tơ của tôi để cày ruộng, làm sao giải được câu đố của tôi.”
19 ૧૯ ત્યારે ઈશ્વરનો આત્મા અચાનક સામસૂન પર પરાક્રમ સહિત આવ્યો. સામસૂન આશ્કલોનમાં ગયો અને તેઓમાંના ત્રીસ પુરુષોને મારી નાખ્યા. તેણે તેઓનો લૂંટેલો માલ લઈ લીધો અને જેઓએ તેના ઉખાણાનો જવાબ આપ્યો હતો તેઓને તેણે ત્રીસ વસ્ત્રોની જોડ આપી. તે ક્રોધાયમાન થયો અને તે પોતાના પિતાના ઘરે જતો રહ્યો.
Thần của Chúa Hằng Hữu giáng trên Sam-sôn. Ông xuống Ách-ca-lôn giết ba mươi người Phi-li-tin, lấy áo thưởng cho mấy người giải được câu đố. Nhưng Sam-sôn quá tức giận về những việc vừa xảy ra nên ông trở về sống với cha mẹ.
20 ૨૦ સ્ત્રીના પિતાએ સામસૂનના એક સાથી કે જેણે તેના પ્રત્યે મિત્રની ફરજ બજાવી હતી તેને સ્ત્રી તરીકે આપી.
Vợ của Sam-sôn bị đem gả cho một trong ba mươi người bạn rể của Sam-sôn.

< ન્યાયાધીશો 14 >