< ન્યાયાધીશો 13 >
1 ૧ ઇઝરાયલના લોકોએ ફરી ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું અને તેમણે ચાળીસ વર્ષ સુધી તેઓને પલિસ્તીઓના હાથમાં સોંપ્યાં.
И израилтяните пак сториха зло пред Господа; и Господ ги предаде в ръката на филистимците за четиридесет години.
2 ૨ ત્યાં દાનના કુંટુબનો સોરાહનો રહેવાસી માનોઆ નામનાં એક માણસ હતાં. તેની પત્નીને સંતાન તથા ન હતાં.
И имаше един човек от Сарая, от Дановото племе, по име Маное, чиято жена бе бездетна, която не раждаше.
3 ૩ ઈશ્વરના દૂતે તે સ્ત્રીને દર્શન આપીને કહ્યું, “હવે જો, તું નિઃસંતાન છે અને તને સંતાન થતાં નથી, પણ તને ગર્ભ રહેશે અને તું બાળકને જન્મ આપશે.
И ангел Господен се яви на жената и каза й: Ето, сега си бездетна и не раждаш; но ще зачнеш и ще родиш син.
4 ૪ હવે ધ્યાન રાખ દારૂ કે દ્રાક્ષાસવ પીશ નહિ જે ખોરાક અશુદ્ધ ગણાય છે તે ખાઈશ નહિ.
Затова, пази се сега да не пиеш вино или спиртно питие, и да не ядеш нищо нечисто.
5 ૫ જો, તું સગર્ભા થશે. અને પુત્રને જન્મ આપશે. તું તેના માથા પર કદી અસ્ત્રો ફેરવીશ નહિ, કેમ કે તે છોકરો ગર્ભસ્થાનથી જ ઈશ્વરને માટે નાઝીરી થશે. અને તે પલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલને છોડાવશે.
Защото, ето, ще заченеш и ще родиш син; и бръснач да не мине през главата му, защото още от раждането си детето ще бъде Назирей Богу; той ще почне да избавя Израиля от ръката на филистимците.
6 ૬ ત્યારે તે સ્ત્રીએ આવીને પોતાના પતિને કહ્યું કે, “ઈશ્વરનો એક માણસ મારી પાસે આવ્યો હતો, તેનો દેખાવ ઈશ્વરના દૂત જેવો હતો, તેથી મને ઘણી બીક લાગી. તે ક્યાંથી આવ્યો તે મેં પૂછ્યું નહિ, તેણે પણ પોતાનું નામ મને કહ્યું નહિ.
Тогава жената отиде та яви на мъжа си, казвайки: Един Божий човек дойде при мене, чието лице беше като лицето на ангела Божий, много страшно; и аз не го попитах от къде е, нито той ми яви името си.
7 ૭ તેણે મને કહ્યું, જો! તને ગર્ભ રહેશે અને તું દીકરાને જન્મ આપશે. તેથી દારૂ કે દ્રાક્ષાસવ પીશ નહિ, કંઈ અશુદ્ધ ખોરાક ખાઈશ નહિ, કેમ કે તે બાળક ગર્ભસ્થાનના સમયથી માંડીને તેના મરણના દિવસ સુધી ઈશ્વરને સારુ નાઝીરી થશે.”
Но рече ми: Ето, ще заченеш и ще родиш син; затова, да не пиеш вино, нито спиртно питие, и да не ядеш нищо нечисто; защото, от рождението си, до деня на смъртта си, детето ще бъде Назирей Богу.
8 ૮ પછી માનોઆએ ઈશ્વરને પ્રાર્થના કરીને કહ્યું, “ઓ પ્રભુ, ઈશ્વર કૃપા કરીને જે માણસને તમે મોકલ્યો હતો તેને ફરી અમારી પાસે મોકલો કે જેથી જે બાળક જન્મશે તેને અમારે શું કરવું તે વિષે તે અમને શીખવે.”
Тогава Маное се помоли Господу, казвайки: Моля ти се, Господи, нека дойде пак при нас Божият човек, когото си пратил и нека ни научи що да сторим с детето, което ще се роди.
9 ૯ ઈશ્વરે માનોઆની પ્રાર્થનાનો ઉત્તર આપ્યો અને જયારે તે સ્ત્રી ખેતરમાં બેઠી હતી ત્યારે ઈશ્વરનો દૂત ફરી તેની પાસે આવ્યો. પણ તેનો પતિ માનોઆ તેની સાથે ન હતો.
И Бог послуша Маноевия глас: и ангелът Божи пак дойде при жената, като седеше на нивата; а мъжът й Маное не беше с нея.
10 ૧૦ તેથી તે સ્ત્રીએ ઉતાવળે દોડી જઈને પોતાના પતિને કહ્યું કે, “જો! તે દિવસે જે માણસ મારી પાસે આવ્યો હતો તે મને દેખાયો.”
И жената се завтече та побърза да яви на мъжа си, като му каза: Ето, яви ми се оня човек, който дойде при мен завчера.
11 ૧૧ માનોઆ ઊઠીને પોતાની સ્ત્રીની પાછળ ચાલ્યો. અને તે માણસની પાસે આવ્યો. તેણે પૂછ્યું, “શું તમે તે જ માણસ છો કે જેમણે મારી પત્ની સાથે વાત કરી હતી?” તેણે કહ્યું “હા હું એ જ છું.”
Тогава Маное стана та отиде подир жена си, и, като дойде при човека, каза му: Ти ли си оня човек, който си говорил на тая жена? И той рече: Аз.
12 ૧૨ તેથી માનોઆએ કહ્યું, “હવે તારું વચન ફળીભૂત થાઓ. પણ તે છોકરો કેવો નીવડશે. અને કેવા કામ કરશે?”
И рече Маное: Когато вече се сбъдне това, което ти каза, как трябва да се направлява детето, и какво да прави то?
13 ૧૩ ઈશ્વરના સ્વર્ગદૂતે માનોઆને કહ્યું, “જે સર્વ મેં સ્ત્રીને કહ્યું, તે વિષે તેણે કાળજી રાખવી.
И ангелът Господен рече на Маноя: Нека се пази жената от всичко, за което й говорих;
14 ૧૪ તેણે દ્રાક્ષનું બનેલું કંઈ પણ ન ખાવું, તેણે દારૂ કે નશાકારક પીણું પીવું નહિ; કંઈ પણ અશુદ્ધ ખાવું નહિ. મેં જે આજ્ઞા તેને આપી છે તે સર્વ તે પાળે.”
да не яде от нищо, що произлиза от лозе, нито да пие вино или спиртно питие, и да не яде нищо нечисто: всичко що й заповядах нека опази.
15 ૧૫ માનોઆએ ઈશ્વરના દૂતને કહ્યું, “કૃપા કરીને, અહીં રહો કે અમે તમારે માટે એક હલવાન માંસ રાંધીએ.”
Тогава Маное каза на ангела Господен: Моля, нека те задържим, за да ти сготвим яре.
16 ૧૬ ઈશ્વરના દૂતે માનોઆને કહ્યું, “જો હું રોકાઈ જાઉં તો પણ હું તારો ખોરાક ખાઈશ નહિ. પણ જો તું દહનીયાર્પણ તૈયાર કરે છે, તો તારે તે ઈશ્વરને ચઢાવવું જોઈએ.” માનોઆ જાણતો ન હતો કે તે ઈશ્વરનો દૂત છે.
Но ангелът Господен каза на Маноя: И да ме задържиш няма да ям хляба ти; и ако искаш да направиш всеизгаряне, принеси го Господу. (Защото Маное не позна, че това беше ангелът Господен).
17 ૧૭ માનોઆએ યહોવાહના દૂતને કહ્યું, “તારું નામ શું છે, જેથી તારાં વચન ફળે ત્યારે અમે તારું સન્માન કરીએ?”
Тогава Маное каза на ангела Господен: Как ти е името, за да те почетем, когато се сбъдне това, което ти каза?
18 ૧૮ ઈશ્વરના દૂતે તેને કહ્યું, “તું મારું નામ કેમ પૂછે છે? કેમ કે તે અદ્દભુત છે!”
А ангелът Господен му рече: Защо питаш за името ми, то е тайно.
19 ૧૯ ત્યારે માનોઆએ બકરીનું બચ્ચું ખાદ્યાર્પણ સાથે લઈને ખડક પર ઈશ્વરને ચઢાવ્યું. માનોઆ અને તેની પત્નીના દેખતાં જ સ્વર્ગદૂતે આશ્ચર્યજનક કામ કર્યું.
Тогава Маное взе ярето и хлебния принос та ги принесе Господу на камъка; и, като гледаха Маное и жена му, ангелът постъпваше чудно;
20 ૨૦ ત્યાં અગ્નિની જ્વાળા વેદી પરથી આકાશની તરફ ચઢી, ત્યારે ઈશ્વરનો દૂત વેદી પરથી જ્વાળામાં થઈને ઉપર ચઢી ગયો. માનોઆ અને તેની પત્ની તે જોઈ રહ્યાં અને તેઓ ભૂમિ પર નમી પડ્યાં.
защото, когато се издигаше пламък от олтара към небето, то и ангелът Господен се издигна в пламъка на олтара: а Маное и жена му, като гледаха, паднаха с лице не земята.
21 ૨૧ ઈશ્વરના દૂતે માનોઆને તથા તેની પત્નીને ફરી દર્શન આપ્યું નહિ. ત્યારે માનોઆએ જાણ્યું કે તે ઈશ્વરનો સ્વર્ગદૂત હતો.
Но ангелът Господен беше невидим вече за Маноя и за жена му; и тогава Маное позна, че това беше ангел Господен.
22 ૨૨ માનોઆએ તેની પત્નીને કહ્યું, “આપણે ઈશ્વરને જોયા છે, માટે આપણે નક્કી મરી જઈશું!”
И Маное каза на жена си: Непременно ще умрем, защото видяхме Бога.
23 ૨૩ પણ તેની પત્નીએ તેને કહ્યું, “જો ઈશ્વર આપણને મારી નાખવા ઇચ્છતા હોત, તો તેઓ આપણાં દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણનો સ્વીકાર કરત નહિ. અને તેઓ આપણને આ બધી બાબતો બતાવત નહિ અને આ સમયે તેઓ આપણને આ વાતો સંભળાવત નહિ.”
А жена му рече: Ако Господ иска да ни умори, не щеше да приеме всеизгаряне и хлебен принос от ръката ни, нито щеше да ни изяви всичко това, нито би ни съобщил такива неща в това време.
24 ૨૪ અને તે સ્ત્રીએ દીકરાને જન્મ આપ્યો, તેનું નામ સામસૂન પાડ્યું. તે છોકરો મોટો થયો અને ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો.
И жената роди син и нарече го Самсон; и детето порасна и Господ го благослови.
25 ૨૫ ઈશ્વરનો આત્મા તેને સોરાહ તથા એશ્તાઓલની વચ્ચે, માહનેહ દાનમાં, સંચાર કરવા લાગ્યો.
И Господният Дух почна да го подбужда в Маханедан, между Сарая и Естаол.