< ન્યાયાધીશો 12 >

1 એફ્રાઇમના માણસો એકત્ર થઈને યર્દન નદી પાર કરીને ઉત્તરના ઝફોન નગર તરફ ગયા. તેઓએ યિફતાને કહ્યું, “તું આમ્મોનીઓની વિરુદ્ધ લડવા ગયો ત્યારે તારી સાથે જવા માટે તેં અમને કેમ બોલાવ્યા નહિ? અમે તને તારા ઘરમાં પૂરીને આગ લગાડીશું.”
І були скликані Єфре́мові люди, і перейшли на пі́вніч та й сказали до Їфта́ха: „Чому́ перейшов ти Йордан, щоб воювати з Аммоновими синами, а нас не покликав піти з собою? Ми спа́лимо огнем твій дім із тобою.
2 યિફતાએ તેઓને કહ્યું, “મારે અને મારા લોકોને આમ્મોનીઓ સાથે સંઘર્ષ ચાલતો હતો. જયારે મેં તમને બોલાવ્યા, ત્યારે તમે મને તેઓથી બચાવ્યો ન હતો.
І сказав їм Їфта́х: „Велику боротьбу́ мав я та народ мій з Аммоновими синами. І кликав я вас, та ви не спасли мене з його руки.
3 જયારે મેં જોયું કે તમે મને બચાવ્યો નહિ, ત્યારે હું મારો જીવ જોખમમાં નાખીને આમ્મોનીઓની સામે ગયો અને ઈશ્વરે મને વિજય અપાવ્યો. હવે તમે શા માટે આજે મારી વિરુદ્ધ લડવાને આવ્યા છો?”
І коли я побачив, що ви не спасе́те, то поклав я ду́шу свою на небезпе́ку, і перейшов Йордан до Аммонових синів, а Господь дав їх у мою руку. І чого́ прийшли ви до мене цього дня, щоб воювати зо мною?“
4 યિફતાએ ગિલ્યાદના સર્વ માણસોને એકત્ર કર્યા અને એફ્રાઇમીઓ વિરુદ્ધ લડાઈ કરી. ગિલ્યાદના માણસોએ એફ્રાઇમના માણસો પર હુમલો કર્યો કેમ કે તેઓએ કહ્યું, “તમે એફ્રાઇમ તથા મનાશ્શા મધ્યે રહેનારા ગિલ્યાદીઓ - એફ્રાઇમથી નાસી આવેલા છો.”
І зібрав Їфта́х усіх ґілеа́дських людей, та й воював з Єфремом. І побили ґілеадські люди Єфрема, бо ті сказали: „Ви Єфремові втікачі́, — Ґілеад поміж Єфремом та поміж Манасією“.
5 ગિલ્યાદીઓએ યર્દન પાર કરીને એફ્રાઇમીઓને અટકાવ્યા અને જયારે કોઈ નાસી જતો એફ્રાઇમી બચી જતો ત્યારે તે કહેતો, “મને નદી પાર કરી જવા દે,” ત્યારે ગિલ્યાદના માણસો તેઓને કહેતા, “શું તું એફ્રાઇમી છે?” જો તે એવો જવાબ આપે કે, “ના,”
І зайняв Ґілеад йорда́нські перехо́ди до Єфрема. І сталося, коли говорили Єфремові втікачі: „Нехай я перейду́“, то ґілеадські люди йому говорили: „Чи ти єфремівець?“Той казав: „Ні“.
6 તો તેઓ તેને એવું કહેત કે, “શિબ્બોલેથ’ બોલ.” અને જો તે “શિબ્બોલેથ,” બોલે તો તે ઓળખાઈ જાય કેમ કે તે આ શબ્દોનો યોગ્ય ઉચ્ચાર કરી શકતો ન હતો. તેથી ગિલ્યાદીઓ તેને પકડી અને તેને યર્દનનાં કિનારે મારી નાખત. તે સમયે બેતાળીસ હજાર એફ્રાઇમીઓને મારી નાખવામાં આવ્યા.
І казали йому: „Скажи но шіббо́лет“. А той казав: „Сіббо́лет“, бо не міг ви́мовити так. І хапа́ли його, і різали при йорданськім перехо́ді. І впало того часу в Єфрема сорок і дві тисячі.
7 યિફતાએ છ વર્ષ સુધી ઇઝરાયલીઓનો ન્યાય કર્યો. પછી ગિલ્યાદી યિફતા મરણ પામ્યો અને તેને ગિલ્યાદના એક નગરમાં દફનાવવામાં આવ્યો.
І судив Їфта́х Ізраїля шість років. І помер ґілеадянин Їфтах, і був похований у місті Ґілеаді.
8 તેના પછી, બેથલેહેમના ઇબ્સાને ઇઝરાયલીઓનો ન્યાય કર્યો.
А по ньому Ізраїля судив Івцан з Віфлеє́му.
9 તેને ત્રીસ દીકરાઓ હતા. તેણે ત્રીસ દીકરીઓનાં લગ્ન અન્ય લોકોમાં કરાવ્યા. અને પોતાના દીકરાઓનાં બહારનાં લોકોની દીકરીઓ સાથે કરાવ્યા. તેણે સાત વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.
І було в нього тридцять синів, а тридцять дочо́к він відпустив заміж назо́вні, і тридцять дочо́к впровадив для синів своїх з-назо́вні. І судив він Ізраїля сім літ.
10 ૧૦ ઇબ્સાન મરણ પામ્યો અને બેથલેહેમમાં દફનાવવામાં આવ્યો.
І помер Івцан і був похований в Віфлеємі.
11 ૧૧ તેના પછી એલોન ઝબુલોનીએ ઇઝરાયલીઓનો ન્યાય કર્યો. તેણે દસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.
А по ньому Ізраїля судив завуло́нівець Елон, і судив Ізраїля десять літ.
12 ૧૨ એલોન ઝબુલોની મરણ પામ્યો અને ઝબુલોનના આયાલોન દેશમાં દફનાવવામાં આવ્યો.
І помер завуло́нівець Елон, і був похований в Айялоні, у Завулоновім кра́ї.
13 ૧૩ તેના પછી હિલ્લેલ પિરઆથોની દીકરા આબ્દોને ઇઝરાયલીઓ પર ન્યાયાધીશ તરીકે રાજ કર્યું.
А по ньому Ізраїля судив Авдо́н, син Гіллела, пір'атонянин.
14 ૧૪ તેને ચાળીસ દીકરા અને ત્રીસ પૌત્રો હતા. તેઓએ સિત્તેર ગધેડાઓ પર સવારી કરી અને તેણે આઠ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.
І було в нього сорок синів та тридцять ону́ків, що їздили на семидесяти молодих ослах. І судив він Ізраїля вісім літ.
15 ૧૫ હિલ્લેલ પિરાથોનીનો દીકરો આબ્દોન મરણ પામ્યો અને અમાલેકીઓના પહાડી પ્રદેશમાં એફ્રાઇમ દેશના પિરઆથોનમાં તેને દફનાવવામાં આવ્યો.
І помер Авдон, син Гіллела, пір'атонянин, і був похований в Єфремовім кра́ї, на горі амалике́янина.

< ન્યાયાધીશો 12 >