< ન્યાયાધીશો 12 >
1 ૧ એફ્રાઇમના માણસો એકત્ર થઈને યર્દન નદી પાર કરીને ઉત્તરના ઝફોન નગર તરફ ગયા. તેઓએ યિફતાને કહ્યું, “તું આમ્મોનીઓની વિરુદ્ધ લડવા ગયો ત્યારે તારી સાથે જવા માટે તેં અમને કેમ બોલાવ્યા નહિ? અમે તને તારા ઘરમાં પૂરીને આગ લગાડીશું.”
Now the men of Ephraim came together and took up arms and went over to Zaphon; and they said to Jephthah, Why did you go over to make war against the children of Ammon without sending for us to go with you? Now we will put your house on fire over you.
2 ૨ યિફતાએ તેઓને કહ્યું, “મારે અને મારા લોકોને આમ્મોનીઓ સાથે સંઘર્ષ ચાલતો હતો. જયારે મેં તમને બોલાવ્યા, ત્યારે તમે મને તેઓથી બચાવ્યો ન હતો.
And Jephthah said to them, I and my people were in danger, and the children of Ammon were very cruel to us, and when I sent for you, you gave me no help against them.
3 ૩ જયારે મેં જોયું કે તમે મને બચાવ્યો નહિ, ત્યારે હું મારો જીવ જોખમમાં નાખીને આમ્મોનીઓની સામે ગયો અને ઈશ્વરે મને વિજય અપાવ્યો. હવે તમે શા માટે આજે મારી વિરુદ્ધ લડવાને આવ્યા છો?”
So when I saw that there was no help to be had from you, I put my life in my hand and went over against the children of Ammon, and the Lord gave them into my hands: why then have you come up to me this day to make war on me?
4 ૪ યિફતાએ ગિલ્યાદના સર્વ માણસોને એકત્ર કર્યા અને એફ્રાઇમીઓ વિરુદ્ધ લડાઈ કરી. ગિલ્યાદના માણસોએ એફ્રાઇમના માણસો પર હુમલો કર્યો કેમ કે તેઓએ કહ્યું, “તમે એફ્રાઇમ તથા મનાશ્શા મધ્યે રહેનારા ગિલ્યાદીઓ - એફ્રાઇમથી નાસી આવેલા છો.”
Then Jephthah got together all the men of Gilead and made war on Ephraim; and the men of Gilead overcame Ephraim.
5 ૫ ગિલ્યાદીઓએ યર્દન પાર કરીને એફ્રાઇમીઓને અટકાવ્યા અને જયારે કોઈ નાસી જતો એફ્રાઇમી બચી જતો ત્યારે તે કહેતો, “મને નદી પાર કરી જવા દે,” ત્યારે ગિલ્યાદના માણસો તેઓને કહેતા, “શું તું એફ્રાઇમી છે?” જો તે એવો જવાબ આપે કે, “ના,”
And the Gileadites took the crossing-places of Jordan against the Ephraimites; and when any of the men of Ephraim who had gone in flight said, let me go over; the men of Gilead said to him, Are you an Ephraimite? And if he said, No;
6 ૬ તો તેઓ તેને એવું કહેત કે, “શિબ્બોલેથ’ બોલ.” અને જો તે “શિબ્બોલેથ,” બોલે તો તે ઓળખાઈ જાય કેમ કે તે આ શબ્દોનો યોગ્ય ઉચ્ચાર કરી શકતો ન હતો. તેથી ગિલ્યાદીઓ તેને પકડી અને તેને યર્દનનાં કિનારે મારી નાખત. તે સમયે બેતાળીસ હજાર એફ્રાઇમીઓને મારી નાખવામાં આવ્યા.
Then they said to him, Now say Shibboleth; and he said Sibboleth, and was not able to say it in the right way; then they took him and put him to death at the crossing-places of Jordan; and at that time forty-two thousand Ephraimites were put to death.
7 ૭ યિફતાએ છ વર્ષ સુધી ઇઝરાયલીઓનો ન્યાય કર્યો. પછી ગિલ્યાદી યિફતા મરણ પામ્યો અને તેને ગિલ્યાદના એક નગરમાં દફનાવવામાં આવ્યો.
Now Jephthah was judge of Israel for six years. And Jephthah the Gileadite came to his death, and his body was put to rest in his town, Mizpeh of Gilead.
8 ૮ તેના પછી, બેથલેહેમના ઇબ્સાને ઇઝરાયલીઓનો ન્યાય કર્યો.
And after him, Ibzan of Beth-lehem was judge of Israel.
9 ૯ તેને ત્રીસ દીકરાઓ હતા. તેણે ત્રીસ દીકરીઓનાં લગ્ન અન્ય લોકોમાં કરાવ્યા. અને પોતાના દીકરાઓનાં બહારનાં લોકોની દીકરીઓ સાથે કરાવ્યા. તેણે સાત વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.
He had thirty sons, and thirty daughters whom he sent to other places, and he got thirty wives from other places for his sons. And he was judge of Israel for seven years.
10 ૧૦ ઇબ્સાન મરણ પામ્યો અને બેથલેહેમમાં દફનાવવામાં આવ્યો.
And Ibzan came to his death and his body was put to rest at Beth-lehem.
11 ૧૧ તેના પછી એલોન ઝબુલોનીએ ઇઝરાયલીઓનો ન્યાય કર્યો. તેણે દસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.
And after him, Elon the Zebulonite was judge of Israel; and he was judge of Israel for ten years.
12 ૧૨ એલોન ઝબુલોની મરણ પામ્યો અને ઝબુલોનના આયાલોન દેશમાં દફનાવવામાં આવ્યો.
And Elon the Zebulonite came to his death, and his body was put to rest in Aijalon in the land of Zebulun.
13 ૧૩ તેના પછી હિલ્લેલ પિરઆથોની દીકરા આબ્દોને ઇઝરાયલીઓ પર ન્યાયાધીશ તરીકે રાજ કર્યું.
And after him, Abdon, the son of Hillel, the Pirathonite, was judge of Israel.
14 ૧૪ તેને ચાળીસ દીકરા અને ત્રીસ પૌત્રો હતા. તેઓએ સિત્તેર ગધેડાઓ પર સવારી કરી અને તેણે આઠ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.
He had forty sons and thirty sons' sons who went on seventy young asses; and he was judge of Israel for eight years.
15 ૧૫ હિલ્લેલ પિરાથોનીનો દીકરો આબ્દોન મરણ પામ્યો અને અમાલેકીઓના પહાડી પ્રદેશમાં એફ્રાઇમ દેશના પિરઆથોનમાં તેને દફનાવવામાં આવ્યો.
And Abdon, the son of Hillel, came to his death, and his body was put to rest in Pirathon in the land of Ephraim, in the hill-country of the Amalekites.