< ન્યાયાધીશો 11 >
1 ૧ ગિલ્યાદી યિફતા બળવાન લડવૈયો હતો, પણ તે જાતીય કાર્યકરનો દીકરો હતો. ગિલ્યાદ તેનો પિતા હતો.
А ґілеадянин Їфта́х був хоробрий воя́к. А він був син блудли́вої жінки, і з нею Ґілеа́д породив Їфта́ха.
2 ૨ ગિલ્યાદની પત્નીએ પણ દીકરાઓને જન્મ આપ્યો હતો. જયારે તે દીકરાઓ મોટા થયા, ત્યારે તેઓએ યિફતાને ઘર છોડી દેવા બળજબરી કરી અને તેને કહ્યું, “અમારા ઘરમાંથી તને કોઈપણ પ્રકારનો વારસો મળશે નહિ. કેમ કે તું બીજી સ્ત્રીનો દીકરો છે.”
І породила Ґілеадова жінка йому синів. І повиро́стали сини тієї жінки, та й вигнали Їфтаха, і сказали йому: „Не будеш володіти в домі нашого батька, бо ти син іншої жінки!“
3 ૩ તેથી યિફતા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને ટોબ દેશમાં રહ્યો. ત્યાં કેટલાક રખડું લોકો યિફતાની સાથે જોડાયાં, તેઓ તેની સાથે બહાર જતા.
І втік Їфта́х перед своїми братами, і осівся в кра́ї Тов. І зібралися до Їфтаха гуля́щі люди, та й виходили з ним.
4 ૪ કેટલાક દિવસો પછી, આમ્મોનીઓના લોકોએ ઇઝરાયલની વિરુદ્ધ યુદ્ધ કર્યું.
І сталося по часі, і воювали Аммонові сини з Ізраїлем.
5 ૫ જયારે આમ્મોની લોકો ઇઝરાયલની સાથે યુદ્ધ કરતા હતા, ત્યારે ગિલ્યાદના વડીલો યિફતાને ટોબ દેશમાંથી તેડી લાવવા સારુ ગયા.
І сталося, як воювали Аммонові сини з Ізраїлем, то пішли ґілеадські старші́, щоб забрати Їфтаха з кра́ю Тов.
6 ૬ તેઓએ યિફતાને કહ્યું કે, “તું આવીને અમારો આગેવાન થા જેથી અમે આમ્મોનીઓની સામે લડીએ.”
І сказали вони до Їфтаха: „Іди ж, і будеш нам провідником, і будемо воювати з Аммоновими сина́ми“.
7 ૭ યિફતાએ ગિલ્યાદના આગેવાનોને કહ્યું કે, “તમે શું મને ધિક્કાર્યો નહોતો? અને મારા પિતાના ઘરમાંથી મને કાઢી મૂક્યો ન હતો? હવે જયારે તમે સંકટમાં આવી પડ્યા છો ત્યારે મારી પાસે કેમ આવ્યા છો?”
І сказав Їфтах до ґілеадських старши́х: „Чи ж не ви знена́видили мене, і вигнали мене з дому мого батька? І чого ви прийшли до мене тепер, коли ви в біді?“
8 ૮ ગિલ્યાદના વડીલોએ યિફતાને કહ્યું, “અમે એટલા માટે તારી પાસે પાછા આવ્યા છીએ; કે તું અમારી સાથે આવે અને આમ્મોનીઓ સાથે લડાઈ કરે અને તું ગિલ્યાદમાં રહેનારા સર્વનો આગેવાન થાય.”
І сказали ґілеадські старші́ до Їфтаха: „Зате ми тепер вернулися до тебе! І ти піди з нами, і бу́демо воювати з Аммоновими синами, і станеш нам головою для всіх ме́шканців ґілеадських“.
9 ૯ યિફતાએ ગિલ્યાદના વડીલોને કહ્યું, “જો આમ્મોનના સૈનિકો સામે લડવાને તમે ફરી મને સ્વદેશ તેડી જાઓ અને જો મારા હાથથી ઈશ્વર તેઓ પર વિજય અપાવે તો શું હું તમારો આગેવાન થાઉં.”
І сказав Їфтах до ґілеадських старших: „Якщо ви мене вернете воювати з Аммоновими синами, і Господь дасть їх, щоб були побиті передо мною, то чи я стану вам головою?“.
10 ૧૦ ગિલ્યાદના વડીલોએ યિફતાને કહ્યું, “ઈશ્વર આપણી વચમાં સાક્ષી થાઓ! નિશ્ચે અમે તારા કહ્યા પ્રમાણે કરીશું.”
І сказали ґілеадські старші до Їфтаха: „Нехай Господь буде свідком поміж нами, що так, як слово твоє, так зро́бимо“.
11 ૧૧ તેથી યિફતા ગિલ્યાદના વડીલોની સાથે ગયો અને લોકોએ તેને પોતાનો આગેવાન તથા સેનાપતિ બનાવ્યો. અને યિફતાએ મિસ્પામાં ઈશ્વરની આગળ પોતાની સર્વ બાબતો કહી જણાવી.
І пішов Їфтах з ґілеадськими старшими, і народ настанови́в його собі за го́лову та провідника́, а Їфтах промовляв усі свої слова́ перед Господнім лицем у Міцпі.
12 ૧૨ પછી યિફતાએ આમ્મોનીઓના લોકોના રાજાની પાસે સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું કે, “આપણી વચ્ચે કઈ બાબતની લડાઈ છે? તું શા માટે અમારા દેશની વિરુદ્ધ લડવા માટે આવ્યો છે?”
І послав Їфтах послів до царів Аммонових синів, говорячи: „Що тобі до мене, що ти прийшов до мене воювати з моїм кра́єм?“
13 ૧૩ આમ્મોનીઓના રાજાએ યિફતાના સંદેશવાહકોને ઉત્તર આપ્યો, “જયારે ઇઝરાયલીઓ મિસરમાંથી બહાર નીકળી આવ્યા ત્યારે આર્નોનથી યાબ્બોક તથા યર્દન સુધી તેઓએ અમારો દેશ લઈ લીધો હતો; માટે હવે શાંતિથી તે અમને પાછો આપ.
І сказав цар Аммонових синів до Їфтаховнх послів: „Бо Ізраїль забрав мій край, коли він вихо́див з Єгипту, від Арнону й аж до Яббоку та аж до Йорда́ну. А тепер верни ж їх у мирі“.
14 ૧૪ યિફતાએ આમ્મોનીઓના રાજા પાસે ફરી સંદેશવાહકો મોકલ્યા,
А Їфтах ще послав послів до царя Аммонових синів,
15 ૧૫ તેણે તેને કહેવડાવ્યું, “યિફતા એમ કહે છે કે: ‘મોઆબનો દેશ તથા આમ્મોનીઓનો દેશ ઇઝરાયલે લઈ લીધો ન હતો;
і сказав йому: „Так сказав Їфта́х: Не взяв Ізра́їль кра́ю Моавого та краю Аммонових синів,
16 ૧૬ પણ જયારે તેઓ મિસરમાંથી આવ્યા ત્યારે ઇઝરાયલીઓ અરણ્યમાંથી લાલ સમુદ્ર અને અરણ્યની એક બાજુથી બીજી બાજુ સુધી ફરીને કાદેશમાં પહોંચ્યા.
бо коли йшли вони з Єгипту, то Ізраїль ішов по пустині аж до Червоного моря, і прийшов до Каде́шу.
17 ૧૭ ત્યારે ઇઝરાયલે અદોમના રાજા પાસે સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું હતું કે, “કૃપા કરીને તમારા દેશમાં થઈને અમને જવા દે,” પણ અદોમના રાજાએ તેઓનું સાંભળ્યું નહિ. અને તે જ પ્રમાણે તેઓએ મોઆબના રાજાને કહેવડાવ્યું; તે પણ જવા દેવા ઇચ્છતો નહોતો. તેથી ઇઝરાયલીઓ કાદેશમાં રહ્યા.
І послав Ізраїль послів до едо́мського царя, говорячи: Нехай я перейду́ твоїм кра́єм, — та не послухав едомський цар. І послав він також до царя моа́вського, — та й той не хотів. І осівся Ізраїль у Каде́шу.
18 ૧૮ પછી તેઓ અરણ્યમાં થઈને ચાલ્યા અને અદોમ દેશ તથા મોઆબ દેશની સરહદ ઉપર ચકરાવો ખાઈને, મોઆબ દેશની પૂર્વ બાજુએ થઈને, આર્નોનને પેલે પાર આવીને તેઓએ મુકામ કર્યો; પણ તેઓ મોઆબ પ્રદેશની અંદર આવ્યા ન હતા, કેમ કે આર્નોન મોઆબની સરહદ હતી.
І пішов він пустинею, і обійшов край едо́мський та край моа́вський, і прийшов зо сходу сонця до моавського кра́ю, та й таборува́ли по тім боці Арно́ну, а в моавські границі не входили, бо Арнон — границя Моава.
19 ૧૯ ઇઝરાયલે અમોરીઓના રાજા સીહોન, જેણે હેશ્બોન પર રાજ કર્યું હતું તેને સંદેશો મોકલાવ્યો; ઇઝરાયલે તેને કહ્યું, “કૃપા કરીને, તારા દેશમાં થઈને અમને અમારા પ્રદેશમાં જવા દે.”
І послав Ізра́їль послів до Сихо́на, царя аморе́йського, царя хешбо́нського, і сказав йому Ізраїль: „Нехай ми пере́йдемо твоїм краєм аж до місця свого“.
20 ૨૦ પણ સીહોનને ઇઝરાયલ પર ભરોસો ન રાખ્યો. તેથી તેણે તેઓને તેમના પ્રદેશમાં થઈને જવા દીધા નહિ. પણ સીહોનને પોતાના સર્વ લોકોને એકત્ર કરીને યાહસામાં છાવણી કરી અને ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું.
І не вірив Сихо́н Ізраїлеві, щоб він ми́рно перейшов його границями. І зібрав Сихон увесь народ свій, та й таборува́ли в Йохці, і воювали з Ізраїлем.
21 ૨૧ અને ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરે, ઇઝરાયલને વિજય અપાવીને સીહોનને તથા તેના સર્વ લોકોને તેમના હાથમાં સોંપ્યાં. તેથી ઇઝરાયલે અમોરીઓના આખા દેશ અને તેમા રેહતાં સર્વ જેઓ તે દેશમાં રહેતા હતા તેમનો કબજો લીધો.
І дав Господь, Бог Ізраїля, Сихона та ввесь народ його в Ізраїлеву руку, — вони побили їх. І посів Ізраїль увесь край аморе́янина, ме́шканця того кра́ю.
22 ૨૨ આર્નોનથી યાબ્બોક અને અરણ્યથી યર્દન સુધી અમોરીઓના પ્રદેશનું સર્વ તેઓએ પોતાના કબજા માં લઈ લીધું.
І вони посіли всю аморе́йську країну від Арно́ну й аж до Яббо́ку, і від пустині та аж до Йорда́ну.
23 ૨૩ હવે ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર પોતાના લોકોને અમોરીઓ આગળથી બહાર કાઢી લાવ્યા, ઇઝરાયલને અમોરીઓનું વતન આપી દીધું, તેઓ વતન વગરના થયા.
А тепер Госпо́дь, Бог Ізраїлів, вигнав Аморе́янина перед народом Своїм, Ізраїлем, а ти посядеш його?
24 ૨૪ તારો દેવ કમોશ જે વતન તને આપે છે, તે વતન શું તું નહિ લેશે? એટલે જે વતન અમારા પ્રભુ ઈશ્વરે અમને આપ્યું છે તે અમે લઈશું.
Отож, що дасть тобі на насліддя Кемош, бог твій, те ти посядеш, а все, де вигнав Господь, Бог наш, перед нами, те ми посядемо.
25 ૨૫ હવે તું સિપ્પોરના દીકરા મોઆબના રાજા બાલાક કરતાં શ્રેષ્ઠ છે? શું તેણે ઇઝરાયલની સામે કદી ટક્કર લીધી કે તેણે તેઓની સામે કદી યુદ્ધ કર્યું?
А тепер чи справді ти ліпший від Бала́ка, Ціппорового сина, царя моа́вського? Чи сваритися — сварився він з Ізраїлем? Чи воювати — воював із ними?
26 ૨૬ જયારે ઇઝરાયલ હેશ્બોનમાં તથા તેનાં ગામોમાં, અરોએરમાં તથા તેનાં ગામોમાં અને આર્નોનના કાંઠા પરના સઘળાં નગરમાં, ત્રણસો વર્ષ સુધી રહ્યા હતા, તો તે સમય દરમિયાન તે તમે પાછાં કેમ ન લીધાં?
Коли Ізраїль сидів у Хешбоні та в підлеглих містах його, і в Ар'орі та в підлеглих містах його, і по всіх містах, що над Арноном, три сотні літ, то чому́ не відібрали ви їх за той час?
27 ૨૭ મેં તારું કશું બગાડ્યું નથી, પણ તું મારી સામે યુદ્ધ કરવાથી મારું ખોટું કરી રહ્યો છે. ઈશ્વર જે ન્યાયાધીશ છે, તે ઇઝરાયલ તથા આમ્મોનપુત્રોની વચ્ચે ન્યાય કરશે.’
А тобі я не згрішив, а ти робиш зо мною зло, щоб воювати зо мною. Нехай розсудить Господь, що судить сьогодні між Ізраїлевими синами та між синами Аммоновими“.
28 ૨૮ પણ જે સંદેશો યિફતાએ આમ્મોનીઓના રાજાને કહેવડાવ્યો હતો તે તેણે નકાર કર્યો.
Та цар Аммонових синів не послухався слів Їфтаха, що до нього посилав.
29 ૨૯ અને ઈશ્વરનો આત્મા યિફતા પર આવ્યો અને તે ગિલ્યાદ તથા મનાશ્શામાં થઈને ગિલ્યાદના મિસ્પામાં ગયો. પછી મિસ્પામાંથી આમ્મોનીઓની પાસે ગયો.
І Дух Господній перебував на Їфта́хові, і він перейшов Ґілеа́д та Манасі́ю, і перейшов ґілеа́дську Міцпе́, а з ґілеадської Міцпе перейшов до Аммонових синів.
30 ૩૦ યિફતાએ ઈશ્વરની આગળ માનતા માનીને કહ્યું, “જો તમે મને આમ્મોનીઓ પર વિજય અપાવશો,
І обіцяв Їфтах обі́тницю Господе́ві й сказав: „Якщо справді даси Ти Аммонових синів у мою ру́ку,
31 ૩૧ તો પછી જયારે હું આમ્મોનીઓ પાસેથી નિરાંતે પાછો આવીશ ત્યારે મને મળવા સારુ જે કોઈ મારા ઘરના બારણામાંથી બહાર નીકળે તે ઈશ્વરનું થશે અને હું તેનું દહનીયાર્પણ કરીશ.”
то станеться, — виходя́чий, що ви́йде з дверей мого дому навпроти мене, коли я верта́тимусь з ми́ром від Аммонових синів, то буде він для Господа, і я принесу́ його в цілопа́лення“.
32 ૩૨ યિફતા આમ્મોનીઓની વિરુદ્ધ યુદ્ધ કરવા સારુ ગયો ઈશ્વરે તેઓને વિજય અપાવ્યો.
І прийшов Їфтах до Аммонових синів воювати з ними, а Господь дав їх у його руку.
33 ૩૩ તેણે તેઓ પર હુમલો કર્યો. અરોએરથી મિન્નીથ સુધીનાં વીસ નગરોનો તથા આબેલ-કરામીમ સુધીના લોકોનો મોટો સંહાર કર્યો. તેથી આમ્મોનીઓ ઇઝરાયલ લોકોના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યા.
І він побив їх дуже великою пора́зкою від Ароеру й аж туди, де йти до Мінніту, двадцять міст, і аж до Авел-Кераміму. І впокори́лися Аммонові сини перед синами Ізраїлевими.
34 ૩૪ યિફતા પોતાને ઘરે મિસ્પામાં આવ્યો. ત્યાં તેની દીકરી તેને મળવાને ખંજરી વગાડતા તથા નૃત્ય કરતાં કરતાં બહાર આવી. તે તેનું એક માત્ર સંતાન હતું, તેના પછી તેને અન્ય દીકરો કે દીકરી ન હતાં.
І прийшов Їфтах до Міцпи́ до свого дому, аж ось виходить навпроти нього дочка́ його з бу́бнами та з та́нцями! А вона була в нього тільки одна, — не було в нього, окрім неї, ані сина, ані дочки́.
35 ૩૫ જયારે તેણે તેને જોઈ, ત્યારે તે દુઃખમાં ગરકાવ થઈ ગયો અને કહ્યું, “અરે! મારી દીકરી! તેં મને પીડામાં કચડી નાખ્યો છે. જેઓ મને દુઃખ દેનારા છે તેઓમાંની તું પણ થઈ! કેમ કે મેં ઈશ્વરના સોગન લીધા છે અને એ મારા સોગનથી મારાથી પાછા ફરી શકાય એવું નથી.”
І сталося, як він побачив її, то розде́р одежу свою та й сказав: „Ах, до́чко моя! Ти справді повалила мене, і ти стала однією з тих, що нещасли́влять мене. Бо я дав Господе́ві обі́та, і не мо́жу відмовитися від нього“.
36 ૩૬ તેણે તેને કહ્યું, “મારા પિતા, તમે ઈશ્વરને સોગનપૂર્વક જે વચન આપ્યું છે, તે પ્રમાણે મને થાઓ, કેમ કે ઈશ્વરે તારું વેર તારા વેરીઓ પર, એટલે આમ્મોનીઓ પર વાળ્યું છે.”
А вона відказала йому: „Ба́тьку мій, ти дав обі́тницю Господе́ві, — зроби мені, як вийшло з твоїх уст, коли Господь зробив тобі пі́мсту на твоїх ворогів, на Аммонових синів“.
37 ૩૭ તેણે પોતાના પિતાને કહ્યું, “મારી આટલી વિનંતી છે કે મને બે મહિના સુધી એકલી રહેવા દે કે, હું નીચે પર્વતોમાં જાઉં અને ત્યાં મારી સખીઓએ મારા કૌમાર્યનો શોક કર્યો.”
І сказала вона до свого батька: „Нехай буде мені зро́блена оця річ: відпусти мене на два місяці, і нехай я піду́ й зійду́ на го́ру, і нехай опла́чу дівува́ння своє я та при́ятельки мої“.
38 ૩૮ તેણે કહ્યું, “જા.” તેણે તેને બે મહિના માટે જવા દીધી. તેણે વિદાય લીધી. તેણે તથા તેની સહિયરોએ પર્વતો ઉપર પોતાના કૌમાર્યનો શોક કર્યો.
А він сказав: „Іди!“І послав її на два місяці. І пішла вона та її при́ятельки, і оплакувала дівува́ння своє.
39 ૩૯ બે મહિના પછી તે પોતાના પિતાની પાસે પાછી આવી. યિફતાએ પોતે આપેલા વચનનું પાલન કર્યું. હવે યિફતાની દીકરી કુંવારી રહેલી હતી તેથી ઇઝરાયલમાં એવો રિવાજ પડ્યો કે
І сталося в кінці двох місяців, і верну́лася вона до ба́тька свого, а він учинив над нею свою обі́тницю, яку обіцяв був, і вона не пізнала мужа. І сталося це звичаєм в Ізраїлі:
40 ૪૦ વર્ષમાં ચાર દિવસ ગિલ્યાદી યિફતાની દીકરીનો શોક પાળવા માટે ઇઝરાયલની દીકરીઓ દર વર્ષે પર્વતો પર જતી હતી.
рік-річно ходять Ізраїлеві до́чки плакати за дочко́ю ґілеадянина Їфтаха, чотири дні в році.