< ન્યાયાધીશો 10 >
1 ૧ અબીમેલેખના મરણ પછી, ઇઝરાયલને ઉગારવા સારુ ઇસ્સાખારના કુળના, દોદોના દીકરા પૂઆહનો દીકરો તોલા ઊઠ્યો, તે એફ્રાઇમના પહાડી મુલકમાંના શામીરમાં રહેતો હતો.
After Abimelech's time, Tola, son of Puah, son of Dodo, from the tribe of Issachar, came on the scene to save Israel. He lived in the town of Shamir, in the hill country of Ephraim.
2 ૨ તેણે ત્રેવીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. પછી તે મરણ પામ્યો અને શામીર નગરમાં દફનાવાયો.
He led Israel as a judge for twenty-three years. Then he died and was buried in Shamir.
3 ૩ તોલાના મરણ પછી ગિલ્યાદી યાઈર આગળ આવ્યો. તેણે બાવીસ વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાય કર્યો.
After Tola came Jair from Gilead, who led Israel as a judge for twenty-two years.
4 ૪ તેને ત્રીસ દીકરા હતા. તેઓ દરેક પાસે એક ગધેડા હતા અને તેના પર સવારી કરતા હતા, તેઓ પાસે ત્રીસ શહેરો હતાં, કે જે આજ દિવસ સુધી હાવ્વોથ યાઈર કહેવાય છે, જે ગિલ્યાદ દેશમાં છે.
He had thirty sons who rode thirty donkeys. They had thirty towns in the land of Gilead, which to this day are called the Towns of Jair.
5 ૫ યાઈર મરણ પામ્યો અને કામોન નગરમાં દફનાવાયો.
Jair died and he was buried in Kamon.
6 ૬ ઇઝરાયલના લોકોએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું તેઓએ બઆલ, દેવી આશ્તારોથ, અરામના દેવો, સિદોનના દેવો, મોઆબના દેવો, આમ્મોનીઓના દેવો તથા પલિસ્તીઓના દેવોની પૂજા કરી. તેઓએ ઈશ્વરનો ત્યાગ કર્યો અને લાંબા સમય સુધી તેમની ઉપાસના કરી નહિ.
Once again the Israelites did what was evil in the Lord's sight. They worshiped the Baals and the Ashtoreths, as well as the gods of Aram, Sidon, and Moab, and the gods of the Ammonites and Philistines. They rejected the Lord and did not worship him.
7 ૭ તેથી ઈશ્વરનો કોપ ઇઝરાયલ પર સળગ્યો. તેમણે પલિસ્તીઓ તથા આમ્મોનીઓના હાથે તેઓને હરાવી દીધા.
So the Lord became angry with Israel, and he sold them to the Philistines and the Ammonites.
8 ૮ તેઓએ તે વર્ષે ઇઝરાયલના લોકોને હેરાન કરીને તેઓ પર જુલમ કર્યો, યર્દનને પેલે પાર અમોરીઓનો દેશ જે ગિલ્યાદમાં છે ત્યાંના ઇઝરાયલના લોકો પર તેઓએ અઢાર વર્ષ સુધી જુલમ ગુજાર્યો.
That year and for eighteen more years they harassed and oppressed the Israelites, all the Israelites that lived on the east side of the Jordan in Gilead, the land of the Amorites.
9 ૯ અને આમ્મોનીઓ યર્દન પાર કરીને યહૂદાની સામે, બિન્યામીનની સામે તથા એફ્રાઇમના ઘરનાંની સામે લડવા સારુ ગયા, જેથી ઇઝરાયલીઓ બહુ દુઃખી થયા.
The Ammonites also crossed the Jordan to attack Judah, Benjamin, and Ephraim, causing terrible trouble for Israel.
10 ૧૦ પછી ઇઝરાયલના લોકોએ ઈશ્વરને પોકાર કરીને કહ્યું, “અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે, કેમ કે અમે અમારા ઈશ્વરને તજીને બઆલ મૂર્તિઓની પૂજા કરી છે.”
The Israelites cried out to the Lord for help, saying, “We have sinned against you, rejecting our God and worshiping the Baals.”
11 ૧૧ ઈશ્વરે ઇઝરાયલના લોકોને પૂછ્યું, “શું મેં તમને મિસરીઓથી, અમોરીઓથી, આમ્મોનીઓથી તથા પલિસ્તીઓથી,
The Lord replied to the Israelites, “Didn't I save you from the Egyptians, the Amorites, the Ammonites, the Philistines,
12 ૧૨ અને સિદોનીઓથી પણ બચાવ્યા ન હતા? અમાલેકીઓએ તથા માઓનીઓએ તમારા પર જુલમ કર્યો અને તમે મારી આગળ પોકાર કર્યો અને મેં તમને તેઓના હાથમાંથી છોડાવ્યાં હતા.
the Sidonians, the Amalekites, and the Maonites? When they attacked you, and you cried out to me for help, didn't I save you from them?
13 ૧૩ તેમ છતાં તમે મારો ત્યાગ કરીને બીજા દેવોની પૂજા કરી, જેથી હું હવે પછી તમને છોડાવીશ નહિ.
But you have rejected me and worshiped other gods, so I won't save you again.
14 ૧૪ જાઓ અને તમે જે દેવોની પૂજા કરી તેઓને પોકારો. જ્યારે તમે મુશ્કેલીમાં હો ત્યારે તેઓ તમને બચાવશે.
Go and cry out for help to the gods you have chosen. Let them save you in your time of trouble.”
15 ૧૫ ઇઝરાયલના લોકોએ ઈશ્વરને કહ્યું, “અમે પાપ કર્યું છે. તમને જે સારું લાગે તે તમે અમને કરો. પણ કૃપા કરીને, હાલ અમને બચાવો.”
The Israelites said to the Lord, “We have sinned! Treat us in whatever way you think you should, only please save us now!”
16 ૧૬ તેઓ જે વિદેશીઓના દેવોને માન આપતા હતા તેઓથી પાછા ફર્યા અને તેઓના દેવોનો ત્યાગ કરીને તેઓએ ઈશ્વરની ઉપાસના કરી. અને ઇઝરાયલના દુઃખને લીધે ઈશ્વરનો આત્મા ખિન્ન થયો.
So they got rid of the foreign gods they had and worshiped the Lord. And the Lord couldn't stand Israel's misery any longer.
17 ૧૭ પછી આમ્મોનીઓએ એકસાથે એકઠા થઈને ગિલ્યાદમાં છાવણી કરી. અને ઇઝરાયલીઓએ એકસાથે એકઠા થઈને મિસ્પામાં છાવણી કરી.
The Ammonite armies had been called up and were camped in Gilead. The Israelites assembled and camped at Mizpah.
18 ૧૮ ગિલ્યાદના લોકોના આગેવાનોએ એકબીજાને પૂછ્યું, “આમ્મોનીઓની સામે યુદ્ધ શરૂ કરે એવો કયો માણસ છે? તે જ ગિલ્યાદમાં રહેનારાં સર્વનો આગેવાન થશે.”
The commanders of the people of Gilead agreed among themselves, “Whoever leads the attack on the Ammonites will become ruler over everyone who lives in Gilead.”