< યહૂદાનો પત્ર 1 >
1 ૧ ઈશ્વર પિતાને વહાલા; ઈસુ ખ્રિસ્તને માટે સાચવી રખાયેલા અને તેડાયેલાઓને પત્ર લખનાર, ઈસુ ખ્રિસ્તનો દાસ, યાકૂબનો ભાઈ યહૂદા.
Jude, yon sèvitè-atache nèt a Jésus Kri, epi frè la a Jacques, ekri a sa yo ki rele sen nan Bondye, Papa a, epi ki konsève pou Jésus Kri.
2 ૨ તમને દયા, શાંતિ તથા પુષ્કળ પ્રેમ પ્રાપ્ત થાઓ.
Ke mizerikòd la, lapè, ak lamou kapab ogmante anvè nou.
3 ૩ પ્રિયો, આપણા સામાન્ય ઉદ્ધાર વિષે તમારા પર લખવા માટે હું ઘણો આતુર હતો, એવામાં જે વિશ્વાસ સંતોને એક જ વાર સોંપવામાં આવેલો હતો, તેની ખાતર તમારે ખંતથી યત્ન કરવો, એવો બોધ પત્રદ્વારા તમને કરવાની મને અગત્ય જણાઈ.
Byeneme yo, pandan mwen t ap fè tout efò pou ekri nou selon delivrans ke nou pataje ansanm, mwen te sanse ke m te bezwen ekri nou epi plede avèk nou ke nou lite fò pou lafwa ki te delivre yon fwa pou tout a sen yo.
4 ૪ કેમ કે જેઓને શિક્ષાને માટે અગાઉથી નિર્માણ કરવામાં આવ્યા છે, તેવા કેટલાક માણસો ગુપ્ત રીતે આપણામાં આવ્યાં છે; તેઓ અધર્મી છે અને આપણા ઈશ્વરની કૃપાનો ઉપયોગ હવસખોરીમાં કરે છે અને ઈસુ ખ્રિસ્ત જે આપણા એકલા પ્રભુ તથા ઈશ્વર છે તેમનો ઇનકાર કરે છે.
Paske gen sèten moun yo ki te glise antre nan mitan nou san ke nou pa wè, sa yo ki te fin make pou kondanasyon sila depi avan lè; moun san Bondye ki ta vire lagras Bondye nou pou vini yon lisans pou fè sa ki mal, epi rejete sèl Mèt ak Senyè nou, Jésus Kri.
5 ૫ હવે તમે બધું જાણી ચૂક્યા છો ખરા, તોપણ હું તમને યાદ કરાવવા ચાહું છું કે પ્રભુએ મિસર દેશમાંથી લોકોને છોડાવ્યા પછી અવિશ્વાસીઓનો નાશ કર્યો.
Koulye a, mwen vle fè nou sonje, malgre ke nou deja konnen tout bagay yo nèt, ke Senyè a apre Li te delivre yon pèp sòti nan Égypte, apre te detwi tout sa yo ki pa t kwè.
6 ૬ અને જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયચુકાદા સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે. (aïdios )
Epi zanj yo ki pa t kenbe pwòp wòl yo, men te abandonnen pwòp plas yo, Li te kenbe byen anchennen anba tenèb la, pou jijman a nan gran jou a. (aïdios )
7 ૭ તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, અનંતઅગ્નિ દંડ સહન કરીને ચેતવણી માટે નમૂનારૂપ જાહેર થયેલાં છે. (aiōnios )
Menm jan ke Sodome ak Gomorrhe ansanm ak vil yo ki te antoure yo, akoz ke yo fè menm bagay, epi te antre nan imoralite a byen lèd, epi t ap chache vis lachè yo ki pa t menm twouve nan nati, se prezante kon yon egzanp, e te pase nan pinisyon dife etènèl a. (aiōnios )
8 ૮ તોપણ એવી રીતે પણ આ લોકો સ્વપ્નોથી પોતાના દેહને ભ્રષ્ટ કરે છે, અધિકારને તુચ્છ ગણે છે અને આકાશી જીવોની નિંદા કરે છે.
Malgre sa, moun sa yo fè menm bagay la. Ak rèv ke yo fè, yo defile lachè a, rejete otorite a, epi meprize zanj majestik yo.
9 ૯ પણ મીખાયેલ પ્રમુખ દૂતે જયારે શેતાનની સાથે મૂસાના શબ વિષે તકરાર કરીને વિવાદ સર્જ્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ, પણ એટલું જ કહ્યું કે, “પ્રભુ તને ધમકાવો.”
Men lakanj Michel, lè li te dispite avèk dyab la, epi te despite sou kò Moise la, pa t menm tante pwononse yon jijman cho, men te di “Ke Bondye bay ou repwòch.”
10 ૧૦ તોપણ તેઓ જે વિષે કંઈ જાણતા નથી તે બાબતોમાં તેઓ નિંદા કરે છે અને નિર્બુદ્ધ પશુઓની જેમ જેને તેઓ સ્વાભાવિક સમજે છે તેમાં પોતાને ભ્રષ્ટ કરે છે.
Men moun sa yo meprize sa ke yo pa menm konprann. Konsa, se pa bagay yo ke yo konnen pa lensten, kon bèt ki pa ka menm rezonen, ke yo vin detwi.
11 ૧૧ તેઓને અફસોસ! કેમ કે તેઓ કાઈનને માર્ગે ચાલ્યા, તેમ જ દ્રવ્યલાલસાને માટે બલામના માર્ગમાં ધસી ગયા અને કોરાહના બંડમાં નાશ પામ્યા.
Malè a yo! Paske yo ale menm jan avèk Caïn. Pou yon salè yo te kouri tèt an avan nan erè Balaam nan, epi te peri nan rebelyon Koré a.
12 ૧૨ તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તમારાં વિશિષ્ટ ભોજનોમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે; તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં તથા ઉખેડી નાખવામાં આવેલાં વૃક્ષો છે;
Moun sa yo se resif yo k ap kashe nan fèt lamou sen nou yo, lè yo vin fète avèk nou san fè lakrent, men konsène sèlman ak pwòp tèt pa yo. Yo se nwaj yo ki san dlo, pote pa van a, bwa sezon fwèt la san fwi, de fwa mò, dechouke menm;
13 ૧૩ તેઓ પોતાની બદનામીનું ફીણ કાઢનારાં, સમુદ્રનાં વિકરાળ મોજાંઓ છે; તેઓ ભટકનારા તારા છે કે, જેઓને માટે ઘોર અંધકાર સર્વકાળ સુધી રાખેલો છે. (aiōn )
volas lanmè sovaj yo, k ap kimen nan pwòp wont yo tout kalite lenpirite yo; zetwal erann pou kilès tenèb nwa a te rezève jis pou janmen. (aiōn )
14 ૧૪ વળી તેઓ વિષે પણ આદમથી સાતમી પેઢીના પુરુષ હનોખે ભવિષ્યવચન કહ્યું છે કે, “જુઓ,
Epi selon sa yo tou Énoch nan setyèm jenerasyon Adam, te fè pwofesi e te di “Byen gade, Senyè a te vini avèk anpil milye yo a moun sen pa Li yo,
15 ૧૫ સર્વનો ન્યાય કરવાને, સર્વ અધર્મીઓએ જે બધાં અધર્મી કામો અધર્મીપણામાં કર્યાં અને અધર્મી પાપીઓએ તેની વિરુદ્ધ જે કઠણ વચનો કહ્યાં, તે વિષે પણ તેઓ સઘળાંને અપરાધી ઠરાવવાંને પ્રભુ પોતાના હજારોહજાર પવિત્ર દૂતો સહિત છે.”
pou egzekite jijman sou tout, epi pou fè rann kont a tout enkwayan yo avèk zak enpi pa yo, ke yo t ap fè nan yon jan ki san respè Bondye, epi tout move bagay ke pechè yo san fwa te pale kont Li.”
16 ૧૬ તેઓ બડબડાટ કરનારા, અસંતોષી અને પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારાં છે તેઓ મુખથી ગર્વિષ્ઠ વચનો બોલે છે; તેઓ સ્વાર્થને માટે ખુશામત કરનારા છે.
Sa yo se moun k ap plenyen fò nan gòj, k ap toujou twouve fòt, epi k ap swiv pwòp lanvi lachè pa yo. Yo pale avèk awogans, flatè moun, pou yo kapab gen yon avantaj.
17 ૧૭ પણ, પ્રિયો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પ્રેરિતોએ જે વચનો અગાઉ કહેલા છે, તેઓને તમે સંભારો;
Men nou, byeneme yo dwe sonje pawòl yo ki te pale oparavan pa apot a Senyè nou yo, Jésus Kri
18 ૧૮ તેઓએ તમને કહ્યું છે કે, “છેલ્લાં કાળમાં નિંદાખોરો ઊભા થશે, તેઓ પોતાની અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલશે.”
ke yo t ap di a nou ke “Nan dènye tan, ap gen mokè yo, k ap swiv pwòp lanvi pa yo san fwa nan Bondye.”
19 ૧૯ તેઓ ભાગલા પાડનારા અને વિષયી છે, તેઓમાં પવિત્ર આત્મા નથી.
Se sa yo ki lakòz a divizyon yo, moun k ap reflechi kon lemonn lan, ki san Lespri a.
20 ૨૦ પણ પ્રિયો તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાને દૃઢ કરીને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને
Men nou, byeneme yo an nou bati sou lafwa ki sen pase tout; epi priye nan Lespri Sen an.
21 ૨૧ અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો. (aiōnios )
Kenbe nou menm nan lamou Bondye, epi toujou tan swayezman pou mizerikòd a Senyè nou an, Jésus Kri anvè lavi etènèl. (aiōnios )
22 ૨૨ અને કેટલાક જેઓ સંદેહમાં છે તેઓ પર દયા કરો.
Fè mizerikòd sou kèk k ap doute,
23 ૨૩ અને કેટલાકને અગ્નિમાંથી બહાર ખેંચી લાવીને બચાવો; અને કેટલાક પર ભયસહિત દયા રાખો અને ભ્રષ્ટ દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો.
sove lòt. Rachte yo menm nan dife a ak laperèz, epi sou kèk fè mizerikòd avèk rayisman menm pou rad ki te salè pa lachè.
24 ૨૪ હવે જે તમને ઠોકર ખાવાથી બચાવી રાખવા અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ તથા પરમાનંદમાં રજૂ કરવા, સમર્થ છે, તેમને
Koulye a, a Li menm ki kapab kenbe nou pou nou pa tonbe, epi fè nou kanpe nan prezans laglwa Li san fòt avèk gran jwa,
25 ૨૫ એટલે આપણા ઉદ્ધારકર્તા એકલા ઈશ્વરને, મહિમા, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં તથા સર્વકાળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હોજો. આમીન. (aiōn )
a sèl Bondye Sovè nou an, atravè Jésus Kri Senyè nou, se laglwa, majeste, pwisans, ak otorite, menm avan tout tan, rive Koulye a, epi jis pou janmen. Amen. (aiōn )