< યહોશુઆ 8 >
1 ૧ અને યહોવાહે યહોશુઆને કહ્યું, “બીશ નહિ, હિંમત હારીશ નહિ. તારી સાથે સર્વ લડવૈયાઓને લે અને આય જા. જો, મેં આયનો રાજા, તેના લોક, તેનું નગર અને તેનો દેશ તારા હાથમાં આપ્યાં છે.
Chúa Hằng Hữu phán bảo Giô-suê: “Đừng sợ, hãy đem toàn quân đi đánh A-hi, vì Ta cho con cả vua lẫn dân, cả thành lẫn đất này.
2 ૨ જેમ તેં યરીખો અને તેના રાજાને કર્યું તેમ આયને અને તેના રાજાને કર, તેનો માલ અને પશુઓ તમારા પોતાને માટે લૂંટી લેજો. તું નગરની પાછળ માણસોને છુપાવી રાખજે.”
Con hãy đối xử với A-hi và vua thành này như con đã đối xử với Giê-ri-cô, chỉ có điều khác là được giữ chiến lợi phẩm và súc vật bắt được. Hãy mai phục phía sau thành này.”
3 ૩ તેથી યહોશુઆ આય પર ચઢાઈ કરવા માટે તૈયાર થયો. સર્વ લડવૈયાને સાથે લીધાં. યહોશુઆએ ત્રીસ હજાર માણસોને પસંદ કર્યા, તેઓ બળવાન તથા હિંમતવાન પુરુષો હતા. તેણે તેઓને રાત્રે બહાર મોકલ્યા.
Vậy, Giô-suê đem toàn quân đến A-hi, Ông chọn 30.000 chiến sĩ dũng cảm sai đi trong đêm ấy.
4 ૪ તેઓને આજ્ઞા કરી કે, “જુઓ, નગર જીતી લેવા માટે તમે તેની પાછળ સંતાઈ રહેજો. નગરથી બહુ દૂર જશો નહિ, પણ તમે સર્વ તૈયાર રહેજો.
Ông dặn họ: “Hãy mai phục phía sau thành. Đừng ở quá xa, tất cả phải trong tư thế sẵn sàng chiến đấu.
5 ૫ હું ને મારી સાથેના સર્વ માણસો નગર પાસે પહોંચીશું. અને જયારે તેઓ અમારા પર હુમલો કરવાને બહાર આવશે ત્યારે પહેલાંની જેમ અમે તેઓની આગળથી નાસીશું.
Ta và tất cả quân còn lại sẽ tiến đến trước thành. Địch quân sẽ kéo ra nghênh chiến, và như lần trước, chúng ta sẽ chạy.
6 ૬ તેઓ અમારી પાછળ બહાર આવશે. પછી અમે તેઓને નગરથી દૂર ખેંચી જઈશું. તેઓ માનશે કે, ‘પહેલાંની જેમ તેઓ આપણાથી દૂર ભાગી રહ્યા છે.’ માટે અમે તેઓથી દૂર નાસીશું.
Chúng sẽ đuổi theo, bảo rằng: ‘Chúng nó lại chạy như lần trước rồi.’ Và như thế, chúng ta dụ họ ra khỏi thành.
7 ૭ પછી તમે તમારી સંતાવાની જગ્યાએથી ઊઠીને બહાર નીકળી આવજો અને તમે નગરને કબજે કરી લેજો. યહોવાહ તમારા પ્રભુ નગરને તમારા હાથમાં આપશે.
Lúc ấy, phục binh hãy xông lên chiếm thành, vì Chúa Hằng Hữu, Đức Chúa Trời của anh em đã cho chúng ta thành này.
8 ૮ નગર કબજે કર્યા પછી તમારે નગરને સળગાવી દેવું. યહોવાહનાં વચન પ્રમાણે તમારે કરવું. સાંભળો, મેં તમને આ આજ્ઞા આપી છે.”
Phải phóng hỏa đốt thành theo lệnh Chúa Hằng Hữu. Tất cả phải nhớ lời dặn.”
9 ૯ યહોશુઆએ તેઓને બહાર મોકલ્યા અને તેઓ હુમલો કરવાની જગ્યાએ ગયા. તેઓ બેથેલ તથા આય વચ્ચે એટલે કે પશ્ચિમ તરફ આયની વચ્ચે સંતાયા. પણ તે રાતે યહોશુઆ લોકોની વચ્ચે રહ્યો.
Đêm ấy, phục binh đến mai phục tại khoảng giữa Bê-tên và phía tây A-hi, còn Giô-suê và đạo quân còn lại vẫn ở nguyên trong trại tại Giê-ri-cô.
10 ૧૦ યહોશુઆ સવારે વહેલો ઊઠયો અને તેણે સૈનિકોને તૈયાર કર્યા. યહોશુઆ અને ઇઝરાયલના વડીલોએ આયના લોકો પર હુમલો કર્યો.
Sáng hôm sau, Giô-suê dậy sớm kiểm điểm quân đội, rồi cùng các trưởng lão Ít-ra-ên dẫn quân đi đánh A-hi.
11 ૧૧ સર્વ લડવૈયા પુરુષો કે જે તેની સાથે હતા તેઓ ઉપર ગયા અને નગર પાસે પહોંચ્યા. તેઓએ નગરની નજીક જઈને આયની ઉત્તર બાજુએ છાવણી કરી. ત્યાં આય અને તેઓની વચ્ચે ખીણ હતી.
Họ đến khá gần thành, chỉ cách một thung lũng nữa là đến A-hi. Họ cắm trại tại đó, về phía bắc của thành.
12 ૧૨ તેણે આશરે પાંચ હજાર પુરુષોને પસંદ કરીને બેથેલ તથા આય નગરની વચ્ચે પશ્ચિમ બાજુએ છાપો મારવા માટે તેઓને ગોઠવ્યા.
Giô-suê cắt thêm 5.000 quân nữa đi mai phục giữa Bê-tên và phía tây A-hi.
13 ૧૩ તેઓએ સર્વ સૈનિકોની આ પ્રમાણે વ્યૂહરચના કરી. મુખ્ય સૈન્ય નગરની ઉત્તરે અને પાછળના સૈનિકો નગરની પશ્ચિમ બાજુએ હતા. યહોશુઆએ તે રાત ખીણમાં વિતાવી.
Vậy, toán chủ lực đóng ở phía bắc, còn phục binh nằm ở phía tây thành. Đêm ấy, Giô-suê một mình đi vào giữa thung lũng.
14 ૧૪ જયારે આયના રાજાએ તે જોયું ત્યારે એમ બન્યું કે, તે અને તેના સૈનિકો વહેલા ઊઠયા અને યર્દન નદીની ખીણ તરફ ઇઝરાયલ પર હુમલો કરવાને ધસી આવ્યા. તેને ખબર ન હતી કે છાપો મારનારાઓ પાછળથી હુમલો કરવાને માટે નગરમાં લાગ જોઈ રહ્યા છે.
Khi thấy người Ít-ra-ên, vua A-hi vội vàng đốc thúc quân sĩ dậy sớm. Họ kéo nhau ra khỏi thành, tiến về phía đồng bằng, đến một điểm tập trung định sẵn để nghênh chiến. Nhưng vua A-hi không ngờ có một cánh quân mai phục phía sau thành.
15 ૧૫ તેઓની સામે યહોશુઆ અને સર્વ ઇઝરાયલે પોતે હારી જવાનો ઢોંગ કર્યો, તેઓ અરણ્ય તરફ નાસી ગયા.
Giô-suê và chủ lực quân Ít-ra-ên giả thua, bỏ chạy về phía hoang mạc.
16 ૧૬ તેઓની પાછળ પડવા માટે જે બધા લોકો નગરમાં રહેતા હતા તેઓને બોલાવીને એકઠા કરવામાં આવ્યા. તેઓ યહોશુઆની પાછળ ગયા અને તેઓને નગરથી દૂર લઈ જવામાં આવ્યા.
Người A-hi gọi nhau rượt đuổi quân thù và càng lúc họ càng ra xa thành.
17 ૧૭ હવે આય અને બેથેલમાં ઇઝરાયલની પાછળ બહાર ગયો ન હોય એવો કોઈ પુરુષ રહ્યો ન હતો. નગરને નિરાશ્રિત મૂકીને તથા તેના દરવાજા ખુલ્લાં મૂકીને તેઓ ઇઝરાયલની પાછળ પડયા.
Và như thế, thành A-hi và Bê-tên đều bỏ trống, không còn một người canh giữ.
18 ૧૮ યહોવાહે યહોશુઆને કહ્યું, “તારા હાથમાંનો ભાલો આય તરફ લાંબો કર. કેમ કે હું આયને તારા હાથમાં સોંપીશ.” યહોશુઆએ પોતાના હાથમાં જે ભાલો હતો તે નગર તરફ લાંબો કર્યો.
Lúc ấy, Chúa Hằng Hữu phán bảo Giô-suê: “Hướng mũi giáo của con về thành A-hi, vì Ta cho con thành ấy.” Giô-suê vâng lời.
19 ૧૯ જયારે તેણે પોતાનો હાથ લાંબો કર્યો ત્યારે સંતાઈ રહેલા સૈનિકો ઝડપથી તેમની જગ્યાએથી બહાર ધસી આવ્યા. તેઓએ દોડીને નગરમાં પ્રવેશ કર્યો અને તેને કબજે કર્યું. તેઓએ ઝડપથી નગરને આગ લગાડી.
Ngay khi ông đưa giáo chỉ thành A-hi, phục binh nhanh chóng rời vị trí, xông vào chiếm thành, rồi nổi lửa đốt thành.
20 ૨૦ આયના માણસો પાછા વળ્યા. અને તેઓએ જોયું કે નગરનો ધુમાડો આકાશ પર ચઢતો હતો. તેઓને માટે બચવાનો કોઈ માર્ગ રહ્યો નહિ. કેમ કે જે સૈનિકો અરણ્ય તરફ નાસી ગયા હતા તેઓ હવે તેમની પાછળ પડનારાઓનો સામનો કરવા પાછા આવ્યા હતા.
Quân A-hi quay lại, thấy thành đang cháy, đồng thời quân Ít-ra-ên quay lại phản công, người A-hi lại vào thế tiến thoái lưỡng nan.
21 ૨૧ જયારે યહોશુઆએ અને સર્વ ઇઝરાયલે જોયું કે, હુમલો કરનાર ટુકડીઓએ નગરને કબજે કરીને સળગાવ્યું છે ત્યારે તેઓ પાછા આવ્યા અને તેઓએ આયના માણસોને મારી નાખ્યાં.
Giô-suê và quân sĩ theo ông thấy khói, biết rằng cánh phục binh đã chiếm thành, liền quay lại phản công người A-hi.
22 ૨૨ ઇઝરાયલના બીજા સૈનિકો જેઓ નગરમાં હતા તેઓ પણ હુમલો કરવાને બહાર નીકળી આવ્યા. તેથી આયના માણસો, કેટલાક આ બાજુ અને કેટલાક પેલી બાજુ એમ ઇઝરાયલની સેના વચ્ચે સપડાયા. ઇઝરાયલે તેમની પર હુમલો કર્યો અને તેઓમાંના કોઈને પણ બચી કે નાસી જવા દીધા નહિ.
Quân Ít-ra-ên từ thành xông ra, quân phía trước thành phản công lại. Người Ít-ra-ên hai mặt xáp lại, chém giết đến nỗi không còn một người A-hi nào sống sót hay chạy thoát được.
23 ૨૩ તેઓએ આયના રાજાને પકડયો અને તેને જીવતો રહેવા દઈને યહોશુઆ પાસે લાવ્યા.
Họ bắt sống vua A-hi và giải đến cho Giô-suê.
24 ૨૪ એમ થયું કે, અરણ્યની નજીકની જગ્યામાં જ્યાં તેઓ તેમની પાછળ પડયા હતા ત્યાં ઇઝરાયલીઓએ પાછા ફરીને તેઓમાંના સર્વને, એટલે, આયના સઘળાં રહેવાસીઓને મારી નાખ્યા. તેઓનો તલવારની ધારથી નાશ કર્યો.
Khi quân Ít-ra-ên đã giết hết người A-hi bên ngoài thành, họ quay vào thành giết những người còn lại.
25 ૨૫ તે દિવસે આયના સર્વ લોકો પુરુષો અને સ્ત્રીઓ થઈને બાર હજાર માણસો મરણ પામ્યા.
Toàn dân A-hi, cả đàn ông lẫn đàn bà gồm chừng 12.000 người, đều bị tiêu diệt hôm ấy.
26 ૨૬ યહોશુઆએ જ્યાં સુધી આયના સર્વ લોકોનો સંપૂર્ણ નાશ ન થયો ત્યાં સુધી જે હાથથી તેણે ભાલો લાંબો કરી રાખ્યો હતો, તેને પાછો ખેંચી લીધો નહિ.
Giô-suê tiếp tục chỉ mũi giáo vào thành cho đến khi mọi người A-hi bị giết hết.
27 ૨૭ જે આજ્ઞા યહોવાહે યહોશુઆને આપી હતી, તે પ્રમાણે માત્ર ઇઝરાયલીઓએ પોતાના માટે નગરનાં પશુઓ અને માલ મિલકતની લૂંટ કરી.
Người Ít-ra-ên bắt súc vật, thu chiến lợi phẩm cho mình, vì Chúa Hằng Hữu có bảo Giô-suê cho phép.
28 ૨૮ અને યહોશુઆએ આયને બાળી નાખીને તેનો સદાને માટે વિનાશનો ઢગ કરી દીધો. તે સ્થાન આજ દિવસ સુધી વેરાન રહેલું છે.
Vậy, thành A-hi bị Giô-suê thiêu hủy, đến nay chỉ còn một đống gạch vụn.
29 ૨૯ તેણે આયના રાજાને સાંજ સુધી ઝાડ પર લટકાવી રાખ્યો. જયારે સૂર્ય આથમતો હતો ત્યારે યહોશુઆએ તેઓને આજ્ઞા આપી. તેથી તેઓ રાજાનું શબ ઝાડ ઉપરથી ઉતારી લાવ્યા અને નગરના દરવાજાની આગળ નાખ્યું. તેના ઉપર તેઓએ પથ્થરનો મોટો ઢગલો કર્યો. તે આજ દિવસ સુધી છે.
Giô-suê treo vua A-hi lên cây cho đến mặt trời lặn. Tối đó ông cho người gỡ xác xuống, ném ra ngoài cổng thành, rồi lấy đá chất lên thành một đống lớn, còn cho đến ngày nay.
30 ૩૦ ત્યારે યહોશુઆએ એબાલ પર્વત ઉપર ઇઝરાયલના પ્રભુ, યહોવાહને સારુ વેદી બાંધી,
Sau đó, Giô-suê xây một bàn thờ cho Chúa Hằng Hữu, Đức Chúa Trời của Ít-ra-ên trên Núi Ê-banh,
31 ૩૧ જેમ યહોવાહનાં સેવક મૂસાએ ઇઝરાયલના લોકોને આજ્ઞા આપી, જેમ મૂસાના નિયમશાસ્ત્ર લખેલું છે તે પ્રમાણે, “તે પથ્થરથી કોતરેલી નહિ એવી અને જેના પર કોઈએ કદી લોખંડનું સાધન ચલાવ્યું ના હોય એવી વેદી હતી.” અને તેના પર તેણે યહોવાહને સારુ દહનીયાર્પણ અને શાંત્યર્પણના યજ્ઞ કર્યા.
đúng theo lệnh của Môi-se, đầy tớ Chúa Hằng Hữu. Bàn thờ này được xây bằng đá nguyên tảng, không đục đẽo, như đã chép trong Sách Luật của Môi-se. Trên bàn thờ ấy, người ta dâng tế lễ thiêu và tế lễ cảm tạ cho Chúa.
32 ૩૨ અને ત્યાં ઇઝરાયલના લોકોની હાજરીમાં, તેણે પથ્થરો પર મૂસાના નિયમની નકલ ઉતારી.
Giô-suê khắc trên đá bàn thờ bộ luật Môi-se, trước sự chứng kiến của dân chúng Ít-ra-ên.
33 ૩૩ અને સર્વ ઇઝરાયલ, તેઓના વડીલો, અધિકારીઓ, અને તેઓના ન્યાયાધીશો, પરદેશી તેમ જ ત્યાંના વતનીઓ પણ, લેવીઓ અને યાજકો જેમણે યહોવાહનો કરારકોશ ઊંચક્યો હતો તે કોશની આગળ બન્ને બાજુ ઊભા રહ્યા, તેઓમાંના અડધા ગરીઝીમ પર્વતની સામે; અને અડધા એબાલ પર્વતની સામે યહોવાહનાં સેવક મૂસાએ અગાઉ ઇઝરાયલ લોકોને આશીર્વાદ આપવા તેઓને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઊભા રહ્યા.
Vì Môi-se có dặn trước về việc chúc phước cho người Ít-ra-ên, nên hôm ấy, toàn dân kể cả các trưởng lão, viên phán quan, công dân, và ngoại kiều đều chia nhau ra làm hai nhóm: Phân nửa đứng trước núi Ga-ri-xim, phân nửa đứng trước Núi Ê-banh. Giữa hai nhóm ấy có Hòm Giao Ước của Chúa Hằng Hữu với các thầy tế lễ người Lê-vi, những người khiêng Hòm Giao Ước.
34 ૩૪ ત્યાર પછી યહોશુઆએ નિયમનાં સર્વ વચનો, આશીર્વાદો અને શાપો, જે નિયમશાસ્ત્રમાં લખેલાં હતાં, તે સર્વ વાંચી સંભળાવ્યાં.
Giô-suê đọc tất cả những lời chúc phước và những lời nguyền rủa đã được ghi trong Sách Luật.
35 ૩૫ ઇઝરાયલ આગળ તથા સ્ત્રીઓ, નાના બાળકો તથા પરદેશીઓ જે તેઓની મધ્યે રહેતા હતા તેઓની સભા સમક્ષ મૂસાએ ફરમાવેલી આજ્ઞાઓમાંથી એક પણ એવી નહિ હોય કે જે યહોશુઆએ તેઓની સમક્ષ વાંચી સંભળાવી ના હોય.
Mọi người, gồm cả nam phụ lão ấu và khách ngoại kiều, đều nghe Giô-suê đọc tất cả luật lệ của Môi-se.