< યહોશુઆ 7 >
1 ૧ પણ ઇઝરાયલના લોકો શાપિત વસ્તુ વિષે અપરાધ કરીને તે પ્રત્યે અવિશ્વાસુ સાબિત થયા. કેમ કે યહૂદાના કુળના ઝેરાહના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાને શાપિત વસ્તુઓમાંથી કેટલીક લઈ લીધી. તેથી યહોવાહનો કોપ ઇઝરાયલના લોકો પર સળગી ઊઠ્યો.
Ali se ogriješiše sinovi Izrailjevi o prokletinju, jer Ahan sin Harmije sina Zavdije sina Zarina od plemena Judina uze od prokletijeh stvari; zato se razgnjevi Gospod na sinove Izrailjeve.
2 ૨ બેથ-આવેન પાસે, બેથેલની પૂર્વ તરફ આય નગર છે, ત્યાં યહોશુઆએ યરીખોથી માણસોને મોકલ્યા અને તેણે તેઓને કહ્યું કે, “તમે જઈને તે દેશની જાસૂસી કરો.” તેથી માણસોએ જઈને આયની જાસૂસી કરી.
A Isus posla ljude iz Jerihona u Gaj, koji bijaše blizu Vet-Avena s istoka Vetilju, i reèe im govoreæi: idite i uhodite zemlju. I ljudi otidoše i uhodiše Gaj.
3 ૩ તેઓ યહોશુઆ પાસે પાછા આવ્યા અને તેઓએ તેને કહ્યું કે, “સર્વ લોકોને આયમાં મોકલવા નહિ. માત્ર બે કે ત્રણ હજાર પુરુષોને મોકલ કે તેઓ જઈને આય પર હુમલો કરે. બધા લોકોને લડાઈમાં જવાની તકલીફ આપીશ નહિ. કારણ કે તેઓ સંખ્યામાં બહુ ઓછા છે.”
I vrativši se k Isusu rekoše mu: neka ne ide sav narod; do dvije tisuæe ljudi ili do tri tisuæe ljudi neka idu, i osvojiæe Gaj; nemoj truditi svega naroda, jer ih je malo.
4 ૪ માટે લોકોમાંથી લગભગ ત્રણ હજાર પુરુષો ગયા, પણ આયના માણસોએ તેઓને નસાડ્યા.
I otide ih onamo iz naroda oko tri tisuæe ljudi; ali pobjegoše od Gajana.
5 ૫ અને આયના માણસોએ તેઓમાંથી આશરે છત્રીસ માણસોને માર્યા, ભાગળ આગળથી શબારીમ સુધી તેઓની પાછળ દોડીને પર્વત ઊતરવાની જગ્યા આગળ તેઓને માર્યા. તેથી લોકોનાં હૃદય ભયભીત થયાં અને તેઓ નાહિંમત થયા.
I Gajani posjekoše ih do trideset i šest ljudi; i goniše ih od vrata dori do Sivarima, i pobiše ih na strmeni; i rastopi se srce u narodu, i posta kao voda.
6 ૬ પછી યહોશુઆએ પોતાનાં વસ્ત્ર ફાડયાં, તેણે અને ઇઝરાયલના વડીલોએ પોતાના માથા પર ધૂળ નાખી અને સાંજ સુધી તેઓ યહોવાહનાં કોશ આગળ, ભૂમિ પર પડી રહ્યાં.
A Isus razdrije haljine svoje i pade licem na zemlju pred kovèegom Gospodnjim, i leža do veèera, on i starješine Izrailjeve, i posuše se prahom po glavi.
7 ૭ ત્યારે યહોશુઆ બોલ્યો, ‘અરે! હે પ્રભુ યહોવાહ, અમને અમોરીઓના હાથમાં સોંપીને અમારો નાશ કરવા સારુ તમે આ લોકોને યર્દન પાર કેમ લાવ્યા? અમે યર્દનની પેલે પાર રહેવાનો નિર્ણય કર્યો હોત તો કેવું સારું!
I reèe Isus: jaoh! Gospode Bože, zašto prevede ovaj narod preko Jordana da nas predaš u ruke Amorejcima da nas pobiju? o, da šæasmo ostati preko Jordana!
8 ૮ હે પ્રભુ, ઇઝરાયલે પોતાના શત્રુ સામે પીઠ ફેરવી દીધી છે, હવે હું શું બોલું?
Jaoh! Gospode, šta da kažem, kad je Izrailj obratio pleæi pred neprijateljima svojim?
9 ૯ માટે કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ તે વિષે સાંભળશે. તેઓ અમને ચારેબાજુથી ઘેરી લેશે અને પૃથ્વી પરથી અમારો નાશ થશે. પછી તમે તમારા મહાન નામ વિષે શું કરશો?”
Èuæe Hananeji i svi stanovnici te zemlje, i sleæi æe se oko nas, i istrijebiæe ime naše sa zemlje; i šta æeš uèiniti od velikoga imena svojega?
10 ૧૦ યહોવાહે યહોશુઆને કહ્યું કે, ઊઠ! એમ શા માટે નીચે પડી રહ્યો છે?
A Gospod reèe Isusu: ustani; što si pao na lice svoje?
11 ૧૧ ઇઝરાયલે પાપ કર્યું છે. તેઓએ જે કરાર મેં તેઓને ફરમાવ્યો હતો તેનું ઉલ્લંઘન કર્યું છે. શાપિત વસ્તુમાંથી કેટલીક લઈ પણ લીધી છે અને ચોરી તથા બંડ પણ કર્યું છે. વળી પોતાના સામાનની મધ્યે તેઓએ તે સંતાડ્યું છે.
Zgriješio je Izrailj, i prestupio zavjet moj koji sam im zapovjedio: jer uzeše od prokletijeh stvari, i ukradoše, i zatajiše, i metnuše meðu svoje stvari.
12 ૧૨ એ કારણથી, ઇઝરાયલના લોકો પોતાના શત્રુઓ આગળ ટકી શક્યા નહી, તેઓએ પોતાના શત્રુઓ સામે પીઠ ફેરવી છે, તેથી તેઓ શાપિત થયા છે. જે શાપિત વસ્તુ હજુ સુધી તમારી પાસે છે, તેનો જો તમે નાશ નહિ કરો તો હું તમારી સાથે કદી રહીશ નહી.
Zato neæe moæi sinovi Izrailjevi stajati pred neprijateljima svojim; pleæi æe obraæati pred neprijateljima svojim, jer su pod prokletstvom; neæu više biti s vama, ako ne istrijebite izmeðu sebe prokletinje.
13 ૧૩ ઊઠ! લોકોને શુદ્ધ કર અને કહે, આવતીકાલને માટે તમે પોતાને શુદ્ધ કરો. કારણ કે ઇઝરાયલનો પ્રભુ યહોવાહ કહે છે, હે ઇઝરાયલ, તારી મધ્યે એક શાપિત વસ્તુ કાઢી નહિ નાખે, ત્યાં સુધી તું તારા શત્રુ આગળ ટકી શકનાર નથી.
Ustani, osveštaj narod, i reci: osveštajte se za sjutra; jer ovako veli Gospod Bog Izrailjev: prokletstvo je usred tebe, Izrailju; neæeš moæi stajati pred neprijateljima svojim dokle ne uklonite prokletstva izmeðu sebe.
14 ૧૪ તેથી સવારમાં, પોતપોતાનાં કુળ પ્રમાણે તમે પોતાને રજૂ કરો. પછી એમ થશે કે, જે કુળને યહોવાહ ચિઠ્ઠીથી પકડે, તે કુટુંબવાર આગળ આવે. તેમાંથી યહોવાહ જે કુટુંબને પકડે તેનું પ્રત્યેક ઘર આગળ આવે. જે ઘરનાંને યહોવાહ પકડે તે ઘરનાં પુરુષો એક પછી એક આગળ આવે.
Pristupiæete ujutru po plemenima svojim; i koje pleme oblièi Gospod ono æe pristupiti po porodicama svojim, i koju porodicu oblièi Gospod ona æe pristupiti po domovima svojim; i koji dom oblièi Gospod, pristupiæe ljudi iz njega jedan po jedan.
15 ૧૫ એમ થાય કે જે વસ્તુ શાપિત છે તે જેની પાસેથી પકડાશે તે પુરુષને તથા તેના સર્વસ્વને બાળી નાંખવામાં આવશે. કારણ કે તેણે યહોવાહનો કરાર તોડયો છે અને ઇઝરાયલમાં શરમજનક મૂર્ખાઈ કરી છે.’”
Pa ko se naðe u prokletstvu, neka se spali ognjem i on i sve njegovo, jer prestupi zavjet Gospodnji i uèini bezakonje u Izrailju.
16 ૧૬ અને સવારે વહેલા ઊઠીને યહોશુઆએ ઇઝરાયલને, તેઓના કુળ પ્રમાણે ક્રમવાર રજૂ કર્યા ત્યારે યહૂદાનું કુળ પકડાયું.
I ustavši Isus ujutru rano reèe te pristupi Izrailj po plemenima svojim; i oblièi se pleme Judino.
17 ૧૭ તે યહૂદાના કુળને આગળ લાવ્યો, તેમાંથી ઝેરાહીઓનું કુટુંબ પકડાયું. પછી તે ઝેરાહીઓનાં કુટુંબમાંથી એક પછી એક વ્યક્તિને આગળ લાવ્યો ત્યારે તેમાંથી ઝાબ્દી પકડાયો.
Potom reèe te pristupiše porodice Judine; i oblièi se porodica Zarina; potom reèe te pristupi porodica Zarina, domaæin jedan po jedan, i oblièi se Zavdija.
18 ૧૮ તેના ઘરનાં પુરુષોને ક્રમવાર આગળ બોલાવાયા ત્યારે યહૂદાના કુળમાંથી ઝેરાહના પુત્ર, ઝાબ્દીના પુત્ર કાર્મીનો પુત્ર આખાન પકડાયો.
I reèe, te pristupi njegov dom, ljudi jedan po jedan, i oblièi se Ahan sin Harmije sina Zavdije sina Zarina od plemena Judina.
19 ૧૯ ત્યારે યહોશુઆએ આખાનને કહ્યું, “મારા દીકરા, ઇઝરાયલના પ્રભુ યહોવાહની આગળ સાચું બોલ અને તેમની સ્તુતિ કર. તેં જે કર્યું છે તે હવે મને કહે. મારાથી કશું છાનું રાખીશ નહી.”
I reèe Isus Ahanu: sine, hajde daj hvalu Gospodu Bogu Izrailjevu, i priznaj pred njim, i kaži mi šta si uèinio, nemoj tajiti od mene.
20 ૨૦ અને આખાને યહોશુઆને ઉત્તર આપ્યો, “ખરેખર, ઇઝરાયલના પ્રભુ, યહોવાહની વિરુદ્ધ મેં પાપ કર્યું છે. મેં જે કર્યું તે આ છે:
A Ahan odgovori Isusu i reèe: istina je, ja zgriješih Gospodu Bogu Izrailjevu, i uèinih tako i tako:
21 ૨૧ લૂંટમાંથી એક સારો શિનઆરી જામો, 2 કિલો 300 ગ્રામ ચાંદી, 575 ગ્રામ વજનવાળું સોનાનું એક પાનું લેવાની લાલચ મને થઈ. આ બધું મેં મારા તંબુની મધ્યે જમીનમાં સંતાડેલું છે; ચાંદી સૌથી નીચે છુપાવી છે.”
Vidjeh u plijenu jedan lijep plašt Vavilonski, i dvjesta sikala srebra, i jednu šipku zlata od pedeset sikala, pa se polakomih i uzeh; i eno je zakopano u zemlju usred mojega šatora, i srebro ozdo.
22 ૨૨ યહોશુઆએ સંદેશાવાહક મોકલ્યા, તેઓ તંબુએ ગયા. તેઓએ જોયું તો બધું તંબુમાં સંતાડાયેલું હતું અને ચાંદી સૌથી નીચે હતી.”
Tada Isus posla poslanike, koji otrèaše u šator, i gle, bješe zakopano u šatoru njegovu, i ozdo srebro.
23 ૨૩ અને તેઓ તંબુમાંથી એ બધી વસ્તુઓ યહોશુઆની તથા સર્વ ઇઝરાયલ લોકોની પાસે લાવ્યા. તેઓએ તે બધું યહોવાહની આગળ મૂક્યું.
I uzeše iz šatora i donesoše k Isusu i svijem sinovima Izrailjevijem, i metnuše pred Gospoda.
24 ૨૪ અને યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ, ઝેરાહના પુત્ર આખાનને તથા ચાંદી, જામો, સોનાનું પાનું, આખાનના દીકરા અને દીકરીઓ, બળદો, ગધેડાં, ઘેટાં, તંબુ, અને તેના સર્વસ્વને, આખોરની ખીણમાં લઈ ગયા.
Tada Isus i s njim sav Izrailj uzeše Ahana sina Zarina, i srebro i plašt i šipku zlata, i sinove njegove i kæeri njegove, i volove njegove i magarce njegove, i ovce njegove, i šator i sve što bješe njegovo, i izvedoše u dolinu Ahor.
25 ૨૫ પછી યહોશુઆએ કહ્યું, “તેં અમને કેમ હેરાન કર્યા છે? આજે યહોવાહ તને હેરાન કરશે.” અને સર્વ ઇઝરાયલીઓએ તેને પથ્થરે માર્યો. તેઓએ બધાંને અગ્નિમાં બાળ્યાં અને પથ્થરથી માર્યાં.
I reèe Isus: što si nas smeo? Gospod da te smete danas! I zasu ga kamenjem sav Izrailj, i spališe sve ognjem zasuvši kamenjem.
26 ૨૬ અને તેઓએ તેના પર પથ્થરનો મોટો ઢગલો કર્યો જે આજ સુધી છે. ત્યારે યહોવાહ પોતાના ક્રોધનો જુસ્સો શાંત કર્યો. તે માટે તે સ્થળનું નામ ‘આખોરની ખીણ’ એવું પડયું જે આજ સુધી છે.
Potom nabacaše na nj veliku gomilu kamenja, koja stoji i danas. I Gospod se povrati od žestine gnjeva svojega. Otuda se prozva ono mjesto dolina Ahor do danas.