< યહોશુઆ 5 >

1 જયારે યર્દનની પશ્ચિમમાં રહેનાર અમોરીઓના સર્વ રાજાઓએ અને સમુદ્ર કિનારે રહેનાર કનાનીઓના રાજાઓએ સાંભળ્યું કે, ઇઝરાયલના લોકો જ્યાં સુધી યર્દન નદી પસાર કરી રહ્યા ત્યાં સુધી યહોવાહે યર્દનના પાણી સૂકવી દીધાં, ત્યારે તેઓનાં હૃદય પીગળી ગયાં અને ઇઝરાયલી લોકોને લીધે તેઓ અતિશય ગભરાઈ ગયા.
Pošto su čuli svi kraljevi amorejski na zapadnoj strani Jordana i svi kraljevi kanaanski koji bijahu uz more da je Jahve osušio Jordan pred Izraelcima dok ne prijeđoše, zastade im srce i nestade im junaštva pred Izraelcima.
2 તે સમયે યહોવાહે યહોશુઆને કહ્યું, “ચકમક પથ્થરની છરીઓ બનાવ અને ઇઝરાયલના બધા પુરુષોની ફરીથી સુન્નત કર.”
U to vrijeme Jahve reče Jošui: “Načini sebi kamene noževe i ponovo obreži Izraelce.”
3 પછી યહોશુઆએ પોતે ચકમક પથ્થરની છરીઓ બનાવી. ઇઝરાયલના પુરુષોની સુન્નત કરી. જે જગ્યાએ સુન્નતનો વિધિ કરાઈ તેને ‘અગ્રચર્મની ટેકરી’ કહેવામાં આવી.
Jošua načini sebi kamene noževe i obreza Izraelce na brežuljku Aralotu.
4 અને યહોશુઆએ તેઓની સુન્નત કરી તેનું કારણ આ હતું કે, જે પુરુષો મિસરમાંથી બહાર આવ્યા હતા ત્યારે જેઓની સુન્નત કરાયેલી હતી તેઓ એટલે કે યુદ્ધ કરનારા બધા પુરુષો અરણ્યના રસ્તે મરણ પામ્યા હતા.
A evo zašto ih je Jošua obrezao: sve ljudstvo što je izišlo iz Egipta, sve što mogaše nositi oružje, pomrlo je na putu kroz pustinju.
5 જોકે મિસરમાંથી નીકળેલા પુરુષોની સુન્નત કરવામાં આવી હતી, પરંતુ મિસરમાંથી બહાર નીકળી અરણ્યના માર્ગમાં જે છોકરાઓ જનમ્યાં હતા તેઓની સુન્નત હજી સુધી કરાઈ ન હતી.
Svi oni bijahu obrezani, ali nije bio obrezan nitko koji se rodio na putu kroz pustinju, poslije izlaska iz Egipta,
6 મિસરમાંથી નીકળેલા યોધ્ધાઓ, કે જે અરણ્યમાં મરી ગયા, ત્યાં સુધી ઇઝરાયલના લોકો ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં ફરતા રહ્યા, કેમ કે, તેઓએ યહોવાહની આજ્ઞાઓ પાળી ન હતી. જે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ તેઓને આપવાનો યહોવાહે તેઓના પૂર્વજો સાથે કરાર કર્યો હતો તે દેશ તેઓને જોવા દેવો નહિ તેવા સમ યહોવાહે તેઓ વિષે ખાધા હતા.
jer su četrdeset godina Izraelci lutali pustinjom dok ne pomriješe svi za oružje sposobni koji bijahu izišli iz Egipta; nisu slušali glasa Jahvina te im se Jahve zakleo da njihove oči neće vidjeti zemlju koju je obećao njihovim ocima - zemlju u kojoj teče mlijeko i med.
7 તેઓને સ્થાને યહોવાહે તેઓના દીકરાઓને ઊભા કર્યા હતા, યહોશુઆએ તેઓની સુન્નત કરી, કેમ કે માર્ગમાં તેઓની સુન્નત કરાઈ ન હતી.
Na njihovo je mjesto podigao sinove njihove i njih je Jošua obrezao: nisu bili obrezani jer se na putu nije obrezivalo.
8 અને સર્વ પુરુષોની સુન્નત થઈ ગયા પછી, તેઓને રૂઝ આવી ત્યાં તેઓ છાવણીમાં રહ્યા.
Kad je bio obrezan sav narod, počivali su u taboru sve dok nisu ozdravili.
9 અને યહોવાહે યહોશુઆને કહ્યું, “આ દિવસથી હું તારા પરથી મિસરનું કલંક દૂર કરીશ. “માટે, તે જગ્યાનું નામ ગિલ્ગાલ રાખ્યું જે આજ સુધી તે નામ ઓળખાય છે.
Tada reče Jahve Jošui: “Danas skidoh s vas sramotu egipatsku.” I prozva se ono mjesto Gilgal sve do naših dana.
10 ૧૦ અને ઇઝરાયલીઓએ ગિલ્ગાલમાં છાવણી કરી. અને તેઓએ તે મહિનાને ચૌદમાં દિવસે સાંજે યરીખોના મેદાનમાં પાસ્ખાપર્વ પાળ્યું.
Izraelci se, dakle, utaboriše u Gilgalu i ondje na Jerihonskim poljanama proslaviše Pashu uvečer četrnaestoga dana u mjesecu.
11 ૧૧ પાસ્ખાપર્વના બીજે દિવસે તેઓએ તે દેશની પેદાશમાંથી બનાવેલી બેખમીર રોટલી અને શેકેલું અનાજ ખાધું.
A sutradan poslije Pashe, upravo toga dana, blagovali su od uroda one zemlje: beskvasna kruha i pržena zrnja.
12 ૧૨ અને ત્યાર બાદ તે દિવસથી માન્ના પડતું બંધ થયું. અને હવે ઇઝરાયલ લોકોને માન્ના મળવાનું બંધ થયું, તેઓએ કનાન દેશની પેદાશમાંથી ખાવાનું શરુ કર્યું.
I mÓana je prestala padati čim su počeli jesti plodove zemlje. Tako Izraelci nisu više imali mane, nego su se te godine hranili plodovima zemlje kanaanske.
13 ૧૩ અને યહોશુઆ યરીખો પાસે હતો, તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, તેની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, અને તેના હાથમાં તાણેલી તલવાર હતી. યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછ્યું, “શું તું અમારા પક્ષનો છે કે અમારા શત્રુઓના પક્ષનો છે?”
Kad se Jošua približio gradu Jerihonu, podiže oči i ugleda čovjeka kako pred njim stoji s isukanim mačem u ruci. Jošua mu pristupi i upita ga: “Jesi li ti s nama ili s našim neprijateljima?”
14 ૧૪ તેણે કહ્યું, “એમ તો નહિ, પણ હું યહોવાહનાં સૈન્યનો સરદાર છું.” અને યહોશુઆએ ભૂમિ પર પડીને તેનું ભજન કરીને કહ્યું, “મને માલિકનો આદેશ ફરમાવો.”
A on odgovori: “Ne, ja sam vođa vojske Jahvine i upravo sam došao ...” Tada Jošua pade ničice, pokloni mu se i reče: “Što zapovijedaš Gospodaru, sluzi svome?”
15 ૧૫ ત્યારે યહોવાહનાં સૈન્યના સરદારે યહોશુઆને કહ્યું કે “તારા પગમાંથી તારા ચંપલ ઉતાર. કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર છે.” અને યહોશુઆએ તેના કહ્યા પ્રમાણે કર્યું.
A vođa vojske Jahvine odgovori Jošui: “Skini obuću s nogu svojih, jer je sveto mjesto na kojem stojiš.” I Jošua učini tako.

< યહોશુઆ 5 >