< યહોશુઆ 4 >
1 ૧ જયારે બધા લોકો યર્દન પાર કરી રહ્યા ત્યારે યહોવાહે યહોશુઆને કહ્યું,
ଏହିରୂପେ ସମୁଦାୟ ଗୋଷ୍ଠୀ ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ଯର୍ଦ୍ଦନ ପାର ହେଲା ଉତ୍ତାରେ ସଦାପ୍ରଭୁ ଯିହୋଶୂୟଙ୍କୁ କହିଲେ,
2 ૨ “તમે તમારે માટે દરેક કુળમાંથી એક માણસ પ્રમાણે બાર માણસ પસંદ કરો.
“ତୁମ୍ଭେମାନେ ଲୋକମାନଙ୍କର ଏକ ଏକ ବଂଶ ମଧ୍ୟରୁ ଏକ ଏକ ଜଣ, ଏରୂପେ ବାରଗୋଟି ଜଣ ଗ୍ରହଣ କରି
3 ૩ અને તેઓને આજ્ઞા આપો કે, જ્યાં યાજકો કોરી જમીન પર ઊભા છે ત્યાંથી એટલે યર્દનની મધ્યેથી તેઓ બાર પથ્થર ઉપાડી લે, એ પથ્થર તેઓ પોતાની સાથે પેલી બાજુ લઈ જાય અને આજે જ્યાં તમે રાત્રિમુકામ કરો ત્યાં તેઓને મૂકો.”
ସେମାନଙ୍କୁ ଆଜ୍ଞା ଦେଇ କୁହ, ‘ଯର୍ଦ୍ଦନର ଯେଉଁ ମଧ୍ୟସ୍ଥାନରେ ଯାଜକମାନଙ୍କ ଚରଣ ସ୍ଥିର ହୋଇ ରହିଥିଲା, ସେହି ସ୍ଥାନରୁ ତୁମ୍ଭେମାନେ ବାରଗୋଟି ପ୍ରସ୍ତର ଗ୍ରହଣ କରି ଆପଣାମାନଙ୍କ ସଙ୍ଗେ ସେପାରିକି ନେଇଯାଅ, ପୁଣି ଆଜି ରାତ୍ର ଯେଉଁ ସ୍ଥାନରେ ତୁମ୍ଭେମାନେ ବସା କରିବ, ସେହି ସ୍ଥାନରେ ତାହା ରଖିବ।’”
4 ૪ પછી યહોશુઆએ જેઓને ઇઝરાયલના, દરેક કુળમાંથી એકને પસંદ કર્યા હતા તે બાર માણસને બોલાવ્યા.
ତେବେ ଯିହୋଶୂୟ ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣର ପ୍ରତ୍ୟେକ ବଂଶରୁ ଏକ ଏକ ଜଣ କରି ଯେଉଁ ବାର ଜଣ ନିରୂପଣ କରିଥିଲେ, ସେମାନଙ୍କୁ ଡାକିଲେ;
5 ૫ યહોશુઆએ તેઓને કહ્યું, “તમારા યહોવાહ, પ્રભુના કરારકોશની આગળ યર્દન નદીની મધ્યમાં જાઓ, તમારામાંનો દરેક પોતાના ખભા પર ઇઝરાયલના લોકોના કુળની સંખ્યા પ્રમાણે એક એક પથ્થર ઊંચકી લો.
ପୁଣି ଯିହୋଶୂୟ ସେମାନଙ୍କୁ କହିଲେ, “ତୁମ୍ଭେମାନେ ସଦାପ୍ରଭୁ ଆପଣାମାନଙ୍କ ପରମେଶ୍ୱରଙ୍କ ସିନ୍ଦୁକ ସମ୍ମୁଖରେ ଯର୍ଦ୍ଦନ ମଧ୍ୟକୁ ଯାଅ ଓ ତୁମ୍ଭମାନଙ୍କର ପ୍ରତ୍ୟେକ ଜଣ ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣର ବଂଶ ସଂଖ୍ୟାନୁସାରେ ଏକ ଏକ ପଥର ଆପଣା ଆପଣା କାନ୍ଧରେ ଘେନ;
6 ૬ જયારે આવનાર દિવસોમાં તમારાં બાળકો પૂછે કે, આ પથ્થરોનો અર્થ શો છે? ત્યારે તમારી વચમાં તમારા માટે આ નિશાનીરૂપ થશે.
ତାହା ତୁମ୍ଭମାନଙ୍କ ମଧ୍ୟରେ ଚିହ୍ନସ୍ୱରୂପ ହେବ, ପୁଣି ‘ତୁମ୍ଭମାନଙ୍କର ଏସବୁ ପଥର କʼଣ?’ ଭବିଷ୍ୟତ କାଳରେ ତୁମ୍ଭମାନଙ୍କ ସନ୍ତାନଗଣ ଏହା ପଚାରିଲେ,
7 ૭ પછી તમે તેઓને કહેશો કે, ‘યહોવાહનાં કરારકોશની આગળ યર્દનના પાણીના ભાગ થઈ ગયા હતા. જયારે તે યર્દન પાર ઊતરતો હતો ત્યારે યર્દનના પાણીના ભાગ થઈ ગયા. એ પથ્થરો ઇઝરાયલના લોકોના સ્મરણાર્થે હંમેશા રહેશે.”
ତୁମ୍ଭେମାନେ ସେମାନଙ୍କୁ କହିବ, ‘ସଦାପ୍ରଭୁଙ୍କ ନିୟମ-ସିନ୍ଦୁକ ସମ୍ମୁଖରେ ଯର୍ଦ୍ଦନର ଜଳ କଟା ହୋଇଥିଲା; ତାହା ଯର୍ଦ୍ଦନ ପାର ହେବା ସମୟରେ ଯର୍ଦ୍ଦନର ଜଳ କଟା ହୋଇଥିଲା; ଏହେତୁ ଏହି ପ୍ରସ୍ତରସବୁ ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣ ପ୍ରତି ଅନନ୍ତକାଳଯାଏ ସ୍ମରଣୀୟ ହେବ।’”
8 ૮ ઇઝરાયલના લોકોને યહોશુઆએ જે પ્રમાણે આજ્ઞા આપી હતી તે પ્રમાણે કર્યું અને યહોવાહે યહોશુઆને જે પ્રમાણે કહ્યું હતું તેમ, તેઓએ યર્દનની મધ્યેથી બાર પથ્થર લીધાં અને તેઓએ ઇઝરાયલના લોકોના કુળની સંખ્યા પ્રમાણે ગોઠવ્યા. તેઓએ તેને ઊંચકીને તે જગ્યા કે જ્યાં તેઓ રાત વિતાવવાના હતા ત્યાં મૂક્યા.
ଏଉତ୍ତାରେ ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣ ଯିହୋଶୂୟଙ୍କର ଆଜ୍ଞାନୁସାରେ କର୍ମ କଲେ, ସଦାପ୍ରଭୁ ଯିହୋଶୂୟଙ୍କୁ ଯେପରି କହିଥିଲେ, ସେପରି ସେମାନେ ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣର ବଂଶର ସଂଖ୍ୟାନୁସାରେ ଯର୍ଦ୍ଦନ ମଧ୍ୟରୁ ବାରଗୋଟି ପ୍ରସ୍ତର ଉଠାଇ ଆପଣାମାନଙ୍କ ସଙ୍ଗେ ସେପାରିକି ନେଇ ବସା କରିବା ସ୍ଥାନରେ ରଖିଲେ।
9 ૯ પછી યહોશુઆએ યર્દનની મધ્યમાં, જ્યાં યાજકો કરારકોશ ઊંચકીને ઊભા રહ્યા હતા તે સ્થળે બાર પથ્થર સ્થાપિત કર્યા. અને તે યાદગીરી આજ સુધી ત્યાં છે.
ଆହୁରି ଯେଉଁ ସ୍ଥାନରେ ନିୟମ-ସିନ୍ଦୁକବାହକ ଯାଜକଗଣର ଚରଣ ସ୍ଥଗିତ ଥିଲା, ଯର୍ଦ୍ଦନର ସେହି ସ୍ଥାନରେ ଯିହୋଶୂୟ ବାରଗୋଟି ପ୍ରସ୍ତର ସ୍ଥାପନ କଲେ; ସେସବୁ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ସେହି ସ୍ଥାନରେ ଅଛି।
10 ૧૦ જે આજ્ઞા મૂસાએ યહોશુઆને આપી હતી અને જે આજ્ઞા યહોવાહે યહોશુઆને આપી હતી તેનું સંપૂર્ણ પાલન થાય ત્યાં સુધી યાજકો યર્દનની મધ્યમાં કરારકોશ ઊંચકીને ઊભા રહ્યા. લોકો ઉતાવળ કરીને પાર ઊતરી ગયા.
ପୁଣି ଯିହୋଶୂୟଙ୍କ ପ୍ରତି ମୋଶାଙ୍କର ଆଦେଶାନୁସାରେ ଯେସମସ୍ତ କଥା ଲୋକମାନଙ୍କୁ କହିବା ପାଇଁ ସଦାପ୍ରଭୁ ଯିହୋଶୂୟଙ୍କୁ ଆଜ୍ଞା ଦେଇଥିଲେ, ସେସବୁର ସମାପ୍ତି ପର୍ଯ୍ୟନ୍ତ ସିନ୍ଦୁକ-ବାହକ ଯାଜକଗଣ ଯର୍ଦ୍ଦନ ମଧ୍ୟରେ ସ୍ଥଗିତ ହୋଇ ରହିଲେ, ଆଉ ଲୋକମାନେ ଶୀଘ୍ର ପାର ହୋଇଗଲେ।
11 ૧૧ જયારે બધા લોકો પાર ઊતર્યા પછી યહોવાહનો કરારકોશ અને યાજકો લોકોના દેખતાં પાર ઊતર્યા.
ଏହିରୂପେ ସମସ୍ତ ଲୋକ ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ପାର ହେଲା ଉତ୍ତାରେ ସଦାପ୍ରଭୁଙ୍କ ସିନ୍ଦୁକ ଓ ଯାଜକଗଣ ଲୋକମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ପାର ହୋଇଗଲେ।
12 ૧૨ રુબેનીનું કુળ, ગાદનું કુળ અને મનાશ્શાનું અર્ધ કુળ, મૂસાના ફરમાવ્યા પ્રમાણે, શસ્ત્ર સજીને સૈન્યના રૂપમાં ઇઝરાયલના લોકોની આગળ ગયા.
ସେସମୟରେ ରୁବେନ୍ର ସନ୍ତାନଗଣ ଓ ଗାଦ୍ର ସନ୍ତାନଗଣ ଓ ମନଃଶିର ଅର୍ଦ୍ଧ ବଂଶ, ଆପଣାମାନଙ୍କ ପ୍ରତି ମୋଶାଙ୍କର ବାକ୍ୟାନୁସାରେ ସସଜ୍ଜ ହୋଇ ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣ ସମ୍ମୁଖରେ ପାର ହୋଇଗଲେ;
13 ૧૩ લગભગ ચાળીસ હજાર માણસો યહોવાહની આગળ યરીખોના મેદાન પર યુદ્ધ માટે સજ્જ થયા.
ଯୁଦ୍ଧ ନିମନ୍ତେ ପ୍ରସ୍ତୁତ ପ୍ରାୟ ଚାଳିଶ ସହସ୍ର ଲୋକ ଯୁଦ୍ଧ କରିବା ପାଇଁ ସଦାପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ପାର ହୋଇ ଯିରୀହୋ-ପଦାକୁ ଗଲେ।
14 ૧૪ તે જ દિવસે યહોવાહ યહોશુઆને સર્વ ઇઝરાયલની નજરમાં મોટો મનાવ્યો, જેમ તેઓ મૂસાનો આદર કરતા હતા, તેમ તેઓએ તેના સર્વ દિવસોમાં તેનો આદર કર્યો.
ସେଦିନ ସଦାପ୍ରଭୁ ସମସ୍ତ ଇସ୍ରାଏଲ ସାକ୍ଷାତରେ ଯିହୋଶୂୟଙ୍କୁ ସମ୍ଭ୍ରାନ୍ତ କଲେ; ତହିଁରେ ଲୋକମାନେ ଯେପରି ମୋଶାଙ୍କୁ ଭୟ କରିଥିଲେ, ସେପରି ତାଙ୍କର ଯାବଜ୍ଜୀବନ ତାଙ୍କୁ ଭୟ କଲେ।
15 ૧૫ પછી યહોવાહે યહોશુઆને કહ્યું,
ତହୁଁ ସଦାପ୍ରଭୁ ଯିହୋଶୂୟଙ୍କୁ କହିଲେ,
16 ૧૬ “કરારકોશ ઊંચકનાર યાજકોને યર્દનમાંથી બહાર આવવાની આજ્ઞા આપ.”
“ସାକ୍ଷ୍ୟ-ସିନ୍ଦୁକବାହୀ ଯାଜକମାନଙ୍କୁ ଯର୍ଦ୍ଦନରୁ ଉଠି ଆସିବାକୁ ଆଜ୍ଞା ଦିଅ।”
17 ૧૭ તેથી યહોશુઆએ યાજકોને આજ્ઞા કરી, “યર્દનમાંથી બહાર આવો.”
ଏଣୁ ଯିହୋଶୂୟ ଯାଜକମାନଙ୍କୁ ଆଜ୍ଞା ଦେଇ କହିଲେ, “ତୁମ୍ଭେମାନେ ଯର୍ଦ୍ଦନରୁ ଉଠି ଆସ।”
18 ૧૮ યાજકો યહોવાહનાં કરારકોશને ઊંચકીને યર્દનમાંથી બહાર આવ્યા. યાજકોના પગ કોરી જમીન પર પડ્યા ત્યાર પછી યર્દનનું પાણી તેની અસલ જગ્યાએ પાછું આવ્યું અને તે અગાઉની માફક કિનારે ભરપૂર થઈને વહેવા લાગ્યું.
ଏଥିରେ ସଦାପ୍ରଭୁଙ୍କ ନିୟମ-ସିନ୍ଦୁକବାହୀ ଯାଜକମାନେ ଯର୍ଦ୍ଦନ ମଧ୍ୟରୁ ଉଠି ଆସିବା ସମୟରେ, ଯାଜକମାନେ ଶୁଷ୍କ ଭୂମିକୁ ତଳିପା ଉଠାନ୍ତେ, ଯର୍ଦ୍ଦନର ଜଳସମୂହ ସ୍ୱ ସ୍ୱ ସ୍ଥାନକୁ ଫେରିଆସି ପୂର୍ବ ପରି ସମସ୍ତ ତୀରମାନଙ୍କ ଉପରେ ଉଠିଲା।
19 ૧૯ લોકો પહેલા મહિનાને દસમે દિવસે યર્દનમાંથી બહાર આવ્યા, તેઓએ યરીખોની પૂર્વ દિશાએ ગિલ્ગાલમાં મુકામ કર્યો.
ଏହିରୂପେ ଲୋକମାନେ ପ୍ରଥମ ମାସର ଦଶମ ଦିନରେ ଯର୍ଦ୍ଦନରୁ ଉଠି ଆସି ଯିରୀହୋର ପୂର୍ବସୀମାସ୍ଥିତ ଗିଲ୍ଗଲ୍ରେ ଛାଉଣି ସ୍ଥାପନ କଲେ।
20 ૨૦ જે બાર પથ્થર તેઓ યર્દનમાંથી બહાર લાવ્યા હતા, તેને યહોશુઆએ ગિલ્ગાલમાં સ્થાપિત કર્યા.
ଆଉ ଲୋକମାନେ ଯର୍ଦ୍ଦନରୁ ଯେଉଁ ବାର ପ୍ରସ୍ତର ନେଇଥିଲେ, ଯିହୋଶୂୟ ତାହାସବୁ ଗିଲ୍ଗଲ୍ରେ ସ୍ଥାପନ କଲେ।
21 ૨૧ અને તેણે ઇઝરાયલના લોકોને કહ્યું, “આવનાર સમયમાં જયારે તમારા વંશજો પોતાના પિતાને પૂછે કે, ‘આ પથ્થરો શું દર્શાવે છે?’
ପୁଣି ସେ ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣକୁ କହିଲେ, “ଏସବୁ ପଥର କଅଣ? ଭବିଷ୍ୟତ କାଳରେ ତୁମ୍ଭମାନଙ୍କ ସନ୍ତାନଗଣ ଆପଣା ଆପଣା ପିତୃଗଣକୁ ଏହା ପଚାରିଲେ,
22 ૨૨ ત્યારે ‘તમારાં બાળકોને કહેજો કે ત્યાં ઇઝરાયલે કોરી ભૂમિ પર ચાલીને યર્દન પાર કરી હતી.’
ତୁମ୍ଭେମାନେ ଆପଣା ଆପଣା ସନ୍ତାନମାନଙ୍କୁ ଜଣାଇବ, ଇସ୍ରାଏଲ ଶୁଷ୍କ ଭୂମି ଦେଇ ଏହି ଯର୍ଦ୍ଦନ ପାର ହୋଇ ଆସିଥିଲେ।
23 ૨૩ વળી તેમને કહેજો કે જેમ આપણા યહોવાહ પ્રભુએ સૂફ સમુદ્રને કર્યું, એટલે અમે પાર ઊતરી રહ્યા ત્યાં સુધી તેમણે તેને અમારી આગળ સૂકવી નાખ્યો હતો, તેમ આપણા યહોવાહ પ્રભુએ અમે યર્દનની પાર ઊતરી રહ્યા ત્યાં સુધી અમારી આગળ તેના પાણી સૂકવી નાખ્યાં હતાં.
କାରଣ ଆମ୍ଭେମାନେ ପାର ହେବା ଯାଏ ସଦାପ୍ରଭୁ ତୁମ୍ଭମାନଙ୍କ ପରମେଶ୍ୱର ସୂଫ ସାଗର ପ୍ରତି ଯେପରି କରି ଆମ୍ଭମାନଙ୍କ ସମ୍ମୁଖରୁ ତାହା ଶୁଷ୍କ କରିଥିଲେ, ସେପରି ତୁମ୍ଭେମାନେ ପାର ହେବା ଯାଏ ସଦାପ୍ରଭୁ ତୁମ୍ଭମାନଙ୍କ ପରମେଶ୍ୱର ତୁମ୍ଭମାନଙ୍କ ସମ୍ମୁଖରୁ ଯର୍ଦ୍ଦନ-ଜଳ ଶୁଷ୍କ କଲେ;
24 ૨૪ યહોવાહે આ એટલા માટે કર્યું કે પૃથ્વીના સર્વ લોકો જાણે કે યહોવાહ સર્વસમર્થ પ્રભુ છે, અને તમે હંમેશા યહોવાહ તમારા પ્રભુની આરાધના કરો.”
(ଏଥିର ଅଭିପ୍ରାୟ ଏହି), ଯେପରି ପୃଥିବୀସ୍ଥ ସମୁଦାୟ ଲୋକ ସଦାପ୍ରଭୁଙ୍କ ହସ୍ତ ବଳବାନ ବୋଲି ଜାଣି ପାରିବେ, ପୁଣି ସଦାପ୍ରଭୁ ତୁମ୍ଭମାନଙ୍କ ପରମେଶ୍ୱରଙ୍କୁ ସର୍ବଦା ଭୟ କରି ପାରିବେ।”