< યહોશુઆ 3 >

1 અને યહોશુઆ વહેલી સવારે ઊઠયો, તે અને ઇઝરાયલના સર્વ લોકો શિટ્ટીમમાંથી નીકળી યર્દન આવ્યા, નદી ઓળંગતાં પહેલાં તેઓએ ત્યાં છાવણી કરી.
וישכם יהושע בבקר ויסעו מהשטים ויבאו עד הירדן--הוא וכל בני ישראל וילנו שם טרם יעברו
2 અને ત્રણ દિવસ પછી, એમ થયું કે આગેવાનો છાવણીમાં ફર્યા;
ויהי מקצה שלשת ימים ויעברו השטרים בקרב המחנה
3 તેઓએ લોકોને આજ્ઞા કરી, “જયારે તમે તમારા યહોવાહ પ્રભુના કરારકોશને તથા તેને ઊંચકનાર લેવી યાજકોને જુઓ, ત્યારે તમે તે સ્થળ છોડીને તેની પાછળ જજો.
ויצוו את העם לאמר כראתכם את ארון ברית יהוה אלהיכם והכהנים הלוים נשאים אתו--ואתם תסעו ממקומכם והלכתם אחריו
4 તમારી અને તેની વચ્ચે લગભગ બે હજાર હાથનું અંતર રહે; તેની નજીક જશો નહિ, જેથી જે માર્ગે તમારે જવું જોઈએ તે તમે જાણશો, કારણ કે આ માર્ગે અગાઉ તમે ગયા નથી.”
אך רחוק יהיה ביניכם ובניו כאלפים אמה במדה אל תקרבו אליו למען אשר תדעו את הדרך אשר תלכו בה--כי לא עברתם בדרך מתמול שלשום
5 અને યહોશુઆએ લોકોને કહ્યું, “તમે પોતાને પવિત્ર કરો, કેમ કે કાલે યહોવાહ તમારી મધ્યે આશ્ચર્યકારક કૃત્યો કરશે.”
ויאמר יהושע אל העם התקדשו כי מחר יעשה יהוה בקרבכם--נפלאות
6 ત્યાર પછી યહોશુઆએ યાજકોને કહ્યું, “કરારકોશ ઊંચકીને લોકોની આગળ જાઓ.” તેથી તેઓ કરારકોશ ઊંચકીને લોકોની આગળ ગયા.
ויאמר יהושע אל הכהנים לאמר שאו את ארון הברית ועברו לפני העם וישאו את ארון הברית וילכו לפני העם
7 અને યહોવાહે યહોશુઆને કહ્યું, “આજ હું તને ઇઝરાયલની નજરમાં મોટો માણસ બનાવીશ. એ સારુ કે તેઓ જાણે કે જેમ હું મૂસા સાથે હતો તેમ તારી સાથે પણ હોઈશ.
ויאמר יהוה אל יהושע היום הזה אחל גדלך בעיני כל ישראל אשר ידעון כי כאשר הייתי עם משה אהיה עמך
8 જે યાજકોએ કરારકોશ ઊંચક્યો છે તેઓને આજ્ઞા કર, કે યર્દનને કિનારે આવો ત્યારે યર્દનનદીમાં જ ઊભા રહેજો.”
ואתה תצוה את הכהנים נשאי ארון הברית לאמר כבאכם עד קצה מי הירדן בירדן תעמדו
9 અને યહોશુઆએ ઇઝરાયલનાં લોકોને કહ્યું, “અહીં આવો અને પ્રભુ તમારા યહોવાહનાં વચન સાંભળો.”
ויאמר יהושע אל בני ישראל גשו הנה--ושמעו את דברי יהוה אלהיכם
10 ૧૦ અને યહોશુઆએ કહ્યું, “આનાથી તમે જાણશો કે જીવતા ઈશ્વર તમારી મધ્યે છે, તે કનાનીઓને, હિત્તીઓને, હિવ્વીઓને, પરિઝીઓને, ગિર્ગાશીઓને, અમોરીઓને તથા યબૂસીઓને નિશ્ચે તમારી આગળથી દૂર કરશે.
ויאמר יהושע--בזאת תדעון כי אל חי בקרבכם והורש יוריש מפניכם את הכנעני ואת החתי ואת החוי ואת הפרזי ואת הגרגשי והאמרי והיבוסי
11 ૧૧ જુઓ! આખી પૃથ્વીના પ્રભુનો કરારકોશ તમારી આગળ યર્દન ઊતરે છે.
הנה ארון הברית אדון כל הארץ עבר לפניכם בירדן
12 ૧૨ હવે તમે ઇઝરાયલના દરેક કુળમાંથી એક પ્રમાણે બાર માણસ પસંદ કરો.
ועתה קחו לכם שני עשר איש משבטי ישראל--איש אחד איש אחד לשבט
13 ૧૩ જયારે આખી પૃથ્વીના પ્રભુ, યહોવાહનો કરારકોશ ઊંચકનારા યાજકોના પગ યર્દનનાં પાણીમાં મુકાશે ત્યારે યર્દનનું પાણી ઉપરથી નીચે તરફ વહે છે તેના ભાગ પડી જશે અને તે ઢગલો થઈને સ્થિર થઈ જશે.”
והיה כנוח כפות רגלי הכהנים נשאי ארון יהוה אדון כל הארץ במי הירדן מי הירדן יכרתון המים הירדים מלמעלה ויעמדו נד אחד
14 ૧૪ તેથી જયારે લોકો યર્દન પાર કરવાને નીકળ્યા ત્યારે કરારકોશને ઊંચકનારા યાજકો લોકોની આગળ ચાલતા હતા.
ויהי בנסע העם מאהליהם לעבר את הירדן והכהנים נשאי הארון הברית--לפני העם
15 ૧૫ કરાર કોશને ઊંચકનારા યાજકો જયારે યર્દન પાસે આવ્યા અને તેઓના પગ પાણીમાં પડ્યા યર્દન કાપણીની પૂરી ઋતુ દરમિયાન તેના બન્ને કિનારે છલકાતી હતી
וכבוא נשאי הארון עד הירדן ורגלי הכהנים נשאי הארון נטבלו בקצה המים והירדן מלא על כל גדותיו כל ימי קציר
16 ૧૬ ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી ગયું અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદમ નગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા.
ויעמדו המים הירדים מלמעלה קמו נד אחד הרחק מאד באדם (מאדם) העיר אשר מצד צרתן והירדים על ים הערבה ים המלח תמו נכרתו והעם עברו נגד יריחו
17 ૧૭ ઇઝરાયલના સઘળાં લોકો કોરી જમીન પર ચાલીને પાર ઊતર્યા ત્યાં સુધી યહોવાહનો કરારકોશ ઊંચકનારા યાજકો યર્દનની મધ્યમાં કોરી જમીન પર ઊભા રહ્યા.
ויעמדו הכהנים נשאי הארון ברית יהוה בחרבה בתוך הירדן--הכן וכל ישראל עברים בחרבה עד אשר תמו כל הגוי לעבר את הירדן

< યહોશુઆ 3 >