< યહોશુઆ 23 >

1 અને ઘણાં દિવસો પછી, યહોવાહે જયારે ઇઝરાયલને તેઓના ચારેબાજુના સર્વ શત્રુઓથી સલામતી બક્ષી, ત્યારે યહોશુઆ ઘણો વૃદ્ધ થયો હતો.
And a long season after that the Lord had giuen rest vnto Israel from all their enemies round about, and Ioshua was olde, and stricken in age,
2 યહોશુઆએ સર્વ ઇઝરાયલ, તેઓના વડીલો, તેઓના આગેવાનો, તેઓના ન્યાયાધીશો અને અધિકારીઓને બોલાવ્યા અને તેઓને કહ્યું, “હું ઘણો વૃદ્ધ થયો છું.
Then Ioshua called all Israel, and their Elders, and their heads, and their iudges, and their officers, and said vnto them, I am old, and stricken in age.
3 આ સર્વ દેશજાતિઓ સાથે યહોવાહ, તમારા પ્રભુએ તમારે માટે જે કર્યું, તે સર્વ તમે જોયું છે, કેમ કે યહોવાહ, તમારા પ્રભુએ, પોતે જ તમારે માટે યુદ્ધ કર્યું છે.
Also ye haue seene all that the Lord your God hath done vnto al these nations before you, howe the Lord your God him selfe hath fought for you.
4 જુઓ જે દેશો તમારાં કુળો માટે જીતવામાં આવ્યા છે અને યર્દનથી પશ્ચિમમાં મોટા સમુદ્ર સુધી જે દેશોનો અને દેશજાતિઓનો મેં અગાઉથી જ નાશ કર્યો હતો, તે મેં તમને વારસા તરીકે આપ્યાં છે.
Beholde, I haue deuided vnto you by lot these nations that remaine, to be an inheritance according to your tribes, from Iorden, with all the nations that I haue destroyed, euen vnto the great Sea Westward.
5 યહોવાહ તમારા પ્રભુ એ દેશજાતિઓને તમારી આગળથી કાઢી મૂકશે. તે તેઓનું પતન કરશે. તેમની જમીનને જપ્ત કરશે અને જેમ યહોવાહ તમારા પ્રભુએ તમને વચન આપ્યુ હતું તેમ, તમે તેમનો દેશ કબજે કરશો.
And the Lord your God shall expell them before you, and cast them out of your sight, and ye shall possesse their land, as the Lord your God hath said vnto you.
6 તેથી મૂસાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે લખ્યું છે, તે સઘળું પાળવાને તથા અમલ કરવાને માટે તમે ઘણાં બળવાન તથા હિંમતવાન થાઓ કે તેમાંથી જમણે કે ડાબે હાથે ફરો નહિ.
Be ye therefore of a valiant courage, to obserue and doe all that is written in the booke of the Lawe of Moses, that ye turne not therefrom to the right hand nor to the left,
7 તમારી મધ્યે આ જે દેશજાતિઓ રહેલી છે, તેઓ સાથે ભળી જશો નહિ, કે તેઓના દેવોના નામોનો ઉચ્ચાર કરશો નહિ કે તેઓના સોગન ખાશો નહિ, તેઓની પૂજા પણ કરશો નહિ, તેઓને પગે લાગશો નહિ.
Neither companie with these nations: that is, with them which are left with you, neither make mention of the name of their gods, nor cause to sweare by them, neither serue them nor bowe vnto them:
8 પરંતુ તેને બદલે, જેમ આજ દિન સુધી તમે કરતા આવ્યા છો તેમ, પોતાના યહોવાહ, પ્રભુ સાથે દ્રઢ સંબંધમાં રહો.
But sticke fast vnto the Lord your God, as ye haue done vnto this day.
9 કેમ કે યહોવાહે તમારી આગળથી મોટી અને પરાક્રમી દેશજાતિઓને નસાડી મૂકી છે. તમારા માટે, તમારી સામે આજ દિન સુધી કોઈ ટકવાને સમર્થ રહ્યું નથી.
For ye Lord hath cast out before you great nations and mightie, and no man hath stand before your face hitherto.
10 ૧૦ તમારામાંનો એક માણસ હજારને ભારે પડતો હતો. કેમ કે તમારા યહોવાહ, પ્રભુએ, જેમ તમને વચન આપ્યુ હતું તેમ, તે પોતે તમારે સારુ યુદ્ધ કરે છે.
One man of you shall chase a thousand: for the Lord your God, he fighteth for you, as he hath promised you.
11 ૧૧ માટે તમારા યહોવાહ, પ્રભુ પર પ્રેમ રાખવા માટે વિશેષ ધ્યાન રાખો.
Take good heede therefore vnto your selues, that ye loue the Lord your God.
12 ૧૨ કેમ કે જો તમે કોઈ રીતે પાછા હઠશો, તમારી પાસે જે દેશજાતિઓ બાકી રહેલી છે તેઓની સાથે વ્યવહાર રાખશો અને તેઓની સાથે લગ્નસંબંધ બાંધીને ભળી જશો,
Els, if ye goe backe, and cleaue vnto the rest of these nations: that is, of them that remaine with you, and shall make marriages with them, and goe vnto them, and they to you,
13 ૧૩ તો પછી નિશ્ચે જાણજો કે, તમારા યહોવાહ પ્રભુ હવે પછી આ દેશજાતિઓને તમારી આગળથી દૂર કરશે નહિ. આ સારી જમીન કે જે તમારા યહોવાહ, પ્રભુએ તમને આપી છે તેમાંથી તમારો નાશ થઈ જાય ત્યાં સુધી એ લોકો તમારા માટે જાળ અને ફાંદારૂપ તથા, તમારી પીઠ પર ફટકારૂપ અને આંખોમાં કાંટારૂપ થઈ પડશે.
Knowe ye for certaine, that the Lord your God will cast out no more of these nations from before you: but they shall be a snare and destruction vnto you, and a whip on your sides, and thornes in your eyes, vntill ye perish out of this good land, which ye Lord your God hath giue you.
14 ૧૪ અને હવે, હું પૃથ્વીના સર્વ લોકો માટે ઠરાવેલા માર્ગે જાઉં છું, તમારા અંતઃકરણમાં તથા આત્મામાં તમે નિશ્ચે જાણો છો કે, જે સારાં વચનો તમારા યહોવાહ પ્રભુએ તમારા વિષે કહ્યાં તેમાંનું એકેય વચન નિષ્ફળ ગયું નથી. પણ એ વચનો પૂર્ણ થયાં છે.
And beholde, this day do I enter into the way of all ye world, and ye know in al your heartes and in all your soules, that nothing hath failed of all the good things which the Lord your God promised you, but all are come to passe vnto you: nothing hath failed thereof.
15 ૧૫ પણ જેમ તમારા યહોવાહ પ્રભુએ તમને આપેલા સર્વ સારાં વચન તમારા પ્રત્યે ફળીભૂત થયાં, તેમ, આ જે સારી જમીન તમારા યહોવાહ પ્રભુએ તમને આપી છે, તેના પરથી તમારો નાશ થતાં સુધી યહોવાહ તમારા પર સર્વ વિપત્તિઓ લાવે એવું પણ બનશે.
Therefore as all good things are come vpon you, which the Lord your God promised you, so shall the Lord bring vpon you euery euill thing, vntill he haue destroyed you out of this good land, which ye Lord your God hath giue you.
16 ૧૬ તમારા યહોવાહ પ્રભુએ જે કરાર, જે આજ્ઞા તમને આપી છે, તેનું જો તમે પાલન નહિ કરો અને બીજા દેવોની પૂજા કરશો, તેઓને પગે લાગશો, તો પછી તમારા ઉપર યહોવાહનો કોપ ભભૂકી ઊઠશે. અને જે સારો દેશ તેમણે તમને આપ્યો છે, તેમાંથી તમે નષ્ટ થઈ જશો.”
When ye shall transgresse the couenant of the Lord your God, which he commanded you, and shall goe and serue other gods, and bowe your selues to them, then shall the wrath of the Lord waxe hote against you, and ye shall perish quickely out of the good lande which he hath giuen you.

< યહોશુઆ 23 >