< યહોશુઆ 21 >

1 પછી લેવીઓના કુટુંબોના વડીલો એલાઝાર યાજક પાસે, નૂનના પુત્ર યહોશુઆ અને ઇઝરાયલના પૂર્વજોના આગેવાનો પાસે આવ્યા.
ויגשו ראשי אבות הלוים אל אלעזר הכהן ואל יהושע בן נון ואל ראשי אבות המטות לבני ישראל
2 તેઓએ કનાન દેશના શીલોહ આગળ તેમને કહ્યું, “યહોવાહે મૂસાની મારફતે તેઓને આજ્ઞા આપી કે અમને રહેવા સારુ નગરો અને અમારા જાનવરોને માટે ઘાસવાળી જમીન આપવી.”
וידברו אליהם בשלה בארץ כנען לאמר יהוה צוה ביד משה לתת לנו ערים לשבת ומגרשיהן לבהמתנו
3 તેથી ઇઝરાયલી લોકોએ યહોવાહની આજ્ઞા પ્રમાણે, પોતાના વારસામાંથી નગરો અને ગૌચરો લેવીઓને આપ્યાં.
ויתנו בני ישראל ללוים מנחלתם אל פי יהוה את הערים האלה ואת מגרשיהן
4 કહાથીઓના કુટુંબોને માટે જે ચિઠ્ઠી પસંદ થઈ તેની આ પ્રમાણે કાર્યવાહી થઈ. લેવીઓમાંના હારુન યાજકોના વંશજોએ યહૂદાના કુળમાંથી, શિમયોનના કુળમાંથી અને બિન્યામીનના કુળમાંથી તેર નગરો પ્રાપ્ત કર્યા.
ויצא הגורל למשפחת הקהתי ויהי לבני אהרן הכהן מן הלוים ממטה יהודה וממטה השמעני וממטה בנימן בגורל--ערים שלש עשרה
5 કહાથીઓના બાકીનાં કુટુંબોને માટે ચિઠ્ઠીઓ નાખતાં તેઓને એફ્રાઇમનાં કુળના કુટુંબોમાંથી, દાનના કુળમાંથી અને મનાશ્શાના અર્ધકુળમાંથી દસ નગરો પ્રાપ્ત થયાં.
ולבני קהת הנותרים ממשפחת מטה אפרים וממטה דן ומחצי מטה מנשה בגורל--ערים עשר
6 ગેર્શોનપુત્રોને માટે ચિઠ્ઠીઓ નાખતા તેમને ઇસ્સાખાર કુળના કુટુંબોમાંથી, આશેરના કુળમાંથી, નફતાલીના કુળમાંથી અને બાશાનમાં મનાશ્શાના અર્ધકુળમાંથી તેર નગરો આપવામાં આવ્યા.
ולבני גרשון ממשפחות מטה יששכר וממטה אשר וממטה נפתלי ומחצי מטה מנשה בבשן בגורל--ערים שלש עשרה
7 મરારીના વંશજોના જે લોકો હતા તેઓને રુબેનના, ગાદ અને ઝબુલોનના કુળમાંથી બાર નગરો પ્રાપ્ત થયા.
לבני מררי למשפחתם ממטה ראובן וממטה גד וממטה זבולן--ערים שתים עשרה
8 તેથી યહોવાહે મૂસાની મારફતે જે આજ્ઞા આપી હતી, તેમ ઇઝરાયલ લોકોએ ચિઠ્ઠીઓ નાખીને આ નગરો તેઓનાં ગૌચરો સહિત લેવીઓને આપ્યાં.
ויתנו בני ישראל ללוים את הערים האלה ואת מגרשיהן כאשר צוה יהוה ביד משה בגורל
9 અને તેઓના નામની યાદી પ્રમાણે યહૂદાના કુળમાંથી, શિમયોનના કુળમાંથી, ઉપર દર્શાવ્યાં પ્રમાણેનાં નગરોના ભાગ તેઓને સોંપવામાં આવ્યા.
ויתנו ממטה בני יהודה וממטה בני שמעון--את הערים האלה אשר יקרא אתהן בשם
10 ૧૦ હારુનના વંશજો જે લેવીઓના કુળમાંથી પાછા ફર્યા હતા અને કહાથીઓના કુટુંબો મધ્યે હતા, તેમને આ નગરો આપવામાં આવ્યાં હતાં. કેમ કે પહેલી ચિઠ્ઠી તેઓના નામની નીકળી હતી.
ויהי לבני אהרן ממשפחות הקהתי מבני לוי כי להם היה הגורל ראישנה
11 ૧૧ ઇઝરાયલીઓએ તેઓને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાથ-આર્બા અનાકના પિતાનું નગર, એટલે હેબ્રોન તેની આસપાસનાં ગૌચર સહિત આપ્યાં.
ויתנו להם את קרית ארבע אבי הענוק היא חברון--בהר יהודה ואת מגרשה סביבתיה
12 ૧૨ પણ નગરનાં ખેતરો અને તેનાં ગામો યફૂન્નેના પુત્ર કાલેબને અગાઉથી જ સુપ્રત કરાયા હતાં.
ואת שדה העיר ואת חצריה נתנו לכלב בן יפנה באחזתו
13 ૧૩ તેઓએ હારુન યાજકના વંશજોને મનુષ્યઘાતક માટેના આશ્રયનું નગર તે, હેબ્રોન તેનાં ગૌચર સહિત તથા લિબ્નાહ તેનાં ગૌચર સહિત અને
ולבני אהרן הכהן נתנו את עיר מקלט הרצח--את חברון ואת מגרשה ואת לבנה ואת מגרשה
14 ૧૪ યાત્તીર તેનાં ગૌચર સહિત, એશ્તમોઆ તેનાં ગૌચર સહિત.
ואת יתר ואת מגרשה ואת אשתמע ואת מגרשה
15 ૧૫ હોલોન પણ તેનાં ગૌચર સહિત, દબીર તેનાં ગૌચર સહિત આપ્યાં,
ואת חלן ואת מגרשה ואת דבר ואת מגרשה
16 ૧૬ આઈન તેનાં ગૌચર સહિત, યૂટ્ટા તેનાં ગૌચર સહિત અને બેથ-શેમેશ તેનાં ગૌચર સહિત. એ નવ નગરો આ બે કુળને આપવામાં આવ્યાં.
ואת עין ואת מגרשה ואת יטה ואת מגרשה את בית שמש ואת מגרשה ערים תשע--מאת שני השבטים האלה
17 ૧૭ બિન્યામીનના કુળમાંથી ગિબ્યોન તેનાં ગૌચર સહિત, ગેબા તેનાં ગૌચર સહિત,
וממטה בנימין את גבעון ואת מגרשה את גבע ואת מגרשה
18 ૧૮ અનાથોથ તેનાં ગૌચર સહિત તથા આલ્મોન તેનાં ગૌચર સહિત એ ચાર નગરો.
את ענתות ואת מגרשה ואת עלמון ואת מגרשה ערים ארבע
19 ૧૯ હારુનના વંશજોના યાજકોને, બધાં મળીને કુલ તેર નગરો તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં હતાં.
כל ערי בני אהרן הכהנים--שלש עשרה ערים ומגרשיהן
20 ૨૦ કહાથના કુટુંબનાં જે લેવી પુત્રો હતા તેઓને માટે ચિઠ્ઠીઓ નાખતાં તે પ્રમાણે એફ્રાઇમનાં કુળમાંથી તેઓને નગરો આપવામાં આવ્યાં.
ולמשפחות בני קהת הלוים הנותרים מבני קהת ויהי ערי גורלם ממטה אפרים
21 ૨૧ તેઓને એફ્રાઇમનાં પહાડી પ્રદેશમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર શખેમ તેનાં ગૌચર સહિત તથા ગેઝેર તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં હતાં,
ויתנו להם את עיר מקלט הרצח את שכם ואת מגרשה--בהר אפרים ואת גזר ואת מגרשה
22 ૨૨ કિબ્સાઈમ તેનાં ગૌચર સહિત તથા બેથ-હોરોન તેનાં ગૌચર સહિત. એ ચાર નગરો તેઓને આપ્યાં.
ואת קבצים ואת מגרשה ואת בית חורן ואת מגרשה ערים ארבע
23 ૨૩ દાનના કુળમાંથી કહાથના કુટુંબોને એલ્તકે તેનાં ગૌચર સહિત, ગિબ્બથોન તેનાં ગૌચર સહિત આપ્યાં હતાં,
וממטה דן--את אלתקא ואת מגרשה את גבתון ואת מגרשה
24 ૨૪ આયાલોન તેનાં ગૌચર સહિત, ગાથ-રિમ્મોન તેનાં ગૌચર સહિત. ચાર નગરો આપવામાં આવ્યાં.
את אילון ואת מגרשה את גת רמון ואת מגרשה ערים ארבע
25 ૨૫ કહાથના કુટુંબનાં મનાશ્શાના અર્ધકુળમાંથી, તાનાખ તેનાં ગૌચર સહિત તથા ગાથ-રિમ્મોન તેનાં ગૌચર સહિત એ બે નગરો આપવામાં આવ્યાં.
וממחצית מטה מנשה--את תענך ואת מגרשה ואת גת רמון ואת מגרשה ערים שתים
26 ૨૬ કહાથના બાકીના કુટુંબોના સર્વ મળીને દસ નગરો તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં.
כל ערים עשר ומגרשיהן למשפחות בני קהת הנותרים
27 ૨૭ મનાશ્શાના અર્ધકુળમાંથી બાશાનમાંનું ગોલાન તેનાં ગૌચર સહિત, બેશ્તરા તેનાં ગૌચર સહિત. એ બે નગરો લેવીઓના કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને આપવામાં આવ્યાં.
ולבני גרשון ממשפחת הלוים--מחצי מטה מנשה את עיר מקלט הרצח את גלון (גולן) בבשן ואת מגרשה ואת בעשתרה ואת מגרשה ערים שתים
28 ૨૮ ગેર્શોનના કુટુંબોથી ઇસ્સાખારના કુળમાંથી કિશ્યોન તેનાં ગૌચર સહિત, દાબરાથ તેનાં ગૌચર સહિત,
וממטה יששכר את קשיון ואת מגרשה את דברת ואת מגרשה
29 ૨૯ યાર્મૂથ તેનાં ગૌચર સહિત એન-ગાન્નીમ તેનાં ગૌચર સહિત ચાર નગરો આપવામાં આવ્યાં.
את ירמות ואת מגרשה את עין גנים ואת מגרשה ערים ארבע
30 ૩૦ આશેરના કુળમાંથી મિશાલ અને તેના ગૌચર સહિત, આબ્દોન તેના ગૌચર સહિત,
וממטה אשר את משאל ואת מגרשה את עבדון ואת מגרשה
31 ૩૧ હેલ્કાથ તેના ગૌચર સહિત અને રહોબ તેનાં ગૌચર સહિત એ ચાર નગરો આપવામાં આવ્યાં.
את חלקת ואת מגרשה ואת רחב ואת מגרשה ערים ארבע
32 ૩૨ નફતાલીના કુળમાંથી ગાલીલમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર કેદેશ તેનાં ગૌચર સહિત, હામ્મોથ-દોર તેનાં ગૌચર સહિત તથા કાર્તાન તેનાં ગૌચર સહિત એ ત્રણ નગરો આપ્યાં.
וממטה נפתלי את עיר מקלט הרצח את קדש בגליל ואת מגרשה ואת חמת דאר ואת מגרשה ואת קרתן ואת מגרשה ערים שלש
33 ૩૩ ગેર્શોનીઓનાં કુટુંબો માટે, તેનાં ગૌચરો સહિત બધાં મળીને તેર નગરોનો સમાવેશ થતો હતો.
כל ערי הגרשני למשפחתם--שלש עשרה עיר ומגרשיהן
34 ૩૪ બાકી રહેલા લેવીઓને એટલે મરારીના કુટુંબોને ઝબુલોનના કુળમાંથી યોકનામ તેનાં ગૌચર સહિત, કાર્તા તેનાં ગૌચર સહિત,
ולמשפחות בני מררי הלוים הנותרים--מאת מטה זבולן את יקנעם ואת מגרשה את קרתה ואת מגרשה
35 ૩૫ દિમ્ના તેનાં ગૌચર સહિત, નાહલાલ તેનાં ગૌચર સહિત. એ ચાર નગરો આપવામાં આવ્યાં.
את דמנה ואת מגרשה את נהלל ואת מגרשה ערים ארבע
36 ૩૬ રુબેનના કુળમાંથી મરારીના કુટુંબોને બેસેર તેનાં ગૌચરો સહિત, યાહસા તેનાં ગૌચરો સહિત,
וממטה גד את עיר מקלט הרצח את רמת בגלעד ואת מגרשה ואת מחנים ואת מגרשה
37 ૩૭ કદેમોથ તેનાં ગૌચરો સહિત તથા મેફાથ તેનાં ગૌચરો સહિત એ ચાર નગરો આપવામાં આવ્યાં.
את חשבון ואת מגרשה את יעזר ואת מגרשה כל ערים ארבע
38 ૩૮ તેઓએ ગાદના કુળમાંથી ગિલ્યાદમાંનું મનુષ્યઘાતક માટેનું આશ્રયનગર રામોથ તેનાં ગૌચરો સહિત તથા માહનાઇમ તેનાં ગૌચરો સહિત.
כל הערים לבני מררי למשפחתם הנותרים ממשפחות הלוים ויהי גורלם--ערים שתים עשרה
39 ૩૯ હેશ્બોન તેનાં ગૌચરો સહિત તથા યાઝેર તેનાં ગૌચરો સહિત બધાં મળીને કુલ ચાર નગરો.
כל ערי הלוים בתוך אחזת בני ישראל--ערים ארבעים ושמנה ומגרשיהן
40 ૪૦ આ બધાં નગરો, મરારીપુત્રોના અનેક કુટુંબોના નગરો હતાં, જે લેવીના કુળથી ચિઠ્ઠી નાખવાથી તેઓને આપવામાં આવ્યાં હતાં.
תהיינה הערים האלה--עיר עיר ומגרשיה סביבתיה כן לכל הערים האלה
41 ૪૧ ઇઝરાયલના લોકોએ કબજે કરેલી જમીનની મધ્યેથી લેવીઓએ અડતાળીસ નગરો તેનાં ગૌચર સહિત મેળવ્યાં.
ויתן יהוה לישראל את כל הארץ אשר נשבע לתת לאבותם וירשוה וישבו בה
42 ૪૨ આ નગરોમાં પ્રત્યેક નગરની આસપાસ તેનાં ગૌચરો હતાં. એ જ પ્રમાણે એ સર્વ નગરોનું હતું.
וינח יהוה להם מסביב ככל אשר נשבע לאבותם ולא עמד איש בפניהם מכל איביהם--את כל איביהם נתן יהוה בידם
43 ૪૩ તે પ્રમાણે તેમણે ઇઝરાયલને તે સઘળો દેશ આપ્યો. યહોવાહે ઇઝરાયલના પૂર્વજોને જે દેશ આપવાની પ્રતિજ્ઞા કરી હતી. ઇઝરાયલીઓએ તેનો કબજો લીધો અને ત્યાં વસવાટ કર્યો.
לא נפל דבר--מכל הדבר הטוב אשר דבר יהוה אל בית ישראל הכל בא
44 ૪૪ પછી યહોવાહે તેઓને બધી બાજુએથી શાંતિ આપી કે જેની તેમણે તેઓના પૂર્વજો સાથે પ્રતિજ્ઞા કરી હતી. તેઓના સર્વ શત્રુમાંથી કોઈ તેઓને હરાવી શક્યું નહિ. યહોવાહ તેઓના સર્વ શત્રુઓને તેઓના હાથમાં સોંપ્યા.
45 ૪૫ યહોવાહે ઇઝરાયલના ઘરનાઓને જે કંઈ વચન આપ્યું હતું તે સર્વમાંથી એકેય પૂરું થયા વિના રહ્યું નહિ. તેમાંના તમામ વચનો પરિપૂર્ણ થયાં.

< યહોશુઆ 21 >