< યહોશુઆ 20 >
1 ૧ પછી યહોવાહે યહોશુઆને કહ્યું,
Och Herren talade med Josua, och sade:
2 ૨ “ઇઝરાયલના લોકોની સાથે વાત કરીને કહે કે, ‘મૂસાની મારફતે જે વિષે મેં તમને કહ્યું હતું તે પ્રમાણે આશ્રયનાં નગરો ઠરાવો.
Säg Israels barnom: Skicker ibland eder några fristäder, om hvilka jag eder genom Mosen sagt hafver;
3 ૩ કેમ કે કોઈ માણસ કે જેણે અજાણતા કોઈ વ્યક્તિને મારી નાખ્યો હોય તે આશ્રયનગરમાં નાસી જઈ શકે. આ નગરો કોઈ એક જે મારી નંખાયેલા વ્યક્તિના ખૂનનો બદલો લેવા તેને શોધનારથી રક્ષણ અને આશ્રયને માટે થશે.
Att dit må fly en mandråpare, som slår en själ oförvarandes och ovetandes; att de må ibland eder fri vara för blodhämnaren.
4 ૪ તે માણસ તેમાંના કોઈ એક નગરમાં નાસી જશે, તે નગરના દરવાજાના પ્રવેશદ્વાર પર તે ઊભો રહેશે અને તે નગરોના વડીલોને તેની બાબત જણાવશે. પછી તેઓ તેને તે નગરમાં સ્વીકારશે અને તેઓની વચ્ચે રહેવા માટે તેને જગ્યા આપશે.
Och den som flyr till någon af de städer, han skall stå utanför stadsporten, och för de äldsta i staden förtälja sin sak; så skola de taga honom in i staden till sig, och få honom rum, att han må bo när dem.
5 ૫ અને મારી નંખાયેલી વ્યક્તિના ખૂનનો બદલો લેવા જો કોઈ પ્રયત્ન કરતો હોય તો પછી નગરના લોકોએ આ મનુષ્યઘાતકને તેના હાથમાં સોંપવો નહિ. તેઓએ આ કરવું નહિ, કેમ કે તેણે તેના પડોશીને અજાણતાંથી મારી નાખ્યો હતો, નહિ કે અગાઉથી તેને તેના પર દ્વેષ હતો.
Och om blodhämnaren kommer efter honom, skola de icke öfverantvarda dråparen i hans händer, efter han oförvarandes slog sin nästa, och var icke tillförene hans ovän.
6 ૬ તે દિવસોમાં જે મુખ્ય યાજક તરીકેની સેવા આપતો હોય તેના મરણ સુધી, તે ન્યાયને સારું સભા આગળ ઊભો રહે ત્યાં સુધી, તે તેં જ નગરમાં રહે. પછી એ મનુષ્યઘાતક તેના પોતાના ઘરે અથવા તેના પોતાના નગરમાં કે જ્યાંથી તે નાસી ગયો હતો ત્યાં પાછો જાય.”
Så skall han bo i stadenom, tilldess han står för menighetene till rätta, allt intilldess öfverste Presten dör, som på den tiden är; då skall dråparen komma till sin stad igen, och i sitt hus i stadenom, der han utflydder var.
7 ૭ તેથી ઇઝરાયલીઓએ આશ્રયનગર તરીકે ગાલીલમાં નફતાલીના પર્વતીય પ્રદેશમાંનાં કેદેશ, એફ્રાઇમનાં પર્વતીય પ્રદેશમાંનાં શખેમ, યહૂદિયાના પર્વતીય પ્રદેશમાંનાં કિર્યાથ-આર્બા એટલે હેબ્રોન,
Då helgade de Kedes i Galilea på Naphthali berg, och Sechem på Ephraims berg, och KariathArba, det är Hebron, på Juda berg;
8 ૮ પૂર્વમાં યરીખો પાસે યર્દનને પેલે પાર તેઓએ રુબેનના કુળમાંથી સપાટ પ્રદેશ પરના અરણ્યમાં બેસેર, ગાદ કુળમાંથી રામોથ ગિલ્યાદ, મનાશ્શાના કુળમાંથી બાશાનમાં ગોલાન પસંદ કર્યા.
Och på hinsidon Jordan vid Jericho österut skickade de Bezer i öknene på slättmarkene, af Rubens slägte; och Ramoth i Gilead, af Gads slägte, och Golan i Basan, af Manasse slägte.
9 ૯ એ નગરો સર્વ ઇઝરાયલના લોકોને સારું અને તેઓ મધ્યે પ્રવાસ કરનારા પરદેશીને સારું ઠરાવેલા હતા કે, જે કોઈ જાણતા અજાણતાં કોઈ વ્યક્તિનું ખૂન કરે, જ્યાં સુધી તે ખૂનનો બદલો લેનારના હાથથી તે માર્યો જાય નહિ, ત્યાં સુધી નાસી જઈને સભા આગળ ઉપસ્થિત થાય.
Det voro då de städer, som Israels barnom förelagde voro, och främlingomen som ibland dem bodde, att dit skulle fly den som en själ oförvarandes sloge; att han icke skulle ihjälslås af blodhämnaren, intilldess han hade ståndit för menighetene.