< યહોશુઆ 20 >

1 પછી યહોવાહે યહોશુઆને કહ્યું,
Potem PAN powiedział do Jozuego:
2 “ઇઝરાયલના લોકોની સાથે વાત કરીને કહે કે, ‘મૂસાની મારફતે જે વિષે મેં તમને કહ્યું હતું તે પ્રમાણે આશ્રયનાં નગરો ઠરાવો.
Powiedz synom Izraela: Wyznaczcie sobie miasta schronienia, o których mówiłem wam przez Mojżesza;
3 કેમ કે કોઈ માણસ કે જેણે અજાણતા કોઈ વ્યક્તિને મારી નાખ્યો હોય તે આશ્રયનગરમાં નાસી જઈ શકે. આ નગરો કોઈ એક જે મારી નંખાયેલા વ્યક્તિના ખૂનનો બદલો લેવા તેને શોધનારથી રક્ષણ અને આશ્રયને માટે થશે.
Aby tam uciekał zabójca, który by zabił człowieka niechcący i mimowolnie. Będą dla was schronieniem przed mścicielem krwi.
4 તે માણસ તેમાંના કોઈ એક નગરમાં નાસી જશે, તે નગરના દરવાજાના પ્રવેશદ્વાર પર તે ઊભો રહેશે અને તે નગરોના વડીલોને તેની બાબત જણાવશે. પછી તેઓ તેને તે નગરમાં સ્વીકારશે અને તેઓની વચ્ચે રહેવા માટે તેને જગ્યા આપશે.
Gdy [ktoś] ucieknie do jednego z tych miast i stanie przy wejściu do bramy miejskiej, opowie do uszu starszych tego miasta swoją sprawę, a oni przyjmą go do miasta do siebie i dadzą mu miejsce, i będzie z nimi mieszkał.
5 અને મારી નંખાયેલી વ્યક્તિના ખૂનનો બદલો લેવા જો કોઈ પ્રયત્ન કરતો હોય તો પછી નગરના લોકોએ આ મનુષ્યઘાતકને તેના હાથમાં સોંપવો નહિ. તેઓએ આ કરવું નહિ, કેમ કે તેણે તેના પડોશીને અજાણતાંથી મારી નાખ્યો હતો, નહિ કે અગાઉથી તેને તેના પર દ્વેષ હતો.
A gdy będzie go ścigał mściciel krwi, to nie wydadzą zabójcy w jego ręce, gdyż nieumyślnie zabił swego bliźniego i nie czuł do niego przedtem nienawiści.
6 તે દિવસોમાં જે મુખ્ય યાજક તરીકેની સેવા આપતો હોય તેના મરણ સુધી, તે ન્યાયને સારું સભા આગળ ઊભો રહે ત્યાં સુધી, તે તેં જ નગરમાં રહે. પછી એ મનુષ્યઘાતક તેના પોતાના ઘરે અથવા તેના પોતાના નગરમાં કે જ્યાંથી તે નાસી ગયો હતો ત્યાં પાછો જાય.”
I będzie mieszkał w tym mieście, dopóki nie stanie przed zgromadzeniem na sąd i aż do śmierci najwyższego kapłana, który będzie w tym czasie. Wtedy zabójca wróci i przyjdzie do swego miasta i do swego domu, do miasta, z którego uciekł.
7 તેથી ઇઝરાયલીઓએ આશ્રયનગર તરીકે ગાલીલમાં નફતાલીના પર્વતીય પ્રદેશમાંનાં કેદેશ, એફ્રાઇમનાં પર્વતીય પ્રદેશમાંનાં શખેમ, યહૂદિયાના પર્વતીય પ્રદેશમાંનાં કિર્યાથ-આર્બા એટલે હેબ્રોન,
I wyznaczyli Kedesz w Galilei na górze Neftalego, Sychem na górze Efraim oraz Kiriat-Arba, [czyli] Hebron, na górze Judy.
8 પૂર્વમાં યરીખો પાસે યર્દનને પેલે પાર તેઓએ રુબેનના કુળમાંથી સપાટ પ્રદેશ પરના અરણ્યમાં બેસેર, ગાદ કુળમાંથી રામોથ ગિલ્યાદ, મનાશ્શાના કુળમાંથી બાશાનમાં ગોલાન પસંદ કર્યા.
Z drugiej zaś strony Jordanu, na wschód od Jerycha, wyznaczyli Beser na pustyni, na równinie, z pokolenia Rubena, Ramot w Gileadzie z pokolenia Gada oraz Golan w Baszanie z pokolenia Manassesa.
9 એ નગરો સર્વ ઇઝરાયલના લોકોને સારું અને તેઓ મધ્યે પ્રવાસ કરનારા પરદેશીને સારું ઠરાવેલા હતા કે, જે કોઈ જાણતા અજાણતાં કોઈ વ્યક્તિનું ખૂન કરે, જ્યાં સુધી તે ખૂનનો બદલો લેનારના હાથથી તે માર્યો જાય નહિ, ત્યાં સુધી નાસી જઈને સભા આગળ ઉપસ્થિત થાય.
Oto miasta ucieczki dla wszystkich synów Izraela i cudzoziemców, którzy mieszkają pośród nich, aby mógł tam uciec każdy, kto zabił kogoś przez nieuwagę i nie poniósł śmierci z ręki mściciela krwi, zanim stanie przed zgromadzeniem.

< યહોશુઆ 20 >