< યહોશુઆ 17 >
1 ૧ મનાશ્શા યૂસફનો વડો પુત્ર હતો, તેના કુળને માટે જમીનનો ભાગ આ પ્રમાણે હતી: જે મનાશ્શાનો પ્રથમપુત્ર, માખીર ગિલ્યાદનો પિતા લડવૈયો હતો તેને ગિલ્યાદ તથા બાશાનનો પ્રદેશ આપવામાં આવ્યો હતો.
१फिर यूसुफ के जेठे मनश्शे के गोत्र का भाग चिट्ठी डालने से यह ठहरा। मनश्शे का जेठा पुत्र गिलाद का पिता माकीर योद्धा था, इस कारण उसके वंश को गिलाद और बाशान मिला।
2 ૨ મનાશ્શાના બાકીના પુત્રોને પણ તેઓના કુટુંબ પ્રમાણે ભાગ આપવામાં આવ્યો. એટલે અબીએઝેરના, હેલેકના, આસ્રીએલના, શખેમના, હેફેરના અને શમીદાના પુત્રોને યૂસફનાં દીકરા મનાશ્શાના એ પુરુષ વંશજો હતા. તેઓને કુટુંબો પ્રમાણે હિસ્સો આપવામાં આવ્યો હતો.
२इसलिए यह भाग दूसरे मनश्शेइयों के लिये उनके कुलों के अनुसार ठहरा, अर्थात् अबीएजेर, हेलेक, अस्रीएल, शेकेम, हेपेर, और शमीदा; जो अपने-अपने कुलों के अनुसार यूसुफ के पुत्र मनश्शे के वंश में के पुरुष थे, उनके अलग-अलग वंशों के लिये ठहरा।
3 ૩ હવે મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના દીકરા હેફેરના દીકરા સલોફહાદને દીકરા ન હતા, પણ દીકરીઓ જ હતી. આ તેની દીકરીઓનાં નામ હતાં: માહલા, નૂહ, હોગ્લાહ, મિલ્કા અને તિર્સા.
३परन्तु हेपेर जो गिलाद का पुत्र, माकीर का पोता, और मनश्शे का परपोता था, उसके पुत्र सलोफाद के बेटे नहीं, बेटियाँ ही हुईं; और उनके नाम महला, नोवा, होग्ला, मिल्का, और तिर्सा हैं।
4 ૪ તેઓ એલાઝાર યાજક તથા નૂનના પુત્ર યહોશુઆ અને આગેવાનો પાસે આવી અને તેઓને કહ્યું કે, “યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી કે, “અમને અમારા ભાઈઓ સાથે વારસો આપવામાં આવે.” તેથી, યહોવાહની આજ્ઞા અનુસાર, તેણે તેઓને તેઓના પિતાના ભાઈઓ મધ્યે વારસો આપ્યો.
४तब वे एलीआजर याजक, नून के पुत्र यहोशू, और प्रधानों के पास जाकर कहने लगीं, यहोवा ने मूसा को आज्ञा दी थी, कि वह हमको हमारे भाइयों के बीच भाग दे। तो यहोशू ने यहोवा की आज्ञा के अनुसार उन्हें उनके चाचाओं के बीच भाग दिया।
5 ૫ મનાશ્શાને ગિલ્યાદ અને બાશાન ઉપરાંત યર્દનને પૂર્વ પેલે પાર જમીનનાં દસ ભાગ આપવામાં આવ્યા હતા.
५तब मनश्शे को, यरदन पार गिलाद देश और बाशान को छोड़, दस भाग मिले;
6 ૬ કેમ કે મનાશ્શાની દીકરીઓને તેના દીકરાઓ મધ્યે વારસો મળ્યો હતો. મનાશ્શાના બાકીના કુળને ગિલ્યાદનો પ્રદેશ સોંપવામાં આવ્યો.
६क्योंकि मनश्शेइयों के बीच में मनश्शेई स्त्रियों को भी भाग मिला। और दूसरे मनश्शेइयों को गिलाद देश मिला।
7 ૭ મનાશ્શાના પ્રદેશની સરહદ આશેરથી મિખ્મથાથ સુધી શખેમની પૂર્વમાં હતી. પછી તે સીમા દક્ષિણ તરફ એન-તાપ્પૂઆના ઝરા સુધી ગઈ.
७और मनश्शे की सीमा आशेर से लेकर मिकमतात तक पहुँची, जो शेकेम के सामने है; फिर वह दक्षिण की ओर बढ़कर एनतप्पूह के निवासियों तक पहुँची।
8 ૮ તાપ્પૂઆનો વિસ્તાર મનાશ્શાનો હતો, પણ મનાશ્શાની સરહદ ઉપરનું તાપ્પૂઆ એફ્રાઇમનાં કુળનું હતું.
८तप्पूह की भूमि तो मनश्शे को मिली, परन्तु तप्पूह नगर जो मनश्शे की सीमा पर बसा है वह एप्रैमियों का ठहरा।
9 ૯ તે સીમા ઊતરીને કાનાના નાળાં સુધી એટલે નદીની દક્ષિણે ગઈ. એફ્રાઇમનાં આ નગરો મનાશ્શાના નગરો મધ્યે આવેલા છે. મનાશ્શાની સીમા નદીની ઉત્તર બાજુએ હતી અને તેનો છેડો ભૂમધ્ય સમુદ્રનું પાસે હતો.
९फिर वहाँ से वह सीमा काना की नदी तक उतरकर उसके दक्षिण की ओर तक पहुँच गई; ये नगर यद्यपि मनश्शे के नगरों के बीच में थे तो भी एप्रैम के ठहरे; और मनश्शे की सीमा उस नदी के उत्तर की ओर से जाकर समुद्र पर निकली;
10 ૧૦ દક્ષિણ ભાગ એફ્રાઇમનો અને ઉત્તર ભાગ મનાશ્શાનો હતો, જેની સરહદ ભૂમધ્ય સમુદ્રનું પાસે હતી. તેની ઉત્તર તરફ આશેરનો અને પૂર્વ તરફ ઇસ્સાખારનો ભાગ હતો.
१०दक्षिण की ओर का देश तो एप्रैम को और उत्तर की ओर का मनश्शे को मिला, और उसकी सीमा समुद्र ठहरी; और वे उत्तर की ओर आशेर से और पूर्व की ओर इस्साकार से जा मिलीं।
11 ૧૧ ઇસ્સાખાર તથા આશેરના ભાગમાં, બેથ-શેઆન અને તેનાં ગામો, યિબ્લામ અને તેનાં ગામો, દોર તથા તેનાં ગામોના રહેવાસીઓ, એન-દોર તથા તેનાં ગામોના રહેવાસીઓ, તાનાખ તથા તેના ગામોના રહેવાસીઓ, મગિદ્દોના તથા તેના ગામોના રહેવાસીઓ; એટલે ત્રણ ઉચ્ચ પ્રદેશ મનાશ્શાને મળ્યા.
११और मनश्शे को, इस्साकार और आशेर अपने-अपने नगरों समेत बेतशान, यिबलाम, और अपने नगरों समेत दोर के निवासी, और अपने नगरों समेत एनदोर के निवासी, और अपने नगरों समेत तानाक की निवासी, और अपने नगरों समेत मगिद्दो के निवासी, ये तीनों जो ऊँचे स्थानों पर बसे हैं मिले।
12 ૧૨ પણ હજી સુધી મનાશ્શાના પુત્રો તે નગરોને કબજે કરી શક્યા નહિ અને મૂળ રહેવાસીઓને કાઢી મૂકી શકયા નહિ એટલે કનાનીઓ આ દેશમાં રહ્યા.
१२परन्तु मनश्शेई उन नगरों के निवासियों को उनमें से नहीं निकाल सके; इसलिए कनानी उस देश में बसे रहे।
13 ૧૩ જયારે ઇઝરાયલના લોકો મજબૂત થતાં ગયા, તેઓએ કનાનીઓને પાસે ભારે મજૂરી કરાવી, પણ તેઓને દૂર કરી શકયા નહિ.
१३तो भी जब इस्राएली सामर्थी हो गए, तब कनानियों से बेगारी तो कराने लगे, परन्तु उनको पूरी रीति से निकाल बाहर न किया।
14 ૧૪ પછી યૂસફના વંશજોએ યહોશુઆને કહ્યું, “યહોવાહનો આશીર્વાદના કારણે અમે વસ્તીમાં વિશેષ વૃદ્ધિ પામ્યા છીએ. તેમ છતાં તમે અમને વારસામાં ફક્ત એક જ દેશ અને એક જ ભાગ કેમ સોંપ્યો છે?”
१४यूसुफ की सन्तान यहोशू से कहने लगी, “हम तो गिनती में बहुत हैं, क्योंकि अब तक यहोवा हमें आशीष ही देता आया है, फिर तूने हमारे भाग के लिये चिट्ठी डालकर क्यों एक ही अंश दिया है?”
15 ૧૫ યહોશુઆએ તેઓને કહ્યું, “જો તમે વસ્તીમાં વિશાળ પ્રજા છો, તો તમે પોતે પોતાની રીતે ઉપર તરફ વનમાં જાઓ અને ત્યાં પરિઝીઓના અને રફાઈઓના દેશમાં પોતાને માટે જમીન તૈયાર કરો. કેમ કે એફ્રાઇમનો પહાડી પ્રદેશ તમારા માટે ઘણો સાંકડો છે.
१५यहोशू ने उनसे कहा, “यदि तुम गिनती में बहुत हो, और एप्रैम का पहाड़ी देश तुम्हारे लिये छोटा हो, तो परिज्जियों और रपाइयों का देश जो जंगल है उसमें जाकर पेड़ों को काट डालो।”
16 ૧૬ યૂસફના વંશજોએ કહ્યું, “પહાડી પ્રદેશ અમારે માટે પૂરતો નથી અને સર્વ કનાનીઓ જેઓ ખીણના પ્રદેશમાં રહે છે, તેઓની પાસે જે બેથ-શેઆન અને તેનાં ગામડાંઓમાં અને યિઝ્રએલની ખીણમાં રહેનારાઓની પાસે તો લોખંડના રથો છે.”
१६यूसुफ की सन्तान ने कहा, “वह पहाड़ी देश हमारे लिये छोटा है; और बेतशान और उसके नगरों में रहनेवाले, और यिज्रेल की तराई में रहनेवाले, जितने कनानी नीचे के देश में रहते हैं, उन सभी के पास लोहे के रथ हैं।”
17 ૧૭ ત્યારે યહોશુઆએ યૂસફના પુત્રો એફ્રાઇમને તથા મનાશ્શાને કહ્યું, “તમે એક મોટી પ્રજા ઘણાં પરાક્રમી છો. તેથી તને માત્ર દેશનો એક જ ભાગ મળશે એવું નથી.
१७फिर यहोशू ने, क्या एप्रैमी क्या मनश्शेई, अर्थात् यूसुफ के सारे घराने से कहा, “हाँ तुम लोग तो गिनती में बहुत हो, और तुम्हारी सामर्थ्य भी बड़ी है, इसलिए तुम को केवल एक ही भाग न मिलेगा;
18 ૧૮ પરંતુ પહાડી પ્રદેશ પણ તારો થશે. તે જંગલ છે છતાં તું તેને કાપી નાખશે અને તેની દૂરની સરહદો સુધી કબજો કરશે. જેઓની પાસે લોખંડના રથો છે એ કનાનીઓ બળવાન છે એ ખરું તો પણ તું તેઓને કાઢી મૂકી શકીશ.”
१८पहाड़ी देश भी तुम्हारा हो जाएगा; क्योंकि वह जंगल तो है, परन्तु उसके पेड़ काट डालो, तब उसके आस-पास का देश भी तुम्हारा हो जाएगा; क्योंकि चाहे कनानी सामर्थी हों, और उनके पास लोहे के रथ भी हों, तो भी तुम उन्हें वहाँ से निकाल सकोगे।”