< યહોશુઆ 16 >
1 ૧ યૂસફના કુળ માટે જમીનની ભાગ થઈ એટલે યર્દનથી યરીખો તરફ, યરીખોની પૂર્વના ઝરાથી અરણ્યમાં, યરીખોથી ઉપર તરફ બેથેલના પર્વતીય દેશ સુધી.
Sinovima Josipovim pripao je ždrijebom posjed: od Jordana kod Jerihona, od Jerihonskih voda na istok, pa pustinjom k Betelskoj gori;
2 ૨ પછી તે સરહદ બેથેલથી લૂઝ સુધી, અટારોથથી પસાર થઈને આર્કીઓના પ્રદેશ સુધી ગઈ.
od Betel-Luza međa se nastavljala područjem Arkijaca do Atarota.
3 ૩ પછી પશ્ચિમ તરફ નીચે યાફલેટીઓના પ્રદેશથી, દૂર સુધી નીચાણમાં બેથ-હોરોનના પ્રદેશ સુધી અને ગેઝેર સુધી તે સમુદ્ર પાસે પૂરી થઈ.
Potom se spuštala na zapad do jafletske međe, sve do Donjeg Bet-Horona i do Gezera, odakle je izlazila na more.
4 ૪ આ રીતે યૂસફનાં બે કુળ, મનાશ્શા અને એફ્રાઇમનાં કુળોને વારસો પ્રાપ્ત થયો.
To je bila baština Josipovih sinova: Manašea i Efrajima.
5 ૫ એફ્રાઇમનાં કુળને તેનાં કુટુંબો પ્રમાણે આ રીતે પ્રદેશની સોંપણી થઈ: પૂર્વ તરફ તેઓની સરહદ અટારોથ આદ્દારથી ઉપરના બેથ-હોરોન સુધી હતી
Područje sinova Efrajimovih po njihovim porodicama bilo je ovo: međa baštine njihove prema istoku išla je od Atrot Adara pa do Gornjega Bet-Horona.
6 ૬ અને ત્યાંથી તે સમુદ્ર તરફ ગઈ. મિખ્મથાથની ઉત્તર પરથી વળીને પૂર્વ તરફ તાનાથ-શીલો સુધી અને દૂર યાનોઆની પૂર્વ તરફ ગઈ.
Odatle se pružala do mora ... (išla na) Mikmetat na sjeveru i zavijala dalje na istok prema Taanat Šilu i prolazila s istočne strane do Janoaha.
7 ૭ પછી યાનોઆથી નીચે અટારોથ સુધી, નારા સુધી અને પછી યરીખોથી, યર્દનના છેડા સુધી પહોંચી.
Od Janoaha spuštala se u Atarot i Naarat i onda, dotičući se Jerihona, udarala na Jordan.
8 ૮ તે સરહદ તાપ્પૂઆથી પશ્ચિમ તરફ કાનાના નાળાં અને સમુદ્રના છેડા સુધી ગઈ. એફ્રાઇમ કુળનાં કુટુંબો પ્રમાણે તેઓનો વારસો આ છે.
Od Tapuaha išla je ta međa prema zapadu do potoka Kane te izbijala na more. To je bila baština plemena sinova Efrajimovih po njihovim porodicama.
9 ૯ તે સાથે મનાશ્શાના કુળના વારસાના ભાગ વચ્ચે જે નગરો એફ્રાઇમનાં કુળને સારુ પસંદ કરાયેલા હતાં, એ સર્વ નગરો તેઓનાં ગામો સહિત તેઓને મળ્યાં.
A Efrajimovi su sinovi imali sve te gradove s njihovim selima i još odvojene gradove usred baštine sinova Manašeovih.
10 ૧૦ તેઓ કનાનીઓને કે જેઓ ગેઝેરમાં રહેતા હતા તેઓને કાઢી મૂકી શક્યા નહિ તેથી કનાનીઓ એફ્રાઇમ મધ્યે આજ પર્યંત રહે છે, પણ તેઓ એફ્રાઇમનાં કુટુંબીઓના ગુલામ થઈને રહેલા છે.
Ali nisu uspjeli otjerati Kanaanaca koji su živjeli u Gezeru. Tako su Kanaanci ostali među sinovima Efrajimovim do danas, ali im bijaše nametnuta tlaka.