< યહોશુઆ 15 >

1 યહૂદાપુત્રોના કુળને, તેઓનાં કુટુંબો પ્રમાણે, જે વારસો સોંપવામાં આવેલો હતો તે દક્ષિણે અદોમની સરહદ સુધી વિસ્તરેલો હતો. એટલે દક્ષિણ તરફ સીનના અરણ્ય સાથે, જે સરહદનો છેવાડો ભાગ હતો ત્યાં સુધી.
Boy sayısına göre Yahuda oymağına verilen bölge, güneyde Edom sınırına, en güneyde de Zin Çölü'ne kadar uzanıyordu.
2 તેની સીમા દક્ષિણના ખારા સમુદ્રના છેડાથી, એટલે દક્ષિણના અખાતથી શરુ થતી હતી.
Güney sınırları, Lut Gölü'nün güney ucundaki körfezden başlayıp
3 ત્યાંથી સરહદ આક્રાબ્બીમના ઘાટની દક્ષિણે થઈને આગળ સીન સુધી ગઈ. અને કાદેશ બાર્નેઆની દક્ષિણે થઈને ઉપર ગઈ. ત્યાંથી હેસ્રોન થઈને આદ્દારથી ચકરાવો ખાઈને કાર્કા સુધી ગઈ.
Akrep Geçidi'nin güneyine, oradan da Zin Çölü'ne geçiyor, Kadeş-Barnea'nın güneyinden Hesron'a ve Addar'a çıkıyor, oradan da Karka'ya kıvrılıyor,
4 ત્યાંથી આસ્મોન સુધી ગઈ. ત્યાંથી મિસરના ઝરણાંથી પસાર થઈને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. આ તેમની દક્ષિણ તરફની સરહદ હતી.
Asmon'u aşıp Mısır Vadisi'ne uzanıyor ve Akdeniz'de son buluyordu. Güney sınırları buydu.
5 યર્દનના છેડા તરફ, ખારો સમુદ્ર પૂર્વ તરફની સરહદ હતી. યર્દનના છેડા તરફ સમુદ્રની ખાડીથી ઉત્તર તરફની સરહદથી શરુ થતી હતી.
Doğu sınırı, Lut Gölü kıyısı boyunca Şeria Irmağı'nın ağzına kadar uzanıyordu. Kuzey sınırı, Şeria Irmağı'nın göl ağzındaki körfezden başlıyor,
6 તે સરહદ બેથ-હોગ્લા અને બેથ-અરાબાની ઉત્તર તરફ પસાર થઈને આગળ ગઈ. પછી તે સરહદ બોહાનની શિલા, રુબેનના દીકરા સુધી ગઈ.
Beythogla'ya ulaşıp Beytarava'nın kuzeyinden geçiyor, Ruben oğlu Bohan'ın taşına varıyordu.
7 પછી તે સરહદ આખોરની ખીણથી દબીર સુધી ગઈ, તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલ્ગાલના વળાંક સુધી, કે જે નદીની દક્ષિણ બાજુ પર, અદુમ્મીમના ઘાટની સામે છે ત્યાં સુધી ગઈ. પછી તે સરહદ એન-શેમેશનાં ઝરણાંથી પસાર થઈ અને એન-રોગેલ આગળ પૂરી થઈ.
Sınır, Akor Vadisi'nden Devir'e çıkıyor, vadinin güneyinde Adummim Yokuşu karşısındaki Gilgal'a doğru kuzeye yöneliyor, buradan Eyn-Şemeş sularına uzanarak Eyn-Rogel'e dayanıyordu.
8 પછી તે સરહદ હિન્નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓના નગરની દક્ષિણ તરફ એટલે યરુશાલેમ સુધી ગઈ. પછી તે હિન્નોમની ખીણની સામે પશ્ચિમે આવેલા પર્વતના શિખર પર, જે રફાઈમની ખીણના ઉત્તરના છેડા સુધી તે સરહદ ગઈ.
Sonra Ben-Hinnom Vadisi'nden geçerek Yevus Kenti'nin –Yeruşalim'in– güney sırtlarına çıkıyor, buradan Refaim Vadisi'nin kuzey ucunda bulunan Hinnom Vadisi'nin batısındaki dağın doruğuna yükseliyor,
9 પછી તે સરહદ પર્વતના શિખરથી તે નેફતોઆના ઝરણાં સુધી ગઈ, ત્યાંથી એફ્રોન પર્વતનાં નગરો સુધી ગઈ. પછી તે સરહદ બાલાહ એટલે કિર્યાથ-યારીમ સુધી અંકાયેલી હતી.
oradan da Neftoah sularının kaynağına kıvrılıyor, Efron Dağı'ndaki kentlere uzanarak Baala'ya –Kiryat-Yearim'e– dönüyordu.
10 ૧૦ પછી તે સરહદ ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાહથી સેઈર પર્વત સુધી ગઈ, પછી આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વતની એટલે કસાલોન ની બાજુથી પસાર થઈ અને બેથ-શેમેશ સુધી નીચે થઈને તિમ્નાથી પસાર થઈને આગળ વધી.
Baala'dan batıya, Seir Dağı'na yönelen sınır, Yearim –Kesalon– Dağı'nın kuzey sırtları boyunca uzanarak Beytşemeş'e iniyor, Timna'ya varıyordu.
11 ૧૧ તે સરહદ ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ, પછી શિક્કરોનથી વળીને, બાલાહ પર્વતથી પસાર થઈને યાબ્નએલ સુધી ગઈ. તે સરહદનો અંત સમુદ્ર પાસે આવ્યો.
Sonra Ekron'un kuzey sırtlarına uzanıyor, Şikeron'a doğru kıvrılarak Baala Dağı'na ulaştıktan sonra Yavneel'e çıkıyor, Akdeniz'de son buluyordu.
12 ૧૨ પશ્ચિમી સરહદ મોટા સમુદ્ર તથા તેના કિનારા સુધી હતી. આ યહૂદાના કુળની તેમનાં કુટુંબો પ્રમાણે ચારેબાજુની સરહદ હતી.
Batı sınırı Akdeniz'in kıyılarıydı. Yahudaoğulları'ndan gelen boyların çepeçevre sınırları buydu.
13 ૧૩ યહોશુઆએ યહોવાહની આજ્ઞાનું પાલન કર્યું, તેણે યફૂન્નેના દીકરા કાલેબને યહૂદા કુળની વચ્ચે જમીન સોંપી, કિર્યાથ-આર્બા, જે હેબ્રોન છે તે આપ્યું, આર્બા અનાકનો પિતા હતો.
Yeşu, RAB'den aldığı buyruk uyarınca, Yahuda bölgesindeki Kiryat-Arba'yı –Hevron'u– Yefunne oğlu Kalev'e miras olarak verdi. Arba, Anaklılar'ın atasıydı.
14 ૧૪ અને કાલેબે અનાકના વંશનાં ત્રણ કુળોને એટલે શેશાય, અહીમાન તથા તાલ્માય જે અનાકના પુત્રો હતા તેઓને ત્યાંથી કાઢી મૂક્યા.
Kalev, Anak'ın üç torununu, onun soyundan gelen Şeşay, Ahiman ve Talmay'ı oradan sürdü.
15 ૧૫ તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કરી. દબીરનું નામ તો પૂર્વે કિર્યાથ-સેફેર હતું.
Oradan eski adı Kiryat-Sefer olan Devir Kenti halkının üzerine yürüdü.
16 ૧૬ કાલેબે કહ્યું, “જે કોઈ માણસ કિર્યાથ-સેફેર પર હુમલો કરશે અને તેને કબજે કરશે, તેને હું મારી દીકરી આખ્સાહ સાથે પરણાવીશ.”
Kalev, “Kiryat-Sefer halkını yenip orayı ele geçirene kızım Aksa'yı eş olarak vereceğim” dedi.
17 ૧૭ કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલે કિર્યાથ-સેફેર જીતી લીધું. તેથી કાલેબે તેની દીકરી આખ્સાહનાં લગ્ન તેની સાથે કરાવ્યાં.
Kenti Kalev'in kardeşi Kenaz'ın oğlu Otniel ele geçirdi. Bunun üzerine Kalev kızı Aksa'yı ona eş olarak verdi.
18 ૧૮ જયારે આખ્સાહ ઓથ્નીએલ પાસે આવી, ત્યારે એમ થયું કે, તેણે તેને તેના પિતા પાસેથી ખેતર માગવાની વિનંતી કરી. અને આખ્સા તેના ગધેડા પરથી ઊતરી. અને કાલેબે તેને કહ્યું કે, “તારે શું જોઈએ છે?”
Kız Otniel'in yanına varınca, onu babasından bir tarla istemeye zorladı. Kalev, eşeğinden inen kızına, “Bir isteğin mi var?” diye sordu.
19 ૧૯ આખ્સાહએ ઉત્તર આપ્યો, “મારા પર વિશેષ કરીને કૃપા કર. તેં મને નેગેબની જમીન તો આપી જ છે, પાણીના થોડા ઝરા પણ મને આપ.” અને કાલેબે તેને ઉપરના ભાગના અને નીચાણના ભાગના ઝરા આપ્યાં.
Kız, “Bana bir armağan ver” dedi, “Madem Negev'deki toprakları bana verdin, su kaynaklarını da ver.” Böylece Kalev yukarı ve aşağı su kaynaklarını ona verdi.
20 ૨૦ આ યહૂદાપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે.
Boy sayısına göre Yahudaoğulları oymağının payı buydu.
21 ૨૧ અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોના કુળનાં છેવાડાં નગરો કાબ્સએલ, એદેર તથા યાગૂર,
Yahudaoğulları oymağının Edom sınırlarına doğru en güneyde kalan kentleri şunlardı: Kavseel, Eder, Yagur,
22 ૨૨ કિના, દીમોના, આદાદા,
Kina, Dimona, Adada,
23 ૨૩ કેદેશ, હાસોર, ઈથનાન,
Kedeş, Hasor, Yitnan,
24 ૨૪ ઝીફ, ટેલેમ, બેઆલોથ;
Zif, Telem, Bealot,
25 ૨૫ હાસોર-હદાત્તા, કરીયોથ હેસ્રોન એટલે હાસોર,
Hasor-Hadatta, Keriyot-Hesron –Hasor–
26 ૨૬ અમામ, શેમા, મોલાદા,
Amam, Şema, Molada,
27 ૨૭ હસાર-ગાદ્દાહ, હેશ્મોન, બેથ-પેલેટ,
Hasar-Gadda, Heşmon, Beytpelet,
28 ૨૮ હસાર-શૂઆલ, બેરશેબા, બિઝયોથ્યા.
Hasar-Şual, Beer-Şeva, Bizyotya,
29 ૨૯ બાલાહ, લીમતથા એસેમ,
Baala, İyim, Esem,
30 ૩૦ એલ્તોલાદ, કસીલ તથા હોર્મા,
Eltolat, Kesil, Horma,
31 ૩૧ સિકલાગ, માદમાન્ના તથા સાન્સાન્ના,
Ziklak, Madmanna, Sansanna,
32 ૩૨ લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.
Levaot, Şilhim, Ayin ve Rimmon; köyleriyle birlikte yirmi dokuz kent.
33 ૩૩ પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરાહ તથા આશના;
Şefela'dakiler, Eştaol, Sora, Aşna,
34 ૩૪ ઝાનોઆ, એન-ગાન્નીમ, તાપ્પૂઆ તથા એનામ,
Zanoah, Eyn-Gannim, Tappuah, Enam,
35 ૩૫ યાર્મૂથ, અદુલ્લામ, સોખો તથા અઝેકા,
Yarmut, Adullam, Soko, Azeka,
36 ૩૬ શારાઈમ, અદીથાઈમ, ગદેરા ગદરોથાઈમ; તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ ચૌદ નગરો હતાં.
Şaarayim, Aditayim, Gedera ve Gederotayim; köyleriyle birlikte on dört kent.
37 ૩૭ સનાન, હદાશા તથા મિગ્દાલ-ગાદ,
Senan, Hadaşa, Migdal-Gad,
38 ૩૮ દિલાન, મિસ્પા તથા યોક્તએલ,
Dilan, Mispe, Yokteel,
39 ૩૯ લાખીશ, બોસ્કાથ તથા એગ્લોન.
Lakiş, Boskat, Eglon,
40 ૪૦ કાબ્બોન, લાહમામ તથા કિથ્લીશ.
Kabbon, Lahmas, Kitliş,
41 ૪૧ ગદેરોથ, બેથ-દાગોન, નાઅમાહ તથા માક્કેદા. તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.
Gederot, Beytdagon, Naama ve Makkeda; köyleriyle birlikte on altı kent.
42 ૪૨ લિબ્નાહ, એથેર તથા આશાન,
Livna, Eter, Aşan,
43 ૪૩ યિફતા, આશના તથા નસીબ,
Yiftah, Aşna, Nesiv,
44 ૪૪ કઈલા, આખ્ઝીબ તથા મારેશા, તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ નવ નગરો હતા.
Keila, Akziv ve Mareşa; köyleriyle birlikte dokuz kent.
45 ૪૫ એક્રોન, તેનાં નગરો અને ગામો સહિત;
Kasaba ve köyleriyle birlikte Ekron;
46 ૪૬ એટલે એક્રોનથી તે મહાસમુદ્ર સુધી આશ્દોદની નજીક જે સર્વ નગરો હતા તે તેઓનાં ગામો સહિત.
Ekron'un batısı, Aşdot'un çevresindeki bütün köyler;
47 ૪૭ આશ્દોદની, આસપાસના નગરો તથા ગામો; ગાઝા, આસપાસનાં નગરો તથા ગામો; મિસરનું નાળું તથા મહાસમુદ્ર તેનો દરિયાકિનારો ત્યાં સુધીનાં.
kasaba ve köyleriyle birlikte Aşdot; Mısır Vadisi'ne ve Akdeniz'in kıyısına kadar kasaba ve köyleriyle birlikte Gazze.
48 ૪૮ પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,
Dağlık bölgede Şamir, Yattir, Soko,
49 ૪૯ દાન્ના તથા કિર્યાથ-સાન્ના, એટલે દબીર,
Danna, Kiryat-Sanna –Devir–
50 ૫૦ અનાબ, એશ્તમોઆ તથા આનીમ,
Anav, Eştemo, Anim,
51 ૫૧ ગોશેન, હોલોન તથા ગીલોહ. તેઓના તાબાના ગામો સહિત કુલ આ અગિયાર નગરો હતા.
Goşen, Holon ve Gilo; köyleriyle birlikte on bir kent.
52 ૫૨ અરાબ, દૂમા તથા એશાન,
Arav, Duma, Eşan,
53 ૫૩ યાનીમ, બેથ-તાપ્પૂઆ તથા અફેકા,
Yanum, Beyttappuah, Afeka,
54 ૫૪ હુમ્ટા, કિર્યાથ-આર્બા એટલે હેબ્રોન તથા સીઓર. તેઓના તાબાના ગામો સહિત કુલ આ નવ નગરો હતાં.
Humta, Kiryat-Arba –Hevron– ve Sior; köyleriyle birlikte dokuz kent.
55 ૫૫ માઓન, કાર્મેલ, ઝીફ, યૂટા,
Maon, Karmel, Zif, Yutta,
56 ૫૬ યિઝ્રએલ, યોકદામ, ઝાનોઆ,
Yizreel, Yokdeam, Zanoah,
57 ૫૭ કાઈન, ગિબયા તથા તિમ્ના તેઓના ગામો સહિત આ દસ નગરો.
Kayin, Giva ve Timna; köyleriyle birlikte on kent.
58 ૫૮ હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર,
Halhul, Beytsur, Gedor,
59 ૫૯ મારાથ, બેથ-અનોથ તથા એલ્તકોન તેઓનાં ગામો સહિત આ છ નગરો.
Maarat, Beytanot ve Eltekon; köyleriyle birlikte altı kent.
60 ૬૦ કિર્યાથ-બાલ એટલે કિર્યાથ-યારીમ તથા રાબ્બા, તેઓનાં ગામો સહિત આ બે નગરો.
Kiryat-Baal –Kiryat-Yearim– ve Rabba; köyleriyle birlikte iki kent.
61 ૬૧ અરણ્યમાં બેથ-અરાબા, મિદ્દીન તથા સખાખા,
Çölde Beytarava, Middin, Sekaka,
62 ૬૨ નિબ્શાન, ખારાનું નગર તથા એન-ગેદી; તેઓનાં ગામો સહિત આ છ નગરો.
Nivşan, Tuz Kenti ve Eyn-Gedi; köyleriyle birlikte altı kent.
63 ૬૩ પણ યરુશાલેમના રહેવાસી યબૂસીઓને યહૂદા કુળના લોકો કાઢી શક્યા નહિ; તેથી યબૂસીઓ આજ સુધી યહૂદા કુળની સાથે યરુશાલેમમાં રહે છે.
Yahudaoğulları Yeruşalim'de yaşayan Yevuslular'ı oradan çıkartamadılar. Yevuslular bugün de Yeruşalim'de Yahudaoğulları'yla birlikte yaşıyorlar.

< યહોશુઆ 15 >