< યહોશુઆ 15 >
1 ૧ યહૂદાપુત્રોના કુળને, તેઓનાં કુટુંબો પ્રમાણે, જે વારસો સોંપવામાં આવેલો હતો તે દક્ષિણે અદોમની સરહદ સુધી વિસ્તરેલો હતો. એટલે દક્ષિણ તરફ સીનના અરણ્ય સાથે, જે સરહદનો છેવાડો ભાગ હતો ત્યાં સુધી.
ଯିହୁଦା-ସନ୍ତାନମାନଙ୍କ ବଂଶର ବାଣ୍ଟ ସେମାନଙ୍କ ବଂଶାନୁସାରେ ଇଦୋମ ସୀମା ପାର୍ଶ୍ୱସ୍ଥ ସୀନ୍ ପ୍ରାନ୍ତରର ଦକ୍ଷିଣ ଦିଗରେ ଦକ୍ଷିଣ ପ୍ରାନ୍ତଭାଗରେ ଥିଲା।
2 ૨ તેની સીમા દક્ષિણના ખારા સમુદ્રના છેડાથી, એટલે દક્ષિણના અખાતથી શરુ થતી હતી.
ପୁଣି ସେମାନଙ୍କ ଦକ୍ଷିଣ ସୀମା ଲବଣ ସମୁଦ୍ରର ପ୍ରାନ୍ତଭାଗ, ଅର୍ଥାତ୍, ଦକ୍ଷିଣ ଦିଗ ଅଭିମୁଖ ଆଖାତଠାରୁ
3 ૩ ત્યાંથી સરહદ આક્રાબ્બીમના ઘાટની દક્ષિણે થઈને આગળ સીન સુધી ગઈ. અને કાદેશ બાર્નેઆની દક્ષિણે થઈને ઉપર ગઈ. ત્યાંથી હેસ્રોન થઈને આદ્દારથી ચકરાવો ખાઈને કાર્કા સુધી ગઈ.
ଦକ୍ଷିଣ ଦିଗରେ ଅକ୍ରବ୍ବୀମ ଘାଟି ଦେଇ ସୀନ୍ ପର୍ଯ୍ୟନ୍ତ ଗଲା, ପୁଣି ଦକ୍ଷିଣରେ କାଦେଶ-ବର୍ଣ୍ଣେୟ ପର୍ଯ୍ୟନ୍ତ ଉପରକୁ ଉଠିଲା; ତହୁଁ ହିଷ୍ରୋଣ ଦେଇ ଯାଇ ଅଦ୍ଦର ଉପରକୁ ଉଠି କର୍କା ପର୍ଯ୍ୟନ୍ତ ବୁଲିକରି ଗଲା।
4 ૪ ત્યાંથી આસ્મોન સુધી ગઈ. ત્યાંથી મિસરના ઝરણાંથી પસાર થઈને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. આ તેમની દક્ષિણ તરફની સરહદ હતી.
ଏଉତ୍ତାରେ ଅସ୍ମୋନକୁ ଯାଇ ମିସର ନଦୀ ପାଖେ ପାଖେ ବାହାରିଗଲା; ସେହି ସୀମାର ପ୍ରାନ୍ତଭାଗ ସମୁଦ୍ର ଥିଲା; ଏହା ତୁମ୍ଭମାନଙ୍କର ଦକ୍ଷିଣ ସୀମା ହେବ।
5 ૫ યર્દનના છેડા તરફ, ખારો સમુદ્ર પૂર્વ તરફની સરહદ હતી. યર્દનના છેડા તરફ સમુદ્રની ખાડીથી ઉત્તર તરફની સરહદથી શરુ થતી હતી.
ପୁଣି ପୂର୍ବ ସୀମା ଯର୍ଦ୍ଦନର ପ୍ରାନ୍ତ ପର୍ଯ୍ୟନ୍ତ ଲବଣ ସମୁଦ୍ର ଥିଲା। ପୁଣି ଉତ୍ତର ସୀମା ଯର୍ଦ୍ଦନର ପ୍ରାନ୍ତରେ ସମୁଦ୍ରର ଆଖାତଠାରୁ ଥିଲା
6 ૬ તે સરહદ બેથ-હોગ્લા અને બેથ-અરાબાની ઉત્તર તરફ પસાર થઈને આગળ ગઈ. પછી તે સરહદ બોહાનની શિલા, રુબેનના દીકરા સુધી ગઈ.
ଓ ସେହି ସୀମା ବେଥ୍-ହୋଗ୍ଲା ପର୍ଯ୍ୟନ୍ତ ଉଠି ବେଥ୍-ଅରାବାର ଉତ୍ତର ଦେଇ ଗଲା; ତହୁଁ ସେ ସୀମା ରୁବେନ୍ ବଂଶୀୟ ବୋହନର ପ୍ରସ୍ତର ପର୍ଯ୍ୟନ୍ତ ଗଲା।
7 ૭ પછી તે સરહદ આખોરની ખીણથી દબીર સુધી ગઈ, તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલ્ગાલના વળાંક સુધી, કે જે નદીની દક્ષિણ બાજુ પર, અદુમ્મીમના ઘાટની સામે છે ત્યાં સુધી ગઈ. પછી તે સરહદ એન-શેમેશનાં ઝરણાંથી પસાર થઈ અને એન-રોગેલ આગળ પૂરી થઈ.
ଏଉତ୍ତାରେ ସେହି ସୀମା ଆଖୋର୍ ଉପତ୍ୟକାଠାରୁ ଦବୀର ଆଡ଼କୁ ଗଲା; ଏରୂପେ ନଦୀର ଦକ୍ଷିଣ ପାରିସ୍ଥ ଅଦୁମ୍ମୀମ୍ ଘାଟି ସମ୍ମୁଖସ୍ଥ ଗିଲ୍ଗଲ୍ ଆଡ଼କୁ ମୁଖ କରି ଉତ୍ତର ଦିଗକୁ ଗଲା ଓ ଐନ୍-ଶେମଶ୍ ନାମକ ଜଳାଶୟ ଆଡ଼କୁ ଚଳିଲା ଓ ତହିଁର ପ୍ରାନ୍ତଭାଗ ଐନ୍-ରୋଗେଲ ନିକଟରେ ଥିଲା।
8 ૮ પછી તે સરહદ હિન્નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓના નગરની દક્ષિણ તરફ એટલે યરુશાલેમ સુધી ગઈ. પછી તે હિન્નોમની ખીણની સામે પશ્ચિમે આવેલા પર્વતના શિખર પર, જે રફાઈમની ખીણના ઉત્તરના છેડા સુધી તે સરહદ ગઈ.
ସେ ସୀମା ହିନ୍ନୋମ ପୁତ୍ରର ଉପତ୍ୟକା ଦେଇ ଉଠି ଦକ୍ଷିଣ ଦିଗରେ ଯିବୂଷ ଆଡ଼କୁ ଗଲା, ଏହାକୁ ଯିରୂଶାଲମ କହନ୍ତି; ଏଉତ୍ତାରେ ସେହି ସୀମା ପଶ୍ଚିମରେ ହିନ୍ନୋମ ଉପତ୍ୟକା ସମ୍ମୁଖରେ ରଫାୟୀମ ନାମକ ତଳଭୂମିର ଉତ୍ତର ପ୍ରାନ୍ତସ୍ଥିତ ପର୍ବତ ଶୃଙ୍ଗ ପର୍ଯ୍ୟନ୍ତ ଗଲା।
9 ૯ પછી તે સરહદ પર્વતના શિખરથી તે નેફતોઆના ઝરણાં સુધી ગઈ, ત્યાંથી એફ્રોન પર્વતનાં નગરો સુધી ગઈ. પછી તે સરહદ બાલાહ એટલે કિર્યાથ-યારીમ સુધી અંકાયેલી હતી.
ଏଉତ୍ତାରେ ସେହି ସୀମା ସେହି ପର୍ବତ ଶୃଙ୍ଗଠାରୁ ନିପ୍ତୋହର ଜଳ ନିର୍ଝର ପର୍ଯ୍ୟନ୍ତ ବିସ୍ତୃତ ହେଲା ଓ ଇଫ୍ରୋଣ ପର୍ବତସ୍ଥ ନଗର ଆଡ଼କୁ ଗଲା; ପୁଣି ସେ ସୀମା କିରୀୟଥ୍-ଯିୟାରୀମ୍ ନାମରେ ପ୍ରସିଦ୍ଧ ବାଲା ପର୍ଯ୍ୟନ୍ତ ବିସ୍ତୃତ ହେଲା।
10 ૧૦ પછી તે સરહદ ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાહથી સેઈર પર્વત સુધી ગઈ, પછી આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વતની એટલે કસાલોન ની બાજુથી પસાર થઈ અને બેથ-શેમેશ સુધી નીચે થઈને તિમ્નાથી પસાર થઈને આગળ વધી.
ତହୁଁ ସେ ସୀମା ବାଲାଠାରୁ ସେୟୀର ପର୍ବତ ପର୍ଯ୍ୟନ୍ତ ପଶ୍ଚିମ ଦିଗରେ ବୁଲିକରି ବସାଲୋନ ନାମରେ ପ୍ରସିଦ୍ଧ ଯିୟାରୀମ ପର୍ବତର ଉତ୍ତର ପାର୍ଶ୍ୱ ପର୍ଯ୍ୟନ୍ତ ଗଲା; ତହୁଁ ତାହା ବେଥ୍-ଶେମଶରେ ପଡ଼ି ତିମ୍ନା ପର୍ଯ୍ୟନ୍ତ ଗଲା।
11 ૧૧ તે સરહદ ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ, પછી શિક્કરોનથી વળીને, બાલાહ પર્વતથી પસાર થઈને યાબ્નએલ સુધી ગઈ. તે સરહદનો અંત સમુદ્ર પાસે આવ્યો.
ପୁଣି ସେ ସୀମା ଇକ୍ରୋଣର ଉତ୍ତର ପାର୍ଶ୍ୱ ପର୍ଯ୍ୟନ୍ତ ଗଲା; ତହୁଁ ସେ ସୀମା ଶକ୍କେରୋନ୍ ପର୍ଯ୍ୟନ୍ତ ବିସ୍ତୃତ ହେଲା ଓ ବାଲା ପର୍ବତରେ ପଡ଼ି ଯବ୍ନୀୟେଲକୁ ଗଲା; ସେହି ସୀମାର ପ୍ରାନ୍ତଭାଗ ସମୁଦ୍ରରେ ଥିଲା।
12 ૧૨ પશ્ચિમી સરહદ મોટા સમુદ્ર તથા તેના કિનારા સુધી હતી. આ યહૂદાના કુળની તેમનાં કુટુંબો પ્રમાણે ચારેબાજુની સરહદ હતી.
ପୁଣି ପଶ୍ଚିମ ସୀମା ମହାସମୁଦ୍ର ଓ ତହିଁର ଅଞ୍ଚଳ ପର୍ଯ୍ୟନ୍ତ ଥିଲା; ଆପଣା ଆପଣା ବଂଶାନୁସାରେ ଯିହୁଦା-ସନ୍ତାନଗଣର ଚତୁର୍ଦ୍ଦିଗସ୍ଥିତ ସୀମା ଏହି।
13 ૧૩ યહોશુઆએ યહોવાહની આજ્ઞાનું પાલન કર્યું, તેણે યફૂન્નેના દીકરા કાલેબને યહૂદા કુળની વચ્ચે જમીન સોંપી, કિર્યાથ-આર્બા, જે હેબ્રોન છે તે આપ્યું, આર્બા અનાકનો પિતા હતો.
ଏଥିଉତ୍ତାରେ ଯିହୋଶୂୟଙ୍କ ପ୍ରତି ସଦାପ୍ରଭୁଙ୍କ ଆଜ୍ଞାନୁସାରେ ସେ ଯିହୁଦା-ସନ୍ତାନଗଣ ମଧ୍ୟରେ ଯିଫୁନ୍ନିର ପୁତ୍ର କାଲେବଙ୍କର ଭାଗ ନିମନ୍ତେ ହିବ୍ରୋଣ ନାମରେ ପ୍ରସିଦ୍ଧ କିରୀୟଥ୍-ଅର୍ବ ଦେଲେ, ଅର୍ବ ଅନାକର ପିତା ଥିଲା।
14 ૧૪ અને કાલેબે અનાકના વંશનાં ત્રણ કુળોને એટલે શેશાય, અહીમાન તથા તાલ્માય જે અનાકના પુત્રો હતા તેઓને ત્યાંથી કાઢી મૂક્યા.
ପୁଣି କାଲେବ ସେଠାରୁ ଅନାକର ବଂଶ ଶେଶୟ ଓ ଅହୀମାନ୍ ଓ ତଲ୍ମୟ ନାମକ ଅନାକର ତିନି ପୁତ୍ରଙ୍କୁ ତଡ଼ିଦେଲେ।
15 ૧૫ તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કરી. દબીરનું નામ તો પૂર્વે કિર્યાથ-સેફેર હતું.
ଏଉତ୍ତାରେ ସେଠାରୁ ଦବୀର ନିବାସୀମାନଙ୍କ ବିରୁଦ୍ଧରେ ଗମନ କଲେ; ପୂର୍ବକାଳରେ ସେହି ଦବୀର କିରୀୟଥ୍-ସେଫର ନାମରେ ବିଖ୍ୟାତ ଥିଲା।
16 ૧૬ કાલેબે કહ્યું, “જે કોઈ માણસ કિર્યાથ-સેફેર પર હુમલો કરશે અને તેને કબજે કરશે, તેને હું મારી દીકરી આખ્સાહ સાથે પરણાવીશ.”
ସେହି ସମୟରେ କାଲେବ କହିଲେ, “ଯେଉଁ ଜନ କିରୀୟଥ୍-ସେଫର ଆକ୍ରମଣ କରି ହସ୍ତଗତ କରିବ, ତାହା ସହିତ ମୁଁ ଆପଣା କନ୍ୟା ଅକ୍ଷାର ବିବାହ ଦେବି।”
17 ૧૭ કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલે કિર્યાથ-સેફેર જીતી લીધું. તેથી કાલેબે તેની દીકરી આખ્સાહનાં લગ્ન તેની સાથે કરાવ્યાં.
ତହିଁରେ କାଲେବର ଭ୍ରାତା କନସର ପୁତ୍ର ଅତ୍ନୀୟେଲ ତାହା ହସ୍ତଗତ କରନ୍ତେ, ସେ ତାହା ସହିତ ଆପଣା କନ୍ୟା ଅକ୍ଷାର ବିବାହ ଦେଲେ।
18 ૧૮ જયારે આખ્સાહ ઓથ્નીએલ પાસે આવી, ત્યારે એમ થયું કે, તેણે તેને તેના પિતા પાસેથી ખેતર માગવાની વિનંતી કરી. અને આખ્સા તેના ગધેડા પરથી ઊતરી. અને કાલેબે તેને કહ્યું કે, “તારે શું જોઈએ છે?”
ତହୁଁ ସେ ଗମନ କରିବା ବେଳେ ଆପଣା ପିତାକୁ ଖଣ୍ଡେ କ୍ଷେତ ମାଗିବା ପାଇଁ ସ୍ୱାମୀକୁ ମଣାଇଲା; ମାତ୍ର ସେ ଆପେ ଗର୍ଦ୍ଦଭରୁ ଓହ୍ଲାଇ ପଡ଼ିଲା; ଏଥିରେ କାଲେବ ତାହାକୁ କହିଲେ, “ତୁମ୍ଭେ କଅଣ ଚାହଁ?”
19 ૧૯ આખ્સાહએ ઉત્તર આપ્યો, “મારા પર વિશેષ કરીને કૃપા કર. તેં મને નેગેબની જમીન તો આપી જ છે, પાણીના થોડા ઝરા પણ મને આપ.” અને કાલેબે તેને ઉપરના ભાગના અને નીચાણના ભાગના ઝરા આપ્યાં.
ତହୁଁ ସେ କହିଲା, “ଆପଣ ମୋତେ ଏକ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ; କାରଣ ଆପଣ ଦକ୍ଷିଣ ଆଡ଼ ଭୂମି ମୋତେ ଦେଇଅଛନ୍ତି, ମଧ୍ୟ ଜଳ ନିର୍ଝର ମୋତେ ଦେଉନ୍ତୁ।” ତହିଁରେ ସେ ଉପରିସ୍ଥ ଓ ତଳସ୍ଥ ନିର୍ଝର ତାହାକୁ ଦେଲେ।
20 ૨૦ આ યહૂદાપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે.
ଯିହୁଦା ବଂଶୀୟ ସନ୍ତାନମାନଙ୍କର ଆପଣା ଆପଣା ବଂଶାନୁସାରେ ଏହି ସକଳ ଅଧିକାର।
21 ૨૧ અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોના કુળનાં છેવાડાં નગરો કાબ્સએલ, એદેર તથા યાગૂર,
ଦକ୍ଷିଣାଞ୍ଚଳରେ ଇଦୋମ ସୀମା ନିକଟରେ ଯିହୁଦା-ସନ୍ତାନମାନଙ୍କ ବଂଶର ପ୍ରାନ୍ତଭାଗସ୍ଥ ଏସବୁ ନଗର ଥିଲା, କବ୍ସେଲ ଓ ଏଦର ଓ ଯାଗୁର
22 ૨૨ કિના, દીમોના, આદાદા,
ଓ କୀନା ଓ ଦୀମୋନା ଓ ଅଦାଦା
23 ૨૩ કેદેશ, હાસોર, ઈથનાન,
ଓ କେଦଶ୍ ଓ ହାସୋର ଓ ଯିତ୍ନନ୍;
24 ૨૪ ઝીફ, ટેલેમ, બેઆલોથ;
ସୀଫ୍ ଓ ଟେଲମ୍ ଓ ବାଲୋତ୍
25 ૨૫ હાસોર-હદાત્તા, કરીયોથ હેસ્રોન એટલે હાસોર,
ଓ ହାସୋର-ହଦତ୍ତା ଓ କରିୟୋଥ୍-ହିଷ୍ରୋଣ (ଅବା ହାସୋର
26 ૨૬ અમામ, શેમા, મોલાદા,
ଅମାମ୍ ଓ ଶେମା ଓ ମୋଲାଦା
27 ૨૭ હસાર-ગાદ્દાહ, હેશ્મોન, બેથ-પેલેટ,
ଓ ହତ୍ସର-ଗଦ୍ଦା ଓ ହିଷ୍ମୋନ୍ ଓ ବେଥ୍-ପେଲଟ
28 ૨૮ હસાર-શૂઆલ, બેરશેબા, બિઝયોથ્યા.
ଓ ହତ୍ସର-ଶୁୟାଲ୍ ଓ ବେର୍ଶେବା ଓ ବିଷିୟୋଥିୟା;
29 ૨૯ બાલાહ, લીમતથા એસેમ,
ବାଲା ଓ ଇୟୀମ୍ ଓ ଏତ୍ସମ୍;
30 ૩૦ એલ્તોલાદ, કસીલ તથા હોર્મા,
ଇଲତୋଲଦ୍ ଓ କସୀଲ ଓ ହର୍ମା
31 ૩૧ સિકલાગ, માદમાન્ના તથા સાન્સાન્ના,
ଓ ସିକ୍ଲଗ୍ ଓ ମଦ୍ମନ୍ନା ଓ ସନ୍ସନ୍ନା
32 ૩૨ લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.
ଓ ଲବାୟୋତ୍ ଓ ଶିଲହୀମ୍ ଓ ଐନ୍ ଓ ରିମ୍ମୋନ୍; ଗ୍ରାମ ସମେତ ସର୍ବସୁଦ୍ଧା ଅଣତିରିଶ ନଗର।
33 ૩૩ પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરાહ તથા આશના;
ତଳଭୂମିରେ ଇଷ୍ଟାୟୋଲ ଓ ସରାୟ ଓ ଅସ୍ନା
34 ૩૪ ઝાનોઆ, એન-ગાન્નીમ, તાપ્પૂઆ તથા એનામ,
ଓ ସାନୋହ ଓ ଐନ୍-ଗନ୍ନୀମ୍ ଓ ତପୂହ ଓ ଐନମ୍;
35 ૩૫ યાર્મૂથ, અદુલ્લામ, સોખો તથા અઝેકા,
ଯର୍ମୂତ ଓ ଅଦୁଲ୍ଲମ, ସୋଖୋ ଓ ଅସେକା
36 ૩૬ શારાઈમ, અદીથાઈમ, ગદેરા ગદરોથાઈમ; તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ ચૌદ નગરો હતાં.
ଓ ଶାରୟିମ୍ ଓ ଅଦୀଥୟିମ୍ ଓ ଗଦେରା ଓ ଗଦେରୋଥୟିମ୍; ଗ୍ରାମ ସମେତ ଏହି ଚଉଦ ନଗର।
37 ૩૭ સનાન, હદાશા તથા મિગ્દાલ-ગાદ,
ସନାନ୍ ଓ ହଦାଶା ଓ ମିଗ୍ଦଲଗାଦ
38 ૩૮ દિલાન, મિસ્પા તથા યોક્તએલ,
ଓ ଦିଲୀୟନ୍ ଓ ମିସ୍ପେ ଓ ଯକ୍ତେଲ;
39 ૩૯ લાખીશ, બોસ્કાથ તથા એગ્લોન.
ଲାଖୀଶ୍ ଓ ବସ୍କତ୍ ଓ ଇଗ୍ଲୋନ୍;
40 ૪૦ કાબ્બોન, લાહમામ તથા કિથ્લીશ.
କେବ୍ବୋନ୍ ଓ ଲହମମ ଓ କିତୀଶ୍
41 ૪૧ ગદેરોથ, બેથ-દાગોન, નાઅમાહ તથા માક્કેદા. તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.
ଓ ଗଦେରୋତ୍, ବେଥ୍-ଦାଗୋନ୍ ଓ ନୟମା ଓ ମକ୍କେଦା, ଗ୍ରାମ ସମେତ ଏହି ଷୋଅଳ ନଗର।
42 ૪૨ લિબ્નાહ, એથેર તથા આશાન,
ଲିବ୍ନା ଓ ଏଥର୍ ଓ ଆଶନ୍
43 ૪૩ યિફતા, આશના તથા નસીબ,
ଓ ଯିପ୍ତହ ଓ ଅସ୍ନା ଓ ନତ୍ସୀବ୍;
44 ૪૪ કઈલા, આખ્ઝીબ તથા મારેશા, તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ નવ નગરો હતા.
କିୟୀଲା ଓ ଅକଷୀବ୍ ଓ ମାରେଶା; ଗ୍ରାମ ସମେତ ନଅ ନଗର।
45 ૪૫ એક્રોન, તેનાં નગરો અને ગામો સહિત;
ଇକ୍ରୋଣ, ତହିଁର ଉପନଗର ଓ ଗ୍ରାମମାନ;
46 ૪૬ એટલે એક્રોનથી તે મહાસમુદ્ર સુધી આશ્દોદની નજીક જે સર્વ નગરો હતા તે તેઓનાં ગામો સહિત.
ଇକ୍ରୋଣଠାରୁ ସମୁଦ୍ର ପର୍ଯ୍ୟନ୍ତ ଅସ୍ଦୋଦ ନିକଟସ୍ଥିତ ସମସ୍ତ ସ୍ଥାନ ଓ ଗ୍ରାମ।
47 ૪૭ આશ્દોદની, આસપાસના નગરો તથા ગામો; ગાઝા, આસપાસનાં નગરો તથા ગામો; મિસરનું નાળું તથા મહાસમુદ્ર તેનો દરિયાકિનારો ત્યાં સુધીનાં.
ଅସ୍ଦୋଦ, ତହିଁର ଉପନଗର ଓ ଗ୍ରାମମାନ; ଘସା, ତହିଁର ଉପନଗର ଓ ଗ୍ରାମମାନ; ମିସର ନଦୀ ଓ ମହାସମୁଦ୍ର ଓ ତହିଁର ଅଞ୍ଚଳ ପର୍ଯ୍ୟନ୍ତ।
48 ૪૮ પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,
ପର୍ବତମୟ ଦେଶରେ ଶାମୀର ଓ ଯତ୍ତୀର ଓ ସୋଖୋ;
49 ૪૯ દાન્ના તથા કિર્યાથ-સાન્ના, એટલે દબીર,
ପୁଣି ଦନ୍ନା ଓ କିରୀୟଥ୍-ସନ୍ନା (ଏହାକୁ ଦବୀର କହନ୍ତି)
50 ૫૦ અનાબ, એશ્તમોઆ તથા આનીમ,
ଓ ଅନାବ୍ ଓ ଇଷ୍ଟିମୋୟ ଓ ଆନୀମ୍
51 ૫૧ ગોશેન, હોલોન તથા ગીલોહ. તેઓના તાબાના ગામો સહિત કુલ આ અગિયાર નગરો હતા.
ଓ ଗୋଶନ ଓ ହୋଲୋନ୍ ଓ ଗୀଲୋ; ଏହିସବୁ ଗ୍ରାମ ସମେତ ଏଗାର ନଗର।
52 ૫૨ અરાબ, દૂમા તથા એશાન,
ଅରାବ୍ ଓ ଦୂମା ଓ ଇଶୀୟନ୍
53 ૫૩ યાનીમ, બેથ-તાપ્પૂઆ તથા અફેકા,
ଓ ଯାନୁମ୍ ଓ ବେଥ୍-ତ୍ତପୂହ ଓ ଅଫେକା
54 ૫૪ હુમ્ટા, કિર્યાથ-આર્બા એટલે હેબ્રોન તથા સીઓર. તેઓના તાબાના ગામો સહિત કુલ આ નવ નગરો હતાં.
ଓ ହୁମ୍ଟା ଓ କିରୀୟଥ୍-ଅର୍ବ (ଏହାକୁ ହିବ୍ରୋଣ କହନ୍ତି) ଓ ସୀୟୋର, ଏସବୁ ଗ୍ରାମ ସମେତ ନଅ ନଗର।
55 ૫૫ માઓન, કાર્મેલ, ઝીફ, યૂટા,
ମାୟୋନ୍, କର୍ମିଲ ଓ ସୀଫ୍ ଓ ଯୁଟା
56 ૫૬ યિઝ્રએલ, યોકદામ, ઝાનોઆ,
ଓ ଯିଷ୍ରିୟେଲ ଓ ଯଗ୍ଦୀୟାମ୍ ଓ ସାନୋହ;
57 ૫૭ કાઈન, ગિબયા તથા તિમ્ના તેઓના ગામો સહિત આ દસ નગરો.
କୟିନ ଓ ଗିବୀୟା ଓ ତିମ୍ନା; ଏସବୁ ଗ୍ରାମ ସମେତ ଦଶ ନଗର।
58 ૫૮ હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર,
ହଲହୁଲ ଓ ବେଥ୍-ସୁର ଓ ଗଦୋର
59 ૫૯ મારાથ, બેથ-અનોથ તથા એલ્તકોન તેઓનાં ગામો સહિત આ છ નગરો.
ଓ ମାରତ୍ ଓ ବେଥ୍-ଅନୋତ୍ ଓ ଇଲ୍ତକୋନ; ଏସବୁ ଗ୍ରାମ ସମେତ ଛଅ ନଗର।
60 ૬૦ કિર્યાથ-બાલ એટલે કિર્યાથ-યારીમ તથા રાબ્બા, તેઓનાં ગામો સહિત આ બે નગરો.
କିରୀୟଥ୍-ବାଲ (ଏହାକୁ କିରୀୟଥ୍-ଯିୟାରୀମ୍ କହନ୍ତି) ଓ ରବ୍ବା; ଏଥିର ଗ୍ରାମ ସମେତ ଦୁଇ ନଗର।
61 ૬૧ અરણ્યમાં બેથ-અરાબા, મિદ્દીન તથા સખાખા,
ପ୍ରାନ୍ତରରେ ବେଥ୍-ଅରାବା, ମିଦ୍ଦୀନ୍ ଓ ସକାଖା
62 ૬૨ નિબ્શાન, ખારાનું નગર તથા એન-ગેદી; તેઓનાં ગામો સહિત આ છ નગરો.
ଓ ନିବ୍ଶନ୍ ଓ ଲବଣ ନଗର ଓ ଐନଗଦୀ; ଏସବୁ ଗ୍ରାମ ସମେତ ଛଅ ନଗର।
63 ૬૩ પણ યરુશાલેમના રહેવાસી યબૂસીઓને યહૂદા કુળના લોકો કાઢી શક્યા નહિ; તેથી યબૂસીઓ આજ સુધી યહૂદા કુળની સાથે યરુશાલેમમાં રહે છે.
ମାତ୍ର ଯିହୁଦା-ସନ୍ତାନଗଣ ଯିରୂଶାଲମ ନିବାସୀ ଯିବୂଷୀୟମାନଙ୍କୁ ତଡ଼ିଦେଇ ପାରିଲେ ନାହିଁ; ଏହେତୁ ଯିବୂଷୀୟମାନେ ଅଦ୍ୟାବଧି ଯିହୁଦା-ସନ୍ତାନଗଣ ସହିତ ଯିରୂଶାଲମରେ ବାସ କରୁଅଛନ୍ତି।