< યહોશુઆ 11 >
1 ૧ જયારે હાસોરના રાજા, યાબીને આ સાંભળ્યું, ત્યારે તેણે માદોનના રાજા યોબાબને, શિમ્રોનના રાજાને તથા આખ્શાફના રાજાને
І сталося, як почув це хацорський цар Явін, то послав до мадонського царя Йовава, і до царя шімронського, і до царя ахшафського,
2 ૨ અને જેઓ ઉત્તરે પર્વતીય દેશમાં, કિન્નેરેથની દક્ષિણે યર્દન નદીની ખીણમાં, નીચાણવાળા દેશોમાં અને પશ્ચિમે દોરના પર્વત પર હતા તે રાજાઓને સંદેશો મોકલ્યો.
і до царів, що з пі́вночі на горі та в степу́ на пі́вдень Кінроту, і в Шефелі, і на верхах Дори з за́ходу, —
3 ૩ તેણે પૂર્વ અને પશ્ચિમના કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરિઝીઓ, પર્વતીય દેશના યબૂસીઓને તથા મિસ્પાના દેશમાં હેર્મોન પર્વતથી હિવ્વીઓને પણ સંદેશ મોકલ્યો.
ханаане́янин зо сходу та з за́ходу, а аморе́янин, і хітте́янин, і періззе́янин, і євусе́янин, а хівве́янин під Гермоном, у краї Міцпи́.
4 ૪ તેઓની સાથે તેઓનાં સર્વ સૈન્ય, સૈનિકોની મોટી સંખ્યા, સમુદ્ર કાંઠા પરની રેતી સમાન સંખ્યામાં બહાર આવ્યા. તેઓની પાસે વિપુલ પ્રમાણમાં ઘોડા અને રથો હતા.
І вийшли вони та всі їхні табо́ри з ними, народ, числе́нний кі́лькістю, як пісок, що на березі моря, і ко́ней та колесни́ць — дуже багато.
5 ૫ આ બધા રાજાઓ ઠરાવેલા સમયે મળ્યા અને ઇઝરાયલ સાથે યુદ્ધ કરવાને તેઓએ મેરોમ સરોવર પાસે છાવણી કરી.
І змо́вилися всі ці царі, і прийшли й таборува́ли ра́зом при озері Мером, іцоб воювати з Ізраїлем.
6 ૬ યહોવાહે યહોશુઆને કહ્યું, “તેઓથી બીશ નહિ. કેમ કે આવતી કાલે, હું ઇઝરાયલને તેઓ સર્વને મૃત અવસ્થામાં સોંપીશ. તમે તેઓના ઘોડાઓનાં જાંઘની નસો કાપશો અને તેઓના રથ અગ્નિથી બાળશો.”
І сказав Господь до Ісуса: „Не бійся їх, бо взавтра коло цього ча́су Я покладу їх усіх тру́пами перед Ізраїлем; їхнім ко́ням попідрі́зуєш жили ніг, а їхні колесниці попалиш в огні“.
7 ૭ યહોશુઆ અને યુદ્ધ કરનારા મેરોમ સરોવર પાસે તેઓ પર ઓચિંતા આવીને તૂટી પડ્યા.
І вийшов на них знена́цька Ісус та всі вояки́ з ним при озері Мером, та й напали на них.
8 ૮ યહોવાહે શત્રુઓને ઇઝરાયલના હાથમાં સોંપ્યા, તેઓએ તલવારથી તેઓને માર્યા. તેઓ સિદોન, મિસ્રેફોથ-માઇમ, પૂર્વ તરફ મિસ્પાની ખીણ સુધી તેઓની પાછળ પડયા. તેઓએ તેમને તલવારથી એવા માર્યા કે તેઓમાંનો એક પણ જીવતો રહ્યો નહિ.
І дав їх Господь в Ізраїлеву руку, і вони повбивали їх, і гнали їх аж до Великого Сидону, і аж до Місрефот-Маїму, і аж до долини Міцпи на схід, і повибива́ли їх, так що не зоставили їм жодного врято́ваного.
9 ૯ યહોવાહે યહોશુઆને કહ્યું હતું તે પ્રમાણે તેણે તેઓની સાથે કર્યું. તેણે તેઓના ઘોડાઓનાં જાંઘની નસો કાપી અને તેઓના રથો અગ્નિથી બાળી નાખ્યા.
І зробив їм Ісус, як сказав йому Господь: їхнім ко́ням попідрізував жили, а їхні колесни́ці попалив ув огні.
10 ૧૦ તે સમયે યહોશુઆએ પાછા ફરીને હાસોર કબજે કર્યું. તેણે તલવારથી તેના રાજાને મારી નાખ્યો. હાસોર આ બધા રાજ્યોમાં મુખ્ય હતું.
І вернувся Ісус того ча́су, і здобув Хацор, а його царя вбив мечем, бо Хацор перед тим був головою всіх тих царств.
11 ૧૧ ત્યાંના તમામ સજીવ પ્રાણીઓને તેઓએ મારી નાખ્યાં. કોઈ પણ પ્રાણીને જીવિત રહેવા દેવામાં આવ્યું નહિ. પછી તેણે હાસોરને બાળી મૂક્યું.
І вони повбивали ві́стрям меча кожну особу, що в ньому, зробили їх закляттям, — не позосталася жодна душа, а Хацора спалив огнем.
12 ૧૨ યહોશુઆએ આ બધા રાજાઓના નગરોને કબજે કર્યા. તેણે તે બધા રાજાઓને પણ તાબે કર્યા. યહોવાહનાં સેવક મૂસાએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેઓનો તલવારથી સંપૂર્ણપણે નાશ કર્યો.
А всі царські́ міста́ та всіх їхніх царів Ісус здобув, та й повбивав їх ві́стрям меча, зробив їх закляттям, як наказав був Мойсей, раб Господній.
13 ૧૩ તે સિવાયના પર્વત પર બાંધેલા કોઈ નગરોને ઇઝરાયલ બાળ્યાં નહિ. યહોશુઆએ એકલા હાસોરને જ બાળ્યું.
Тільки всі міста́, що стоять на згі́р'ях своїх, не спалив їх Ізраїль, крім Хацору, — одно́го його́ спалив Ісус.
14 ૧૪ ઇઝરાયલના સૈન્યએ પોતાના માટે આ નગરોમાંથી જાનવરો સહિત બધું લૂંટી લીધું. તેઓએ તલવારથી દરેક માણસને મારી નાખ્યાં. તેઓએ કોઈને જીવિત રહેવા દીધાં નહિ.
А всю здо́бич тих міст та худобу Ізраїлеві сини забрали собі; тільки кожну люди́ну побили ві́стрям меча, аж поки вони не вигубили їх, — не позоставили жодної душі.
15 ૧૫ યહોવાહે પોતાના સેવક મૂસાને આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે મૂસાએ યહોશુઆને આજ્ઞા આપી હતી. અને યહોવાહ મૂસાને જે કરવાની આજ્ઞા આપી હતી તે સઘળામાંથી યહોશુઆએ કોઈ પણ કામ કરવામાં કચાશ રાખી નહિ.
Як Господь наказав був Мойсеєві, Своє́му рабові, так Мойсей наказав Ісусові, і так зробив Ісус, — не занеха́в ані сло́ва зо всього, що Господь наказав був Мойсеєві.
16 ૧૬ યહોશુઆએ તે સર્વ દેશ, પર્વતીય દેશ, આખો નેગેબ, આખો ગોશેન દેશ, નીચાણની ટેકરીઓ, યર્દન નદીની ખીણ, ઇઝરાયલનો પર્વતીય દેશ અને નીચાણવાળો દેશ કબજે કર્યો.
І взяв Ісус ввесь той край: го́ри Юди і ввесь Неґев, і ввесь ґошенський край, і Шефелу, і Араву, і гори Ізра́їлеві, і їхню надмо́рську низину́,
17 ૧૭ સેઈર પાસેના હાલાક પર્વતથી, તે હેર્મોન પર્વતની તળેટીના લબાનોનની નજીકની ખીણમાં બાલ-ગાદ જેટલા દૂર સુધી ઉત્તરે જતા, તેણે તેના સર્વ રાજાઓને પકડીને તેઓને મારી નાખ્યા.
від гори Халак, що тягнеться до Сеїру, і аж до Баал-Ґаду в лива́нській долині під горою Гермо́н. А всіх їхніх царів він забрав, і би́в їх, і повбивав їх.
18 ૧૮ યહોશુઆએ તે સર્વ રાજાઓ સાથે લાંબા સમય સુધી યુદ્ધ કર્યું.
Довгий час провадив Ісус війну зо всіма́ тими царями.
19 ૧૯ હિવ્વીઓ કે જે ગિબ્યોનમાં રહેતા હતા તેમના સિવાય ઇઝરાયલ સાથે એકેય નગરે સંધિ કરી નહિ. ઇઝરાયલે બાકીનાં બધાં નગરોને યુદ્ધમાં કબજે કર્યાં.
Не було міста, що склало б мир з Ізраїлевими синами, окрім хівве́янина, ґів'онських ме́шканців, — усе взяли́ війною.
20 ૨૦ કેમ કે યહોવાહ તેઓનાં હૃદયોને કઠણ કર્યાં હતાં કે જેથી તેઓ આવે અને ઇઝરાયલ વિરુદ્ધ યુદ્ધ કરે જેથી તે તેઓનો સંપૂર્ણ નાશ કરે. તેમની દયાની અરજ સાંભળવામાં આવે નહિ. અને મૂસાને યહોવાહ જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેઓનો સંપૂર્ણ નાશ કરવામાં આવે.
Бо від Господа було́, щоб зробити запеклим їхнє серце на війну проти Ізраїля, щоб учинити їх закляттям, щоб не було для них милости, але щоб вигубити їх, як Господь наказав був Мойсеєві.
21 ૨૧ અને તે વખતે યહોશુઆએ જઈને પહાડી પ્રદેશમાંના, હેબ્રોનમાંના, દબીરમાંના, અનાબમાંના, યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાંના અને ઇઝરાયલના આખા પહાડી પ્રદેશમાંના અનાકીઓનો સંહાર કર્યો. યહોશુઆએ તેઓનો તથા તેઓના નગરોનો સંપૂર્ણ સંહાર કર્યો.
І прийшов Ісус того ча́су, і вигубив ве́летнів із гори, з Хеврону, з Девіру, з Анаву, і з усіх Юдських гір, і з усіх Ізраїлевих гір, — ра́зом з їхніми містами Ісус зробив їх закляттям.
22 ૨૨ કેવળ ગાઝા, ગાથ અને આશ્દોદમાં કેટલાક જીવતા રહ્યા. ઇઝરાયલ દેશમાં એક પણ અનાકીને રહેવા દીધો નહિ.
Не позоставив ве́летня в кра́ї Ізраїлевих синів, — вони позостали тільки в Аззі, в Ґаті та в Ашдоді.
23 ૨૩ જેમ યહોવાહે મૂસાને જે કહ્યું હતું તે પ્રમાણે યહોશુઆએ આખો દેશ કબજે કર્યો. યહોશુઆએ ઇઝરાયલને તેઓનાં કુળો પ્રમાણે તે વારસામાં આપ્યો. પછી દેશમાં યુદ્ધને બદલે શાંતિ પ્રસરેલી રહી.
І взяв Ісус увесь край, усе так, як говорив був Господь до Мойсея. І Ісус дав його Ізра́їлеві на спа́док, за їхнім поділом на їхні племе́на. А край заспоко́ївся від війни.