< યહોશુઆ 10 >
1 ૧ હવે, યરુશાલેમના રાજા અદોની-સેદેકે સાંભળ્યું કે, યહોશુઆએ જેમ યરીખો અને તેના રાજા સાથે કર્યું હતું તે જ પ્રમાણે તેણે આયને કબજે કરીને તેનો સંપૂર્ણ નાશ કર્યો છે. અને તેણે સાંભળ્યું કે, કેવી રીતે ગિબ્યોનના લોકોએ ઇઝરાયલ સાથે સુલેહ કર્યો અને તેઓની મધ્યે રહે છે.
A gdy Adonisedek, król Jerozolimy, usłyszał, że Jozue zdobył Aj i zburzył je – bo jak uczynił z Jerychem i jego królem, tak uczynił z Aj i jego królem – i że mieszkańcy Gibeonu zawarli pokój z Izraelem i mieszkają wśród nich;
2 ૨ તેથી યરુશાલેમના લોકો ભયભીત થયા કારણ કે ગિબ્યોન એક મોટું રાજવંશી શહેરોમાંનું એક હતું. તે આય કરતા ઘણું મોટું હતું અને તેના સર્વ માણસો શક્તિશાળી લડવૈયાઓ હતા.
Bardzo się przestraszył, ponieważ Gibeon był wielkim miastem, jak jedno z miast królewskich, i ponieważ [był] większy niż Aj, a wszyscy jego mężczyźni byli waleczni.
3 ૩ તેથી યરુશાલેમના રાજા અદોની-સેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરામને, લાખીશના રાજા યાફીઆને અને એગ્લોનના રાજા દબીરને એવો સંદેશો મોકલ્યો કે
Adonisedek, król Jerozolimy, posłał więc wezwanie do Hohama, króla Hebronu, do Pirama, króla Jarmutu, do Jafii, króla Lakisz, i do Debira, króla Eglonu:
4 ૪ “અહીં મારી પાસે આવો અને મને સહાય કરો. આપણે ગિબ્યોન પર હુમલો કરીએ કેમ કે તેણે યહોશુઆ અને ઇઝરાયલના લોકોની સાથે સુલેહ કરી છે.
Przyjdźcie do mnie i pomóżcie mi, abyśmy zwalczyli Gibeonitów, ponieważ zawarli pokój z Jozuem i synami Izraela.
5 ૫ તેથી યરુશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા, યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા અને એગ્લોનનો રાજા એ પાંચ અમોરીઓના રાજાઓએ સંપ કર્યો, તેઓ અને તેઓનું સૈન્ય ચઢી આવ્યા. તેઓએ ગિબ્યોનની વિરુદ્ધ આયોજન કરીને તેના પર હુમલો કર્યો.
Zebrało się więc i wyruszyło pięciu królów amoryckich: król Jerozolimy, król Hebronu, król Jarmutu, król Lakisz, król Eglonu, oni sami i całe ich wojska, rozbili obóz naprzeciwko Gibeonu i uderzyli na niego.
6 ૬ ગિબ્યોનના લોકોએ યહોશુઆ અને તેના સૈન્યને ગિલ્ગાલમાં સંદેશ મોકલ્યો. તેઓએ કહ્યું કે, “જલ્દી કરો! તું તારા દાસોથી તારા હાથ પાછા રાખીશ નહિ. અમારી પાસે જલ્દી આવીને અમારો બચાવ કર. કેમ કે અમોરીઓના સર્વ રાજાઓ જેઓ પહાડી દેશમાં રહે છે તેઓએ અમારી પર હુમલો કર્યો છે.”
Wtedy mieszkańcy Gibeonu posłali prośbę do Jozuego i do obozu w Gilgal: Nie cofaj swej ręki od swych sług. Przybądź do nas szybko, wybaw nas i pomóż nam, gdyż zebrali się przeciwko nam wszyscy królowie amoryccy, którzy mieszkają w górach.
7 ૭ તેથી યહોશુઆ અને તેની સાથેના યુદ્ધના સર્વ માણસો અને સર્વ લડવૈયા ગિલ્ગાલ ગયા.
Wyruszył więc Jozue z Gilgal, on i wszyscy wojownicy z nim, i wszyscy dzielni wojownicy.
8 ૮ યહોવાહે યહોશુઆને કહ્યું, “તેઓથી બીશ નહિ. મેં તેઓને તારા હાથમાં સોંપ્યા છે; તેઓમાંનો એક પણ તમારા આક્રમણ સામે ટકી શકનાર નથી.”
I PAN powiedział do Jozuego: Nie bój się ich, gdyż oddałem ich w twoje ręce i żaden z nich nie ostoi się przed tobą.
9 ૯ ગિલ્ગાલથી આખી રાત કૂચ કરીને, યહોશુઆએ અચાનક જ તેઓના પર આક્રમણ કર્યું.
Jozue uderzył więc na nich znienacka – całą noc ciągnął z Gilgal.
10 ૧૦ અને યહોવાહે ઇઝરાયલની આગળ તેના વૈરીઓને વિખેરી નાખ્યા. તેમણે ગિબ્યોનમાં તેઓનો સંહાર કર્યો, બેથ-હોરોનના ઘાટના માર્ગે તેઓની પાછળ પડીને તેઓએ અઝેકા અને માક્કેદાના માર્ગ સુધી તેઓને મારતા ગયા.
I PAN rozgromił ich przed Izraelem, który zadał im wielką klęskę w Gibeonie, i ścigał ich drogą wznoszącą się do Bet-Choron, i bił ich aż do Azeki i Makkedy.
11 ૧૧ અને તેઓ ઇઝરાયલની આગળથી નાચતાં નાચતાં બેથ-હોરોનના ઢોળાવ આગળ આવ્યા, ત્યારે એમ થયું કે, અઝેકા સુધી યહોવાહ તેઓ ઉપર આકાશમાંથી મોટા કરા વરસાવ્યા, તેઓ સર્વ મરણ પામ્યા. જેઓને ઇઝરાયલી લોકોએ તલવારથી માર્યા હતા તેમના કરતાં જેઓ કરાથી માર્યા ગયા તેઓની સંખ્યા વધારે હતી.
A gdy uciekali przed Izraelem i zbiegali do Bet-Choron, PAN zrzucał na nich z nieba wielkie kamienie aż do Azeki, i umarli. Więcej ich zginęło od kamieni gradowych niż tych, których synowie Izraela zabili mieczem.
12 ૧૨ પછી યહોવાહે ઇઝરાયલને અમોરીઓ ઉપર જે દિવસે વિજય અપાવ્યો હતો તે દિવસે યહોશુઆએ યહોવાહ સાથે વાત કરી, તેણે ઇઝરાયલના દેખતાં યહોવાહની સમક્ષ કહ્યું, “સૂર્ય, તું ગિબ્યોન ઉપર સ્થિર રહે; અને ચંદ્ર, તું આયાલોનની ઉપર સ્થિર રહે.”
Tego dnia, kiedy PAN oddał Amorytów w ręce synów Izraela, Jozue powiedział do PANA na oczach Izraela: Słońce, zatrzymaj się nad Gibeonem, a ty, księżycu, w dolinie Ajjalonu!
13 ૧૩ લોકોએ પોતાના દુશ્મનો ઉપર વેર વાળ્યું ત્યાં સુધી સૂર્ય સ્થિર રહ્યો અને ચંદ્ર થંભી ગયો. આ બધું ‘યાશારના’ પુસ્તકમાં લખેલું નથી શું?’ અને આકાશની વચ્ચે સૂર્ય થંભી રહ્યો અને લગભગ એક આખા દિવસ માટે તે આથમ્યો નહિ.’
I zatrzymało się słońce, i księżyc stanął, aż zemścił się lud na swych wrogach. Czy nie jest to napisane w księdze Jaszara? Zatrzymało się więc słońce pośrodku nieba i nie śpieszyło się zachodzić niemal [przez] cały dzień.
14 ૧૪ એ પહેલાં કે પછી તે દિવસના જેવો દિવસ થયો નથી કે, જયારે યહોવાહે માણસની વાણી માની હોય. કેમ કે ઇઝરાયલ તરફથી યહોવાહ લડાઈ કરી હતી.
I nie było podobnego dnia, w którym PAN wysłuchał głosu człowieka, ani przedtem, ani potem. PAN bowiem walczył za Izraela.
15 ૧૫ યહોશુઆ અને તેની સાથે સર્વ ઇઝરાયલ ગિલ્ગાલ તરફ છાવણીમાં પાછા આવ્યા.
Potem Jozue wrócił wraz z całym Izraelem do obozu w Gilgal.
16 ૧૬ પેલા પાંચ રાજાઓ નાસી જઈને પોતે માક્કેદાની ગુફામાં સંતાઈ ગયા.
A tych pięciu królów uciekło i skryło się w jaskini w Makkedzie.
17 ૧૭ યહોશુઆને કેહવામાં આવ્યુ કે, “જે પાંચ રાજાઓ માક્કેદાની ગુફામાં સંતાયેલા હતા, તેઓ મળી આવ્યા છે!”
I doniesiono o tym Jozuemu: Znaleziono pięciu królów, którzy się ukryli w jaskini w Makkedzie.
18 ૧૮ યહોશુઆએ કહ્યું, “ગુફાના મુખ આગળ મોટો પથ્થર ગબડાવી દો અને તે જગ્યાએ સૈનિકોને તેમની ચોકી કરવાને બેસાડો.
I Jozue powiedział: Zatoczcie wielkie kamienie do wejścia jaskini i postawcie przy niej ludzi, aby ich strzegli.
19 ૧૯ તમે પોતાને પાછા ના રાખો. તમારા શત્રુઓને શોધી અને પાછળથી તેમના પર હુમલો કરો. તેઓને તેમના નગરમાં પ્રવેશવા દેશો નહિ. કેમ કે તમારા પ્રભુ યહોવાહે તેઓને તમારા હાથમાં આપ્યાં છે.”
Wy zaś nie zatrzymujcie się, ścigajcie waszych wrogów i uderzcie na nich od tyłu. Nie pozwólcie im uciec do swoich miast. PAN bowiem, wasz Bóg, oddał ich w wasze ręce.
20 ૨૦ જયારે યહોશુઆ અને ઇઝરાયલપુત્રોએ ભારે કતલ કરીને તેઓનો સંહાર કર્યો જ્યાં સુધી તેઓ સંપૂર્ણ રીતે નાશ થયા. અને તેઓમાંના જેઓ બચીને ભાગ્યા તેઓ કોટવાળાં નગરોમાં પહોંચી ગયા.
A gdy Jozue i synowie Izraela zadali im wielką klęskę, wytracając ich doszczętnie, wtedy ci, którzy pozostali przy życiu, uciekli do warownych miast.
21 ૨૧ આખું સૈન્ય માક્કેદાની છાવણીમાં યહોશુઆ પાસે શાંતિથી પાછું આવ્યુ. અને ઇઝરાયલના લોકોમાંના કોઈની વિરુદ્ધ એક પણ શબ્દ બોલવાની કોઈએ હિંમત કરી નહી.
Wtedy cały lud wrócił bezpiecznie do obozu, do Jozuego w Makkedzie. Nikt nie odważył się nawet ust otworzyć przeciw synom Izraela.
22 ૨૨ ત્યારે યહોશુઆએ કહ્યું, “ગુફાનુ મુખ ખોલીને તેમાં છુપાયેલા પાંચ રાજાઓને તેમાંથી બહાર કાઢીને મારી પાસે લાવો.”
Potem Jozue powiedział: Otwórzcie wejście do jaskini i wyprowadźcie do mnie tych pięciu królów z jaskini.
23 ૨૩ તેના કહ્યા પ્રમાણે તેઓએ કર્યું. તેઓ આ પાંચ રાજાઓ એટલે યરુશાલેમના રાજાને, હેબ્રોનના રાજાને, યાર્મૂથના રાજાને, લાખીશના રાજાને અને એગ્લોનના રાજાને યહોશુઆની પાસે લાવ્યા.
I uczynili tak, i wyprowadzili do niego tych pięciu królów z jaskini: króla Jerozolimy, króla Hebronu, króla Jarmutu, króla Lakisz i króla Eglonu.
24 ૨૪ અને જયારે તેઓ તે રાજાઓને યહોશુઆ પાસે લાવ્યા ત્યારે તેણે ઇઝરાયલના સર્વ માણસોને બોલાવ્યા, અને સૈનિકોના સરદારો જેઓ તેની સાથે યુદ્ધમાં ગયા હતા તેઓને કહ્યું, “તમારા પગ તેઓની ગરદનો પર મૂકો.” તેઓએ આવીને પોતાના પગ તેમની ગરદનો પર મૂક્યા.
A gdy wyprowadzili tych królów do Jozuego, Jozue zwołał wszystkich mężczyzn Izraela i powiedział do dowódców wojowników, którzy mu towarzyszyli: Zbliżcie się i postawcie swoje nogi na karkach tych królów. Zbliżyli się więc i postawili swoje nogi na ich karkach.
25 ૨૫ ત્યારે તેણે તેઓને કહ્યું, બીશો નહિ અને નાહિંમત થશો નહિ. પણ બળવાન થાઓ અને હિંમત રાખો. તમે લડાઈ કરવા જશો ત્યારે યહોવાહ તમારા શત્રુઓ સાથે આ પ્રમાણે કરશે.”
Wtedy Jozue powiedział do nich: Nie bójcie się ani nie lękajcie, wzmocnijcie się i bądźcie mężni. Tak bowiem uczyni PAN wszystkim waszym wrogom, z którymi będziecie walczyć.
26 ૨૬ પછી યહોશુઆએ રાજાઓ પર હુમલો કરીને તેમને મારી નાખ્યા. તેણે તેમને પાંચ ઝાડ પર લટકાવ્યા. અને સાંજ સુધી તેઓ ઝાડ પર ટંગાયેલા રહ્યા.
Potem Jozue uderzył ich, zabił i powiesił na pięciu drzewach. I wisieli na drzewach aż do wieczora.
27 ૨૭ જયારે સૂર્યાસ્ત થયો, ત્યારે યહોશુઆએ હુકમ આપ્યો અને તેઓએ તેમને ઝાડ ઉપરથી ઉતારીને જે ગુફામાં તેઓ સંતાયા હતા તેમાં તેઓને નાખ્યા. તેઓએ ગુફાના મુખ પર મોટા પથ્થરો મૂક્યા, તે આજદિન સુધી છે.
A gdy zaszło słońce, Jozue rozkazał, aby zdjęto ich z drzew i wrzucono do jaskini, w której się ukrywali, a wejście [do] jaskini zawalono wielkimi kamieniami, [które są tam] aż do dziś.
28 ૨૮ તે રીતે, તે દિવસે યહોશુઆએ માક્કેદા કબજે કર્યું અને ત્યાં રાજા સહિત દરેકને તલવારથી મારી નાખ્યા. તેણે તેઓનો અને ત્યાંના સર્વ પ્રાણીઓનો સંપૂર્ણપણે નાશ કર્યો. તેણે કોઈને પણ જીવતા રહેવા દીધાં નહિ. જેમ તેણે યરીખોના રાજાને કર્યું હતું તેમ તેણે માક્કેદાના રાજાને કર્યું.
Tego samego dnia Jozue zdobył Makkedę i pobił ją ostrzem miecza; zabił też jej króla oraz wszelką duszę, która tam była. Nikogo nie pozostawił przy życiu i uczynił z królem Makkedy tak, jak uczynił z królem Jerycha.
29 ૨૯ યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ માક્કેદાથી લિબ્નાહમાં ગયા. અને તેઓએ લિબ્નાહની સામે યુદ્ધ કર્યું.
Potem Jozue wraz z całym Izraelem wyruszył z Makkedy do Libny i walczył przeciw Libnie.
30 ૩૦ યહોવાહે તેને પણ તેના રાજા સહિત ઇઝરાયલના હાથમાં આપ્યું. યહોશુઆએ તેમાંના સર્વ પ્રાણીઓ પર તલવારથી હુમલો કર્યો. તેમાંના કોઈને તેણે જીવતાં છોડ્યા નહિ. અને જેમ તેણે યરીખોના રાજાને કર્યું હતું તેમ તેણે તે રાજાને કર્યું.
A PAN także i ją oraz jej króla oddał w ręce Izraela, i pobił ją ostrzem miecza, i wszelką duszę, która w niej była. Nikogo w niej nie pozostawił przy życiu i uczynił z jej królem tak, jak uczynił z królem Jerycha.
31 ૩૧ પછી યહોશુઆ અને સર્વ ઇઝરાયલ લિબ્નાહથી લાખીશ ગયા. ત્યાં છાવણી કરી અને તેની સામે યુદ્ધ કર્યું.
Potem Jozue wraz z całym Izraelem wyruszył z Libny do Lakisz, obległ je i walczył przeciw niemu.
32 ૩૨ યહોવાહે લાખીશને ઇઝરાયલના હાથમાં સોંપ્યું. યહોશુઆએ બીજે દિવસે તેને કબજે કર્યું. અને તેણે લિબ્નાહને જેવું કર્યું હતું, તે પ્રમાણે તેમાંના સર્વ જીવંત પ્રાણીઓને તલવારથી મારી નાખ્યાં.
I PAN oddał Lakisz w ręce Izraela, i zdobył je na drugi dzień, i pobili je ostrzem miecza, a także wszelką duszę, która w nim była, tak samo jak uczynił w Libnie.
33 ૩૩ પછી ગેઝેરનો રાજા, હોરામ, લાખીશની સહાય કરવાને આવ્યો. યહોશુઆએ તેને તથા તેના લોકોને એવા માર્યા કે તેઓમાંનું કોઈ પણ બચ્યું નહી.
Wtedy Horam, król Gezer, przybył na ratunek Lakisz, ale Jozue pobił go i jego lud, tak że nikogo w nim nie pozostawił przy życiu.
34 ૩૪ પછી યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ લાખીશથી એગ્લોન ગયા. તેઓએ ત્યાં છાવણી કરી અને તેની સામે યુદ્ધ કર્યું,
Potem Jozue wraz z całym Izraelem wyruszył z Lakisz do Eglonu; oblegli go i walczyli przeciwko niemu;
35 ૩૫ તે જ દિવસે તેઓએ તેને કબજે કર્યું. જેમ યહોશુઆએ લાખીશને કર્યું હતું તે જ પ્રમાણે તેઓએ તેમાંના દરેક પર તલવારથી હુમલો કરી તેઓને મારી નાખ્યાં.
I zdobyli go tego samego dnia, i pobili go ostrzem miecza. Wszelką duszę, która w nim była, zabił tego samego dnia, tak samo jak uczynił w Lakisz.
36 ૩૬ પછી યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ એગ્લોનથી હેબ્રોન આવ્યા. તેઓએ તેની સામે યુદ્ધ કર્યું.
Potem Jozue wraz z całym Izraelem wyruszył z Eglonu do Hebronu i walczyli przeciwko niemu;
37 ૩૭ તેઓએ તેના પર હુમલો કરીને તેને કબજે કર્યું અને રાજા તથા તેના આસપાસના સર્વ નગરોમાંના સર્વને તલવારથી માર્યા. તેઓએ તેમાંના સર્વ પ્રાણીઓને મારી નાખ્યાં, જે તેણે એગ્લોનને કર્યું હતું, તે પ્રમાણે તેણે કોઈને જીવતા રહેવા દીધાં નહિ. પણ તેણે તેનો તથા તેમાંના સર્વ પ્રાણીઓનો સંપૂર્ણપણે સંહાર કર્યો.
I zdobyli go, i pobili ostrzem miecza wraz z jego królem, wszystkie jego miasta, a także wszelką duszę, która w nim była. Nikogo nie pozostawił przy życiu, tak samo jak uczynił w Eglonie. Wytracił go oraz wszelką duszę, która w nim [była].
38 ૩૮ પછી યહોશુઆ તથા તેની સાથે ઇઝરાયલનું સૈન્ય પાછું આવ્યું. દબીરમાં પણ તેઓની સાથે યુદ્ધ કર્યું.
Stamtąd Jozue wraz z całym Izraelem wrócił do Debiru i walczył przeciwko niemu.
39 ૩૯ તેણે તેને, તેના રાજાને તથા નજીકના નગરોને કબજે કર્યાં. તેઓએ તેમના પર તલવારથી હુમલો કર્યો અને તેમાંના દરેક પ્રાણીનો સંપૂર્ણરીતે નાશ કર્યો. યહોશુઆએ કોઈને જીવતા રહેવા દીધા નહિ, જેમ તેણે હેબ્રોનને, લિબ્નાહને અને તેના રાજાને કર્યું હતું તેવું કર્યું.
I zdobył go, jego króla i wszystkie jego miasta; pobili go ostrzem miecza i wytracili wszystkie dusze, które w nim były. Nikogo nie pozostawił przy życiu; jak uczynił z Hebronem, tak uczynił z Debirem i jego królem, i jak [przedtem] uczynił z Libną i jej królem.
40 ૪૦ એમ યહોશુઆએ, આખા દેશને જીતી લીધો. પર્વતીય પ્રદેશ, નેગેબ, નીચાણવાળો પ્રદેશ અને તળેટીઓમાંના સર્વ રાજાઓમાંથી કોઈને પણ જીવતા રહેવા દીધા નહિ. પણ જેમ ઇઝરાયલના પ્રભુ, યહોવાહે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે દરેક સજીવોનો સંપૂર્ણ નાશ કર્યો.
W ten sposób Jozue pobił całą ziemię górną i południową, i polną, i podgórną oraz wszystkich ich królów. Nikogo nie pozostawił przy życiu, ale wytracił wszystkie dusze, tak jak mu rozkazał PAN, Bóg Izraela.
41 ૪૧ કાદેશ બાર્નેઆથી ગાઝા સુધી અને ગોશેનના આખા દેશથી ગિબ્યોન સુધી યહોશુઆએ તેઓને તલવારથી માર્યા.
I Jozue pobił ich od Kadesz-Barnea aż do Gazy oraz całą ziemię Goszen aż do Gibeonu.
42 ૪૨ યહોશુઆએ આ સર્વ રાજાઓને અને તેઓના દેશને એક વખતમાં જ કબજે કર્યા કેમ કે ઇઝરાયલના યહોવાહ ઇઝરાયલ માટે લડ્યા હતા.
A wszystkich tych królów oraz ich ziemie Jozue zdobył za jednym razem, gdyż PAN, Bóg Izraela, walczył za Izraela.
43 ૪૩ પછી યહોશુઆ અને તેની સાથે આખું ઇઝરાયલ ગિલ્ગાલની છાવણીમાં પાછાં આવ્યાં.
Potem Jozue wrócił wraz z całym Izraelem do obozu w Gilgal.