< યહોશુઆ 1 >

1 હવે યહોવાહનાં સેવક મૂસાના મરણ પછી એમ થયું કે, નૂનનો દીકરો યહોશુઆ જે મૂસાનો સહાયકારી હતો તેને યહોવાહે કહ્યું;
ויהי אחרי מות משה--עבד יהוה ויאמר יהוה אל יהושע בן נון משרת משה לאמר
2 “મારો સેવક, મૂસા મરણ પામ્યો છે. તેથી હવે તું તથા આ સર્વ લોક ઊઠીને યર્દન પાર કરીને તે દેશમાં જાઓ કે જે તમને એટલે કે ઇઝરાયલના લોકોને હું આપું છું.
משה עבדי מת ועתה קום עבר את הירדן הזה אתה וכל העם הזה אל הארץ אשר אנכי נתן להם לבני ישראל
3 મૂસાને જે પ્રમાણે મેં વચન આપ્યું તે પ્રમાણે, ચાલતા જે જે જગ્યા તમારા પગ નીચે આવશે તે સર્વ મેં તમને આપી છે.
כל מקום אשר תדרך כף רגלכם בו--לכם נתתיו כאשר דברתי אל משה
4 અરણ્ય તથા લબાનોનથી, દૂર મોટી નદી, ફ્રાત સુધી, હિત્તીઓના આખા દેશથી, ભૂમધ્ય સમુદ્ર સુધી, પશ્ચિમ દિશાએ તમારી સરહદ થશે.
מהמדבר והלבנון הזה ועד הנהר הגדול נהר פרת כל ארץ החתים ועד הים הגדול מבוא השמש--יהיה גבולכם
5 તારા જીવનના સર્વ દિવસો દરમ્યાન કોઈ પણ તારો સામનો કરી શકશે નહિ. જેમ હું મૂસા સાથે હતો તેમ હું તારી સાથે રહીશ; હું તને તજીશ કે મૂકી દઈશ નહિ.
לא יתיצב איש לפניך כל ימי חייך כאשר הייתי עם משה אהיה עמך לא ארפך ולא אעזבך
6 બળવાન તથા હિંમતવાન થા. આ લોકોને જે દેશનો વારસો આપવાનું યહોવાહે તેમના પૂર્વજોને વચન આપ્યું હતું તે યહોવાહ તેઓને આપશે.
חזק ואמץ כי אתה תנחיל את העם הזה את הארץ אשר נשבעתי לאבותם לתת להם
7 બળવાન તથા ઘણો હિંમતવાન થા. મારા સેવક મૂસાએ જે સઘળાં નિયમની તને આજ્ઞા આપી છે તે પાળવાને કાળજી રાખ. તેનાથી જમણી કે ડાબી બાજુ ફરતો ના, કે જેથી જ્યાં કંઈ તું જાય ત્યાં તને સફળતા મળે.
רק חזק ואמץ מאד לשמר לעשות ככל התורה--אשר צוך משה עבדי אל תסור ממנו ימין ושמאול למען תשכיל בכל אשר תלך
8 આ નિયમશાસ્ત્ર તારા મુખમાં રાખ. તું રાતદિવસ તેનું મનન કર કે જેથી તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળી શકે. કારણ કે તો જ તું સમૃદ્ધ અને સફળ થઈશ.
לא ימוש ספר התורה הזה מפיך והגית בו יומם ולילה למען תשמר לעשות ככל הכתוב בו כי אז תצליח את דרכך ואז תשכיל
9 શું મેં તને આજ્ઞા કરી નથી? બળવાન તથા હિંમતવાન થા! ડર નહિ. નિરાશ ન થા.” જ્યાં કંઈ તું જશે ત્યાં યહોવાહ તારા પ્રભુ તારી સાથે છે.”
הלוא צויתיך חזק ואמץ אל תערץ ואל תחת כי עמך יהוה אלהיך בכל אשר תלך
10 ૧૦ પછી યહોશુઆએ લોકોના આગેવાનોને આજ્ઞા આપી,
ויצו יהושע את שטרי העם לאמר
11 ૧૧ “તમે છાવણીમાં જાઓ અને લોકોને આજ્ઞા કરો, ‘તમે પોતાને માટે ખાદ્યસામગ્રી તૈયાર કરો. ત્રણ દિવસોમાં તમે આ યર્દન પાર કરીને તેમાં જવાના છો. જે દેશ યહોવાહ તમારા પ્રભુ તમને વતન તરીકે આપે છે તે દેશનું વતન તમે પામો.’”
עברו בקרב המחנה וצוו את העם לאמר הכינו לכם צידה כי בעוד שלשת ימים אתם עברים את הירדן הזה לבוא לרשת את הארץ אשר יהוה אלהיכם נתן לכם לרשתה
12 ૧૨ રુબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અર્ધકુળને, યહોશુઆએ કહ્યું, યહોવાહનાં સેવક મૂસાએ તમને જે બાબત કહી હતી કે,
ולראובני ולגדי ולחצי שבט המנשה--אמר יהושע לאמר
13 ૧૩ ‘યહોવાહ તમારા પ્રભુ તમને વિસામો આપે છે અને તમને આ દેશ આપે છે તે વચન યાદ રાખો.’”
זכור את הדבר אשר צוה אתכם משה עבד יהוה לאמר יהוה אלהיכם מניח לכם ונתן לכם את הארץ הזאת
14 ૧૪ તમારી પત્નીઓ, તમારાં નાનાં બાળકો અને તમારાં ઢોરઢાંક યર્દન પાર જે દેશ મૂસાએ તમને આપ્યો તેમાં રહે. પણ તમારા લડવૈયા માણસો તમારા ભાઈઓની આગળ પેલે પાર જાય અને તેઓને મદદ કરે.
נשיכם טפכם ומקניכם ישבו בארץ אשר נתן לכם משה בעבר הירדן ואתם תעברו חמשים לפני אחיכם כל גבורי החיל ועזרתם אותם
15 ૧૫ યહોવાહ જેમ તમને વિસામો આપ્યો તેમ તે તમારા ભાઈઓને પણ આપે અને જે દેશ યહોવાહ તમારા પ્રભુ તેઓને આપે છે તેનું વતન તેઓ પણ પામશે. પછી તમે પોતાના દેશ પાછા જશો અને યહોવાહનાં સેવક મૂસાએ યર્દન પાર, પૂર્વ દિશાએ જે દેશ તમને આપ્યો છે તેના માલિક થશો.
עד אשר יניח יהוה לאחיכם ככם וירשו גם המה את הארץ אשר יהוה אלהיכם נתן להם ושבתם לארץ ירשתכם וירשתם אותה אשר נתן לכם משה עבד יהוה בעבר הירדן מזרח השמש
16 ૧૬ અને તેઓએ યહોશુઆને ઉત્તર આપતા કહ્યું, “જે સઘળું કરવાની આજ્ઞા તેં અમને આપી છે તે અમે કરીશું અને જ્યાં કંઈ તું અમને મોકલશે ત્યાં અમે જઈશું.
ויענו את יהושע לאמר כל אשר צויתנו נעשה ואל כל אשר תשלחנו נלך
17 ૧૭ જેમ અમે મૂસાનું માનતા હતા તેમ તારું પણ માનીશું. યહોવાહ તારા પ્રભુ જેમ મૂસા સાથે હતા તેમ તારી સાથે રહો.
ככל אשר שמענו אל משה כן נשמע אליך רק יהיה יהוה אלהיך עמך כאשר היה עם משה
18 ૧૮ જે કોઈ તારી આજ્ઞા વિરુદ્ધ બળવો કરે અને તારું કહેવું ન માને તે મારી નંખાય. માત્ર એટલું જ કે તું બળવાન અને હિંમતવાન થા.”
כל איש אשר ימרה את פיך ולא ישמע את דבריך לכל אשר תצונו--יומת רק חזק ואמץ

< યહોશુઆ 1 >