< યોહાન 9 >

1 ઈસુ રસ્તે જતા હતા તેવામાં તેમણે જન્મથી અંધ એવા એક માણસને જોયો.
耶稣在路上行走的时候,看见一个与生俱来的盲人。
2 તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, ‘ગુરુજી, જે પાપને લીધે તે માણસ અંધ જનમ્યો, તે પાપ કોણે કર્યું? તેણે કે તેનાં માતાપિતાએ?’”
门徒问他:“拉比,为什么这人生下来就看不到?是他犯了什么罪吗,还是他的父母?”
3 ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તેણે કે તેનાં માતાપિતાએ તે પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું.
耶稣回答:“不是他或他的父母犯了罪,而是要在他身上显示上帝的能力。
4 જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમના કામ આપણે કરવાં જોઈએ; રાત આવે છે કે, જયારે કોઈથી કામ કરી શકાતું નથી.
在白天的时候,我们要做好自己的工作,这是派我前来此处之人让我做的。黑夜一到,就没有人能工作了。
5 જયારે હું દુનિયામાં છું ત્યારે હું માનવજગતનું અજવાળું છું.’”
只要我还在这世界,我就是这世界的光。”
6 આ પ્રમાણે બોલીને ઈસુ જમીન પર થૂંક્યાં અને થૂંકથી કાદવ બનાવીને, તેમણે તે કાદવ તેની આંખો પર લગાડીને
说了这话,耶稣在地上吐了一口唾沫,将唾沫和泥混在一起,抹在瞎子的眼睛上,
7 તેને કહ્યું કે, “તું જઈને આંખોને શિલોઆહ એટલે ‘મોકલેલાના’ હોજમાં ધો.” તે ગયો અને આંખોને ધોઈને દેખતો થઈને ઘરે આવ્યો.
然后对他说:“去西罗亚池洗一洗吧。”(西罗亚意为“派你去。”)。那人走开了,在水池中洗了洗,就看见了。
8 પછી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓએ કહ્યું કે, ‘જે બેસીને ભીખ માગતો હતો, તે શું એ જ નથી?’”
他的邻居和其他知道他是个乞丐的人说:“这不是那个曾坐着讨饭的人吗?”
9 કેટલાકે કહ્યું, ‘હા તે એ જ છે;’ બીજાઓએ કહ્યું, ‘ના, પણ તે તેના જેવો છે;’ પણ તેણે પોતે કહ્યું, ‘હું તે જ છું.’”
有人说是他。其他人则说:“不是他,只是有点像而已。”但这个男人不断地说:“就是我!”
10 ૧૦ તેઓએ તેને કહ્યું કે, ‘ત્યારે તારી આંખો શી રીતે ઊઘડી?’”
于是他们问他:“你怎么能看到的?”
11 ૧૧ તેણે ઉત્તર આપ્યો કે, ‘જે માણસ ઈસુ કહેવાય છે તેમણે કાદવ બનાવ્યો અને મારી આંખો પર લગાવીને મને કહ્યું કે, તું શિલોઆહમાં જઈને ધો; તેથી હું ગયો અને આંખો ધોઈને દેખતો થયો.’”
他回答:“一个叫耶稣的人和了一点泥,抹在我的眼上,对我说:‘去西罗亚池洗一洗吧。’我就去洗了洗,然后就看见了。”
12 ૧૨ તેઓએ તેને કહ્યું કે, ‘તે ક્યાં છે?’ તેણે કહ્યું, ‘હું જાણતો નથી.’”
众人问:“他在哪儿呢?” 他说:“我不知道。”
13 ૧૩ જે અગાઉ અંધ હતો, તેને તેઓ ફરોશીઓની પાસે લાવ્યા.
他们就把这位曾经的盲人带到法利赛人那里。
14 ૧૪ હવે જે દિવસે ઈસુએ કાદવ બનાવીને તેની આંખો ઉઘાડી હતી, તે દિવસ વિશ્રામવાર હતો.
耶稣和泥让他重见光明的那一天,正是安息日。
15 ૧૫ માટે ફરોશીઓએ ફરીથી તેને પૂછ્યું કે, ‘તું શી રીતે દેખતો થયો?’ તેણે તેઓને કહ્યું કે, ‘તેમણે મારી આંખો પર કાદવ લગાડ્યો અને હું આંખો ધોઈને દેખતો થયો છું.’”
法利赛人又问他是怎样看到的。他回答:“耶稣把泥抹在我的眼上,我洗了洗就看见了。”
16 ૧૬ ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, ‘તે માણસ ઈશ્વરની પાસેથી આવ્યો નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી;’ પણ બીજાઓએ કહ્યું કે, ‘પાપી માણસ એવા ચમત્કારિક ચિહ્નો શી રીતે કરી શકે?’ એમ તેઓમાં બે ભાગલા પડ્યા.
有几个法利赛人说:“做这件事的人不会来自上帝,因为他不守安息日的规矩。”但也有人质疑:“一个罪人怎能显化这样的神迹呢?”众人分成了两派意见。
17 ૧૭ ત્યારે તેઓએ ફરીથી તે અંધને પૂછ્યું કે, ‘તેણે તારી આંખો ઉઘાડી, માટે તેને વિષે તું શું કહે છે?’ ત્યારે તેણે કહ્યું કે, ‘તે પ્રબોધક છે.’”
他们又对那重见光明的男人说:“既然他让你的眼睛能看到,你认为他是什么人?” 他说:“他肯定是个先知。”
18 ૧૮ પણ યહૂદીઓએ તે દેખતા થયેલાનાં માતાપિતાને બોલાવ્યા ત્યાં સુધી તેઓ તેને વિષે માનતા ન હતા કે, તે અંધ હતો અને દેખતો થયો છે.
犹太人的首领们仍拒绝相信他曾经是个盲人,只是现在才能看见,于是就把他的父母叫来,
19 ૧૯ તેઓએ તેમને પૂછ્યું કે, ‘શું આ તમારો દીકરો છે, જેને વિષે તમે કહો છો કે, તે જન્મથી અંધ હતો? તો પછી તે કેવી રીતે દેખતો થયો છે?’”
他们问到:“这就是你们说生下来就看不见的儿子吗?现在他怎么又能看见呢?”
20 ૨૦ તેનાં માતાપિતાએ ઉત્તર આપ્યો કે, ‘તે અમારો દીકરો છે અને જન્મથી અંધ હતો, તે અમે જાણીએ છીએ.
他的父母回答:“我们知道这就是我们的儿子,生下来就看不见。
21 ૨૧ પણ હમણાં તે કેવી રીતે દેખતો થયો છે, તે અમે જાણતા નથી; અને તેની આંખો કોણે ઉઘાડી તે પણ અમે જાણતા નથી; તે પુખ્તવયનો છે; તેને પૂછો, તે પોતે કહેશે.’”
现在他为什么又能看到了,谁治好了他的眼睛,我们也不明白为什么。干嘛不问问他呢,他已经长大成人,可以表达自己的想法了。”
22 ૨૨ તેનાં માતાપિતા યહૂદીઓથી ડરતા હતાં માટે તેઓએ તેમ કહ્યું; કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, ‘તે ખ્રિસ્ત છે’ એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.
他父母这样说,只是因为害怕犹太人首领。这些犹太人首领早就宣布,谁说耶稣就是基督,就会被赶出会堂。
23 ૨૩ માટે તેનાં માતાપિતાએ કહ્યું કે, ‘તે પુખ્તવયનો છે, તેને પૂછો.’”
所以他的父母才说:“他已经长大成人,你们问他吧。”
24 ૨૪ તેથી અગાઉ જે અંધ હતો, તેને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, ‘ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે તે માણસ તો પાપી છે.’”
于是法利赛人再次把这位曾经的盲人叫来,对他说:“荣耀应该归于上帝!我们知道这人是个罪人。”
25 ૨૫ ત્યારે તેણે ઉત્તર આપ્યો, ‘તે પાપી છે કે નહિ, તે હું જાણતો નથી; પણ એક વાત હું જાણું છું કે, હું અંધ હતો અને હવે હું દેખતો થયો છું.’”
那人回答:“他是不是罪人,我不知道。我只知道一件事:我本来看不到,现在能看见了。”
26 ૨૬ ત્યારે તેઓએ તેને કહ્યું કે, ‘તેણે તને શું કર્યું? તારી આંખો તેણે શી રીતે ઉઘાડી?’”
他们又问:“他向你做了什么呢?怎么治好你的眼睛的?”
27 ૨૭ તેણે તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ; તમે શા માટે ફરીથી સાંભળવા માગો છો? શું તમે પણ તેમના શિષ્યો થવા ચાહો છો?’”
他回答:“我已经告诉你们了,你们没听到吗?现在怎么又想听了?你们也想成为他的门徒吗?”
28 ૨૮ ત્યારે તેઓએ તેની નિંદા કરતાં કહ્યું કે, ‘તું તેમનો શિષ્ય છે; પણ અમે તો મૂસાના શિષ્યો છીએ.
他们开始斥责他,说:“你才是他的门徒,我们是摩西的门徒。
29 ૨૯ ઈશ્વર મૂસાની સાથે બોલ્યા, તે અમે જાણીએ છીએ; પણ અમે નથી જાણતા કે, તે માણસ તો ક્યાંનાં છે.’”
我们知道上帝曾对摩西说过什么。但这个人,我们甚至不知道他从何而来。”
30 ૩૦ તે માણસે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘એ તો અજાયબ જેવું છે કે, તેમણે મારી આંખો ઉઘાડી તે છતાં પણ તે ક્યાંનાં છે, તે તમે જાણતા નથી.
那人答道:“真不可思议,他治好了我的眼睛,你们竟然不知道他从何而来。
31 ૩૧ આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતાં નથી; પણ જો કોઈ ઈશ્વરને ભજનાર હોય અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તે તેમનું સાંભળે છે.
我们都知道,上帝从不听罪人的祈求,只听那敬畏上帝、遵行他旨意的人。
32 ૩૨ સૃષ્ટિના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી અંધ માણસની આંખો કોઈએ ઉઘાડી હોય. (aiōn g165)
自古以来,从来就没听过有人生来就看不到,但有人可以让他们重见光明。 (aiōn g165)
33 ૩૩ જો તે મનુષ્ય ઈશ્વરની પાસેથી આવ્યા ન હોય, તો તે કંઈ કરી શકતા નથી.’”
这人如果不是来自上帝,就什么都做不了。”
34 ૩૪ તેઓએ તેને ઉત્તર આપ્યો કે, ‘તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે અને શું તું અમને બોધ કરે છે?’ પછી તેઓએ તેને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો.
犹太人说:“你生下来就是个彻底的罪人,居然来教训我们!”就把他赶出会堂。
35 ૩૫ તેઓએ તેને બહાર કાઢી મૂક્યો છે, એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધીને કહ્યું કે, ‘તું શું માણસના દીકરા પર વિશ્વાસ કરે છે?’”
耶稣听说他们把他赶了出来,于是就去找到这个男人,问他:“你相信人子吗?”
36 ૩૬ તેણે ઉત્તર આપ્યો કે, ‘હે પ્રભુ, તે કોણ છે કે, હું તેમના પર વિશ્વાસ કરું?’”
那男人说:“先生,告诉我他是谁,我会全信他。”
37 ૩૭ ઈસુએ તેને કહ્યું કે, ‘તેં તેમને જોયા છે અને જે તારી સાથે વાત કરે છે, તે જ તે છે.’”
耶稣说:“你已经见过他了,他此刻正在和你说话。”
38 ૩૮ તેણે કહ્યું કે, ‘પ્રભુ, હું વિશ્વાસ કરું છું.’ પછી તેણે તેમનું ભજન કર્યું.
那人说:“主啊,我相信你。”于是向耶稣跪拜。
39 ૩૯ ઈસુએ કહ્યું કે, ‘જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય અને જેઓ દેખતા છે તેઓ અંધ થાય, માટે ન્યાયને સારુ હું આ દુનિયામાં આવ્યો છું.’”
耶稣对他说:“我到这世上就是为了带来评判,让盲人重见光明,让看得到的人成为盲人。”
40 ૪૦ જે ફરોશીઓ તેમની પાસે હતા તેઓએ તે વાતો સાંભળીને તેમને પૂછ્યું, ‘તો શું અમે પણ અંધ છીએ?’”
耶稣身边的几名法利赛人听了这话,就说:“难道我们也看不到吗?”
41 ૪૧ ઈસુએ તેઓને કહ્યું કે, “જો તમે અંધ હોત તો તમને પાપ ન લાગત; પણ હવે તમે કહો છો કે, ‘અમે દેખતા છીએ,’ માટે તમારું પાપ કાયમ રહે છે.”
耶稣回答:“如果你们看不到,就没有罪了,但现在你们说自己能看见,所以你们仍然有罪。”

< યોહાન 9 >