< યોહાન 7 >

1 અને પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતાં હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા.
તતઃ પરં યિહૂદીયલોકાસ્તં હન્તું સમૈહન્ત તસ્માદ્ યીશુ ર્યિહૂદાપ્રદેશે પર્ય્યટિતું નેચ્છન્ ગાલીલ્ પ્રદેશે પર્ય્યટિતું પ્રારભત|
2 હવે યહૂદીઓનું માંડવાપર્વ પાસે આવ્યું હતું.
કિન્તુ તસ્મિન્ સમયે યિહૂદીયાનાં દૂષ્યવાસનામોત્સવ ઉપસ્થિતે
3 માટે તેમના ભાઈઓએ તેને કહ્યું કે, ‘અહીંથી યહૂદિયામાં જાઓ કે, તમે જે કામો કરો છો તે તમારા શિષ્યો પણ જુએ.
તસ્ય ભ્રાતરસ્તમ્ અવદન્ યાનિ કર્મ્માણિ ત્વયા ક્રિયન્તે તાનિ યથા તવ શિષ્યાઃ પશ્યન્તિ તદર્થં ત્વમિતઃ સ્થાનાદ્ યિહૂદીયદેશં વ્રજ|
4 કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી; જો તમે એ કામો કરો છો, તો દુનિયાની આગળ પોતાને જાહેર કરો.’”
યઃ કશ્ચિત્ સ્વયં પ્રચિકાશિષતિ સ કદાપિ ગુપ્તં કર્મ્મ ન કરોતિ યદીદૃશં કર્મ્મ કરોષિ તર્હિ જગતિ નિજં પરિચાયય|
5 કેમ કે તેમના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો ન હતો.
યતસ્તસ્ય ભ્રાતરોપિ તં ન વિશ્વસન્તિ|
6 ત્યારે ઈસુ તેઓને કહે છે કે, ‘મારો સમય હજી આવ્યો નથી; પણ તમારા માટે સર્વ સમય એક સમાન છે.
તદા યીશુસ્તાન્ અવોચત્ મમ સમય ઇદાનીં નોપતિષ્ઠતિ કિન્તુ યુષ્માકં સમયઃ સતતમ્ ઉપતિષ્ઠતિ|
7 જગત તમારો દ્વેષ કરી નથી શકતું, પણ મારો તો તે દ્વેષ કરે છે; કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ દુષ્ટ છે.
જગતો લોકા યુષ્માન્ ઋતીયિતું ન શક્રુવન્તિ કિન્તુ મામેવ ઋતીયન્તે યતસ્તેષાં કર્માણિ દુષ્ટાનિ તત્ર સાક્ષ્યમિદમ્ અહં દદામિ|
8 તમે આ પર્વમાં જાઓ; મારો સમય હજી પરિપૂર્ણ થયો નથી, માટે હું આ પર્વમાં જતો નથી.’”
અતએવ યૂયમ્ ઉત્સવેઽસ્મિન્ યાત નાહમ્ ઇદાનીમ્ અસ્મિન્નુત્સવે યામિ યતો મમ સમય ઇદાનીં ન સમ્પૂર્ણઃ|
9 ઈસુ તેઓને એ વાત કહીને ગાલીલમાં જ રહ્યા.
ઇતિ વાક્યમ્ ઉક્ત્ત્વા સ ગાલીલિ સ્થિતવાન્
10 ૧૦ પરંતુ ઈસુના ભાઈઓ પર્વમાં ગયા, તે પણ જાહેરમાં નહિ, પણ ખાનગી રીતે ગયા.
કિન્તુ તસ્ય ભ્રાતૃષુ તત્ર પ્રસ્થિતેષુ સત્સુ સોઽપ્રકટ ઉત્સવમ્ અગચ્છત્|
11 ૧૧ ત્યારે યહૂદીઓએ પર્વમાં તેમની શોધ કરતાં કહ્યું કે, ‘તે ક્યાં છે?’”
અનન્તરમ્ ઉત્સવમ્ ઉપસ્થિતા યિહૂદીયાસ્તં મૃગયિત્વાપૃચ્છન્ સ કુત્ર?
12 ૧૨ તેમને વિષે લોકોમાં ઘણી ચર્ચા ચાલી; કેમ કે કેટલાકે કહ્યું કે, ‘તે સારો માણસ છે;’ બીજાઓએ કહ્યું કે, ‘એમ નથી, પણ લોકોને તે ગેરમાર્ગે દોરે છે.’”
તતો લોકાનાં મધ્યે તસ્મિન્ નાનાવિધા વિવાદા ભવિતુમ્ આરબ્ધવન્તઃ| કેચિદ્ અવોચન્ સ ઉત્તમઃ પુરુષઃ કેચિદ્ અવોચન્ ન તથા વરં લોકાનાં ભ્રમં જનયતિ|
13 ૧૩ તોપણ યહૂદીઓના ડરને લીધે તેમને વિષે કોઈ ખુલ્લી રીતે કંઈ બોલ્યું નહિ.
કિન્તુ યિહૂદીયાનાં ભયાત્ કોપિ તસ્ય પક્ષે સ્પષ્ટં નાકથયત્|
14 ૧૪ પણ પર્વ અર્ધું થવા આવ્યું ત્યારે ઈસુએ ભક્તિસ્થાનમાં જઈને ઉપદેશ કર્યો.
તતઃ પરમ્ ઉત્સવસ્ય મધ્યસમયે યીશુ ર્મન્દિરં ગત્વા સમુપદિશતિ સ્મ|
15 ૧૫ ત્યારે યહૂદીઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘એ માણસ કદી પણ શીખ્યો નથી, તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે?’”
તતો યિહૂદીયા લોકા આશ્ચર્ય્યં જ્ઞાત્વાકથયન્ એષા માનુષો નાધીત્યા કથમ્ એતાદૃશો વિદ્વાનભૂત્?
16 ૧૬ માટે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મારો ઉપદેશ મારો પોતાનો નથી, પણ જેમણે મને મોકલ્યો તેમનો છે.
તદા યીશુઃ પ્રત્યવોચદ્ ઉપદેશોયં ન મમ કિન્તુ યો માં પ્રેષિતવાન્ તસ્ય|
17 ૧૭ જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, તે ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું.
યો જનો નિદેશં તસ્ય ગ્રહીષ્યતિ મમોપદેશો મત્તો ભવતિ કિમ્ ઈશ્વરાદ્ ભવતિ સ ગનસ્તજ્જ્ઞાતું શક્ષ્યતિ|
18 ૧૮ જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે; પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે, તે જ સત્ય છે અને તેનામાં કંઈ અન્યાય નથી.
યો જનઃ સ્વતઃ કથયતિ સ સ્વીયં ગૌરવમ્ ઈહતે કિન્તુ યઃ પ્રેરયિતુ ર્ગૌરવમ્ ઈહતે સ સત્યવાદી તસ્મિન્ કોપ્યધર્મ્મો નાસ્તિ|
19 ૧૯ શું મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું નથી? પણ તમારામાંનો કોઈ તે નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો?’”
મૂસા યુષ્મભ્યં વ્યવસ્થાગ્રન્થં કિં નાદદાત્? કિન્તુ યુષ્માકં કોપિ તાં વ્યવસ્થાં ન સમાચરતિ| માં હન્તું કુતો યતધ્વે?
20 ૨૦ લોકોએ જવાબ આપ્યો કે, ‘તારામાં દુષ્ટાત્મા છે; કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?’”
તદા લોકા અવદન્ ત્વં ભૂતગ્રસ્તસ્ત્વાં હન્તું કો યતતે?
21 ૨૧ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મેં એક કાર્ય કર્યું અને તમે સર્વ આશ્ચર્ય પામ્યા છો.
તતો યીશુરવોચદ્ એકં કર્મ્મ મયાકારિ તસ્માદ્ યૂયં સર્વ્વ મહાશ્ચર્ય્યં મન્યધ્વે|
22 ૨૨ આ કારણથી મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે તે મૂસાથી છે એમ તો નહિ, પણ પૂર્વજોથી છે; અને તમે વિશ્રામવારે માણસની સુન્નત કરો છો.
મૂસા યુષ્મભ્યં ત્વક્છેદવિધિં પ્રદદૌ સ મૂસાતો ન જાતઃ કિન્તુ પિતૃપુરુષેભ્યો જાતઃ તેન વિશ્રામવારેઽપિ માનુષાણાં ત્વક્છેદં કુરુથ|
23 ૨૩ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય, માટે જો કોઈ માણસની સુન્નત વિશ્રામવારે કરવામાં આવે છે; તો મેં વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો, તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો?
અતએવ વિશ્રામવારે મનુષ્યાણાં ત્વક્છેદે કૃતે યદિ મૂસાવ્યવસ્થામઙ્ગનં ન ભવતિ તર્હિ મયા વિશ્રામવારે માનુષઃ સમ્પૂર્ણરૂપેણ સ્વસ્થોઽકારિ તત્કારણાદ્ યૂયં કિં મહ્યં કુપ્યથ?
24 ૨૪ દેખાવ પ્રમાણે ન્યાય ન કરો, પણ સચ્ચાઈપૂર્વક ન્યાય કરો.’”
સપક્ષપાતં વિચારમકૃત્વા ન્યાય્યં વિચારં કુરુત|
25 ૨૫ ત્યારે યરુશાલેમમાંના કેટલાકે કહ્યું કે, ‘જેમને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે, તે શું એ જ નથી?
તદા યિરૂશાલમ્ નિવાસિનઃ કતિપયજના અકથયન્ ઇમે યં હન્તું ચેષ્ટન્તે સ એવાયં કિં ન?
26 ૨૬ પણ જુઓ, તે તો જાહેર રીતે બોલે છે અને તેઓ તેમને કંઈ કહેતાં નથી! અધિકારીઓ શું ખરેખર જાણતા હશે કે એ ખ્રિસ્ત જ છે?
કિન્તુ પશ્યત નિર્ભયઃ સન્ કથાં કથયતિ તથાપિ કિમપિ અ વદન્ત્યેતે અયમેવાભિષિક્ત્તો ભવતીતિ નિશ્ચિતં કિમધિપતયો જાનન્તિ?
27 ૨૭ તોપણ અમે તે માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી આવેલો છે; પણ જયારે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણશે નહિ કે તે ક્યાંથી આવ્યો છે.’”
મનુજોયં કસ્માદાગમદ્ ઇતિ વયં જાનોમઃ કિન્ત્વભિષિક્ત્ત આગતે સ કસ્માદાગતવાન્ ઇતિ કોપિ જ્ઞાતું ન શક્ષ્યતિ|
28 ૨૮ એ માટે ઈસુએ ભક્તિસ્થાનમાં બોધ કરતાં બૂમ પાડીને કહ્યું કે, ‘તમે મને જાણો છો અને હું ક્યાંથી આવ્યો છું તે પણ તમે જાણો છો; અને હું તો મારી પોતાની રીતે નથી આવ્યો, પણ જેમણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેમને તમે જાણતા નથી.
તદા યીશુ ર્મધ્યેમન્દિરમ્ ઉપદિશન્ ઉચ્ચૈઃકારમ્ ઉક્ત્તવાન્ યૂયં કિં માં જાનીથ? કસ્માચ્ચાગતોસ્મિ તદપિ કિં જાનીથ? નાહં સ્વત આગતોસ્મિ કિન્તુ યઃ સત્યવાદી સએવ માં પ્રેષિતવાન્ યૂયં તં ન જાનીથ|
29 ૨૯ હું તેમને જાણું છું; કેમ કે હું તેમની પાસેથી આવ્યો છું અને તેમણે મને મોકલ્યો છે.’”
તમહં જાને તેનાહં પ્રેરિત અગતોસ્મિ|
30 ૩૦ માટે તેઓએ ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો, માટે કોઈએ તેમના પર હાથ નાખ્યો નહિ.
તસ્માદ્ યિહૂદીયાસ્તં ધર્ત્તુમ્ ઉદ્યતાસ્તથાપિ કોપિ તસ્ય ગાત્રે હસ્તં નાર્પયદ્ યતો હેતોસ્તદા તસ્ય સમયો નોપતિષ્ઠતિ|
31 ૩૧ પણ લોકોમાંથી ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો અને તેઓએ કહ્યું કે, ‘ખ્રિસ્ત આવશે, ત્યારે આ માણસે જે ચમત્કારિક ચિહ્નો કર્યા છે તે કરતાં શું તેઓ વધારે કરશે?’”
કિન્તુ બહવો લોકાસ્તસ્મિન્ વિશ્વસ્ય કથિતવાન્તોઽભિષિક્ત્તપુરુષ આગત્ય માનુષસ્યાસ્ય ક્રિયાભ્યઃ કિમ્ અધિકા આશ્ચર્ય્યાઃ ક્રિયાઃ કરિષ્યતિ?
32 ૩૨ તેમને વિષે લોકો એવી ગણગણાટ કરતા હતા, તે ફરોશીઓએ સાંભળ્યું, ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેમને પકડવાને અધિકારીઓ મોકલ્યા.
તતઃ પરં લોકાસ્તસ્મિન્ ઇત્થં વિવદન્તે ફિરૂશિનઃ પ્રધાનયાજકાઞ્ચેતિ શ્રુતવન્તસ્તં ધૃત્વા નેતું પદાતિગણં પ્રેષયામાસુઃ|
33 ૩૩ ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હજી થોડો સમય હું તમારી સાથે છું, પછી જેમણે મને મોકલ્યો છે તેમની પાસે હું જાઉં છું.
તતો યીશુરવદદ્ અહમ્ અલ્પદિનાનિ યુષ્માભિઃ સાર્દ્ધં સ્થિત્વા મત્પ્રેરયિતુઃ સમીપં યાસ્યામિ|
34 ૩૪ તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ; અને જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી.’”
માં મૃગયિષ્યધ્વે કિન્તૂદ્દેશં ન લપ્સ્યધ્વે રત્ર સ્થાસ્યામિ તત્ર યૂયં ગન્તું ન શક્ષ્યથ|
35 ૩૫ ત્યારે યહૂદીઓએ અંદરોઅંદર કહ્યું કે, ‘આ માણસ ક્યાં જશે કે આપણને જડશે જ નહિ? શું ગ્રીકોમાં વેરાઈ ગયેલાઓની પાસે જઈને તે ગ્રીકોને બોધ કરશે?
તદા યિહૂદીયાઃ પરસ્પરં વક્ત્તુમારેભિરે અસ્યોદ્દેશં ન પ્રાપ્સ્યામ એતાદૃશં કિં સ્થાનં યાસ્યતિ? ભિન્નદેશે વિકીર્ણાનાં યિહૂદીયાનાં સન્નિધિમ્ એષ ગત્વા તાન્ ઉપદેક્ષ્યતિ કિં?
36 ૩૬ ‘તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ અને જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી એવી જે વાત તેણે કહી તે શી છે?’”
નો ચેત્ માં ગવેષયિષ્યથ કિન્તૂદ્દેશં ન પ્રાપ્સ્યથ એષ કોદૃશં વાક્યમિદં વદતિ?
37 ૩૭ હવે પર્વના છેલ્લાં તથા મહાન દિવસે ઈસુએ ઊભા રહીને ઊંચા અવાજે કહ્યું કે, ‘જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ.
અનન્તરમ્ ઉત્સવસ્ય ચરમેઽહનિ અર્થાત્ પ્રધાનદિને યીશુરુત્તિષ્ઠન્ ઉચ્ચૈઃકારમ્ આહ્વયન્ ઉદિતવાન્ યદિ કશ્ચિત્ તૃષાર્ત્તો ભવતિ તર્હિ મમાન્તિકમ્ આગત્ય પિવતુ|
38 ૩૮ શાસ્ત્રવચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.’”
યઃ કશ્ચિન્મયિ વિશ્વસિતિ ધર્મ્મગ્રન્થસ્ય વચનાનુસારેણ તસ્યાભ્યન્તરતોઽમૃતતોયસ્ય સ્રોતાંસિ નિર્ગમિષ્યન્તિ|
39 ૩૯ પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું; કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો.
યે તસ્મિન્ વિશ્વસન્તિ ત આત્માનં પ્રાપ્સ્યન્તીત્યર્થે સ ઇદં વાક્યં વ્યાહૃતવાન્ એતત્કાલં યાવદ્ યીશુ ર્વિભવં ન પ્રાપ્તસ્તસ્માત્ પવિત્ર આત્મા નાદીયત|
40 ૪૦ તે માટે લોકોમાંથી કેટલાકે તે વાતો સાંભળીને કહ્યું કે, ‘આવનાર પ્રબોધક ખરેખર તે જ છે.’”
એતાં વાણીં શ્રુત્વા બહવો લોકા અવદન્ અયમેવ નિશ્ચિતં સ ભવિષ્યદ્વાદી|
41 ૪૧ બીજાઓએ કહ્યું, ‘એ જ ખ્રિસ્ત છે.’ પણ કેટલાકે કહ્યું કે, ‘શું ગાલીલમાંથી ખ્રિસ્ત આવવાનો છે?’”
કેચિદ્ અકથયન્ એષએવ સોભિષિક્ત્તઃ કિન્તુ કેચિદ્ અવદન્ સોભિષિક્ત્તઃ કિં ગાલીલ્ પ્રદેશે જનિષ્યતે?
42 ૪૨ શું શાસ્ત્રવચનોમાં એવું નથી લખેલું કે, દાઉદના વંશમાંથી તથા બેથલેહેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે?’”
સોભિષિક્ત્તો દાયૂદો વંશે દાયૂદો જન્મસ્થાને બૈત્લેહમિ પત્તને જનિષ્યતે ધર્મ્મગ્રન્થે કિમિત્થં લિખિતં નાસ્તિ?
43 ૪૩ એ માટે તેને વિષે લોકોમાં ભાગલાં પડ્યાં.
ઇત્થં તસ્મિન્ લોકાનાં ભિન્નવાક્યતા જાતા|
44 ૪૪ તેઓમાંના કેટલાકે તેને પકડવા ચાહ્યું; પણ તેમના પર કોઈએ હાથ નાખ્યો નહિ.
કતિપયલોકાસ્તં ધર્ત્તુમ્ ઐચ્છન્ તથાપિ તદ્વપુષિ કોપિ હસ્તં નાર્પયત્|
45 ૪૫ ત્યારે અધિકારીઓ મુખ્ય યાજકોની તથા ફરોશીઓની પાસે આવ્યા; અધિકારીઓએ તેઓને પૂછ્યું કે, ‘તમે તેને કેમ લાવ્યા નહિ?’”
અનન્તરં પાદાતિગણે પ્રધાનયાજકાનાં ફિરૂશિનાઞ્ચ સમીપમાગતવતિ તે તાન્ અપૃચ્છન્ કુતો હેતોસ્તં નાનયત?
46 ૪૬ ત્યારે અધિકારીઓએ ઉત્તર આપ્યો કે ‘એમના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.’”
તદા પદાતયઃ પ્રત્યવદન્ સ માનવ ઇવ કોપિ કદાપિ નોપાદિશત્|
47 ૪૭ ત્યારે ફરોશીઓએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘શું, તમે પણ ગેરમાર્ગે ખેંચાયા?
તતઃ ફિરૂશિનઃ પ્રાવોચન્ યૂયમપિ કિમભ્રામિષ્ટ?
48 ૪૮ અધિકારીઓ અથવા ફરોશીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે?
અધિપતીનાં ફિરૂશિનાઞ્ચ કોપિ કિં તસ્મિન્ વ્યશ્વસીત્?
49 ૪૯ પણ આ જે લોકો નિયમશાસ્ત્ર નથી જાણતા તેઓ શાપિત છે.’”
યે શાસ્ત્રં ન જાનન્તિ ત ઇમેઽધમલોકાએવ શાપગ્રસ્તાઃ|
50 ૫૦ નિકોદેમસ તેઓમાંનો એક, જે અગાઉ ઈસુની પાસે આવ્યો હતો, તે તેઓને પૂછે છે,
તદા નિકદીમનામા તેષામેકો યઃ ક્ષણદાયાં યીશોઃ સન્નિધિમ્ અગાત્ સ ઉક્ત્તવાન્
51 ૫૧ ‘માણસનું સાંભળ્યાં અગાઉ અને જે તે કરે છે તે જાણ્યાં વિના, આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય કરે છે?’”
તસ્ય વાક્યે ન શ્રુતે કર્મ્મણિ ચ ન વિદિતે ઽસ્માકં વ્યવસ્થા કિં કઞ્ચન મનુજં દોષીકરોતિ?
52 ૫૨ તેઓએ તેને ઉત્તર આપ્યો કે, ‘શું તું પણ ગાલીલનો છે? શોધ કરીને જો, કેમ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી ઉત્પન્ન થવાનો નથી.’”
તતસ્તે વ્યાહરન્ ત્વમપિ કિં ગાલીલીયલોકઃ? વિવિચ્ય પશ્ય ગલીલિ કોપિ ભવિષ્યદ્વાદી નોત્પદ્યતે|
53 ૫૩ પછી તેઓ પોતપોતાને ઘરે ગયા.
તતઃ પરં સર્વ્વે સ્વં સ્વં ગૃહં ગતાઃ કિન્તુ યીશુ ર્જૈતુનનામાનં શિલોચ્ચયં ગતવાન્|

< યોહાન 7 >