< યોહાન 7 >
1 ૧ અને પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતાં હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા.
ⲁ̅ⲙⲛⲛⲥⲁ ⲛⲁⲓ ⲛⲉϥⲙⲟⲟϣⲉ ⲛϭⲓ ⲓⲥ ϩⲛ ⲧⲅⲁⲗⲓⲗⲁⲓⲁ ⲛⲉϥⲟⲩⲱϣ ⲅⲁⲣ ⲁⲛ ⲡⲉ ⲉⲙⲟⲟϣⲉ ϩⲛ ϯⲟⲩⲇⲁⲓⲁ ϫⲉ ⲛⲉⲩϣⲓⲛⲉ ⲛⲥⲱϥ ⲛϭⲓ ⲛⲓⲟⲩⲇⲁⲓ ⲉⲙⲟⲟⲩⲧϥ
2 ૨ હવે યહૂદીઓનું માંડવાપર્વ પાસે આવ્યું હતું.
ⲃ̅ⲛⲉϥϩⲏⲛ ⲇⲉ ⲉϩⲟⲩⲛ ⲛϭⲓ ⲡϣⲁ ⲛⲓⲟⲩⲇⲁⲓ ⲧⲉⲥⲕⲏⲛⲟⲡⲏⲅⲓⲁ
3 ૩ માટે તેમના ભાઈઓએ તેને કહ્યું કે, ‘અહીંથી યહૂદિયામાં જાઓ કે, તમે જે કામો કરો છો તે તમારા શિષ્યો પણ જુએ.
ⲅ̅ⲡⲉϫⲁⲩ ϭⲉ ⲛⲁϥ ⲛϭⲓ ⲛⲉϥⲥⲛⲏⲩ ϫⲉ ⲡⲱⲱⲛⲉ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲉⲓⲙⲁ ⲛⲅ︦ⲃⲱⲕ ⲉϩⲣⲁⲓ ⲉϯⲟⲩⲇⲁⲓⲁ ϫⲉⲕⲁⲥ ⲉⲣⲉⲛⲉⲕⲙⲁⲑⲏⲧⲏⲥ ϩⲱⲟⲩ ⲛⲁⲩ ⲉⲛⲉⲕϩⲃⲏⲩⲉ ⲉⲧⲕⲉⲓⲣⲉ ⲙⲙⲟⲟⲩ
4 ૪ કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી; જો તમે એ કામો કરો છો, તો દુનિયાની આગળ પોતાને જાહેર કરો.’”
ⲇ̅ⲙⲉⲣⲉⲗⲁⲁⲩ ⲅⲁⲣ ⲣ ϩⲱⲃ ϩⲙ ⲡ︦ϩⲱⲡ ⲁⲩⲱ ⲛϥϣⲓⲛⲉ ⲛⲧⲟϥ ⲛⲥⲁ ϣⲱⲡⲉ ϩⲛ ⲟⲩⲡⲁⲣⲣⲏⲥⲓⲁ ⲉϣϫⲉ ⲕⲉⲓⲣⲉ ⲛⲛⲁⲓ ⲟⲩⲟⲛϩⲕ ⲉⲃⲟⲗ ⲙⲡⲕⲟⲥⲙⲟⲥ
5 ૫ કેમ કે તેમના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો ન હતો.
ⲉ̅ⲛⲉⲣⲉⲛⲉϥⲕⲉⲥⲛⲏⲩ ⲅⲁⲣ ⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲣⲟϥ ⲁⲛ
6 ૬ ત્યારે ઈસુ તેઓને કહે છે કે, ‘મારો સમય હજી આવ્યો નથી; પણ તમારા માટે સર્વ સમય એક સમાન છે.
ⲋ̅ⲡⲉϫⲁϥ ϭⲉ ⲛⲁⲩ ⲛϭⲓ ⲓⲥ ϫⲉ ⲡⲁⲟⲩⲟⲓϣ ⲁⲛⲟⲕ ⲙⲡⲁⲧϥⲉⲓ ⲡⲉⲧⲛⲟⲩⲟⲓϣ ⲇⲉ ⲛⲧⲱⲧⲛ ⲥⲃⲧⲱⲧ ⲛⲥⲏⲩ ⲛⲓⲙ
7 ૭ જગત તમારો દ્વેષ કરી નથી શકતું, પણ મારો તો તે દ્વેષ કરે છે; કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ દુષ્ટ છે.
ⲍ̅ⲙⲛ ϣϭⲟⲙ ⲉⲧⲣⲉⲡⲕⲟⲥⲙⲟⲥ ⲙⲉⲥⲧⲉ ⲧⲏⲩⲧⲛ ⲁⲛⲟⲕ ⲇⲉ ϥⲙⲟⲥⲧⲉ ⲙⲙⲟⲓ ϫⲉ ϯⲣ ⲙⲛⲧⲣⲉ ⲁⲛⲟⲕ ⲉⲧⲃⲏⲏⲧϥ ϫⲉ ⲛⲉϥϩⲃⲏⲩⲉ ⲥⲉϩⲟⲟⲩ
8 ૮ તમે આ પર્વમાં જાઓ; મારો સમય હજી પરિપૂર્ણ થયો નથી, માટે હું આ પર્વમાં જતો નથી.’”
ⲏ̅ⲛⲧⲱⲧⲛ ⲃⲱⲕ ⲉϩⲣⲁⲓ ⲉⲡϣⲁ ⲁⲛⲟⲕ ⲇⲉ ⲙⲡⲁϯⲛⲟⲩ ⲉⲉⲓ ⲉⲡⲉⲉⲓϣⲁ ϫⲉ ⲙⲡⲁⲧⲉⲡⲁⲟⲩⲟⲓϣ ϫⲱⲕ ⲉⲃⲟⲗ
9 ૯ ઈસુ તેઓને એ વાત કહીને ગાલીલમાં જ રહ્યા.
ⲑ̅ⲛⲧⲉⲣⲉϥϫⲉ ⲛⲁⲓ ⲇⲉ ⲛⲧⲟϥ ⲁϥϭⲱ ϩⲛ ⲧⲅⲁⲗⲓⲗⲁⲓⲁ
10 ૧૦ પરંતુ ઈસુના ભાઈઓ પર્વમાં ગયા, તે પણ જાહેરમાં નહિ, પણ ખાનગી રીતે ગયા.
ⲓ̅ⲛⲧⲉⲣⲉⲛⲉϥⲥⲛⲏⲩ ⲇⲉ ⲃⲱⲕ ⲉϩⲣⲁⲓ ⲉⲡϣⲁ ⲧⲟⲧⲉ ⲛⲧⲟϥ ϩⲱⲱϥ ⲁϥⲃⲱⲕ ⲉϩⲣⲁⲓ ϩⲛ ⲟⲩⲟⲩⲱⲛϩ ⲁⲛ ⲉⲃⲟⲗ ⲁⲗⲗⲁ ϩⲛ ⲟⲩϩⲱⲡ
11 ૧૧ ત્યારે યહૂદીઓએ પર્વમાં તેમની શોધ કરતાં કહ્યું કે, ‘તે ક્યાં છે?’”
ⲓ̅ⲁ̅ⲛⲓⲟⲩⲇⲁⲓ ϭⲉ ⲛⲉⲩϣⲓⲛⲉ ⲛⲥⲱϥ ⲡⲉ ϩⲙ ⲡⲉⲣⲡⲉ ⲁⲩⲱ ⲛⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲉϥⲧⲱⲛ ⲡⲏ
12 ૧૨ તેમને વિષે લોકોમાં ઘણી ચર્ચા ચાલી; કેમ કે કેટલાકે કહ્યું કે, ‘તે સારો માણસ છે;’ બીજાઓએ કહ્યું કે, ‘એમ નથી, પણ લોકોને તે ગેરમાર્ગે દોરે છે.’”
ⲓ̅ⲃ̅ⲁⲩⲱ ⲛⲉⲣⲉⲟⲩⲕⲣⲙⲣⲙ ⲉⲛⲁϣⲱϥ ϣⲟⲟⲡ ⲉⲧⲃⲏⲏⲧϥ ϩⲛ ⲙⲙⲏⲏϣⲉ ϩⲟⲓⲛⲉ ⲙⲉⲛ ⲛⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲟⲩⲁⲅⲁⲑⲟⲥ ⲡⲉ ϩⲉⲛⲕⲟⲟⲩⲉ ⲇⲉ ⲛⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲙⲙⲟⲛ ⲁⲗⲗⲁ ⲉϥⲡⲗⲁⲛⲁ ⲙⲡⲙⲏⲏϣⲉ
13 ૧૩ તોપણ યહૂદીઓના ડરને લીધે તેમને વિષે કોઈ ખુલ્લી રીતે કંઈ બોલ્યું નહિ.
ⲓ̅ⲅ̅ⲛⲉ ⲙⲙⲛⲗⲁⲁⲩ ⲙⲉⲛⲧⲟⲓ ϣⲁϫⲉ ⲉⲧⲃⲏⲏⲧϥ ϩⲛ ⲟⲩⲡⲁⲣⲣⲏⲥⲓⲁ ⲉⲧⲃⲉ ⲑⲟⲧⲉ ⲛⲓⲟⲩⲇⲁⲓ
14 ૧૪ પણ પર્વ અર્ધું થવા આવ્યું ત્યારે ઈસુએ ભક્તિસ્થાનમાં જઈને ઉપદેશ કર્યો.
ⲓ̅ⲇ̅ϩⲛ ⲧⲙⲏⲧⲉ ⲇⲉ ⲙⲡϣⲁ ⲁⲓⲥ ⲃⲱⲕ ⲉϩⲣⲁⲓ ⲉⲡⲉⲣⲡⲉ ⲁϥϯ ⲥⲃⲱ
15 ૧૫ ત્યારે યહૂદીઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘એ માણસ કદી પણ શીખ્યો નથી, તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે?’”
ⲓ̅ⲉ̅ⲛⲉⲩⲣ ϣⲡⲏⲣⲉ ϭⲉ ⲛϭⲓ ⲛⲓⲟⲩⲇⲁⲓ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲛⲁϣ ⲛϩⲉ ⲡⲁⲓ ⲥⲟⲟⲩⲛ ⲛⲥϩⲁⲓ ⲉⲙⲡⲟⲩⲧⲥⲁⲃⲟϥ
16 ૧૬ માટે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મારો ઉપદેશ મારો પોતાનો નથી, પણ જેમણે મને મોકલ્યો તેમનો છે.
ⲓ̅ⲋ̅ⲁϥⲟⲩⲱϣⲃ ⲛⲁⲩ ⲛϭⲓ ⲓⲥ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲧⲁⲥⲃⲱ ⲁⲛⲟⲕ ⲛⲧⲱⲓ ⲁⲛ ⲧⲉ ⲁⲗⲗⲁ ⲧⲁ ⲡⲉⲛⲧⲁϥⲧⲁⲟⲩⲟⲓ ⲧⲉ
17 ૧૭ જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, તે ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું.
ⲓ̅ⲍ̅ⲉⲣϣⲁⲟⲩⲁ ⲣ ϩⲛⲁϥ ⲉⲉⲓⲣⲉ ⲙⲡⲉϥⲟⲩⲱϣ ϥⲛⲁⲉⲓⲙⲉ ⲉⲧⲃⲉ ⲧⲉⲓⲥⲃⲱ ϫⲉⲛ ⲟⲩⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲛⲟⲩⲧⲉ ⲧⲉ ϫⲉⲛ ⲁⲛⲟⲕ ⲉⲉⲓϣⲁϫⲉ ϩⲁⲣⲟⲓ ⲙⲙⲁⲩⲁⲁⲧ
18 ૧૮ જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે; પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે, તે જ સત્ય છે અને તેનામાં કંઈ અન્યાય નથી.
ⲓ̅ⲏ̅ⲡⲉⲧϣⲁϫⲉ ϩⲁⲣⲟϥ ⲙⲁⲩⲁⲁϥ ⲉϥϣⲓⲛⲉ ⲛⲥⲁ ⲡⲉϥⲉⲟⲟⲩ ⲙⲙⲓⲛ ⲙⲙⲟϥ ⲡⲉⲧϣⲓⲛⲉ ⲇⲉ ⲛⲧⲟϥ ⲛⲥⲁ ⲡⲉⲟⲟⲩ ⲙⲡⲉⲛⲧⲁϥⲧⲛⲛⲟⲟⲩϥ ⲡⲁⲓ ⲟⲩⲙⲉⲉ ⲡⲉ ⲁⲩⲱ ⲙⲛ ϫⲓ ⲛϭⲟⲛⲥ ϩⲣⲁⲓ ⲛϩⲏⲧϥ
19 ૧૯ શું મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું નથી? પણ તમારામાંનો કોઈ તે નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો?’”
ⲓ̅ⲑ̅ⲙⲏ ⲙⲱⲩⲥⲏⲥ ⲁⲛ ⲡⲉ ⲛⲧⲁϥϯ ⲛⲏⲧⲛ ⲙⲡⲛⲟⲙⲟⲥ ⲁⲩⲱ ⲙⲙⲛ ⲗⲁⲁⲩ ⲙⲙⲱⲧⲛ ⲉⲓⲣⲉ ⲙⲡⲛⲟⲙⲟⲥ ⲁϩⲣⲱⲧⲛ ⲧⲉⲧⲛϣⲓⲛⲉ ⲛⲥⲁ ⲙⲟⲩⲟⲩⲧ ⲙⲙⲟⲓ
20 ૨૦ લોકોએ જવાબ આપ્યો કે, ‘તારામાં દુષ્ટાત્મા છે; કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?’”
ⲕ̅ⲁϥⲟⲩⲱϣⲃ ⲛϭⲓ ⲡⲙⲏⲏϣⲉ ϫⲉ ⲟⲩⲇⲁⲓⲙⲟⲛⲓⲟⲛ ⲡⲉⲧⲛⲙⲙⲁⲕ ⲛⲓⲙ ⲡⲉⲧϣⲓⲛⲉ ⲛⲥⲁ ⲙⲟⲟⲩⲧⲕ
21 ૨૧ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મેં એક કાર્ય કર્યું અને તમે સર્વ આશ્ચર્ય પામ્યા છો.
ⲕ̅ⲁ̅ⲁⲓⲥ ⲟⲩⲱϣⲃ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲟⲩϩⲱⲃ ⲛⲟⲩⲱⲧ ⲡⲉ ⲛⲧⲁⲓⲁⲁϥ ⲁⲩⲱ ⲧⲉⲧⲛⲣ ϣⲡⲏⲣⲉ ⲧⲏⲣⲧⲛ
22 ૨૨ આ કારણથી મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે તે મૂસાથી છે એમ તો નહિ, પણ પૂર્વજોથી છે; અને તમે વિશ્રામવારે માણસની સુન્નત કરો છો.
ⲕ̅ⲃ̅ⲉⲧⲃⲉ ⲡⲁⲓ ⲁⲙⲱⲩⲥⲏⲥ ϯ ⲛⲏⲧⲛ ⲙⲡⲥⲃⲃⲉ ⲟⲩⲭ ⲟⲧⲓ ϫⲉ ⲟⲩⲉⲃⲟⲗ ϩⲙ ⲙⲱⲩⲥⲏⲥ ⲡⲉ ⲁⲗⲗⲁ ⲟⲩⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲓⲟⲧⲉ ⲡⲉ ⲁⲩⲱ ⲧⲉⲧⲛⲥⲃⲃⲉ ⲣⲱⲙⲉ ϩⲙ ⲡⲥⲁⲃⲃⲁⲧⲟⲛ
23 ૨૩ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય, માટે જો કોઈ માણસની સુન્નત વિશ્રામવારે કરવામાં આવે છે; તો મેં વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો, તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો?
ⲕ̅ⲅ̅ⲉϣϫⲉ ϣⲁⲣⲉⲣⲱⲙⲉ ϫⲓ ⲥⲃⲃⲉ ϩⲙ ⲡⲥⲁⲃⲃⲁⲧⲟⲛ ϫⲉ ⲛⲛⲉϥⲃⲱⲗ ⲉⲃⲟⲗ ⲛϭⲓ ⲡⲛⲟⲙⲟⲥ ⲛⲙⲱⲩⲥⲏⲥ ⲁϩⲣⲱⲧⲛ ⲧⲉⲧⲛⲛⲟϭⲥ ⲉⲣⲟⲉⲓ ϫⲉ ⲁⲉⲓⲧⲟⲩϫⲉ ⲟⲩⲣⲱⲙⲉ ⲧⲏⲣϥ ϩⲙ ⲡⲥⲁⲃⲃⲁⲧⲟⲛ
24 ૨૪ દેખાવ પ્રમાણે ન્યાય ન કરો, પણ સચ્ચાઈપૂર્વક ન્યાય કરો.’”
ⲕ̅ⲇ̅ⲙⲡⲣⲕⲣⲓⲛⲉ ⲕⲁⲧⲁ ⲟⲩⲙⲛⲧⲣⲉϥϫⲓ ϩⲟ ⲁⲗⲗⲁ ⲕⲣⲓⲛⲉ ⲙⲡϩⲁⲡ ⲙⲙⲉ
25 ૨૫ ત્યારે યરુશાલેમમાંના કેટલાકે કહ્યું કે, ‘જેમને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે, તે શું એ જ નથી?
ⲕ̅ⲉ̅ⲛⲉⲩⲛ ϩⲟⲓⲛⲉ ϭⲉ ϫⲱ ⲙⲙⲟⲥ ϩⲛ ⲛⲣⲙⲑⲓⲉⲣⲟⲩⲥⲁⲗⲏⲙ ϫⲉ ⲙⲏ ⲙⲡⲁⲓ ⲁⲛ ⲡⲉⲧⲟⲩϣⲓⲛⲉ ⲛⲥⲱϥ ⲉⲙⲟⲟⲩⲧϥ
26 ૨૬ પણ જુઓ, તે તો જાહેર રીતે બોલે છે અને તેઓ તેમને કંઈ કહેતાં નથી! અધિકારીઓ શું ખરેખર જાણતા હશે કે એ ખ્રિસ્ત જ છે?
ⲕ̅ⲋ̅ⲁⲩⲱ ⲉⲓⲥ ϩⲏⲏⲡⲉ ϥϣⲁϫⲉ ϩⲛ ⲟⲩⲡⲁⲣⲣⲏⲥⲓⲁ ⲁⲩⲱ ⲛⲥⲉϫⲉ ⲗⲁⲁⲩ ⲛⲁϥ ⲁⲛ ⲙⲏⲡⲱⲥ ⲁⲩⲉⲓⲙⲉ ⲛⲁⲙⲉ ⲛϭⲓ ⲛⲁⲣⲭⲱⲛ ⲁⲩⲱ ⲛⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ϫⲉ ⲡⲁⲓ ⲡⲉ ⲡⲉⲭⲥ
27 ૨૭ તોપણ અમે તે માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી આવેલો છે; પણ જયારે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણશે નહિ કે તે ક્યાંથી આવ્યો છે.’”
ⲕ̅ⲍ̅ⲁⲗⲗⲁ ⲡⲁⲓ ⲧⲛⲥⲟⲟⲩⲛ ⲙⲙⲟϥ ϫⲉ ⲟⲩⲉⲃⲟⲗ ⲧⲱⲛ ⲡⲉ ⲡⲉⲭⲥ ⲇⲉ ⲛⲧⲟϥ ⲉϥϣⲁⲛⲉⲓ ⲙⲛ ⲗⲁⲁⲩ ⲛⲁⲉⲓⲙⲉ ϫⲉ ⲟⲩⲉⲃⲟⲗ ⲧⲱⲛ ⲡⲉ
28 ૨૮ એ માટે ઈસુએ ભક્તિસ્થાનમાં બોધ કરતાં બૂમ પાડીને કહ્યું કે, ‘તમે મને જાણો છો અને હું ક્યાંથી આવ્યો છું તે પણ તમે જાણો છો; અને હું તો મારી પોતાની રીતે નથી આવ્યો, પણ જેમણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેમને તમે જાણતા નથી.
ⲕ̅ⲏ̅ⲓⲥ ϭⲉ ⲁϥϫⲓ ϣⲕⲁⲕ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲉⲣⲡⲉ ⲉϥϯ ⲥⲃⲱ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲧⲉⲧⲛⲥⲟⲟⲩⲛ ⲙⲙⲟⲓ ⲁⲩⲱ ⲧⲉⲧⲛⲥⲟⲟⲩⲛ ϫⲉ ⲁⲛⲅ ⲟⲩⲉⲃⲟⲗ ⲧⲱⲛ ⲁⲩⲱ ⲛⲧⲁⲓⲉⲓ ⲁⲛ ϩⲁⲣⲟⲓ ⲙⲙⲁⲩⲁⲁⲧ ⲁⲗⲗⲁ ⲟⲩⲙⲉ ⲡⲉ ⲡⲉⲛⲧⲁϥⲧⲁⲟⲩⲟⲉⲓ ⲡⲁⲓ ⲛⲧⲱⲧⲛ ⲉⲛⲧⲉⲧⲛⲥⲟⲟⲩⲛ ⲙⲙⲟϥ ⲁⲛ
29 ૨૯ હું તેમને જાણું છું; કેમ કે હું તેમની પાસેથી આવ્યો છું અને તેમણે મને મોકલ્યો છે.’”
ⲕ̅ⲑ̅ⲁⲛⲟⲕ ϯⲥⲟⲟⲩⲛ ⲙⲙⲟϥ ϫⲉ ϯϣⲟⲟⲡ ϩⲁϩⲧⲏϥ ⲁⲩⲱ ⲡⲉⲧⲙⲙⲁⲩ ⲡⲉ ⲛⲧⲁϥⲧⲁⲟⲩⲟⲉⲓ
30 ૩૦ માટે તેઓએ ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો, માટે કોઈએ તેમના પર હાથ નાખ્યો નહિ.
ⲗ̅ⲛⲉⲩϣⲓⲛⲉ ϭⲉ ⲛⲥⲁ ϭⲟⲡϥ ⲡⲉ ⲁⲩⲱ ⲙⲡⲉⲗⲁⲁⲩ ⲛⲧⲉϥϭⲓϫ ⲉϩⲣⲁⲓ ⲉϫⲱϥ ϫⲉ ⲙⲡⲁⲧⲉ ⲧⲉϥⲟⲩⲛⲟⲩ ⲉⲓ
31 ૩૧ પણ લોકોમાંથી ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો અને તેઓએ કહ્યું કે, ‘ખ્રિસ્ત આવશે, ત્યારે આ માણસે જે ચમત્કારિક ચિહ્નો કર્યા છે તે કરતાં શું તેઓ વધારે કરશે?’”
ⲗ̅ⲁ̅ⲁϩⲁϩ ⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲣⲟϥ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲙⲏⲏϣⲉ ⲁⲩⲱ ⲛⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲉⲣϣⲁⲛⲡⲉⲭⲥ ⲉⲓ ⲙⲏ ⲉϥⲛⲁⲣ ϩⲟⲩⲟ ⲉⲙⲙⲁⲓⲛ ⲉⲛⲧⲁⲡⲁⲓ ⲁⲁⲩ
32 ૩૨ તેમને વિષે લોકો એવી ગણગણાટ કરતા હતા, તે ફરોશીઓએ સાંભળ્યું, ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેમને પકડવાને અધિકારીઓ મોકલ્યા.
ⲗ̅ⲃ̅ⲁⲛⲉⲫⲁⲣⲓⲥⲁⲓⲟⲥ ϭⲉ ⲥⲱⲧⲙ ⲉⲡⲙⲏⲏϣⲉ ⲉⲩⲕⲣⲙⲣⲙ ⲛⲛⲁⲓ ⲉⲧⲃⲏⲏⲧϥ ⲁⲩⲱ ⲁⲩϫⲟⲟⲩ ⲛϭⲓ ⲛⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ⲙⲛ ⲛⲉⲫⲁⲣⲓⲥⲁⲓⲟⲥ ⲛϩⲉⲛϩⲩⲡⲏⲣⲉⲧⲏⲥ ϫⲉⲕⲁⲥ ⲉⲩⲉϭⲟⲡϥ
33 ૩૩ ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હજી થોડો સમય હું તમારી સાથે છું, પછી જેમણે મને મોકલ્યો છે તેમની પાસે હું જાઉં છું.
ⲗ̅ⲅ̅ⲡⲉϫⲁϥ ϭⲉ ⲛϭⲓ ⲓⲥ ϫⲉ ⲉⲧⲓ ⲕⲉⲕⲟⲩⲓ ⲛⲟⲩⲟⲓϣ ⲡⲉϯϣⲟⲟⲡ ⲛⲙⲙⲏⲧⲛ ⲁⲩⲱ ϯⲛⲁⲃⲱⲕ ϣⲁ ⲡⲉⲛⲧⲁϥⲧⲁⲟⲩⲟⲉⲓ
34 ૩૪ તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ; અને જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી.’”
ⲗ̅ⲇ̅ⲧⲉⲧⲛⲁϣⲓⲛⲉ ⲛⲥⲱⲉⲓ ⲛⲧⲉⲧⲛⲧⲙϩⲉ ⲉⲣⲟⲉⲓ ⲁⲩⲱ ⲡⲙⲁ ⲁⲛⲟⲕ ⲉϯⲙⲙⲟϥ ⲛⲧⲱⲧⲛ ⲛⲧⲉⲧⲛⲁϣ ⲉⲓ ⲁⲛ ⲉⲣⲟϥ
35 ૩૫ ત્યારે યહૂદીઓએ અંદરોઅંદર કહ્યું કે, ‘આ માણસ ક્યાં જશે કે આપણને જડશે જ નહિ? શું ગ્રીકોમાં વેરાઈ ગયેલાઓની પાસે જઈને તે ગ્રીકોને બોધ કરશે?
ⲗ̅ⲉ̅ⲡⲉϫⲉ ⲛⲓⲟⲩⲇⲁⲓ ϭⲉ ⲛⲛⲉⲩⲉⲣⲏⲩ ϫⲉ ⲉⲣⲉⲡⲁⲓ ⲛⲁⲃⲱⲕ ⲉⲧⲱⲛ ϫⲉ ⲁⲛⲟⲛ ⲛⲧⲛⲛⲁϩⲉ ⲁⲛ ⲉⲣⲟϥ ⲙⲏ ⲉϥⲛⲁⲃⲱⲕ ⲉϩⲣⲁⲓ ⲉⲧⲇⲓⲁⲥⲡⲟⲣⲁ ⲛⲛϩⲉⲗⲗⲏⲛ ⲛϥϯ ⲥⲃⲱ ⲛⲟⲩⲉⲓⲉⲛⲓⲛ
36 ૩૬ ‘તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ અને જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી એવી જે વાત તેણે કહી તે શી છે?’”
ⲗ̅ⲋ̅ⲟⲩ ⲡⲉ ⲡⲉⲓϣⲁϫⲉ ⲉⲛⲧⲁϥϫⲟⲟⲥ ϫⲉ ⲧⲉⲧⲛⲁϣⲓⲛⲉ ⲛⲥⲱⲉⲓ ⲛⲧⲉⲧⲛⲧⲙϩⲉ ⲉⲣⲟⲉⲓ ⲁⲩⲱ ⲡⲙⲁ ⲁⲛⲟⲕ ⲉϯⲙⲙⲟϥ ⲛⲧⲱⲧⲛ ⲛⲧⲉⲧⲛⲁϣ ⲉⲓ ⲁⲛ ⲉⲣⲟϥ
37 ૩૭ હવે પર્વના છેલ્લાં તથા મહાન દિવસે ઈસુએ ઊભા રહીને ઊંચા અવાજે કહ્યું કે, ‘જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ.
ⲗ̅ⲍ̅ϩⲣⲁⲓ ⲇⲉ ϩⲙ ⲡϩⲁⲉ ⲛϩⲟⲟⲩ ⲛⲟϭ ⲛⲧⲉ ⲡϣⲁ ⲛⲉⲣⲉⲓⲥ ⲁϩⲉⲣⲁⲧϥ ⲁⲩⲱ ⲛⲉϥⲁϣⲕⲁⲕ ⲉⲃⲟⲗ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲡⲉⲧⲟⲃⲉ ⲙⲁⲣⲉϥⲉⲓ ϣⲁⲣⲟⲉⲓ ⲛϥⲥⲱ
38 ૩૮ શાસ્ત્રવચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.’”
ⲗ̅ⲏ̅ⲡⲉⲧⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲣⲟⲉⲓ ⲕⲁⲧⲁ ⲑⲉ ⲉⲛⲧⲁⲧⲉⲅⲣⲁⲫⲏ ϫⲟⲟⲥ ⲟⲩⲛ ϩⲉⲛⲉⲓⲉⲣⲱⲟⲩ ⲛⲁϩⲁⲧⲉ ⲉⲃⲟⲗ ⲛϩⲏⲧϥ ⲙⲙⲟⲟⲩ ⲉϥⲟⲛϩ
39 ૩૯ પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું; કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો.
ⲗ̅ⲑ̅ⲛⲧⲁϥϫⲉ ⲡⲁⲓ ⲇⲉ ⲉⲧⲃⲉ ⲡⲉ ⲡⲛⲁ ⲉⲧⲟⲩⲛⲁϫⲓⲧϥ ⲛϭⲓ ⲛⲉⲛⲧⲁⲩⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲣⲟϥ ⲛⲉ ⲙⲡⲁⲧⲟⲩϫⲓ ⲡⲛⲁ ⲅⲁⲣ ⲡⲉ ϫⲉ ⲓⲥ ⲛⲉⲙⲡⲁⲧϥϫⲓ ⲉⲟⲟⲩ ⲡⲉ
40 ૪૦ તે માટે લોકોમાંથી કેટલાકે તે વાતો સાંભળીને કહ્યું કે, ‘આવનાર પ્રબોધક ખરેખર તે જ છે.’”
ⲙ̅ϩⲟⲓⲛⲉ ϭⲉ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲙⲏⲏϣⲉ ⲛⲧⲉⲣⲟⲩⲥⲱⲧⲙ ⲉⲛⲉⲓϣⲁϫⲉ ⲛⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲡⲁⲓ ⲛⲁⲙⲉ ⲡⲉ ⲡⲉⲡⲣⲟⲫⲏⲧⲏⲥ
41 ૪૧ બીજાઓએ કહ્યું, ‘એ જ ખ્રિસ્ત છે.’ પણ કેટલાકે કહ્યું કે, ‘શું ગાલીલમાંથી ખ્રિસ્ત આવવાનો છે?’”
ⲙ̅ⲁ̅ϩⲉⲛⲕⲟⲟⲩⲉ ⲇⲉ ⲛⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲡⲁⲓ ⲡⲉ ⲡⲉⲭⲥ ϩⲟⲓⲛⲉ ⲇⲉ ⲛⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲙⲏ ⲅⲁⲣ ⲉⲣⲉⲡⲉⲭⲥ ⲛⲏⲩ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲅⲁⲗⲓⲗⲁⲓⲁ
42 ૪૨ શું શાસ્ત્રવચનોમાં એવું નથી લખેલું કે, દાઉદના વંશમાંથી તથા બેથલેહેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે?’”
ⲙ̅ⲃ̅ⲛⲧⲁⲧⲉⲅⲣⲁⲫⲏ ⲁⲛ ϫⲟⲟⲥ ϫⲉ ⲉⲣⲉⲡⲉⲭⲥ ⲛⲏⲩ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲉⲥⲡⲉⲣⲙⲁ ⲛⲇⲁⲩⲉⲓⲇ ⲁⲩⲱ ⲉⲃⲟⲗ ϩⲛ ⲃⲏⲑⲗⲉⲉⲙ ⲡϯⲙⲉ ⲉⲣⲉⲇⲁⲩⲉⲓⲇ ϣⲟⲟⲡ ⲛϩⲏⲧϥ
43 ૪૩ એ માટે તેને વિષે લોકોમાં ભાગલાં પડ્યાં.
ⲙ̅ⲅ̅ⲁⲩⲡⲱⲣϫ ϭⲉ ϣⲱⲡⲉ ϩⲙ ⲡⲙⲏⲏϣⲉ ⲉⲧⲃⲏⲏⲧϥ
44 ૪૪ તેઓમાંના કેટલાકે તેને પકડવા ચાહ્યું; પણ તેમના પર કોઈએ હાથ નાખ્યો નહિ.
ⲙ̅ⲇ̅ϩⲟⲓⲛⲉ ⲇⲉ ⲉⲃⲟⲗ ⲛϩⲏⲧⲟⲩ ⲛⲉⲩⲟⲩⲱϣ ⲉϭⲟⲡϥ ⲁⲗⲗⲁ ⲙⲡⲉⲗⲁⲁⲩ ⲛⲛⲉϥϭⲓϫ ⲉϩⲣⲁⲓ ⲉϫⲱϥ
45 ૪૫ ત્યારે અધિકારીઓ મુખ્ય યાજકોની તથા ફરોશીઓની પાસે આવ્યા; અધિકારીઓએ તેઓને પૂછ્યું કે, ‘તમે તેને કેમ લાવ્યા નહિ?’”
ⲙ̅ⲉ̅ⲁⲩⲃⲱⲕ ϭⲉ ⲛϭⲓ ⲛϩⲩⲡⲏⲣⲉⲧⲏⲥ ϣⲁ ⲛⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ⲙⲛ ⲛⲉⲫⲁⲣⲓⲥⲁⲓⲟⲥ ⲁⲩⲱ ⲡⲉϫⲉ ⲛⲏ ⲛⲁⲩ ϫⲉ ⲉⲧⲃⲉ ⲟⲩ ⲙⲡⲉⲧⲛⲛⲧϥ
46 ૪૬ ત્યારે અધિકારીઓએ ઉત્તર આપ્યો કે ‘એમના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.’”
ⲙ̅ⲋ̅ⲁⲩⲟⲩⲱϣⲃ ⲛϭⲓ ⲛϩⲩⲡⲏⲣⲉⲧⲏⲥ ϫⲉ ⲙⲡⲉⲣⲱⲙⲉ ϣⲁϫⲉ ⲉⲛⲉϩ ⲛⲑⲉ ⲙⲡⲉⲓⲣⲱⲙⲉ
47 ૪૭ ત્યારે ફરોશીઓએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘શું, તમે પણ ગેરમાર્ગે ખેંચાયા?
ⲙ̅ⲍ̅ⲁⲩⲟⲩⲱϣⲃ ⲛⲁⲩ ⲛϭⲓ ⲛⲉⲫⲁⲣⲓⲥⲁⲓⲟⲥ ϫⲉ ⲙⲏ ⲛⲧⲁⲧⲉⲧⲛⲡⲗⲁⲛⲁ ϩⲱⲧⲧⲏⲩⲧⲛ
48 ૪૮ અધિકારીઓ અથવા ફરોશીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે?
ⲙ̅ⲏ̅ⲙⲏ ⲁⲗⲁⲁⲩ ⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲣⲟϥ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲁⲣⲭⲱⲛ ⲏ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲉⲫⲁⲣⲓⲥⲁⲓⲟⲥ
49 ૪૯ પણ આ જે લોકો નિયમશાસ્ત્ર નથી જાણતા તેઓ શાપિત છે.’”
ⲙ̅ⲑ̅ⲁⲗⲗⲁ ⲡⲉⲓⲙⲏⲏϣⲉ ⲉⲧⲉ ⲛϥⲥⲟⲟⲩⲛ ⲁⲛ ⲙⲡⲛⲟⲙⲟⲥ ⲥⲉϣⲟⲟⲡ ϩⲁ ⲡⲥⲁϩⲟⲩ
50 ૫૦ નિકોદેમસ તેઓમાંનો એક, જે અગાઉ ઈસુની પાસે આવ્યો હતો, તે તેઓને પૂછે છે,
ⲛ̅ⲡⲉϫⲉ ⲛⲓⲕⲟⲇⲏⲙⲟⲥ ⲛⲁⲩ ⲡⲉⲛⲧⲁϥⲉⲓ ϣⲁ ⲓⲥ ⲛϣⲟⲣⲡ ⲉⲟⲩⲁ ⲉⲃⲟⲗ ⲛϩⲏⲧⲟⲩ ⲡⲉ
51 ૫૧ ‘માણસનું સાંભળ્યાં અગાઉ અને જે તે કરે છે તે જાણ્યાં વિના, આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય કરે છે?’”
ⲛ̅ⲁ̅ϫⲉ ⲙⲏ ⲡⲉⲛⲛⲟⲙⲟⲥ ⲛⲁⲕⲣⲓⲛⲉ ⲙⲡⲣⲱⲙⲉ ⲉⲓⲙⲏⲧⲓ ⲛϥⲥⲱⲧⲙ ⲉⲣⲟϥ ⲛϣⲟⲣⲡ ⲁⲩⲱ ⲛϥⲉⲓⲙⲉ ϫⲉ ⲟⲩ ⲡⲉⲧϥⲉⲓⲣⲉ ⲙⲙⲟϥ
52 ૫૨ તેઓએ તેને ઉત્તર આપ્યો કે, ‘શું તું પણ ગાલીલનો છે? શોધ કરીને જો, કેમ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી ઉત્પન્ન થવાનો નથી.’”
ⲛ̅ⲃ̅ⲁⲩⲟⲩⲱϣⲃ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲁϥ ϫⲉ ⲙⲏ ⲛⲧⲕ ⲟⲩⲉⲃⲟⲗ ϩⲱⲱⲕ ⲟⲛ ⲛⲧⲅⲁⲗⲓⲗⲁⲓⲁ ϩⲟⲧϩⲧ ⲛⲛⲉⲅⲣⲁⲫⲏ ⲛⲅⲛⲁⲩ ϫⲉ ⲛⲉⲣⲉⲡⲉⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ⲛⲁⲧⲱⲟⲩⲛ ⲁⲛ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲅⲁⲗⲓⲗⲁⲓⲁ
53 ૫૩ પછી તેઓ પોતપોતાને ઘરે ગયા.
ⲛ̅ⲅ̅