< યોહાન 6 >
1 ૧ પછી ઈસુ ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસ કહેવાય છે, તેની સામે બાજુએ ગયા.
Waxaas dabadeed Ciise wuxuu u kacay dhinaca kale oo badda Galili oo ahayd baddii Tiberiyas.
2 ૨ ત્યાં લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે જે ચમત્કારિક ચિહ્નો બીમાર લોકો પર કર્યા હતા, તે તેઓએ જોયા હતા.
Dad badanna way raaceen, waayo, waxay arkeen calaamooyinkii uu ku sameeyey kuwii bukay.
3 ૩ પછી ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા.
Kolkaasaa Ciise buurta u baxay, halkaasna ayuu xertiisii la fadhiistay.
4 ૪ હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું.
Markaasna waxaa dhowayd Iiddii Kormaridda ee ahayd iiddii Yuhuudda.
5 ૫ માટે ઈસુ ઊંચી નજર કરીને પોતાની પાસે આવતા મોટા સમુદાયને જોઈને ફિલિપને પૂછે છે કે, ‘તેમના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?’”
Haddaba Ciise intuu indhihiisii kor u qaaday, ayuu wuxuu arkay dad badan oo soo socda, wuxuuna Filibos ku yidhi, Xaggee baynu kibis ka soo iibinnaa inay kuwanu cunaan?
6 ૬ જોકે ઈસુએ ફિલિપને પારખવા માટે એ પૂછ્યું હતું; કેમ કે ઈસુ પોતે શું કરવાના હતા તે તે પોતે જાણતા હતા.
Wuxuu waxaas ugu yidhi inuu jirrabo isaga, waayo, isaga qudhiisu waa ogaa wuxuu samayn lahaa.
7 ૭ ફિલિપે તેમને જવાબ આપ્યો, ‘બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.’”
Filibos wuxuu ugu jawaabay, Laba boqol oo dinaar oo kibis ahi kuma filla in nin walba wax yar qaato.
8 ૮ તેમના શિષ્યોમાંના એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે કે,
Markaasaa xertiisii midkood oo Andaros la odhan jiray oo Simoon Butros walaalkiis ahaa wuxuu ku yidhi,
9 ૯ ‘એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?’”
Halkan waxaa jooga wiil qaba shan kibsood oo shaciir ah iyo laba kalluun, laakiin waxaasi maxay u tarayaan dad sidan u badan?
10 ૧૦ ઈસુએ કહ્યું કે, ‘લોકોને બેસાડો.’ તે જગ્યાએ ઘણું ઘાસ હતું. અને તેઓ બેસી ગયા, પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની હતી.
Markaasaa Ciise yidhi, Dadka fadhiisiya. Meeshaasina waxay lahayd doog badan. Haddaba nimankii waa fadhiisteen, tiradooduna qiyaastii waxay ahayd shan kun.
11 ૧૧ ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને વહેંચી; માછલીઓમાંથી પણ જેટલું જોઈએ તેટલું વહેચ્યું.
Haddaba Ciise kibistuu qaaday, oo goortuu mahadnaqay ayuu u qaybiyey kuwii fadhiyey, sidaas oo kalena kalluunkii intay doonayeen.
12 ૧૨ તેઓ તૃપ્ત થયા પછી ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘કંઈ નકામું ન જાય માટે વધેલા ટુકડાં એકઠા કરો.’”
Markay wada dhergeen, wuxuu xertiisii ku yidhi, Ururiya jajabkii hadhay, waxba yaanay ka hallaabin.
13 ૧૩ માટે તેઓએ તે એકઠા કર્યા અને તે જવની પાંચ રોટલીમાંના જે વધેલા ટુકડાં જમનારાંઓએ રહેવા દીધાં હતા, તેઓની બાર ટોપલી ભરી.
Sidaa aawadeed ayay ururiyeen, oo laba iyo toban dambiilood ayay ka buuxiyeen jajabkii ka hadhay kuwii shantii kibsood oo shaciirka ahayd cunay.
14 ૧૪ માટે તે લોકોએ ઈસુએ કરેલું એ ચમત્કારિક ચિહ્ન જોઈને કહ્યું કે, ‘જે પ્રબોધક દુનિયામાં આવનાર છે, તે ખરેખર આ જ છે.’”
Haddaba dadkii markay arkeen calaamadii uu sameeyey, waxay yidhaahdeen, Runtii, kanu waa nebigii dunida iman lahaa.
15 ૧૫ લોકો આવીને મને રાજા બનાવવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.
Ciise wuxuu gartay inay imanayaan inay qabtaan oo boqor ka dhigaan, sidaas daraaddeed ayuu mar kale keligiis buurta u baxay.
16 ૧૬ સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સમુદ્રકિનારે ગયા.
Markii makhribkii la gaadhay ayaa xertiisii badda u baxday.
17 ૧૭ હોડીમાં બેસીને તેઓ કપરનાહૂમ જવાને સમુદ્રના સામેના કિનારે જતા હતા. તે સમયે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા.
Waxayna fuuleen doonni, oo badday ka tallaabayeen ilaa Kafarna'um. Oo markiiba gudcur bay ahayd, Ciisena weli uma uu iman.
18 ૧૮ ભારે પવન આવવાથી સમુદ્ર ઊછળતો હતો.
Badduna way isku kacday, dabayl weyn oo dhacday aawadeed.
19 ૧૯ જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ કે છ કિલોમિટર ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા જોઈને તેઓ ગભરાઈ ગયા.
Haddaba markay seeb ku wadeen qiyaas shan iyo labaatan ama soddon istaadiyon, waxay arkeen Ciise oo badda ku dul socda oo doonnida u soo dhowaanaya, wayna baqeen.
20 ૨૦ પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘એ તો હું છું, ગભરાશો નહિ.’”
Laakiin wuxuu ku yidhi, Waa aniga ee ha baqina.
21 ૨૧ ત્યારે આનંદથી તેઓએ ઈસુને હોડીમાં લીધા અને તેઓ જ્યાં જતા હતા તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી.
Sidaa aawadeed waxay doonayeen inay doonnida ku qaadaan, oo markiiba doonnidu waxay joogtay dhulkay u socdeen.
22 ૨૨ બીજે દિવસે, જે લોકો સમુદ્રને પેલે કિનારે ઊભા રહ્યા હતા તેઓએ જોયું કે, એક હોડી વિના બીજી તે સ્થળે ન હતી. અને તે હોડીમાં ઈસુ પોતાના શિષ્યો સાથે ગયા ન હતા, પણ એકલા તેમના શિષ્યો ગયા હતા.
Maalintii labaad dadkii badnaa oo badda dhankeeda kale taagnaa, waxay arkeen inaan doonni kale joogin mid maahee, oo aan Ciisena taas la fuulin xertiisii, laakiin in xertiisii keligood baxeen.
23 ૨૩ તોપણ જ્યાં પ્રભુએ આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, તે સ્થળ પાસેના તિબેરિયસથી બીજી હોડીઓ આવી.
Laakiin waxaa Tiberiyas ka yimid doonniyo, wayna u soo dhowaadeen meeshii kibistii lagu cunay markuu Rabbigu mahadnaqay dabadeed.
24 ૨૪ માટે જયારે તે લોકોએ જોયું કે ઈસુ તેમ જ તેમના શિષ્યો તે સ્થળે નથી, ત્યારે તેઓ પોતે હોડીઓમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કપરનાહૂમ આવ્યા.
Markii dadkii badnaa arkeen inaan Ciise halkaas joogin iyo xertiisiiba, waxay fuuleen doonniyihii, wayna yimaadeen Kafarna'um, iyagoo Ciise doondoonaya.
25 ૨૫ પછી સમુદ્રને પેલે કિનારે તેઓએ તેમને મળીને પૂછ્યું કે, ‘ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા?’”
Oo markay isaga ka heleen badda dhinaceeda kale, waxay ku yidhaahdeen, Macallimow, goormaad halkan timid?
26 ૨૬ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, તમે ચમત્કારિક ચિહ્નો જોયા તે માટે મને શોધતાં નથી, પણ તમે રોટલી ખાઈને તૃપ્ત થયા તે માટે શોધો છો.
Ciise ayaa u jawaabay oo ku yidhi, Runtii, runtii, waxaan idinku leeyahay, Iima doondoontaan calaamooyinkii aad aragteen aawadood ee waa kibistii aad cunteen oo aad ka dheregteen aawadeed.
27 ૨૭ જે ખોરાક નાશવંત છે તેને માટે નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વરપિતાએ તેના પર મહોર કરી છે.’” (aiōnios )
Ha u shaqaynina cuntada hallaabaysa, laakiin u shaqeeya cuntada sii jiraysa ilaa nolosha weligeed ah ee Wiilka Aadanahu idin siin doono, waayo, isaga Aabbaha Ilaaha ah ayaa caddeeyey. (aiōnios )
28 ૨૮ ત્યારે તેઓએ તેમને પૂછ્યું કે, ‘અમે ઈશ્વરનાં કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ?’”
Sidaas aawadeed waxay ku yidhaahdeen, Maxaannu yeelnaa si aannu shuqullada Ilaah u samayno?
29 ૨૯ ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેને તેમણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે.’”
Ciise ayaa u jawaabay oo ku yidhi, Kanu waa shuqulkii Ilaah inaad rumaysataan kii uu soo diray.
30 ૩૦ માટે તેઓએ તેમને કહ્યું, “તમે કયું ચમત્કારિક ચિહ્ન દેખાડો છો કે અમે તે જોઈને તમારા પર વિશ્વાસ કરીએ? તમે શું કામ કરો છો?
Sidaa darteed waxay ku yidhaahdeen, Haddaba calaamadee baad samaynaysaa inaannu aragno oo ku rumaysanno? Maxaad, samaynaysaa?
31 ૩૧ અમારા પૂર્વજોએ તો અરણ્યમાં માન્ના ખાધું, જેમ લખેલું છે કે, તેમણે સ્વર્ગમાંથી તેઓને ખાવાને રોટલી આપી.”
Awowayaasheen waxay cidlada ku cuneen maannada sidii loo qoray, Wuxuu samada ka siiyey kibis ay cunaan.
32 ૩૨ ત્યારે ઈસુએ તેઓને કહ્યું, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘તે રોટલી મૂસાએ સ્વર્ગમાંથી તમને આપી નથી, પણ સ્વર્ગમાંથી જે ખરી રોટલી આવે છે, તે મારા પિતા તમને આપે છે.
Haddaba Ciise wuxuu ku yidhi, Runtii, runtii, waxaan idinku leeyahay, Muuse samada idinkama siin kibistii, laakiin Aabbahay baa samada idinka siiya kibista runta ah.
33 ૩૩ કેમ કે સ્વર્ગમાંથી જે ઊતરીને માનવજગતને જીવન આપે છે, તે ઈશ્વરની રોટલી છે.’”
Waayo, kibista Ilaah waa kan samada ka soo degay oo dunida nolosha siiya.
34 ૩૪ ત્યારે તેઓએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે રોટલી સદા અમને આપો.’”
Haddaba waxay ku yidhaahdeen, Sayidow, kibistan mar walba na sii.
35 ૩૫ ઈસુએ તેઓને કહ્યું, ‘જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.
Markaasaa Ciise wuxuu ku yidhi, Anigu waxaan ahay kibista nolosha. Kii ii yimaadaa ma gaajoon doono, kii i rumaystaana ma harraadi doono weligiis.
36 ૩૬ પણ મેં તમને કહ્યું કે, તમે મને જોયો છે, તોપણ વિશ્વાસ કરતા નથી.
Laakiin waxaan idiin sheegay inaad i aragteen, mase rumaysataan.
37 ૩૭ પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ.
Dhammaan wuxuu Aabbuhu i siiyo way ii iman doonaan, oo kii ii yimaadana ma eryi doono.
38 ૩૮ કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને સ્વર્ગથી ઊતર્યો છું.
Waayo, waxaan samada uga soo degay ma aha inaan doonistayda yeelo, laakiinse inaan yeelo doonista kii i soo diray.
39 ૩૯ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે, તેમણે મને જે સર્વ આપ્યું છે, તેમાંથી હું કંઈ ખોઉં નહીં, પણ છેલ્લાં દિવસે તેને પાછું ઉઠાડું.
Tanu waa doonistii kii i soo diray in kuwii uu dhammaan i siiyey aanan midna ka lumin, laakiin inaan maalinta u dambaysa soo sara kiciyo.
40 ૪૦ કેમ કે મારા પિતાની ઇચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.’” (aiōnios )
Waayo, tanu waa doonistii Aabbahay in mid kasta oo Wiilka arka oo rumaysta uu nolosha weligeed ah lahaado, aniguna maalinta u dambaysa waan soo sara kicin doonaa. (aiōnios )
41 ૪૧ એ માટે યહૂદીઓએ તેમને વિષે બડબડાટ કર્યો; કેમ કે તેમણે કહ્યું હતું કે, ‘સ્વર્ગમાંથી ઊતરેલી રોટલી હું છું.’”
Sidaas aawadeed Yuhuuddu way gunuuneceen, maxaa yeelay, wuxuu yidhi, Anigu waxaan ahay kibista samada ka soo degtay.
42 ૪૨ તેઓએ કહ્યું કે, ‘યૂસફનો દીકરો, ઈસુ જેનાં માતાપિતાને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે, સ્વર્ગમાંથી હું ઊતર્યો છું?’”
Waxayna yidhaahdeen, Kanu miyaanu ahayn Ciise, ina Yuusuf, kaannu aabbihiis iyo hooyadiis naqaan? Hadda sidee buu u leeyahay, Samada baan ka soo degay?
43 ૪૩ ઈસુએ જવાબ આપ્યો કે, ‘તમે અંદરોઅંદર બડબડાટ ન કરો.
Markaasaa Ciise u jawaabay oo ku yidhi, Ha ka gunuunecina dhexdiinna.
44 ૪૪ જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના તેડ્યાં વગર કોઈ મનુષ્ય મારી પાસે આવી શકતો નથી; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.
Ninna iima iman karo hadduusan Aabbihii i soo diray soo jiidin, aniguna maalinta u dambaysa waan soo sara kicin doonaa.
45 ૪૫ પ્રબોધકના પુસ્તકમાં એમ લખેલું છે કે, ‘તેઓ સઘળા ઈશ્વરથી શીખેલા થશે. તો જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે.
Waxaa ku qoran kitaabbadii nebiyada, Kulligood Ilaah baa wax bari doona. Mid kasta oo Aabbaha wax ka maqlay oo ka bartay waa ii yimaadaa.
46 ૪૬ કેમ કે કોઈ માણસે પિતાને જોયા નથી; ઈશ્વરની પાસેથી જે આવ્યો છે; તેણે જ પિતાને જોયા છે.’”
Ma aha in nin arkay Aabbaha, kii Ilaah ka yimid mooyaane. Isagu waa arkay Aabbaha.
47 ૪૭ હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે. (aiōnios )
Runtii, runtii, waxaan idinku leeyahay, Kii i rumaystaa, wuxuu leeyahay nolosha weligeed ah. (aiōnios )
48 ૪૮ જીવનની રોટલી હું છું.
Anigu waxaan ahay kibista nolosha.
49 ૪૯ તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, અને તેઓ મૃત્યુ પામ્યા.
Awowayaashiin waxay cidlada ku cuneen maannada, oo ay dhinteen.
50 ૫૦ પણ જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી છે, તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મૃત્યુ પામે નહિ.
Tanu waa kibistii samada ka soo degtay, in qof kasta cuno oo uusan dhiman.
51 ૫૧ સ્વર્ગમાંથી ઊતરેલી જીવનની રોટલી હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે; જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે માનવજગતના જીવનને માટે હું આપીશ.’” (aiōn )
Anigu waxaan ahay kibista nool ee samada ka soo degtay. Haddii qof uun kibistan cuno, weligiis wuu noolaan doonaa. Oo kibistaan siin doonaa waa jidhkayga, nolosha dunida aawadeed. (aiōn )
52 ૫૨ તે માટે યહૂદીઓએ અંદરોઅંદર વાદવિવાદ કરતાં કહ્યું કે, ‘એ માણસ પોતાનું માંસ આપણને ખાવાને શી રીતે આપી શકે?’”
Sidaa aawadeed Yuhuuddu way isla murmeen iyagoo leh, Kanu sidee buu jidhkiisa inoo siin karaa inaannu cunno?
53 ૫૩ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું રક્ત ન પીઓ, તો તમારામાં જીવન નથી.
Ciise haddaba wuxuu ku yidhi, Runtii, runtii, waxaan idinku leeyahay, Haddaydnan jidhkii Wiilka Aadanaha cunin oo dhiiggiisa cabbin nolosha kuma lihidin gudihiinna.
54 ૫૪ જે કોઈ મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તેને અનંતજીવન છે; છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ. (aiōnios )
Oo kii jidhkayga cuna oo dhiiggayga cabba wuxuu leeyahay nolosha weligeed ah, oo maalinta u dambaysa waan soo sara kicin doonaa. (aiōnios )
55 ૫૫ કેમ કે મારું માંસ ખરેખરો ખોરાક છે અને મારું રક્ત ખરેખરું પીણું છે.
Waayo, runtii jidhkaygu waa cunto, dhiiggayguna runtii waa wax la cabbo.
56 ૫૬ જે મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું.
Kii jidhkayga cuna oo dhiiggayga cabba wuu igu jiraa, anna waan ku jiraa isaga.
57 ૫૭ જેમ જીવતા પિતાએ મને મોકલ્યો છે અને હું પિતા દ્વારા જીવું છું; તેમ જે મને ખાય છે, તે પણ મારે સહારે જીવશે.
Sida Aabbaha nool ii soo diray, aniguna Aabbahaan u noolahay daraaddiis, sidaasaa kii i cunaa isaguna u nolaan doonaa daraadday.
58 ૫૮ જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી તે એ જ છે; જેમ તમારા પૂર્વજો ખાઈને મૃત્યુ પામ્યા તેવી રોટલી એ નથી; પણ આ રોટલી જે ખાય છે, તે સદા જીવતો રહેશે.’” (aiōn )
Tanu waa kibista samada ka soo degtay, ma aha sida tii awowayaashiin cuneen oo ay dhinteen. Kii kibistan cunaa, weligiis wuu noolaan doonaa. (aiōn )
59 ૫૯ તેમણે કપરનાહૂમના સભાસ્થાનમાં બોધ કરતાં એ વાતો કહી.
Waxyaalahaas ayuu sunagogga kaga dhex hadlay intuu Kafarna'um wax ku barayay.
60 ૬૦ એ માટે તેમના શિષ્યોમાંના ઘણાંએ તે સાંભળીને કહ્યું કે, ‘આ વાત કઠણ છે, તે કોણ સાંભળી શકે?’”
Sidaa aawadeed xertiisii badidood markay maqleen, waxay yidhaahdeen, Hadalkaasu waa adag yahay. Yaa maqli kara?
61 ૬૧ પણ મારા શિષ્યો જ તે વિષે કચકચ કરે છે એ ઈસુએ પોતાના મનમાં જાણીને તેઓને કહ્યું કે, ‘શું તમને આ વાતથી માઠું લાગ્યું છે?
Laakiin Ciise qudhiisu wuu ogaa in xertiisu taas ka gunuunacday, wuxuuna ku yidhi, Taas ma ka xun tihiin?
62 ૬૨ ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલાં હતો ત્યાં જો તેને પાછો ચઢતાં તમે જુઓ તો કેમ?
Haddaba maxay noqon haddaad aragtaan Wiilka Aadanaha oo kor ugu baxaya meeshuu markii hore joogi jiray?
63 ૬૩ જે જીવાડે છે તે આત્મા છે; શરીરથી કંઈ લાભ થતો નથી. જે બાબતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.
Waa ruuxa kan wax nooleeyaa, jidhkuse waxba ma taro. Erayadii aan idinkula hadlayna waxay yihiin ruux iyo nololba.
64 ૬૪ પણ તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.’ કેમ કે કોણ અવિશ્વાસી છે અને કોણ તેમને પરસ્વાધીન કરવાનો છે, તે ઈસુ પહેલેથી જાણતા હતા.
Laakiin waxaa dhexdiina jira qaar idinka mid ah oo aan rumaysan. Waayo, tan iyo bilowgii Ciise waa garanayay kuway ahaayeen kuwa aan rumaysan iyo kuu ahaa kii gacangelin lahaa.
65 ૬૫ તેમણે કહ્યું કે, ‘મેં એ જ કારણથી તમને કહ્યું કે, પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.’”
Markaasuu yidhi, Taas aawadeed waxaan idinku idhi, Qofna iima iman karo haddaan Aabbuhu awood siin.
66 ૬૬ આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણાં પાછા પડી ગયા. અને તેમની સાથે ચાલ્યા નહિ.
Taas dabadeed xertiisii intii badnayd dib bay uga noqdeen, oo mar dambe lama ay socon.
67 ૬૭ તે માટે ઈસુએ બાર શિષ્યો ને પૂછ્યું કે, ‘શું તમે પણ જતા રહેવા ચાહો છો?’”
Haddaba Ciise wuxuu laba-iyo-tobankii ku yidhi, Idinkuna ma doonaysaan inaad tagtaan?
68 ૬૮ સિમોન પિતરે તેમને જવાબ આપ્યો કે, ‘પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે. (aiōnios )
Markaasaa Simoon Butros wuxuu ugu jawaabay, Sayidow, yaannu u tagnaa? Adigaa haya erayadii nolosha weligeed ahe. (aiōnios )
69 ૬૯ અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, ઈશ્વરના પવિત્ર તે તમે છો.’”
Annaguna waa rumaysannay, waana og nahay inaad tahay Kan Quduuska ah ee Ilaah.
70 ૭૦ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘શું મેં તમો બારને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંની એક વ્યક્તિ તો શેતાન છે.’”
Ciise wuxuu ugu jawaabay, Miyaanan idin dooran idinkoo laba iyo toban ah? Mid idinka mid ahna waa cifriid.
71 ૭૧ તેમણે તો સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોત વિષે તે કહ્યું; કેમ કે તે, બાર શિષ્યોમાંનો હોવા છતાં, તેમને પરાધીન કરનાર હતો.
Wuxuu ka hadlay Yuudas ina Simoon Iskariyod, waayo, isaguu ahaa kan gacangelin lahaa, isagoo laba-iyo-tobankii ka mid ahaa.