< યોહાન 6 >

1 પછી ઈસુ ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસ કહેવાય છે, તેની સામે બાજુએ ગયા.
Afterward, Jesus crossed the sea of Galilee, also called of Tiberias;
2 ત્યાં લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે જે ચમત્કારિક ચિહ્નો બીમાર લોકો પર કર્યા હતા, તે તેઓએ જોયા હતા.
and a great multitude followed him, because they had seen the miraculous cures which he had performed.
3 પછી ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા.
And Jesus went up on a mountain; where he sat down with his disciples.
4 હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું.
Now the passover, the Jewish festival, was near.
5 માટે ઈસુ ઊંચી નજર કરીને પોતાની પાસે આવતા મોટા સમુદાયને જોઈને ફિલિપને પૂછે છે કે, ‘તેમના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?’”
Jesus, lifting up his eyes, and perceiving that a great multitude was flocking to him, said to Philip, Whence shall we buy bread to feed these people?
6 જોકે ઈસુએ ફિલિપને પારખવા માટે એ પૂછ્યું હતું; કેમ કે ઈસુ પોતે શું કરવાના હતા તે તે પોતે જાણતા હતા.
(This he said to try him; for he knew himself, what he was to do.)
7 ફિલિપે તેમને જવાબ આપ્યો, ‘બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.’”
Philip answered, Two hundred denarii would not purchase bread enough to afford every one a morsel.
8 તેમના શિષ્યોમાંના એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે કે,
One of his disciples, Andrew, Simon Peter's brother, said to him,
9 ‘એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?’”
Here is a boy who has five barley loaves, and two small fishes; but what are they among so many?
10 ૧૦ ઈસુએ કહ્યું કે, ‘લોકોને બેસાડો.’ તે જગ્યાએ ઘણું ઘાસ હતું. અને તેઓ બેસી ગયા, પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની હતી.
Jesus said, Make the men recline. Now, there was much grass in the place. So they reclined; in number about five thousand.
11 ૧૧ ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને વહેંચી; માછલીઓમાંથી પણ જેટલું જોઈએ તેટલું વહેચ્યું.
And Jesus took the loaves, and having given thanks, distributed them to those who had reclined. He gave them also of the fishes, as much as they would.
12 ૧૨ તેઓ તૃપ્ત થયા પછી ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘કંઈ નકામું ન જાય માટે વધેલા ટુકડાં એકઠા કરો.’”
When they had eat sufficiently, he said to his disciples, Gather up the fragments which remain, that nothing be lost.
13 ૧૩ માટે તેઓએ તે એકઠા કર્યા અને તે જવની પાંચ રોટલીમાંના જે વધેલા ટુકડાં જમનારાંઓએ રહેવા દીધાં હતા, તેઓની બાર ટોપલી ભરી.
They, therefore, gathered, and with the fragments which the people had left of the five barley loaves, they filled twelve baskets.
14 ૧૪ માટે તે લોકોએ ઈસુએ કરેલું એ ચમત્કારિક ચિહ્ન જોઈને કહ્યું કે, ‘જે પ્રબોધક દુનિયામાં આવનાર છે, તે ખરેખર આ જ છે.’”
When those men had seen the miracle which Jesus had wrought they said, This is certainly the prophet who comes into the world.
15 ૧૫ લોકો આવીને મને રાજા બનાવવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.
Then Jesus, knowing that they intended to come and carry him off, to make him king, withdrew again, alone, to the mountain.
16 ૧૬ સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સમુદ્રકિનારે ગયા.
In the evening, his disciples went to the sea,
17 ૧૭ હોડીમાં બેસીને તેઓ કપરનાહૂમ જવાને સમુદ્રના સામેના કિનારે જતા હતા. તે સમયે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા.
and having embarked, were passing by sea to Capernaum. It was now dark; and Jesus had not come to them.
18 ૧૮ ભારે પવન આવવાથી સમુદ્ર ઊછળતો હતો.
And the water was raised by a tempestuous wind.
19 ૧૯ જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ કે છ કિલોમિટર ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા જોઈને તેઓ ગભરાઈ ગયા.
When they had rowed about twenty-five or thirty furlongs, they observed Jesus walking on the sea, very near the bark, and were afraid.
20 ૨૦ પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘એ તો હું છું, ગભરાશો નહિ.’”
But he said to them, It is I, be not afraid.
21 ૨૧ ત્યારે આનંદથી તેઓએ ઈસુને હોડીમાં લીધા અને તેઓ જ્યાં જતા હતા તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી.
Then they gladly received him into the bark; and the bark was immediately at the place whither they were going.
22 ૨૨ બીજે દિવસે, જે લોકો સમુદ્રને પેલે કિનારે ઊભા રહ્યા હતા તેઓએ જોયું કે, એક હોડી વિના બીજી તે સ્થળે ન હતી. અને તે હોડીમાં ઈસુ પોતાના શિષ્યો સાથે ગયા ન હતા, પણ એકલા તેમના શિષ્યો ગયા હતા.
On the next day, the people who were on the seaside, knowing that there had been but one boat there, and that Jesus went not into the boat with his disciples, who went alone,
23 ૨૩ તોપણ જ્યાં પ્રભુએ આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, તે સ્થળ પાસેના તિબેરિયસથી બીજી હોડીઓ આવી.
(other boats, however, arrived from Tiberias, nigh the place where they had eat, after the Lord had given thanks; )
24 ૨૪ માટે જયારે તે લોકોએ જોયું કે ઈસુ તેમ જ તેમના શિષ્યો તે સ્થળે નથી, ત્યારે તેઓ પોતે હોડીઓમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કપરનાહૂમ આવ્યા.
knowing, besides, that neither Jesus nor his disciples were there, embarked, and went to Capernaum, seeking Jesus.
25 ૨૫ પછી સમુદ્રને પેલે કિનારે તેઓએ તેમને મળીને પૂછ્યું કે, ‘ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા?’”
Having found him on the opposite shore, they said to him, Rabbi, when did you come hither?
26 ૨૬ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, તમે ચમત્કારિક ચિહ્નો જોયા તે માટે મને શોધતાં નથી, પણ તમે રોટલી ખાઈને તૃપ્ત થયા તે માટે શોધો છો.
Jesus answered, Most assuredly, I say to you, you seek me, not because you saw miracles, but because you eat of the loaves, and were satisfied.
27 ૨૭ જે ખોરાક નાશવંત છે તેને માટે નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વરપિતાએ તેના પર મહોર કરી છે.’” (aiōnios g166)
Work not for the food which perishes, but for the food which endures through eternal life, which the Son of Man will give you; for to him the Father, that is, God, has given his attestation. (aiōnios g166)
28 ૨૮ ત્યારે તેઓએ તેમને પૂછ્યું કે, ‘અમે ઈશ્વરનાં કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ?’”
They asked him, therefore, What are the works which God requires us to do?
29 ૨૯ ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેને તેમણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે.’”
Jesus answered, This is the work which God requires--that you believe on him whom he has sent forth.
30 ૩૦ માટે તેઓએ તેમને કહ્યું, “તમે કયું ચમત્કારિક ચિહ્ન દેખાડો છો કે અમે તે જોઈને તમારા પર વિશ્વાસ કરીએ? તમે શું કામ કરો છો?
They replied, What miracles, then, do you, that seeing it, we may believe you? What do you perform?
31 ૩૧ અમારા પૂર્વજોએ તો અરણ્યમાં માન્ના ખાધું, જેમ લખેલું છે કે, તેમણે સ્વર્ગમાંથી તેઓને ખાવાને રોટલી આપી.”
Our fathers eat the manna in the desert; as it is written, "He gave them bread of heaven to eat."
32 ૩૨ ત્યારે ઈસુએ તેઓને કહ્યું, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘તે રોટલી મૂસાએ સ્વર્ગમાંથી તમને આપી નથી, પણ સ્વર્ગમાંથી જે ખરી રોટલી આવે છે, તે મારા પિતા તમને આપે છે.
Jesus then said to them, Most assuredly, I say to you, Moses did not give you the bread of heaven: but my Father gives you the true bread of heaven:
33 ૩૩ કેમ કે સ્વર્ગમાંથી જે ઊતરીને માનવજગતને જીવન આપે છે, તે ઈશ્વરની રોટલી છે.’”
for the bread of God is that which descends from heaven, and gives life to the world.
34 ૩૪ ત્યારે તેઓએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે રોટલી સદા અમને આપો.’”
They said, therefore, to him, Master, give us always this bread.
35 ૩૫ ઈસુએ તેઓને કહ્યું, ‘જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.
Jesus answered, I am the bread of life. He who comes to me, shall never hunger; and he who believes on me, shall never thirst.
36 ૩૬ પણ મેં તમને કહ્યું કે, તમે મને જોયો છે, તોપણ વિશ્વાસ કરતા નથી.
But, as I told you, though you have seen me, you do not believe.
37 ૩૭ પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ.
All the Father gives me, will come to me; and him who comes to me, I will not reject.
38 ૩૮ કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને સ્વર્ગથી ઊતર્યો છું.
For I descended from heaven to do, not my own will, but the will of him who sent me.
39 ૩૯ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે, તેમણે મને જે સર્વ આપ્યું છે, તેમાંથી હું કંઈ ખોઉં નહીં, પણ છેલ્લાં દિવસે તેને પાછું ઉઠાડું.
Now, this is the will of him who sent me, that I should lose none of all he has given me, but raise the whole again at the last day.
40 ૪૦ કેમ કે મારા પિતાની ઇચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.’” (aiōnios g166)
This is the will of him who sent me, that whoever recognizes the Son, and believes on him, should obtain eternal life, and that I should raise him again at the last day. (aiōnios g166)
41 ૪૧ એ માટે યહૂદીઓએ તેમને વિષે બડબડાટ કર્યો; કેમ કે તેમણે કહ્યું હતું કે, ‘સ્વર્ગમાંથી ઊતરેલી રોટલી હું છું.’”
The Jews then murmured against him, because he said, I am the bread which descended from heaven:
42 ૪૨ તેઓએ કહ્યું કે, ‘યૂસફનો દીકરો, ઈસુ જેનાં માતાપિતાને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે, સ્વર્ગમાંથી હું ઊતર્યો છું?’”
and they said, Is not this Jesus, the son of Joseph, whose father and mother we know? How, then, does he say, I descended from heaven!
43 ૪૩ ઈસુએ જવાબ આપ્યો કે, ‘તમે અંદરોઅંદર બડબડાટ ન કરો.
Jesus answered, Murmur not amongst yourselves:
44 ૪૪ જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના તેડ્યાં વગર કોઈ મનુષ્ય મારી પાસે આવી શકતો નથી; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.
no man can come to me, unless the Father, who has sent me, draw him; and him I will raise again at the last day.
45 ૪૫ પ્રબોધકના પુસ્તકમાં એમ લખેલું છે કે, ‘તેઓ સઘળા ઈશ્વરથી શીખેલા થશે. તો જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે.
It is written in the prophets, "They shall be taught of God." Every one who has heard, and learned from the Father, comes to me.
46 ૪૬ કેમ કે કોઈ માણસે પિતાને જોયા નથી; ઈશ્વરની પાસેથી જે આવ્યો છે; તેણે જ પિતાને જોયા છે.’”
Not that any man, except him who is from God, has seen the Father.
47 ૪૭ હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે. (aiōnios g166)
Most assuredly, I say to you, he who believes on me has eternal life. (aiōnios g166)
48 ૪૮ જીવનની રોટલી હું છું.
I am the bread of life.
49 ૪૯ તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, અને તેઓ મૃત્યુ પામ્યા.
Your fathers eat the manna in the desert, and died.
50 ૫૦ પણ જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી છે, તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મૃત્યુ પામે નહિ.
Behold the bread which descended from heaven, that whosoever eats of it may not die.
51 ૫૧ સ્વર્ગમાંથી ઊતરેલી જીવનની રોટલી હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે; જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે માનવજગતના જીવનને માટે હું આપીશ.’” (aiōn g165)
I am the living bread, which descended from heaven. Whosoever eats of this bread, shall live forever; and the bread that I will give, is my flesh, which I give for the life of the world. (aiōn g165)
52 ૫૨ તે માટે યહૂદીઓએ અંદરોઅંદર વાદવિવાદ કરતાં કહ્યું કે, ‘એ માણસ પોતાનું માંસ આપણને ખાવાને શી રીતે આપી શકે?’”
The Jews then debated among themselves, saying, How can this man give us his flesh to eat?
53 ૫૩ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું રક્ત ન પીઓ, તો તમારામાં જીવન નથી.
Jesus, therefore, said to them, Most assuredly, I say to you, unless you eat the flesh of the Son of Man, and drink his blood, you have not life in you.
54 ૫૪ જે કોઈ મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તેને અનંતજીવન છે; છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ. (aiōnios g166)
He that eats my flesh, and drinks my blood, has eternal life; and I will raise him again at the last day: (aiōnios g166)
55 ૫૫ કેમ કે મારું માંસ ખરેખરો ખોરાક છે અને મારું રક્ત ખરેખરું પીણું છે.
for my flesh is truly meat, and my blood is truly drink.
56 ૫૬ જે મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું.
He who eats my flesh, and drinks my blood, abides in me, and I abide in him.
57 ૫૭ જેમ જીવતા પિતાએ મને મોકલ્યો છે અને હું પિતા દ્વારા જીવું છું; તેમ જે મને ખાય છે, તે પણ મારે સહારે જીવશે.
As the Father lives, who sent me; and I live by the Father; even so he, who feeds on me, shall live by me.
58 ૫૮ જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી તે એ જ છે; જેમ તમારા પૂર્વજો ખાઈને મૃત્યુ પામ્યા તેવી રોટલી એ નથી; પણ આ રોટલી જે ખાય છે, તે સદા જીવતો રહેશે.’” (aiōn g165)
This is the bread which descended from heaven. It is not like what your fathers eat, for they died: he that eats this bread, shall live for ever. (aiōn g165)
59 ૫૯ તેમણે કપરનાહૂમના સભાસ્થાનમાં બોધ કરતાં એ વાતો કહી.
This discourse he spoke in the synagogue, teaching in Capernaum.
60 ૬૦ એ માટે તેમના શિષ્યોમાંના ઘણાંએ તે સાંભળીને કહ્યું કે, ‘આ વાત કઠણ છે, તે કોણ સાંભળી શકે?’”
Many of his disciples having heard it, said, This is hard doctrine; who can understand it?
61 ૬૧ પણ મારા શિષ્યો જ તે વિષે કચકચ કરે છે એ ઈસુએ પોતાના મનમાં જાણીને તેઓને કહ્યું કે, ‘શું તમને આ વાતથી માઠું લાગ્યું છે?
Jesus, knowing in himself that his disciples murmured at it, said to them, Does this offend you?
62 ૬૨ ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલાં હતો ત્યાં જો તેને પાછો ચઢતાં તમે જુઓ તો કેમ?
What if you should see the Son of Man reascending thither, where he was before?
63 ૬૩ જે જીવાડે છે તે આત્મા છે; શરીરથી કંઈ લાભ થતો નથી. જે બાબતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.
It is the Spirit that quickens; the flesh profits nothing. The words which I speak to you, are spirit and life.
64 ૬૪ પણ તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.’ કેમ કે કોણ અવિશ્વાસી છે અને કોણ તેમને પરસ્વાધીન કરવાનો છે, તે ઈસુ પહેલેથી જાણતા હતા.
But there are some of you who do not believe. (For Jesus knew from the beginning, who they were that did not believe, and who he was that would betray him.)
65 ૬૫ તેમણે કહ્યું કે, ‘મેં એ જ કારણથી તમને કહ્યું કે, પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.’”
He added, Therefore, I said to you, that no man can come to me, unless it be given him by my Father.
66 ૬૬ આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણાં પાછા પડી ગયા. અને તેમની સાથે ચાલ્યા નહિ.
From this time, many of his disciples withdrew, and accompanied him no longer.
67 ૬૭ તે માટે ઈસુએ બાર શિષ્યો ને પૂછ્યું કે, ‘શું તમે પણ જતા રહેવા ચાહો છો?’”
Then said Jesus to the twelve, Will you also go away?
68 ૬૮ સિમોન પિતરે તેમને જવાબ આપ્યો કે, ‘પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે. (aiōnios g166)
Simon Peter answered, Master, to whom should we go? You have the words of eternal life: (aiōnios g166)
69 ૬૯ અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, ઈશ્વરના પવિત્ર તે તમે છો.’”
and we believe, and know that you are the Holy One of God.
70 ૭૦ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘શું મેં તમો બારને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંની એક વ્યક્તિ તો શેતાન છે.’”
Jesus answered them, Have not I chosen you twelve? yet one of you is a spy.
71 ૭૧ તેમણે તો સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોત વિષે તે કહ્યું; કેમ કે તે, બાર શિષ્યોમાંનો હોવા છતાં, તેમને પરાધીન કરનાર હતો.
He meant Judas Iscariot, son of Simon; for it was he who was to betray him, though he was one of the twelve.

< યોહાન 6 >