< યોહાન 4 >

1 હવે ઈસુએ જાણ્યું ફરોશીઓના સાંભળવામાં આવ્યું છે કે, યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય બનાવીને તેઓને બાપ્તિસ્મા આપે છે.
Егда убо разуме Иисус, яко услышаша фарисее, яко Иисус множайшыя ученики творит и крещает, неже Иоанн:
2 ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા,
Иисус же Сам не крещаше, но ученицы Его:
3 ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા.
остави Иудею и иде паки в Галилею.
4 સમરુનમાં થઈને તેમને જવું પડ્યું.
Подобаше же Ему проити сквозе Самарию.
5 માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરુનના સૂખાર નામે એક શહેર આગળ તે આવ્યા.
Прииде убо во град Самарийский, глаголемый Сихарь, близ веси, юже даде Иаков Иосифу сыну своему:
6 ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ ચાલવાથી થાકેલાં હોવાથી તે કૂવા પર બેઠા; તે સમયે આશરે બપોર થઈ હતી.
бе же ту источник Иаковль. Иисус же утруждся от пути, седяше тако на источнице: бе (же) яко час шестый.
7 એક સમરુની સ્ત્રી પાણી ભરવાને કૂવા પર આવી; ઈસુએ તેની પાસે પાણી માગ્યું.’”
Прииде жена от Самарии почерпати воду. Глагола ей Иисус: даждь Ми пити.
8 તેમના શિષ્યો ભોજન વેચાતું લેવાને શહેરમાં ગયા હતા.
Ученицы бо Его отшли бяху во град, да брашно купят.
9 ત્યારે તે સમરૂની સ્ત્રીએ તેમને કહ્યું કે, ‘હું સમરૂની છતાં તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગો છો?’ કેમ કે સમરૂનીઓ સાથે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી.
Глагола Ему жена Самаряныня: како ты Жидовин сый от мене пити просиши, жены Самаряныни сущей? Не прикасаютбося Жидове Самаряном.
10 ૧૦ ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી આપ, તે કોણ છે, તે જો તું જાણતી હોત, તો તું તેમની પાસે પાણી માગત અને તે તને જીવતું પાણી આપત.’”
Отвеща Иисус и рече ей: аще бы ведала еси дар Божий, и Кто есть глаголяй ти: даждь Ми пити: ты бы просила у Него, и дал бы ти воду живу.
11 ૧૧ સ્ત્રીએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમારી પાસે પાણી કાઢવાનું કંઈ સાધન નથી અને કૂવો ઊંડો છે; તો તે જીવતું પાણી તમારી પાસે ક્યાંથી હોય?
Глагола Ему жена: господи, ни почерпала имаши, и студенец есть глубок: откуду убо имаши воду живу?
12 ૧૨ અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો અને યાકૂબે પોતે, તેનાં સંતાનોએ તથા જાનવરોએ તેમાંનું પાણી પીધું, તેઓ કરતાં શું તમે મોટા છો?’”
Еда ты болий еси отца нашего Иакова, иже даде нам студенец сей, и той из него пит и сынове его и скоти его?
13 ૧૩ ઈસુએ તેને કહ્યું કે, ‘જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે;
Отвеща Иисус и рече ей: всяк пияй от воды сея, вжаждется паки:
14 ૧૪ પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે ઝરો અનંતજીવન સુધી વહ્યા કરશે.’” (aiōn g165, aiōnios g166)
а иже пиет от воды, юже Аз дам ему, не вжаждется во веки: но вода, юже (Аз) дам ему, будет в нем источник воды текущия в живот вечный. (aiōn g165, aiōnios g166)
15 ૧૫ સ્ત્રીએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે પાણી મને આપો કે, મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર આવવું ન પડે.’”
Глагола к Нему жена: господи, даждь ми сию воду, да ни жажду, ни прихожду семо почерпати.
16 ૧૬ ઈસુએ તેને કહ્યું કે, ‘જા, તારા પતિને અહીં બોલાવી લાવ.’”
Глагола ей Иисус: иди, пригласи мужа твоего и прииди семо.
17 ૧૭ સ્ત્રીએ ઈસુને કહ્યું કે, ‘મારે પતિ નથી.’”
Отвеща жена и рече (Ему): не имам мужа. Глагола ей Иисус: добре рекла еси, яко мужа не имам:
18 ૧૮ ઈસુ તેને કહે છે, “તેં સાચું કહ્યું કે, ‘તારે પતિ નથી’; કેમ કે તને પાંચ પતિ હતા, અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી; એ તેં સાચું કહ્યું.”
пять бо мужей имела еси, и ныне, егоже имаши, несть ти муж: се воистинну рекла еси.
19 ૧૯ સ્ત્રીએ કહ્યું કે. ‘પ્રભુ, તમે પ્રબોધક છો એમ મને માલૂમ પડે છે.
Глагола Ему жена: Господи, вижу, яко пророк еси Ты:
20 ૨૦ અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે કહો છો કે, જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે.’”
отцы наши в горе сей поклонишася: и вы глаголете, яко во Иерусалимех есть место, идеже кланятися подобает.
21 ૨૧ ઈસુએ તેને કહ્યું કે, ‘સ્ત્રી, મારું માન; એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન કરી શકશો નહિ.
Глагола ей Иисус: жено, веру Ми ими, яко грядет час, егда ни в горе сей, ни во Иерусалимех поклонитеся Отцу:
22 ૨૨ જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો; અમે જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ! કેમ કે ઉદ્ધાર યહૂદીઓમાંથી છે.
вы кланяетеся, егоже не весте: мы кланяемся, егоже вемы, яко спасение от Иудей есть:
23 ૨૩ પણ એવો સમય આવે છે અને હાલ આવી ચૂક્યો છે કે, જયારે ખરા ભજનારા આત્માથી તથા સચ્ચાઈથી પિતાનું ભજન કરશે; કેમ કે એવા ભજનારાઓને પિતા ઇચ્છે છે.
но грядет час, и ныне есть, егда истиннии поклонницы поклонятся Отцу духом и истиною: ибо Отец таковых ищет покланяющихся Ему:
24 ૨૪ ઈશ્વર આત્મા છે અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્માથી તથા સચ્ચાઈથી તેમનું ભજન કરવું જોઈએ.’”
дух (есть) Бог: и иже кланяется Ему, духом и истиною достоит кланятися.
25 ૨૫ સ્ત્રીએ તેમને કહ્યું કે ‘મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે આવે છે, એ હું જાણું છું; તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે.’”
Глагола Ему жена: вем, яко Мессиа приидет, глаголемыи Христос: егда Той приидет, возвестит нам вся.
26 ૨૬ ઈસુએ કહ્યું કે, ‘તારી સાથે જે બોલે છે તે હું છું.’”
Глагола ей Иисус: Аз есмь, глаголяй с тобою.
27 ૨૭ એટલામાં તેમના શિષ્યો આવ્યા; અને ઈસુ જે સ્ત્રી સાથે વાત કરતા હતા તે જોઈને આશ્ચર્ય પામ્યા; પણ કોઈએ ઈસુને કંઈ કહ્યું નહિ કે, ‘તમે શું ચાહો છો અથવા તે સ્ત્રી સાથે કેમ વાત કરો છો.’”
И тогда приидоша ученицы Его и чудяхуся, яко с женою глаголаше: обаче никтоже рече: чесо ищеши? Или: что глаголеши с нею?
28 ૨૮ પછી તે સ્ત્રી પોતાનો પાણીનો ઘડો ત્યાં જ રહેવા દઈને શહેરમાં ગઈ અને લોકોને કહેવા લાગી કે,
Остави же водонос свой жена, и иде во град, и глагола человеком:
29 ૨૯ ‘આવો, મેં જે કર્યું હતું તે બધું જેમણે મને કહી બતાવ્યું તે માણસને જુઓ; તે જ ખ્રિસ્ત છે કે શું?’”
приидите (и) видите Человека, Иже рече ми вся, елика сотворих: еда Той есть Христос?
30 ૩૦ ત્યારે તેઓ શહેરમાંથી બહાર આવીને તેમની પાસે આવવા લાગ્યા.
Изыдоша же из града и грядяху к Нему.
31 ૩૧ તેટલાંમાં શિષ્યોએ તેમને વિનંતી કરી કે, ‘ગુરુજી, ભોજન કરો.’”
Между же сим моляху Его ученицы (Его), глаголюще: Равви, яждь.
32 ૩૨ પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાસે ખાવા માટે ભોજન છે કે જેનાં વિષે તમે જાણતા નથી.’”
Он же рече им: Аз брашно имам ясти, егоже вы не весте.
33 ૩૩ શિષ્યોએ અંદરોઅંદર કહ્યું કે, ‘એમને માટે શું કોઈ કંઈ જમવાનું લાવ્યો હશે?’”
Глаголаху убо ученицы к себе: еда кто принесе Ему ясти?
34 ૩૪ ઈસુએ તેઓને કહ્યું કે, “જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા અને તેમનું કામ પૂર્ણ કરવું, તે જ મારો ખોરાક છે.”
Глагола им Иисус: Мое брашно есть, да сотворю волю Пославшаго Мя и совершу дело Его.
35 ૩૫ તમે શું નથી કહેતાં કે, ‘ચાર મહિના પછી ફસલ પાકશે? હું તમને કહું છું કે, ‘તમારી આંખો ઊંચી કરીને ખેતરો તરફ જુઓ કે, તેઓ કાપણીને માટે સફેદ થઈ ચૂક્યાં છે.
Не вы ли глаголете, яко еще четыри месяцы суть, и жатва приидет? Се, глаголю вам: возведите очи ваши и видите нивы, яко плавы суть к жатве уже:
36 ૩૬ જે કાપે છે તે બદલો પામે છે અને અનંતજીવન માટે ફળનો સંગ્રહ કરે છે; જેથી વાવનાર તથા કાપનાર બન્ને સાથે હર્ષ પામે. (aiōnios g166)
и жняй мзду приемлет и собирает плод в живот вечный, да и сеяй вкупе радуется и жняй: (aiōnios g166)
37 ૩૭ કેમ કે આમાં તે કહેવત સાચી પડે છે કે, ‘એક વાવે છે અને અન્ય કોઈ કાપે છે.’”
о сем бо слово есть истинное, яко ин есть сеяй, и ин (есть) жняй:
38 ૩૮ જેને માટે તમે મહેનત કરી નથી, તે કાપવાને મેં તમને મોકલ્યા છે. બીજાઓએ મહેનત કરી છે અને તમે તેમની મહેનતમાં પ્રવેશ્ય છો.’”
аз послах вы жати, идеже вы не трудистеся: инии трудишася, и вы в труд их внидосте.
39 ૩૯ જે સ્ત્રીએ સાક્ષી આપી કે, ‘મેં જે કર્યું હતું તે બધું તેમણે મને કહી બતાવ્યું,’ તે સ્ત્રીની વાતથી શહેરના ઘણાં સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
От града же того мнози вероваша в Онь от Самарян, за слово жены свидетелствующия, яко рече ми вся, елика сотворих.
40 ૪૦ સમરૂનીઓએ તેમની પાસે આવીને તેમને વિનંતી કરી કે, ‘તમે આવીને અમારી સાથે રહો;’ અને ઈસુ બે દિવસ સુધી ત્યાં રહ્યા.
Егда убо приидоша к Нему Самаряне, моляху Его, дабы пребыл у них: и пребысть ту два дни.
41 ૪૧ તેમના ઉપદેશથી બીજા ઘણાંએ વિશ્વાસ કર્યો;
И много паче вероваша за слово Его:
42 ૪૨ તેઓએ તે સ્ત્રીને કહ્યું કે, ‘હવે અમે ફક્ત તારા કહેવાથી વિશ્વાસ કરતા નથી; પણ અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે માનવજગતના ઉદ્ધારક નિશ્ચે તેઓ જ છે.’”
жене же глаголаху, яко не ктому за твою беседу веруем: сами бо слышахом и вемы, яко Сей есть воистинну Спас миру, Христос.
43 ૪૩ બે દિવસ ત્યાં રહ્યા પછી ઈસુ ત્યાંથી ગાલીલમાં ગયા.
По двою же дню изыде оттуду и иде в Галилею:
44 ૪૪ કેમ કે ઈસુએ પોતે સાક્ષી આપી કે, ‘પ્રબોધકને પોતાના પિતાના વતનમાં કંઈ માન નથી.’”
Сам бо Иисус свидетелствова, яко пророк во своем отечествии чести не имать.
45 ૪૫ જયારે ઈસુ ગાલીલમાં આવ્યા, ત્યારે ગાલીલીઓએ તેમનો આવકાર કર્યો; કેમ કે જે કામ તેમણે યરુશાલેમમાં પર્વની વેળાએ કર્યાં હતાં, તે સર્વ કામ તેઓએ જોયાં હતાં; કેમ કે તેઓ પણ પર્વમાં ગયા હતા.
Егда же прииде в Галилею, прияша Его Галилеане, вся видевше, яже сотвори во Иерусалимех в праздник: и тии бо приидоша в праздник.
46 ૪૬ ઈસુ ફરીથી ગાલીલમાંનું જે કાના ગામ છે, જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો, ત્યાં આવ્યા; ત્યાં એક અધિકારી માણસ હતો, તેનો દીકરો કપરનાહૂમમાં માંદો હતો.
Прииде же паки Иисус в Кану Галилейскую, идеже претвори воду в вино. И бе некий царев муж, егоже сын боляше в Капернауме.
47 ૪૭ તેણે સાંભળ્યું હતું કે ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તેણે તેમની પાસે જઈને તેમને વિનંતી કરી કે, ‘આવીને મારા દીકરાને સાજો કરો;’ કેમ કે તે મરવાની અણી પર હતો.
Сей слышав, яко Иисус прииде от Иудеи в Галилею, иде к Нему и моляше Его, да снидет и исцелит сына Его: имеяше бо умрети.
48 ૪૮ ત્યારે ઈસુએ તેને કહ્યું કે, ‘ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી.’”
Рече убо Иисус к нему: аще знамении и чудес не видите, не имате веровати.
49 ૪૯ તે અધિકારીએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, મારો દીકરો મરણ પામે તે અગાઉ આવો.’”
Глагола к Нему царев муж: Господи, сниди, прежде даже не умрет отроча мое.
50 ૫૦ ઈસુ તેને કહે છે કે, ‘ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે.’ જે વાત ઈસુએ તેને કહી, તે પર વિશ્વાસ રાખીને તે માણસ રવાના થયો.
Глагола ему Иисус: иди, сын твой жив есть. И верова человек словеси, еже рече ему Иисус, и идяше.
51 ૫૧ તે જતો હતો એટલામાં તેના નોકરો તેને મળ્યા અને તેઓએ કહ્યું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે.’”
Абие же входящу ему, (се, ) раби его сретоша его и возвестиша (ему), глаголюще, яко сын твой жив есть.
52 ૫૨ તેણે તેઓને પૂછ્યું કે, ‘કયા સમયથી તે સાજો થવા લાગ્યો?’ ત્યારે તેઓએ તેને કહ્યું કે, ‘ગઈકાલે બપોરના એક વાગ્યા પછી તેનો તાવ જતો રહ્યો.’”
Вопрошаше убо от них о часе, в который легчае ему бысть, и реша ему, яко вчера в час седмый остави его огнь.
53 ૫૩ તેથી પિતાએ જાણ્યું કે, “જે સમયે ઈસુએ તેને કહ્યું હતું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે’ તે જ સમયે એમ થયું;” અને તેણે પોતે તથા તેના કુટુંબનાં બધાએ વિશ્વાસ કર્યો.
Разуме же отец, яко той бе час, в оньже рече ему Иисус, яко сын твой жив есть: и верова сам и весь дом его.
54 ૫૪ ઈસુએ ફરી યહૂદિયાથી ગાલીલમાં આવીને આ બીજું ચમત્કારિક ચિહ્ન કર્યું.
Сие паки второе знамение сотвори Иисус, пришед от Иудеи в Галилею.

< યોહાન 4 >