< યોહાન 3 >

1 નિકોદેમસ નામે ફરોશીઓમાં એક માણસ હતો, તે યહૂદીઓની સભાનો સભ્ય હતો.
Kwavi na chilongosi mmonga Myawudi wa chikundi cha Vafalisayu, liina laki Nikodemu.
2 તે માણસે રાત્રે ઈસુની પાસે આવીને કહ્યું કે, ‘ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારિક ચિહ્નો તમે કરો છો તે તે કરી શકે નહિ.’”
Ligono limonga kimihi Nikodemu amhambalili Yesu akamjovela, “Muwula, tikumanyii ngati veve muwula mweutumwili kuhuma kwa Chapanga, muni kawaka mundu mweihotola kukita ulangisu weukita changali kuvya na Chapanga.”
3 ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી.’”
Yesu akamjovela, “Chakaka nikujovela, mundu ngati avelekiwi lepi kavili ihotola lepi kulola Unkosi wa Chapanga.”
4 નિકોદેમસે ઈસુને કહ્યું કે, ‘માણસ વૃદ્ધ હોય તો તે કેવી રીતે જન્મ પામી શકે? શું તે બીજી વાર પોતાની માના ગર્ભમાં પ્રવેશીને જન્મ લઈ શકે?’”
Nikodemu akamkota, “Wu, mundu mvaha yihotoleka kuvelekewa kavili? Yihotoleka lepi kuyingila mulileme la nyina waki na kuvelekewa kavili.”
5 ઈસુએ જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય પાણીથી તથા પવિત્ર આત્માથી જનમ્યું ન હોય, તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતું નથી.
Yesu akamyangula, “Chakaka nikukujovela,” Mundu ngati avelekiwi lepi kwa manji na kwa Mpungu Msopi katu nakuhotola kuyingila mu Unkosi wa Chapanga.
6 જે મનુષ્યદેહથી જન્મેલું છે તે મનુષ્યદેહ છે; અને જે પવિત્ર આત્માથી જન્મેલું છે તે આત્મા છે.
Mundu ivelekewa chihiga kwa dadi na mau, nambu ivelekewa chimpungu kwa Mpungu Msopi.
7 મેં તને કહ્યું કે, તમારે નવો જન્મ પામવો જોઈએ, તેથી આશ્ચર્ય પામતો નહિ.
Ukotoka kukangacha kuvya nijovili yikumgana mundu kuvelekewa kavili.
8 પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, તે તું જાણતો નથી; દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે.’”
Chimbungululu chibuma, kuhamba kwechigana wiyuwana chibuma, nambu wimanya lepi kwe chihuma amala kwe chihamba. Mewawa kwa kila mundu mweavelekiwi kwa Mpungu Msopi.
9 નિકોદેમસે તેમને કહ્યું કે, ‘તે બાબતો કેવી રીતે બની શકે?’”
Nikodemu akamkota, “Mambu genaga gihotoleka wuli?”
10 ૧૦ ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘શું તું ઇઝરાયલનો શિક્ષક થઈને આ વિષે જાણતો નથી?
Yesu akamyangula, “Veve muwula wa vandu va Isilaeli nakugamanya mambu aga?
11 ૧૧ હું તને નિશ્ચે હું છું કે, અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ અને જે જોયું છે તેની સાક્ષી આપીએ છીએ; પણ તમે અમારી સાક્ષી માનતા નથી.
Chakaka nikujovela, tete tijova getikugamanya na tikuvajovela vandu vindu vyetiviwene, nambu nyenye nakuyidakila ujumbi witu.
12 ૧૨ જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને સ્વર્ગમાંની વાતો કહું તો તમે કેવી રીતે વિશ્વાસ કરશો?
Nivajovili mambu ga pamulima nakusadika, hinu mwihotola wuli kusadika nikavajovela mambu ga kunani kwa Chapanga?
13 ૧૩ સ્વર્ગમાંથી ઊતરેલો માણસનો દીકરો જે સ્વર્ગમાં છે તેમના સિવાય સ્વર્ગમાં કોઈ ઊંચે ગયું નથી.
Kawaka mundu mwahambili kunani kwa Chapanga, nambu Mwana wa Mundu ndi mweahelili kuhuma kunani kwa Chapanga.”
14 ૧૪ જેમ મૂસાએ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરા ઈસુને ઊંચા કરાવાની જરૂર છે;
Ngati Musa cheanyakwili Liyoka la Shaba panani ya ndonga kulugangatu kula, mewa na Mwana wa Mundu yati inyakuliwa kunani,
15 ૧૫ જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે. (aiōnios g166)
muni kila mundu mweakumsadika yati ivya na wumi wa magono goha gangali mwishu. (aiōnios g166)
16 ૧૬ કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે. (aiōnios g166)
Muni Chapanga avaganili neju vandu va mulima hati amuwusili Mwana waki ngamwene yuyo, muni yoyoha mwaisadika akotoka kuyaga ndi avyayi na wumi wa magono goha. (aiōnios g166)
17 ૧૭ કેમ કે માનવજગતને દોષિત ઠરાવવા માટે નહિ, પણ તેમનાંથી માનવજગતનો ઉદ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરા ઈસુને દુનિયામાં મોકલ્યા છે.
Chapanga amtumili lepi Mwana waki pamulima ndava ya kuvahamula vandu, nambu kuvasangula.
18 ૧૮ તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ગણાઈ ચૂક્યો છે, કેમ કે ઈશ્વરના એકનાએક દીકરા ઈસુના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી.
Mweakumsadika Mwana ihamuliwa lepi, nambu mwangamsadika amali kuhamuliwa, ndava amsadiki lepi, nga Mwana yuyo wa Chapanga.
19 ૧૯ અપરાધી ઠરાવવાંનું કારણ એ છે કે, દુનિયામાં અજવાળું આવ્યા છતાં લોકોએ અજવાળાંને બદલે અંધારું પસંદ કર્યું; કેમ કે તેઓનાં કામ દુષ્ટ હતાં.
Na uhamula wene ndi uwu, lumuli lubwelili pamulima nambu vandu vaganili chitita kuliku lumuli, muni matendu gavi gahakau.
20 ૨૦ કેમ કે જે કોઈ દુષ્ટ કામો કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાનાં કામ ખુલ્લાં ન પડે માટે તે અજવાળા પાસે આવતો નથી.
Mundu yoyoha mweikita gahakau angalugana lumuli, mewa ibwela lepi kulumuli, muni igana lepi matendu gaki gahakau galangalayi.
21 ૨૧ પણ જે સત્ય કરે છે તે પોતાનાં કામ ઈશ્વરથી કરાવવામાં આવ્યાં છે એમ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે.’”
Nambu mundu yeyoha mweilanda gachakaka ibwela kulumuli muni matendu gaki galolekanayi, gahengiki kwa kumyidakila Chapanga.
22 ૨૨ આ પછી, ઈસુ પોતાના શિષ્યો સહિત યહૂદિયા પ્રાંતમાં ગયા; ત્યાં તેઓની સાથે રહીને લોકોને બાપ્તિસ્મા આપતા હતા.
Pegamaliki genago, Yesu na vawuliwa vaki vakahamba kumulima wa Yudea, akatama navu kwenuko na kubatiza vandu.
23 ૨૩ યોહાન પણ સાલીમ પાસે એનોનમાં બાપ્તિસ્મા કરતો હતો, કેમ કે ત્યાં પાણી ઘણું હતું; લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા.
Mewawa Yohani avi mukubatiza vandu ku Ainoni, papipi na ku Salemu, muni kwenuko kwavi na manji gamahele vandu vamhambalili, mwene akavabatiza.
24 ૨૪ કેમ કે હજી સુધી યોહાનને જેલમાં પૂરવામાં આવ્યો ન હતો.
Genaga gahumalili lukumbi Yohani peavi angasopewa muchifungu.
25 ૨૫ ત્યાં યોહાનના શિષ્યોને એક યહૂદી સાથે શુદ્ધિકરણ વિષે વાદવિવાદ થયો.
Ukahumila muhutanu pagati ya vawuliwa va Yohani na myawudi mmonga ndava ya mvelu wa kunyambiswa ndava ya kumuyupa Chapanga.
26 ૨૬ તેઓએ યોહાનની પાસે આવીને તેને કહ્યું કે, ‘ગુરુજી, જે તારી સાથે યર્દન નદીને પેલે પાર હતા, જેને વિષે તેં સાક્ષી પૂરી છે, તે તો બાપ્તિસ્મા આપે છે અને સઘળાં તેની પાસે આવે છે.’”
Hinu, vawuliwa avo vakamhambila Yohani na kumjovela “Muwula mundu yula mwewavili nayu kumwambu ya Yoludani, yula veve mwewatijovili malovi gaki, hinu namwene ibatiza na vandu voha vakumlanda!”
27 ૨૭ યોહાને જવાબ આપ્યો કે, ‘જો કોઈ માણસને સ્વર્ગેથી આપવામાં આવ્યું ન હોય, તો તે કંઈ પામી શકતો નથી.
Yohani akavayangula, “Mundu ihotola lepi kuvya na chindu ngati angapewa na Chapanga.
28 ૨૮ તમે પોતે મારા સાક્ષી છો કે, મેં કહ્યું તે પ્રમાણે, હું તો ખ્રિસ્ત નથી, પણ તેમની અગાઉ મોકલાયેલો છું.
Nyenye mwavene mumanyili kuvya najovili, ‘Nene lepi Kilisitu Msangula, nambu natumiwi nimlongolela.’
29 ૨૯ જેને કન્યા છે તેને જ વર છે; પણ વરનો જે મિત્ર ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરના શબ્દોથી બહુ આનંદ પામે છે; માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે.
Mdala wa ndowa ndi waki mkolo ndowa, nambu nkozi wa mkolo ndowa mweiyima kumyuwanila iheka neju kuyuwana mkolo ndowa ijova. Mewa nene nisangalwiki neju.
30 ૩૦ તે વધતા જાય, પણ હું ઘટતો જાઉં, એ જરૂરનું છે.
Yesu yikumgana avyayi mkulu na nene nivyayi namdebe.”
31 ૩૧ જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વોપરી છે; જે પૃથ્વીનો છે તે ઐહિક છે તે પૃથ્વીની વાતો કરે છે; જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વની ઉપર છે.
Mweibwela kuhuma kunani kwa Chapanga ndi mkulu kuliku voha, mweihuma pamulima ndi wa pamulima, na ilongela mambu ga pamulima. Nambu mweibwela kuhuma kunani ndi ilongosa vindu vyoha.
32 ૩૨ તેમણે જે જોયું અને સાંભળ્યું છે, તેની સાક્ષી તે પૂરે છે પણ તેમની સાક્ષી કોઈ માનતું નથી.
Mwene ijova gala geagawene na kuyuwana, nambu kawaka mundu mweiyidakila ujumbi waki.
33 ૩૩ જેણે તેની સાક્ષી માની છે, તેમણે ઈશ્વર સત્ય છે, તે વાત પર મહોર કરી છે.
Nambu mundu yoyoha mweiyidakila ujumbi waki ndi ijova Chapanga ndi mchakaka.
34 ૩૪ જેને ઈશ્વરે મોકલ્યા છે તે ઈશ્વરનાં શબ્દો બોલે છે; કેમ કે તેઓ માપથી આત્મા નથી આપતા.
Ndava yula mweatumwili na Chapanga ijova malovi ga Chapanga, ndava Chapanga ammemisi mundu mwenuyo Mpungu Msopi.
35 ૩૫ પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને તેમણે સર્વસ્વ તેમના હાથમાં સોંપ્યું છે.
Dadi amganili Mwana na amgotolili vindu vyoha.
36 ૩૬ દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરા વિષે ન સમજનાર જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.’” (aiōnios g166)
Mweakumsadika Mwana avi na wumi wa magono goha gangali mwishu, nambu angamsadika Mwana avi lepi na wumi, nambu ligoga la Chapanga likumtamila. (aiōnios g166)

< યોહાન 3 >