< યોહાન 21 >

1 એ બીનાઓ બન્યા પછી તિબેરિયસના સમુદ્રકિનારે ફરીથી ઈસુએ શિષ્યોને દર્શન આપ્યું; તેમણે આ રીતે દર્શન આપ્યું;
Bundan sonra İsa Taberiye Gölü'nün kenarında öğrencilerine yine göründü. Bu da şöyle oldu: Simun Petrus, “İkiz” diye anılan Tomas, Celile'nin Kana Köyü'nden Natanel, Zebedi'nin oğulları ve İsa'nın öğrencilerinden iki kişi daha birlikte bulunuyorlardı.
2 સિમોન પિતર, થોમા જે દીદીમસ કહેવાતો હતો તે, ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના દીકરા તથા તેમના શિષ્યોમાંના બીજા બે એકત્ર થયા હતા.
3 સિમોન પિતર તેઓને કહે છે કે, ‘હું માછલીઓ પકડવા જાઉં છું.’ તેઓ તેને કહે છે કે, અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા; પણ તે રાત્રે તેઓને કંઈ મળ્યું નહિ.
Simun Petrus ötekilere, “Ben balık tutmaya gidiyorum” dedi. Onlar, “Biz de seninle geliyoruz” dediler. Dışarı çıkıp tekneye bindiler. Ama o gece bir şey tutamadılar.
4 પણ વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા; પરંતુ તેઓ ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહિ.
Sabah olurken İsa kıyıda duruyordu. Ne var ki öğrenciler, O'nun İsa olduğunu anlamadılar.
5 ઈસુ તેઓને કહે છે કે, ‘જુવાનો, તમારી પાસે કંઈ ખાવાનું છે?’ તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘નથી.’”
İsa, “Çocuklar, balığınız yok mu?” diye sordu. “Yok” dediler.
6 તેમણે તેઓને કહ્યું કે, ‘હોડીની જમણી તરફ જાળ નાખો, એટલે તમને કંઈક મળશે.’ તેથી તેઓએ જાળ નાખી; પણ એટલી બધી માછલીઓ તેમાં ભરાઈ કે તેઓ તેને ખેંચી શક્યા નહિ.
İsa, “Ağı teknenin sağ yanına atın, tutarsınız” dedi. Bunun üzerine ağı attılar. O kadar çok balık tuttular ki, artık ağı çekemez olmuşlardı.
7 ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા તે પિતરને કહે છે કે, ‘આ તો પ્રભુ છે!’ જ્યારે સિમોન પિતરે સાંભળ્યું કે તેઓ પ્રભુ છે ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો કેમ કે તે ઉઘાડો હતો અને સમુદ્રમાં કૂદી પડ્યો.
İsa'nın sevdiği öğrenci, Petrus'a, “Bu Rab'dir!” dedi. Simun Petrus O'nun Rab olduğunu işitince üzerinden çıkarmış olduğu üstlüğü giyip göle atladı.
8 બીજા શિષ્યો હોડીમાં જ રહીને માછલીઓથી ભરાયેલી જાળ ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારાથી દૂર નહિ, પણ લગભગ 100 મીટર જેટલે અંતરે હતા.
Öbür öğrenciler balık dolu ağı çekerek tekneyle geldiler. Çünkü karadan ancak iki yüz arşın kadar uzaktaydılar.
9 તેઓ કિનારે ઊતર્યા ત્યારે ત્યાં તેઓએ અંગારા પર મૂકેલી માછલી તથા રોટલી જોયાં.
Karaya çıkınca orada yanan bir kömür ateşi, ateşin üzerinde balık ve ekmek gördüler.
10 ૧૦ ઈસુ તેઓને કહે છે કે, ‘તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો.’”
İsa onlara, “Şimdi tuttuğunuz balıklardan getirin” dedi.
11 ૧૧ તેથી સિમોન પિતર હોડી પર ચઢીને એક્સો ત્રેપન મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો; જોકે એટલી બધી માછલીઓ હોવા છતાં પણ જાળ ફાટી નહિ.
Simun Petrus tekneye atladı ve tam yüz elli üç iri balıkla yüklü ağı karaya çekti. Bu kadar çok balık olduğu halde ağ yırtılmamıştı.
12 ૧૨ ઈસુ તેઓને કહે છે કે, ‘આવો, નાસ્તો કરો.’ તેઓ પ્રભુ છે તે જાણીને શિષ્યોમાંના કોઈની ‘તમે કોણ છે? એમ પૂછવાની હિંમત ચાલી નહિ.
İsa onlara, “Gelin, yemek yiyin” dedi. Öğrencilerden hiçbiri O'na, “Sen kimsin?” diye sormaya cesaret edemedi. Çünkü O'nun Rab olduğunu biliyorlardı.
13 ૧૩ ઈસુએ આવીને રોટલી તેમ જ માછલી પણ તેઓને આપી.
İsa gidip ekmeği aldı, onlara verdi. Aynı şekilde balıkları da verdi.
14 ૧૪ મૃત્યુમાંથી પાછા ઊઠ્યાં પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન આપ્યું.
İşte bu, İsa'nın ölümden dirildikten sonra öğrencilere üçüncü görünüşüydü.
15 ૧૫ હવે તેઓએ નાસ્તો કર્યા બાદ ઈસુએ સિમોન પિતરને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો કે, ‘હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુએ તેને કહ્યું કે, ‘મારાં ઘેટાંને પાળ.’”
Yemekten sonra İsa, Simun Petrus'a, “Yuhanna oğlu Simun, beni bunlardan daha çok seviyor musun?” diye sordu. Petrus, “Evet, ya Rab” dedi, “Seni sevdiğimi bilirsin.” İsa ona, “Kuzularımı otlat” dedi.
16 ૧૬ તેઓ બીજી વખત તેને કહે છે કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તેણે તેમને કહ્યું કે, ‘હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુ તેને કહે છે કે, ‘મારાં ઘેટાંઓની સંભાળ રાખ.’”
İkinci kez yine ona, “Yuhanna oğlu Simun, beni seviyor musun?” diye sordu. O da, “Evet, ya Rab, seni sevdiğimi bilirsin” dedi. İsa ona, “Koyunlarımı güt” dedi.
17 ૧૭ તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?’ પિતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે, ‘શું તું મારા પર હેત રાખે છે?’ અને તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમે સર્વ જાણો છો;’ તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે, ‘મારા ઘેટાંને પાળ.’”
Üçüncü kez ona, “Yuhanna oğlu Simun, beni seviyor musun?” diye sordu. Petrus kendisine üçüncü kez, “Beni seviyor musun?” diye sormasına üzüldü. “Ya Rab, sen her şeyi bilirsin, seni sevdiğimi de bilirsin” dedi. İsa ona, “Koyunlarımı otlat” dedi.
18 ૧૮ હું તને નિશ્ચે કહું છું કે, ‘જયારે તું જુવાન હતો ત્યારે જાતે પોશાક પહેરીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો હતો; પણ તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લંબાવશે અને બીજો કોઈ તને પોશાક પહેરાવશે, અને જ્યાં તું જવા નહિ ચાહે ત્યાં તને લઈ જશે.
“Sana doğrusunu söyleyeyim, gençliğinde kendi kuşağını kendin bağlar, istediğin yere giderdin. Ama yaşlanınca ellerini uzatacaksın, başkası seni bağlayacak ve istemediğin yere götürecek.”
19 ૧૯ હવે કઈ રીતના મૃત્યુથી પિતર ઈશ્વરને મહિમા આપશે એ સૂચવતાં ઈસુએ એમ કહ્યું હતું. ઈસુએ તેમને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’”
Bunu, Tanrı'yı ne tür bir ölümle yücelteceğini belirtmek için söyledi. Sonra ona, “Ardımdan gel” dedi.
20 ૨૦ ત્યારે, જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, જમતી વેળાએ ઈસુની છાતીએ ટેકો દઈને બેઠો હતો અને પૂછ્યું હતું કે, ‘પ્રભુ જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?’ ત્યારે પિતરે પાછળ આવતા તે શિષ્યને જોયો.
Petrus arkasına döndü, İsa'nın sevdiği öğrencinin kendilerini izlediğini gördü. Bu öğrenci, akşam yemeğinde İsa'nın göğsüne yaslanan ve, “Ya Rab, sana kim ihanet edecek?” diye soran öğrencidir.
21 ૨૧ ત્યારે પિતરે તેને જોઈને ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, એ માણસનું શું થશે?’”
Petrus onu görünce İsa'ya, “Ya Rab, ya bu ne olacak?” diye sordu.
22 ૨૨ ઈસુએ તેને કહ્યું કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ.
İsa, “Ben gelinceye dek onun yaşamasını istiyorsam, bundan sana ne?” dedi. “Sen ardımdan gel!”
23 ૨૩ તેથી એ વાત ભાઈઓમાં ફેલાઇ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને એમ કહ્યું ન હતું કે, તે મરશે નહિ; પણ એમ કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું?
Bu yüzden kardeşler arasında o öğrencinin ölmeyeceğine dair bir söylenti çıktı. Ama İsa Petrus'a, “O ölmeyecek” dememişti. Sadece, “Ben gelinceye dek onun yaşamasını istiyorsam, bundan sana ne?” demişti.
24 ૨૪ જે શિષ્યે આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે, તે એ જ છે; અને તેની સાક્ષી સાચી છે, એ અમે જાણીએ છીએ.
Bütün bunlara tanıklık eden ve bunları yazan öğrenci budur. Onun tanıklığının doğru olduğunu biliyoruz.
25 ૨૫ ઈસુએ બીજાં ઘણાં કરેલાં કામ છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ દુનિયામાં થાય નહિ, એવું મારું માનવું છે.
İsa'nın yaptığı daha başka çok şey vardır. Bunlar tek tek yazılsaydı, sanırım yazılan kitaplar dünyaya sığmazdı.

< યોહાન 21 >