< યોહાન 21 >
1 ૧ એ બીનાઓ બન્યા પછી તિબેરિયસના સમુદ્રકિનારે ફરીથી ઈસુએ શિષ્યોને દર્શન આપ્યું; તેમણે આ રીતે દર્શન આપ્યું;
Pēc tam Jēzus tiem mācekļiem atkal parādījās pie Tiberijas jūras, un Viņš tā parādījās.
2 ૨ સિમોન પિતર, થોમા જે દીદીમસ કહેવાતો હતો તે, ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના દીકરા તથા તેમના શિષ્યોમાંના બીજા બે એકત્ર થયા હતા.
Tur bija kopā Sīmanis Pēteris un Toms, dvīnis saukts, un Natanaēls no Kānas iekš Galilejas un tie Cebedeja dēli un divi citi no Viņa mācekļiem.
3 ૩ સિમોન પિતર તેઓને કહે છે કે, ‘હું માછલીઓ પકડવા જાઉં છું.’ તેઓ તેને કહે છે કે, અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા; પણ તે રાત્રે તેઓને કંઈ મળ્યું નહિ.
Sīmanis Pēteris uz tiem saka: “Es iešu zvejot.” Tad tie uz viņu saka: “Mēs arī iesim tev līdz!” Tad tie izgāja un tūdaļ iekāpa laivā un nekā nedabūja tajā naktī.
4 ૪ પણ વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા; પરંતુ તેઓ ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહિ.
Bet kad gaisma jau bija aususi, Jēzus stāvēja malā, un tie mācekļi nezināja, to esam Jēzu.
5 ૫ ઈસુ તેઓને કહે છે કે, ‘જુવાનો, તમારી પાસે કંઈ ખાવાનું છે?’ તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘નથી.’”
Tad Jēzus uz tiem saka: “Bērni, vai jums nav ko ēst?” Tie Viņam atbildēja: “Nav nekā!”
6 ૬ તેમણે તેઓને કહ્યું કે, ‘હોડીની જમણી તરફ જાળ નાખો, એટલે તમને કંઈક મળશે.’ તેથી તેઓએ જાળ નાખી; પણ એટલી બધી માછલીઓ તેમાં ભરાઈ કે તેઓ તેને ખેંચી શક્યા નહિ.
Bet Viņš uz tiem sacīja: “Metiet tīklu pa laivas labo pusi, tad jūs atradīsiet.” Tad tie izmeta tīklu un vairs nespēja to vilkt tā pulka zivju dēļ.
7 ૭ ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા તે પિતરને કહે છે કે, ‘આ તો પ્રભુ છે!’ જ્યારે સિમોન પિતરે સાંભળ્યું કે તેઓ પ્રભુ છે ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો કેમ કે તે ઉઘાડો હતો અને સમુદ્રમાં કૂદી પડ્યો.
Tad tas māceklis, ko Jēzus mīlēja, uz Pēteri saka: “Tas ir Tas Kungs!” Tad Pēteris dzirdēdams, ka Tas esot Tas Kungs, drēbi apvilka (jo viņš bija noģērbies) un iemetās jūrā.
8 ૮ બીજા શિષ્યો હોડીમાં જ રહીને માછલીઓથી ભરાયેલી જાળ ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારાથી દૂર નહિ, પણ લગભગ 100 મીટર જેટલે અંતરે હતા.
Bet tie citi mācekļi nāca ar laivu, jo tie nebija tālu no malas, bet pie divsimt olekšu nost, un vilka to tīklu ar tām zivīm.
9 ૯ તેઓ કિનારે ઊતર્યા ત્યારે ત્યાં તેઓએ અંગારા પર મૂકેલી માછલી તથા રોટલી જોયાં.
Kad tie nu izkāpa pie malas, tad tie redzēja ogles liktas un zivis uz tām un maizi.
10 ૧૦ ઈસુ તેઓને કહે છે કે, ‘તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો.’”
Jēzus uz tiem saka: “Atnesiet šurp no tām zivīm, ko jūs tagad esat dabūjuši.”
11 ૧૧ તેથી સિમોન પિતર હોડી પર ચઢીને એક્સો ત્રેપન મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો; જોકે એટલી બધી માછલીઓ હોવા છતાં પણ જાળ ફાટી નહિ.
Sīmanis Pēteris iekāpa un to tīklu izvilka malā pilnu ar lielām zivīm, pusotru simts un trīs. Un jebšu to tik daudz bija, tomēr tas tīkls nesaplīsa.
12 ૧૨ ઈસુ તેઓને કહે છે કે, ‘આવો, નાસ્તો કરો.’ તેઓ પ્રભુ છે તે જાણીને શિષ્યોમાંના કોઈની ‘તમે કોણ છે? એમ પૂછવાની હિંમત ચાલી નહિ.
Jēzus uz tiem saka: “Nāciet un turiet azaidu.” Bet neviens no tiem mācekļiem nedrīkstēja Viņam jautāt, kas Tu esi? Jo tie gan zināja, ka Viņš bija Tas Kungs.
13 ૧૩ ઈસુએ આવીને રોટલી તેમ જ માછલી પણ તેઓને આપી.
Tad Jēzus nāk un to maizi ņem un tiem to dod, tā arī no tām zivīm.
14 ૧૪ મૃત્યુમાંથી પાછા ઊઠ્યાં પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન આપ્યું.
Šī nu trešā reize, ka Jēzus Saviem mācekļiem parādījies pēc Savas augšām celšanās no miroņiem.
15 ૧૫ હવે તેઓએ નાસ્તો કર્યા બાદ ઈસુએ સિમોન પિતરને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો કે, ‘હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુએ તેને કહ્યું કે, ‘મારાં ઘેટાંને પાળ.’”
Kad tie nu to azaidu bija noturējuši, tad Jēzus uz Sīmani Pēteri saka: “Sīmani, Jonas dēls, vai tu Mani vairāk mīli nekā šie?” Tas uz Viņu saka: “Tiešām, Kungs, Tu zini, ka es Tevi mīlēju.” Viņš uz to saka: “Gani Manus jērus!”
16 ૧૬ તેઓ બીજી વખત તેને કહે છે કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તેણે તેમને કહ્યું કે, ‘હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુ તેને કહે છે કે, ‘મારાં ઘેટાંઓની સંભાળ રાખ.’”
Atkal otru reiz Viņš uz to saka: “Sīmani, Jonas dēls, vai tu Mani mīli?” Tas uz Viņu saka: “Tiešām, Kungs, Tu zini, ka es Tevi mīlēju.” Viņš uz to saka: “Gani Manas avis!”
17 ૧૭ તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?’ પિતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે, ‘શું તું મારા પર હેત રાખે છે?’ અને તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમે સર્વ જાણો છો;’ તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે, ‘મારા ઘેટાંને પાળ.’”
Trešo reiz Viņš uz to saka: “Sīmani, Jonas dēls, vai tu Mani mīli?” Pēteris noskuma, ka Viņš trešo lāgu uz to sacīja: “Vai tu Mani mīli?” Un sacīja uz Viņu: “Kungs Tu visas lietas zini; Tu zini, ka es Tevi mīlēju.” Jēzus uz to saka: “Gani Manas avis!
18 ૧૮ હું તને નિશ્ચે કહું છું કે, ‘જયારે તું જુવાન હતો ત્યારે જાતે પોશાક પહેરીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો હતો; પણ તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લંબાવશે અને બીજો કોઈ તને પોશાક પહેરાવશે, અને જ્યાં તું જવા નહિ ચાહે ત્યાં તને લઈ જશે.
Patiesi, patiesi, Es tev saku: tu, jaunāks būdams, pats esi jozies un esi gājis, kur gribēdams; bet, vecs tapis, tu savas rokas izstiepsi, un cits tevi jozīs un tevi vedīs, kur tu negribi.”
19 ૧૯ હવે કઈ રીતના મૃત્યુથી પિતર ઈશ્વરને મહિમા આપશે એ સૂચવતાં ઈસુએ એમ કહ્યું હતું. ઈસુએ તેમને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’”
Bet to Viņš sacīja, gribēdams rādīt, ar kādu nāvi tam bija Dievu godāt. Un to runājis Viņš uz to saka: “Nāc Man pakaļ!”
20 ૨૦ ત્યારે, જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, જમતી વેળાએ ઈસુની છાતીએ ટેકો દઈને બેઠો હતો અને પૂછ્યું હતું કે, ‘પ્રભુ જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?’ ત્યારે પિતરે પાછળ આવતા તે શિષ્યને જોયો.
Un Pēteris apgriezies redz to mācekli, ko Jēzus mīlēja, pakaļ nākam, kas arī pie tā vakariņa pie Viņa krūtīm bija gulējis un sacījis: Kungs, kurš ir tas, kas Tevi nodos?
21 ૨૧ ત્યારે પિતરે તેને જોઈને ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, એ માણસનું શું થશે?’”
Kad Pēteris to redzēja, tad viņš saka uz Jēzu: “Kungs, kas tad būs ar šo?”
22 ૨૨ ઈસુએ તેને કહ્યું કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ.
Jēzus uz to saka: “Ja Es gribu, ka šis paliek, kamēr Es nāku, kas tev par to? Nāc tu Man pakaļ!”
23 ૨૩ તેથી એ વાત ભાઈઓમાં ફેલાઇ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને એમ કહ્યું ન હતું કે, તે મરશે નહિ; પણ એમ કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું?
Tad šī valoda cēlās starp tiem brāļiem: “Šis māceklis nemirs.” Bet Jēzus viņam nebija sacījis, ka viņš nemirs, bet: “Ja Es gribu, ka viņš paliek, kamēr Es nāku, kas tev par to?”
24 ૨૪ જે શિષ્યે આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે, તે એ જ છે; અને તેની સાક્ષી સાચી છે, એ અમે જાણીએ છીએ.
Šis ir tas māceklis, kas liecību dod par šīm lietām un tās ir sarakstījis; un mēs zinām, ka viņa liecība uzticama.
25 ૨૫ ઈસુએ બીજાં ઘણાં કરેલાં કામ છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ દુનિયામાં થાય નહિ, એવું મારું માનવું છે.
(Un vēl daudz citas lietas Jēzus ir darījis, un ja visas tās pēc kārtas uzrakstītu, tad man šķiet, ka arī visa pasaule tās sarakstītas grāmatas nevarētu saņemt. Āmen.)