< યોહાન 19 >
1 ૧ ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા.
Then Pilate caused him to be scourged.
2 ૨ સિપાઈઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમને જાંબુડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો;
And the soldiers crowned him with a wreath of thorn, which they had platted; and having thrown a purple mantle about him,
3 ૩ તેઓએ તેમની પાસે આવીને કહ્યું કે, ‘ઓ યહૂદીઓના રાજા, સલામ!’ અને તેઓએ તેમને મુક્કીઓ મારી.
said, Hail! King of the Jews! and gave him blows on the face.
4 ૪ પછી પિલાતે ફરીથી બહાર જઈને લોકોને કહ્યું કે, ‘હું તેને તમારી પાસે બહાર લાવું છું, કે જેથી તમે જાણો કે, મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.’”
Pilate went out again, and said to them, Lo, I bring him forth to you, that you may know that I find in him nothing culpable.
5 ૫ ત્યારે ઈસુ કાંટાનો મુગટ તથા જાંબુડા રંગનો ઝભ્ભો પહેરેલા જ બહાર નીકળ્યા. પછી પિલાતે તેઓને કહ્યું કે, ‘આ માણસને જુઓ!’
Jesus then went forth, wearing the crown of thorns, and the purple mantle, and Pilate said to them, Behold the man!
6 ૬ જયારે મુખ્ય યાજકોએ તથા અધિકારીઓએ તેમને જોયા, ત્યારે તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, તેને વધસ્તંભે જડો, વધસ્તંભે જડો.’ પિલાતે તેઓને કહ્યું કે, ‘તમે પોતે તેને લઈ જાઓ અને વધસ્તંભે જડો; કેમ કે મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.’”
When the chief priests and the officers saw him, they cried, saying, Crucify, crucify him! Pilate said to them, Take him yourselves, and crucify him; for my part, I find no fault in him.
7 ૭ યહૂદીઓએ પિલાતને ઉત્તર આપ્યો કે, ‘અમારો એક નિયમ છે અને તે પ્રમાણે તેણે મૃત્યુદંડ ભોગવવો જોઈએ; કેમ કે તેણે પોતે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કર્યો છે.
The Jews answered, We have a law, and by that law he ought to die, because he assumed the title of the Son of God.
8 ૮ તે વાત સાંભળીને પિલાત વધારે ગભરાયો;
When Pilate heard this, he was the more afraid;
9 ૯ અને તેણે ફરી દરબારમાં જઈને ઈસુને કહ્યું કે, ‘તું ક્યાંનો છે?’ પણ ઈસુએ તેને કંઈ જવાબ આપ્યો નહિ.
and having returned to the pretorium, said to Jesus, Whence are you? But Jesus gave him no answer.
10 ૧૦ ત્યારે પિલાતે તેમને કહ્યું કે, ‘શું તું મને કશું કહેતો નથી?’ શું તું જાણતો નથી કે તને છોડવાનો અને વધસ્તંભે જડવાનો અધિકાર મને છે?’”
Then Pilate said to him, Will you not speak to me? Do you not know that I have power to crucify you, and power to release you?
11 ૧૧ ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘ઉપરથી અપાયાં વિના તને મારા પર કંઈ પણ અધિકાર હોત નહિ; તે માટે જેણે મને તને સોંપ્યો છે તેનું પાપ વધારે મોટું છે.’”
Jesus replied, You could have no power over me, unless it were given you from above; wherefore, he who delivered me to you, has greater sin.
12 ૧૨ આથી પિલાતે તેમને છોડવાની કોશિશ કરી; પણ યહૂદીઓએ ઊંચા અવાજે કહ્યું કે, ‘જો તમે આ માણસને છોડી દો, તો તમે કાઈસારનાં મિત્ર નથી; જે કોઈ પોતાને રાજા ઠરાવે છે, તે કાઈસારની વિરુદ્ધ બોલે છે.
From that time Pilate sought to release him; but the Jews exclaimed, If you release this man, you are not Cesar's friend. Whoever calls himself king, opposes Cesar.
13 ૧૩ ત્યારે તે સાંભળીને પિલાત ઈસુને બહાર લાવ્યો અને ફરસબંદી નામની જગ્યા જેને હિબ્રૂ ભાષામાં ‘ગાબ્બાથા’ કહે છે, ત્યાં ન્યાયાસન પર બેઠો.
Pilate, on hearing these words, ordered Jesus to be brought forth, and sat down on the tribunal, in a place named The Pavement; in Hebrew, Gabbatha.
14 ૧૪ હવે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો અને લગભગ બપોરનો એક વાગ્યો હતો. પિલાતે યહૂદીઓને કહ્યું કે, ‘જુઓ, તમારો રાજા!’
(Now it was the preparation of the Paschal Sabbath, about the sixth hour.) And he said to the Jews, Behold your King.
15 ૧૫ ત્યારે તેઓએ પોકારીને કહ્યું કે, ‘તેને દૂર કરો, દૂર કરો, તેને વધસ્તંભે જડો.’ પિલાત તેઓને કહે છે કે, ‘શું હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?’ મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો કે, ‘કાઈસાર સિવાય અમારે બીજો કોઈ રાજા નથી.’”
But they cried out, Away, away with him; crucify him. Pilate said to them, Shall I crucify your King? The chief priests answered, We have no King but Cesar.
16 ૧૬ ત્યારે ઈસુને વધસ્તંભે જડવાને પિલાતે તેઓને સોંપ્યાં. તેથી તેઓ ઈસુને પકડી લઈ ગયા.
He delivered him, therefore, to be crucified.
17 ૧૭ પછી ઈસુ પોતાનો વધસ્તંભ ઊંચકીને ખોપરીની જગ્યા, જે હિબ્રૂ ભાષામાં ‘ગલગથા’ કહેવાય છે, ત્યાં બહાર ગયા.
Then they took Jesus, and led him away. And he, carrying his cross, went out to a place called The Place of Skulls, which is, in Hebrew, Golgotha;
18 ૧૮ તેઓએ ઈસુને તથા તેમની સાથે બીજા બેને વધસ્તંભે જડ્યાં; બંને બાજુએ એકને તથા વચમાં ઈસુને.
where they crucified him, and two others with him; one on each side, and Jesus in the middle.
19 ૧૯ પિલાતે એવું લખાણ લખીને વધસ્તંભ પર લટકાવ્યું કે; ‘નાસરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.’”
Pilate also wrote a title, and put it on the cross. The words were, JESUS, THE NAZARENE, THE KING OF THE JEWS.
20 ૨૦ જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તે જગ્યા શહેરની પાસે હતી અને તે લખાણ હિબ્રૂ, લેટિન તથા ગ્રીક ભાષામાં લખેલું હતું, માટે ઘણાં યહૂદીઓએ તે વાંચ્યું.
And many of the Jews read this title, (for the place where Jesus was crucified was nigh the city, ) and it was written in Hebrew, Greek, and Latin:
21 ૨૧ તેથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું કે, ‘યહૂદીઓનો રાજા,’ એમ ન લખો, પણ તેણે કહ્યું કે, ‘હું યહૂદીઓનો રાજા છું.’ એમ લખો.
then the chief priests said to Pilate, Write not the King of the Jews; but, Who calls himself King of the Jews.
22 ૨૨ પિલાતે ઉત્તર આપ્યો કે, ‘મેં જે લખ્યું તે લખ્યું.’”
Pilate answered, What I have written I have written.
23 ૨૩ સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેમના વસ્ત્રો લઈ લીધાં અને તેના ચાર ભાગ પાડ્યા, દરેક સિપાઈને માટે એક; ઝભ્ભો પણ લઈ લીધો હતો; તે ઝભ્ભો સાંધા વગરનો ઉપરથી આખો વણેલો હતો.
When the soldiers had nailed Jesus to the cross, they took his mantle and divided it into four parts, one to every soldier: they also took the coat, which was seamless, woven from the top throughout;
24 ૨૪ પછી તેઓએ પરસ્પર કહ્યું કે, ‘આપણે તેને ફાડીએ નહિ; પણ તે કોને મળે તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખીએ!’ ‘તેઓએ પરસ્પર મારાં વસ્ત્રો વહેંચી લીધાં અને મારા ઝભ્ભા માટે ચિઠ્ઠીઓ નાખી.’ એમ નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે પૂર્ણ થાય માટે આ બન્યું, તેથી એ કાર્ય સિપાઈઓએ કર્યુ.
and said, among themselves, Let us not tear it, but determine by lot whose it shall be; by this verifying the scripture, which says, "They shared my mantle among them, and cast lots for my vesture."
25 ૨૫ પણ ઈસુના વધસ્તંભ પાસે તેમના મા, તેમના માસી, ક્લોપાસની પત્ની મરિયમ તથા મગ્દલાની મરિયમ ઊભા રહેલાં હતાં.
Thus, therefore, acted the soldiers. Now, there stood near the cross of Jesus, his mother, and her sister Mary, the wife of Cleopas, and Mary the Magdalene.
26 ૨૬ તેથી જયારે ઈસુએ પોતાની માને તથા જેનાં પર પોતે પ્રેમ કરતા હતા તે શિષ્યને પાસે ઊભા રહેલાં જોયાં, ત્યારે તેમણે પોતાની માને કહ્યું કે, ‘બાઈ, જો તારો દીકરો!’
Then Jesus, observing his mother, and the disciple whom he loved, standing by, said to his mother, Woman, behold your son.
27 ૨૭ ત્યાર પછી તે પેલા શિષ્યને કહે છે કે, ‘જો, તારી મા!’ અને તે જ સમયથી તે શિષ્ય મરિયમને પોતાને ઘરે લઈ ગયો.
Then he said to the disciple, Behold your mother. And from that hour, the disciple took her to his own house.
28 ૨૮ તે પછી ઈસુ, હવે સઘળું પૂર્ણ થયું એ જાણીને, શાસ્ત્રવચન પૂર્ણ થાય તે માટે કહે છે કે, ‘મને તરસ લાગી છે.’”
After this, Jesus, (knowing that all was now accomplished, ) that the scripture might be fulfilled, said, I thirst.
29 ૨૯ ત્યાં સરકાથી ભરેલું એક વાસણ મૂક્યું હતું; તેઓએ એક વાદળી લઈને સરકામાં ભીંજવીને લાકડી પર બાંધીને તેમના મોં આગળ ધરી.
And there was a vessel there full of vinegar, they filled a sponge with vinegar, and, having fastened it to a twig of hyssop, held it to his mouth.
30 ૩૦ ત્યારે ઈસુએ સરકો ચાખ્યાં પછી કહ્યું કે, ‘સંપૂર્ણ થયું;’ અને માથું નમાવીને તેમણે પ્રાણ છોડ્યો.
When Jesus had received the vinegar, he said, It is finished; and bowing his head, yielded up his spirit.
31 ૩૧ તે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો, અને તે વિશ્રામવાર મહત્ત્વનો દિવસ હતો, એ માટે વિશ્રામવારે તેઓના મૃતદેહ વધસ્તંભ પર રહે નહિ માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે, ‘તેઓના પગ ભાંગીને તેઓને નીચે ઉતારવામાં આવે.’”
The Jews, therefore, lest the bodies should remain on the cross on the Sabbath, for it was the preparation, (and that Sabbath was a great day, ) besought Pilate that their legs might be broken, and the bodies might be removed.
32 ૩૨ એ માટે સિપાઈઓએ આવીને ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા બંને જણાનાં પગ ભાંગ્યાં.
Accordingly, the soldiers came, and broke the legs of the first and of the other, who were crucified with him.
33 ૩૩ જયારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેમને મૃત જોઈને તેમના પગ ભાંગ્યા નહિ.
But when they came to Jesus, and found that he was already dead, they did not break his legs.
34 ૩૪ તોપણ સિપાઈઓમાંના એકે ભાલાથી તેમની કૂખ વીંધી અને તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યાં.
But one of the soldiers with a spear, pierced his side, whence blood and water immediately issued.
35 ૩૫ જેણે એ જોયું છે તેણે જ આ સાક્ષી આપી છે જેથી તમે પણ વિશ્વાસ કરો, તેની સાક્ષી સાચી છે. તે સત્ય કહે છે, એ તે જાણે છે.
He was an eye-witness, who attests this, and his testimony deserves credit: nay, he is conscious that he speaks truth, that you may believe.
36 ૩૬ કેમ કે, ‘તેમનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ’ એ શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે એમ થયું;
For these things happened that the scripture might be verified, "None of his bones shall be broken."
37 ૩૭ વળી બીજું શાસ્ત્રવચન કહે છે કે, ‘જેમને તેઓએ વીંધ્યા તેમને તેઓ જોશે.’”
Again, the scripture elsewhere says, "They shall look on him whom they have pierced."
38 ૩૮ આ બાબતો બન્યા પછી અરિમથાઈનો યૂસફ, જે યહૂદીઓની બીકને લીધે ગુપ્ત રીતે ઈસુનો શિષ્ય હતો, તેણે ઈસુનો પાર્થિવ દેહ લઈ જવાની પિલાત પાસે માગણી કરી; અને પિલાતે તેને પરવાનગી આપી. તેથી તે આવીને તેમનો દેહ ઉતારીને લઈ ગયો.
After this, Joseph, the Arimathean, who was a disciple of Jesus, but a concealed disciple for fear of the Jews, asked permission of Pilate to take away the body of Jesus.
39 ૩૯ જે અગાઉ એક રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે નિકોદેમસ પણ બોળ અને અગરનું આશરે 30 કિલોગ્રામ મિશ્રણ લઈને આવ્યો.
Nicodemus also, who had formerly repaired to Jesus by night, came, and brought a mixture of myrrh and aloes, weighing about a hundred pounds.
40 ૪૦ ત્યારે યહૂદીઓની દફનાવવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનો પાર્થિવ દેહ લઈને, સુગંધીદ્રવ્યો સહિત શણના વસ્ત્રમાં લપેટ્યો.
These men took the body of Jesus, and wound it in linen rollers, with the spices, which is the Jewish manner of embalming.
41 ૪૧ હવે જ્યાં તેમને વધસ્તંભે જડ્યાં હતા ત્યાં એક વાડી હતી અને તે વાડીમાં એક નવી કબર હતી કે જેમાં કોઈને કદી દફનાવવામાં આવ્યો ન હતો.
Now, in the place where he was crucified, there was a garden, and in the garden a new tomb, wherein no one had ever yet been laid.
42 ૪૨ તે કબર પાસે હતી અને તે દિવસ યહૂદીઓના પાસ્ખાની તૈયારીનો હતો માટે ઈસુને ત્યાં જ દફનાવવામાં આવ્યા.
There they deposited Jesus, on account of the Jewish preparation, the tomb being near.