< યોહાન 18 >
1 ૧ એ વાતો કહ્યાં પછી ઈસુ પોતાના શિષ્યો સાથે કિન્દ્રોન ખીણને પેલે પાર ગયા, ત્યાં એક વાડી હતી, તેમાં તેઓ પોતે તથા તેમના શિષ્યો ગયા.
१हे बोलल्यानंतर येशू आपल्या शिष्यांबरोबर किद्रोन ओहळाच्या पलीकडे गेला. तेथे एक बाग होती; तेथे तो व त्याचे शिष्य गेले.
2 ૨ હવે તેમને પરસ્વાધીન કરનાર યહૂદા પણ તે જગ્યા વિષે જાણતો હતો; કેમ કે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઘણી વખત ત્યાં જતા હતા.
२ही जागा त्यास धरून देणाऱ्या यहूदालाही माहीत होती कारण येशू पुष्कळ वेळा आपल्या शिष्यांबरोबर तेथे जात असे.
3 ૩ ત્યારે યહૂદા સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને ફાનસો, મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવ્યો.
३तेव्हा सैनिकांची तुकडी व मुख्य याजक लोक व परूशी यांच्याकडचे कामदार मिळाल्यावर, दिवे, मशाली व शस्त्रे घेऊन यहूदा तेथे आला.
4 ૪ ત્યારે ઈસુ પોતાનાં પર જે સર્વ આવી પડવાનું હતું તે બધું જાણતા હતા, તે માટે તેમણે બહાર જઈને તેઓને કહ્યું કે, ‘તમે કોને શોધો છો?’”
४येशू आपणावर जे काही येणार हे सर्व जाणून बाहेर आला आणि त्यांना म्हणाला, “तुम्ही कोणाला शोधत आहात?”
5 ૫ તેઓએ તેમને ઉત્તર દીધો કે, ‘ઈસુ નાઝારીને.’ ઈસુ તેઓને કહે છે કે, ‘તે હું છું.’ અને યહૂદા જે તેમને પરસ્વાધીન કરનાર હતો તે પણ સૈનિકોની સાથે ઊભો હતો.
५त्यांनी त्यास उत्तर दिले, “नासरेथकर येशूला.” तो त्यांना म्हणाला, “तो मी आहे.” आणि ज्या यहूदाने त्यास धरून दिले देखील त्यांच्याबरोबर उभा होता,
6 ૬ એ માટે જયારે તેમણે તેઓને કહ્યું કે, ‘તે હું છું,’ ત્યારે તેઓ પાછા હટીને જમીન પર પડ્યા.
६“तो मीच आहे,” असे म्हणताच ते मागे सरकून जाऊन जमिनीवर पडले.
7 ૭ ત્યારે તેમણે ફરી તેઓને પૂછ્યું કે, ‘તમે કોને શોધો છો?’ અને તેઓએ કહ્યું કે, ‘નાસરેથના ઈસુને.’”
७मग त्याने त्यांना पुन्हा विचारले, “तुम्ही कोणाला शोधता?” आणि ते म्हणाले, “नासरेथकर येशूला.”
8 ૮ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મેં તમને કહ્યું કે, તે હું છું;’ એ માટે જો તમે મને શોધતાં હો તો, આ માણસોને જવા દો.’”
८येशूने उत्तर दिले, “मीच तो आहे; असे मी तुम्हास सांगितले, तुम्ही मला शोधीत असला तर यांना जाऊ द्या.”
9 ૯ એ માટે કે જે વચન તેઓ બોલ્યા હતા તે પૂર્ણ થાય; ‘જેઓને તમે મને આપ્યા છે તેઓમાંથી એકને પણ મેં ગુમાવ્યો નથી.’”
९“जे तू मला दिले आहेत त्यांतून मी एकही हरविला नाही,” असे जे वचन तो बोलला होता ते पूर्ण व्हावे म्हणून हे झाले.
10 ૧૦ ત્યારે સિમોન પિતરે તેની પાસે તલવાર હતી, તે કાઢીને પ્રમુખ યાજકના ચાકરનો જમણો કાન કાપી નાખ્યો. તે ચાકરનું નામ માલ્ખસ હતું.
१०तेव्हा शिमोन पेत्राजवळ तलवार असल्याने त्याने ती उपसली व महायाजकाच्या दासावर चालविली आणि त्याचा उजवा कान कापून टाकला. त्या दासाचे नाव मल्ख होते.
11 ૧૧ તેથી ઈસુએ પિતરને કહ્યું કે, ‘તારી તલવાર મ્યાનમાં મૂક; જે પ્યાલો મારા પિતાએ મને આપ્યો છે ‘તે શું હું ના પીઉં?’”
११तेव्हा येशू पेत्राला म्हणाला, “तरवार म्यानात घाल. पित्याने मला जो प्याला दिला आहे तो मी पिऊ नये काय?”
12 ૧૨ ત્યારે સિપાઈઓએ, સેનાપતિ તથા યહૂદીઓના અધિકારીઓએ ઈસુને પકડ્યા અને તેમને બાંધ્યા.
१२मग सैनिकांची तुकडी व हजारांचा सरदार आणि यहूद्यांचे अधिकारी हे येशूला धरून बांधले.
13 ૧૩ તેઓ પહેલાં તેમને આન્નાસની પાસે લઈ ગયા; કેમ કે તે વર્ષના પ્રમુખ યાજક કાયાફાનો તે સસરો હતો.
१३आणि त्यास प्रथम हन्नाकडे नेले कारण, त्या वर्षी महायाजक असलेल्या कयफाचा हा सासरा होता,
14 ૧૪ હવે કાયાફાએ યહૂદીઓને એવી સલાહ આપી હતી કે, લોકોને માટે એક માણસે મરવું હિતકારક છે.
१४एका मनुष्याने लोकांसाठी मरावे हे फायद्याचे आहे. अशी मसलत यहूद्यास याच कयफाने दिली होती.
15 ૧૫ સિમોન પિતર તથા બીજો એક શિષ્ય ઈસુની પાછળ ગયા. હવે તે શિષ્ય પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તેથી ઈસુની સાથે પ્રમુખ યાજકના ઘરના ચોકમાં ગયો.
१५शिमोन पेत्र व दुसरा एक शिष्य येशूच्या मागे मागे चालले; तो शिष्य महायाजकाच्या ओळखीचा होता आणि येशूबरोबर महायाजकाच्या वाड्यात गेला.
16 ૧૬ પણ પિતર બારણા આગળ બહાર ઊભો રહ્યો. માટે તે બીજો શિષ્ય જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તે બહાર આવ્યો અને દરવાજો સાચવનારી દાસીને કહીને પિતરને અંદર લઈ ગયો.
१६पण पेत्र बाहेर, दाराशी उभा राहिला होता, म्हणून जो दुसरा शिष्य महायाजकाच्या ओळखीचा होता त्याने बाहेर जाऊन व द्वारपालिकेला सांगून पेत्राला आत आणले.
17 ૧૭ ત્યારે તે દાસીએ પિતરને કહ્યું કે, ‘શું તું પણ તે માણસના શિષ્યોમાંનો એક છે?’ પિતરે કહ્યું કે, ‘હું નથી.’”
१७यावरुन ती तरूण द्वारपालिका होती ती पेत्राला म्हणाली, “तूही या मनुष्याच्या शिष्यांपैकी आहेस काय?” तो म्हणाला, “मी नाही.”
18 ૧૮ ત્યાં ચાકરો તથા સિપાઈઓ ઠંડીને કારણે કોલસાની તાપણી કરીને તાપતા હતા; કેમ કે ઠંડી હતી; અને પિતર પણ તેઓની સાથે ઊભો રહીને તાપતો હતો.
१८थंडी असल्यामुळे दास व कामदार कोळशाचा विस्तव पेटवून शेकत उभे राहिले होते आणि पेत्र पण त्यांच्याबरोबर शेकत उभा होता.
19 ૧૯ ત્યારે પ્રમુખ યાજકે ઈસુને તેના શિષ્યો તથા શિક્ષણ વિષે પૂછ્યું.
१९तेव्हा महायाजकाने येशूला त्याच्या शिष्यांविषयी व त्याच्या शिक्षणाविषयी प्रश्न केले.
20 ૨૦ ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘દુનિયાની સમક્ષ હું પ્રગટ રીતે બોલતો આવ્યો છું; સભાસ્થાનોમાં તથા ભક્તિસ્થાનમાં જ્યાં સર્વ યહૂદીઓ એકઠા થાય છે, ત્યાં હું નિત્ય બોધ કરતો હતો; અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી.
२०येशूने त्यास उत्तर दिले, “मी जगासमोर उघडपणे बोललो आहे, सभास्थानात आणि परमेश्वराच्या भवनात, सर्व यहूदी जमतात, तेथे मी नेहमी शिक्षण दिले आणि गुप्तपणे मी काही बोललो नाही.
21 ૨૧ ‘તું મને કેમ પૂછે છે?’ તેઓને પૂછ; ‘મેં જે કહ્યું તે મારા સાંભળનારાઓને પૂછ; જો, મેં જે વાતો કહી તે તેઓ જાણે છે.
२१मला का विचारता? मी काय बोलतो ते. ज्यांनी ऐकले आहे त्यांना विचारा. पाहा, मी जे बोललो ते त्यांना माहीत आहे.”
22 ૨૨ ઈસુએ એમ કહ્યું ત્યારે, સિપાઈઓમાંનો એક પાસે ઊભો હતો, તેણે ઈસુને તમાચો મારીને કહ્યું કે, શું તું પ્રમુખ યાજકને એવી રીતે જવાબ આપે છે?’”
२२त्याने असे म्हटल्याबरोबर जवळ उभा राहणारा एक कामदार येशूला चापट मारून म्हणाला, “तू महायाजकाला असे उत्तर देतोस काय?”
23 ૨૩ ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘જો મેં કંઈ ખોટું કહ્યું હોય તો તે વિષે સાબિત કર. પણ જો સાચું હોય, ‘તો તું મને કેમ મારે છે?’”
२३येशूने त्यास उत्तर दिले, “मी वाईट रीतीने बोललो असलो तर कसे वाईट बोललो ते सिद्ध कर; योग्य रीतीने बोललो असलो तर मला का मारतोस?”
24 ૨૪ ત્યારે આન્નાસે ઈસુને બાંધીને પ્રમુખ યાજક કાયાફા પાસે મોકલ્યા.
२४तेव्हा हन्नाने त्यास महायाजक कयफा याच्याकडे बांधलेलेच पाठवले.
25 ૨૫ હવે સિમોન પિતર ઊભો રહીને તાપતો હતો, ત્યારે તેઓએ તેને પૂછ્યું કે, ‘શું તું પણ તેના શિષ્યોમાંનો એક છે?’ તેણે નકાર કરતાં કહ્યું કે, ‘હું નથી.’”
२५शिमोन पेत्र शेकत उभा राहिला होता; त्यास इतर म्हणाले, “तूही त्याच्या शिष्यांतला आहेस काय?” त्याने नाकारले व म्हटले, “मी नाही.”
26 ૨૬ જેનો કાન પિતરે કાપી નાખ્યો હતો તેનો સગો જે પ્રમુખ યાજકના ચાકરોમાંનો એક હતો તેણે કહ્યું, વાડીમાં મેં તને તેની સાથે જોયો નથી શું?
२६पेत्राने ज्याचा कान कापला होता त्याचा नातलग असलेला, महायाजकाच्या दासांपैकी एक होता, तो त्यास म्हणाला, “मी तुला त्याच्याबरोबर बागेत नाही का पाहिले?”
27 ૨૭ ત્યારે પિતરે ફરીથી ઇનકાર કર્યો; અને તરત જ મરઘો બોલ્યો.
२७पेत्राने पुन्हा नाकारले आणि, लागलाच, कोंबडा आरवला.
28 ૨૮ ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જતા હતા; તે વહેલી સવારનો સમય હતો; અને તેઓ અશુદ્ધ ન થાય, પાસ્ખા ખાઈ શકે, માટે દરબારમાં ગયા નહિ.
२८तेव्हा त्यांनी येशूला कयफाकडून सरकारवाड्यांत नेले; तेव्हा सकाळ होती आणि आपण अशुद्ध होऊ नये, पण वल्हांडणाचे भोजन करता यावे म्हणून ते स्वतः सरकारवाड्यांत गेले नाहीत.
29 ૨૯ તેથી પિલાતે બહાર આવીને તેઓને કહ્યું કે, ‘એ માણસ પર તમે કયું તહોમત મૂકો છો?’”
२९यास्तव पिलात त्यांच्याकडे बाहेर येऊन म्हणाला, “तुम्ही या मनुष्यावर काय आरोप ठेवता?”
30 ૩૦ તેઓએ તેને ઉત્તર આપ્યો, ‘જો એ માણસ ખોટું કરનાર ન હોત, તો અમે તેને તમને સોંપત નહિ.’”
३०त्यांनी त्यास उत्तर दिले, “तो दुष्कर्मी नसता तर आम्ही त्यास आपल्या हाती दिले नसते.”
31 ૩૧ ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, ‘તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો,’ યહૂદીઓએ તેમને કહ્યું કે, ‘કોઈ માણસને મારી નાખવાનો અમને અધિકાર નથી.’”
३१पिलाताने त्यांना म्हटले, “त्याला तुम्हीच आपल्या नियमशास्त्राप्रमाणे त्याचा न्याय करा.” यहूदी अधिकारी त्यास म्हणाले, “आम्हास कोणाचा जीव घेण्याचा अधिकार नाही.”
32 ૩૨ પોતે કયા મોતથી મરનાર હતા તે સૂચવતાં ઈસુએ જે વચન કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ થયું.
३२आपण कोणत्या मरणाने मरणार हे सुचवितांना येशूने जे वचन सांगितले होते ते पूर्ण व्हावे म्हणून असे झाले.
33 ૩૩ એથી પિલાતે ફરી દરબારમાં જઈને ઈસુને બોલાવીને તેને પૂછ્યું કે, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’”
३३म्हणून पिलात पुन्हा सरकारवाड्यांत गेला; आणि त्याने येशूला बोलावून म्हणाला, “तू यहूद्यांचा राजा आहेस काय?”
34 ૩૪ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘આ શું તું પોતાના તરફથી કહે છે કે, કોઈ બીજાઓએ મારા સંબંધી એ તને કહ્યું?’”
३४येशूने उत्तर दिले, “आपण स्वतः हे म्हणता किंवा दुसर्यांनी आपणाला माझ्याविषयी हे सांगितले?”
35 ૩૫ પિલાતે ઉત્તર આપ્યો કે, ‘શું હું યહૂદી છું?’ તારા દેશના લોકોએ તથા મુખ્ય યાજકોએ તને મારે હવાલે કર્યો; ‘તેં શું કર્યું છે?’”
३५पिलाताने उत्तर दिले, “मी यहूदी आहे काय? तुझ्याच लोकांनी आणि मुख्य याजकांनी तुला माझ्या हाती दिले; तू काय केले.”
36 ૩૬ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મારું રાજ્ય આ જગતનું નથી; જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં આવત નહિ, તે માટે મારા સેવકો લડાઈ કરત, પણ મારું રાજ્ય તો અહીંનું નથી.
३६येशूने उत्तर दिले, “माझे राज्य या जगाचे नाही. माझे राज्य या जगाचे असते तर यहूद्यांच्या हाती मी दिला जाऊ नये म्हणून माझ्या सेवकांनी लढाई केली असती; पण माझे राज्य येथले नाही.”
37 ૩૭ તેથી પિલાતે ઈસુને પૂછ્યું કે, ‘ત્યારે શું તું રાજા છે?’ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તું કહે છે કે હું રાજા છું.’ એ જ માટે હું જન્મ્યો છું; અને એ જ માટે હું આ દુનિયામાં આવ્યો છું, જેથી હું સત્ય વિષે સાક્ષી આપું; સર્વ જે સત્યનો છે, તે મારી વાણી સાંભળે છે.’”
३७म्हणून पिलात त्यास म्हणाला, “तर तू राजा आहेस काय?” येशूने उत्तर दिले, “मी राजा आहे असे आपण म्हणता. मी यासाठी जन्मलो आहे आणि यासाठी मी जगात आलो आहे. मी सत्याची साक्ष द्यावी. जो कोणी सत्याचा आहे तो माझी वाणी ऐकतो.”
38 ૩૮ પિલાત તેને કહે છે કે, ‘સત્ય શું છે?’ જયારે તેણે એમ કહ્યું ત્યારે, તે ફરીથી યહૂદીઓની પાસે બહાર ગયો અને તેઓને કહ્યું મને આ માણસમાં કંઈ અપરાધ જણાતો નથી.
३८पिलात त्यास म्हणाला, “सत्य काय आहे?” आणि हे बोलून तो पुन्हा यहूद्यांकडे बाहेर गेला आणि त्यांना म्हणाला, “मला त्याच्यात काही अपराध दिसत नाही.
39 ૩૯ પણ પાસ્ખાપર્વમાં તમારે માટે એક બંદીવાનને હું છોડી દઉં, એવો તમારો રિવાજ છે. તેથી હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં, એમ તમે ચાહો છો શું?
३९पण तुमच्यासाठी वल्हांडण सणांत मी एकाला सोडावे अशी तुमच्यात रीत आहे; तर तुमच्यासाठी मी यहूद्यांच्या राजाला सोडावे अशी तुमची इच्छा आहे काय?”
40 ૪૦ ત્યારે તેઓએ ફરીથી ઊંચા અવાજે કહ્યું કે, ‘એને તો નહિ જ, પણ બરાબાસને. હવે બરાબાસ તો લુંટારો હતો.
४०तेव्हा पुन्हा ते ओरडून म्हणाले, “ह्याला सोडू नका, तर बरब्बाला सोडा” आता बरब्बा हा एक लुटारू होता.