< યોહાન 18 >

1 એ વાતો કહ્યાં પછી ઈસુ પોતાના શિષ્યો સાથે કિન્દ્રોન ખીણને પેલે પાર ગયા, ત્યાં એક વાડી હતી, તેમાં તેઓ પોતે તથા તેમના શિષ્યો ગયા.
ⲁ̅ⲛⲁⲓ̈ ⲛ̅ⲧⲉⲣⲉϥϫⲟⲟⲩ ⲛ̅ϭⲓⲓ̅ⲥ̅ ⲁϥⲉⲓ ⲉⲃⲟⲗ ⲛⲙ̅ⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ⲉⲡⲓⲕⲣⲟ ⲙⲡⲭⲓⲙⲁⲣⲟⲥ ⲙ̅ⲡⲕⲉⲇⲣⲟⲥ ⲡⲙⲁ ⲉⲛⲉⲣⲉⲟⲩϣⲏⲛ ⲛ̅ϩⲏⲧϥ̅ ⲡⲙⲁ ⲉⲛⲧⲁϥⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲣⲟϥ ⲛ̅ⲧⲟϥ ⲛⲙ̅ⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ.
2 હવે તેમને પરસ્વાધીન કરનાર યહૂદા પણ તે જગ્યા વિષે જાણતો હતો; કેમ કે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઘણી વખત ત્યાં જતા હતા.
ⲃ̅ⲛⲉϥⲥⲟⲟⲩⲛ ⲇⲉ ϩⲱⲱϥ ⲛ̅ϭⲓⲓ̈ⲟⲩⲇⲁⲥ ⲡⲉⲧⲛⲁⲡⲁⲣⲁⲇⲓⲇⲟⲩ ⲙ̅ⲙⲟϥ ⲙ̅ⲡⲙⲁ ⲉⲧⲙ̅ⲙⲁⲩ ϫⲉ ϩⲁϩ ⲛ̅ⲥⲟⲡ ⲁⲓ̅ⲥ̅ ⲥⲱⲟⲩϩ ⲙ̅ⲙⲁⲩ ⲛⲙ̅ⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ.
3 ત્યારે યહૂદા સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને ફાનસો, મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવ્યો.
ⲅ̅ⲓ̈ⲟⲩⲇⲁⲥ ϭⲉ ⲉⲁϥϫⲓ ⲛ̅ⲧⲉⲥⲡⲉⲓⲣⲁ ⲁⲩⲱ ϩⲉⲛϩⲩⲡⲏⲣⲉⲧⲏⲥ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲛⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ⲛⲙ̅ⲛⲉⲫⲁⲣⲓⲥⲁⲓⲟⲥ ⲁϥⲉ͡ⲓ ⲉⲡⲙⲁ ⲉⲧⲙ̅ⲙⲁⲩ ⲛⲙ̅ϩⲉⲛⲫⲁⲛⲟⲥ ⲁⲩⲱ ϩⲉⲛⲗⲁⲙⲡⲁⲥ ⲛⲙ̅ϩⲉⲛϩⲟⲡⲗⲟⲛ.
4 ત્યારે ઈસુ પોતાનાં પર જે સર્વ આવી પડવાનું હતું તે બધું જાણતા હતા, તે માટે તેમણે બહાર જઈને તેઓને કહ્યું કે, ‘તમે કોને શોધો છો?’”
ⲇ̅ⲓ̅ⲥ̅ ⲇⲉ ⲛⲉϥⲥⲟⲟⲩⲛ ⲛ̅ϩⲱⲃ ⲛⲓⲙ ⲉⲧⲛⲏⲩ ⲉϫⲱϥ ⲁϥⲉ͡ⲓ ⲉⲃⲟⲗ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ. ϫⲉ ⲉⲧⲉⲧⲛ̅ϣⲓⲛⲉ ⲛ̅ⲥⲁⲛⲓⲙ.
5 તેઓએ તેમને ઉત્તર દીધો કે, ‘ઈસુ નાઝારીને.’ ઈસુ તેઓને કહે છે કે, ‘તે હું છું.’ અને યહૂદા જે તેમને પરસ્વાધીન કરનાર હતો તે પણ સૈનિકોની સાથે ઊભો હતો.
ⲉ̅ⲁⲩⲟⲩⲱϣⲃ̅ ⲛⲁϥ. ϫⲉ ⲉⲛϣⲓⲛⲉ ⲛ̅ⲥⲁⲓ̅ⲥ̅ ⲡⲛⲁⲍⲱⲣⲁⲓⲟⲥ. ⲡⲉϫⲉⲓ̅ⲥ̅ ⲛⲁⲩ. ϫⲉ ⲁⲛⲟⲕ ⲡⲉ. ⲛⲉϥⲁϩⲉ ⲇⲉ ⲉⲣⲁⲧϥ̅ ⲛⲙ̅ⲙⲁⲩ ⲛ̅ϭⲓⲓ̈ⲟⲩⲇⲁⲥ ⲡⲉⲛⲧⲁϥⲡⲁⲣⲁⲇⲓⲇⲟⲩ ⲙ̅ⲙⲟϥ.
6 એ માટે જયારે તેમણે તેઓને કહ્યું કે, ‘તે હું છું,’ ત્યારે તેઓ પાછા હટીને જમીન પર પડ્યા.
ⲋ̅ⲛ̅ⲧⲉⲣⲉϥϫⲟⲟⲥ ϭⲉ ⲛⲁⲩ ⲛ̅ϭⲓⲓ̅ⲥ̅ ϫⲉ ⲁⲛⲟⲕ ⲡⲉ. ⲁⲩⲉ͡ⲓ ⲛ̅ⲥⲁⲡⲁϩⲟⲩ ⲁⲩϩⲉ ⲉϫⲙ̅ⲡⲕⲁϩ.
7 ત્યારે તેમણે ફરી તેઓને પૂછ્યું કે, ‘તમે કોને શોધો છો?’ અને તેઓએ કહ્યું કે, ‘નાસરેથના ઈસુને.’”
ⲍ̅ⲡⲁⲗⲓⲛ ⲟⲛ ⲁϥϫⲛⲟⲩⲟⲩ ⲉϥϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲉⲧⲉⲧⲛ̅ϣⲓⲛⲉ ⲛ̅ⲥⲁⲛⲓⲙ. ⲛ̅ⲧⲟⲟⲩ ⲇⲉ ⲡⲉϫⲁⲩ. ϫⲉ ⲛ̅ⲥⲁⲓ̅ⲥ̅ ⲡⲛⲁⲍⲱⲣⲁⲓⲟⲥ.
8 ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મેં તમને કહ્યું કે, તે હું છું;’ એ માટે જો તમે મને શોધતાં હો તો, આ માણસોને જવા દો.’”
ⲏ̅ⲁϥⲟⲩⲱϣⲃ̅ ⲛⲁⲩ ⲛ̅ϭⲓⲓ̅ⲥ̅. ϫⲉ ⲁⲉ͡ⲓϫⲟⲟⲥ ⲛⲏⲧⲛ̅ ϫⲉ ⲁⲛⲟⲕ ⲡⲉ. ⲉϣϫⲉⲁⲛⲟⲕ ϭⲉ ⲡⲉⲧⲉⲧⲛ̅ϣⲓⲛⲉ ⲛ̅ⲥⲱⲉ͡ⲓ ⲕⲁⲛⲁⲓ̈ ⲧⲁⲣⲟⲩⲃⲱⲕ
9 એ માટે કે જે વચન તેઓ બોલ્યા હતા તે પૂર્ણ થાય; ‘જેઓને તમે મને આપ્યા છે તેઓમાંથી એકને પણ મેં ગુમાવ્યો નથી.’”
ⲑ̅ϫⲉⲕⲁⲥ ⲉϥⲉϫⲱⲕ ⲉⲃⲟⲗ ⲛ̅ϭⲓⲡϣⲁϫⲉ ⲉⲛⲧⲁϥϫⲟⲟϥ ϫⲉ ⲛⲉⲛⲧⲁⲕⲧⲁⲁⲩ ⲛⲁⲓ̈ ⲙ̅ⲡⲓⲧⲁⲕⲉⲗⲁⲁⲩ ⲉⲃⲟⲗ ⲛ̅ϩⲏⲧⲟⲩ.
10 ૧૦ ત્યારે સિમોન પિતરે તેની પાસે તલવાર હતી, તે કાઢીને પ્રમુખ યાજકના ચાકરનો જમણો કાન કાપી નાખ્યો. તે ચાકરનું નામ માલ્ખસ હતું.
ⲓ̅ⲥⲓⲙⲱⲛ ⲇⲉ ⲡⲉⲧⲣⲟⲥ ⲉⲣⲉⲟⲩⲥⲏϥⲉ ⲛ̅ⲧⲟⲟⲧϥ ⲁϥⲧⲟⲕⲙⲉⲥ ⲁⲩⲱ ⲁϥⲣⲉϩⲧⲡϩⲙ̅ϩⲁⲗ ⲙ̅ⲡⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ⲁϥⲥⲗⲡ̅ⲡⲉϥⲙⲁⲁϫⲉ ⲛ̅ⲟⲩⲛⲁⲙ. ⲛⲉⲡⲣⲁⲛ ⲇⲉ ⲙ̅ⲡϩⲙ̅ϩⲁⲗ ⲡⲉ ⲙⲁⲗⲭⲟⲥ.
11 ૧૧ તેથી ઈસુએ પિતરને કહ્યું કે, ‘તારી તલવાર મ્યાનમાં મૂક; જે પ્યાલો મારા પિતાએ મને આપ્યો છે ‘તે શું હું ના પીઉં?’”
ⲓ̅ⲁ̅ⲡⲉϫⲉⲓ̅ⲥ̅ ⲙ̅ⲡⲉⲧⲣⲟⲥ. ϫⲉ ⲛⲟⲩϫⲉ ⲛ̅ⲧⲉⲕⲥⲏϥⲉ ⲉⲡⲉⲥⲕⲟⲉⲓϩ. ⲡϫⲱ ⲉⲛⲧⲁⲡⲁⲓ̈ⲱⲧ ⲧⲁⲁϥ ⲛⲁⲓ̈ ⲙⲏ ⲛ̅ϯⲛⲁⲥⲟⲟϥ ⲁⲛ.
12 ૧૨ ત્યારે સિપાઈઓએ, સેનાપતિ તથા યહૂદીઓના અધિકારીઓએ ઈસુને પકડ્યા અને તેમને બાંધ્યા.
ⲓ̅ⲃ̅ⲧⲉⲥⲡⲉⲓⲣⲁ ⲇⲉ ⲁⲩⲱ ⲡⲭⲓⲗⲓⲁⲣⲭⲟⲥ ⲛⲙ̅ⲛ̅ϩⲩⲡⲏⲣⲉⲧⲏⲥ ⲛ̅ⲓ̈ⲟⲩⲇⲁⲓ ⲁⲩϭⲱⲡⲉ ⲛ̅ⲓ̅ⲥ̅ ⲁⲩⲙⲟⲣϥ̅
13 ૧૩ તેઓ પહેલાં તેમને આન્નાસની પાસે લઈ ગયા; કેમ કે તે વર્ષના પ્રમુખ યાજક કાયાફાનો તે સસરો હતો.
ⲓ̅ⲅ̅ⲁⲩⲱ ⲁⲩⲛ̅ⲧϥ̅ ϣⲁⲁⲛⲛⲁⲥ ⲛ̅ϣⲟⲣⲡ̅. ⲛⲉⲡϣⲟⲙⲛⲧ̅ ⲇⲉ ⲡⲉ ⲛ̅ⲕⲁⲓ̈ⲫⲁⲥ ⲡⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ⲛ̅ⲧⲉⲣⲟⲙⲡⲉ ⲉⲧⲙ̅ⲙⲁⲩ
14 ૧૪ હવે કાયાફાએ યહૂદીઓને એવી સલાહ આપી હતી કે, લોકોને માટે એક માણસે મરવું હિતકારક છે.
ⲓ̅ⲇ̅ⲕⲁⲓ̈ⲫⲁⲥ ⲇⲉ ⲡⲉ ⲡⲁⲓ̈ ⲉⲛⲧⲁϥϫⲓϣⲟϫⲛⲉ ⲛ̅ⲓ̈ⲟⲩⲇⲁⲓ̈ ϫⲉ ⲥⲣ̅ⲛⲟϥⲣⲉ ⲉⲧⲣⲉⲟⲩⲣⲱⲙⲉ ⲛ̅ⲟⲩⲱⲧ ⲙⲟⲩ ϩⲁⲡⲗⲁⲟⲥ.
15 ૧૫ સિમોન પિતર તથા બીજો એક શિષ્ય ઈસુની પાછળ ગયા. હવે તે શિષ્ય પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તેથી ઈસુની સાથે પ્રમુખ યાજકના ઘરના ચોકમાં ગયો.
ⲓ̅ⲉ̅ⲛⲉϥⲟⲩⲏϩ ⲇⲉ ⲛ̅ⲥⲁⲓ̅ⲥ̅ ⲛ̅ϭⲓⲥⲓⲙⲱⲛ ⲡⲉⲧⲣⲟⲥ ⲛⲙ̅ⲕⲉⲙⲁⲑⲏⲧⲏⲥ. ⲡⲙⲁⲑⲏⲧⲏⲥ ⲇⲉ ⲉⲧⲙ̅ⲙⲁⲩ ⲛⲉⲣⲉⲡⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ⲥⲟⲟⲩⲛ ⲙ̅ⲙⲟϥ ⲁⲩⲱ ⲁϥⲃⲱⲕʾ ⲉϩⲟⲩⲛ ⲉⲧⲁⲩⲗⲏ ⲙ̅ⲡⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ⲛⲙ̅ⲓ̅ⲥ̅.
16 ૧૬ પણ પિતર બારણા આગળ બહાર ઊભો રહ્યો. માટે તે બીજો શિષ્ય જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તે બહાર આવ્યો અને દરવાજો સાચવનારી દાસીને કહીને પિતરને અંદર લઈ ગયો.
ⲓ̅ⲋ̅ⲡⲉⲧⲣⲟⲥ ⲇⲉ ⲛⲉϥⲁϩⲉⲣⲁⲧϥ̅ ⲡⲉ ⲃ̅ⲃⲟⲗ ϩⲓⲣⲙ̅ⲡⲣⲟ. ⲁϥⲉ͡ⲓ ⲇⲉ ⲉⲃⲟⲗ ⲛ̅ϭⲓⲡⲙⲁⲑⲏⲧⲏⲥ ⲉⲧⲉⲣⲉⲡⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ⲥⲟⲟⲩⲛ ⲙ̅ⲙⲟϥ ⲁⲩⲱ ⲁϥϫⲟⲟⲥ ⲛ̅ⲧⲉⲙⲛⲟⲟⲧⲉ ⲁϥϫⲓⲡⲉⲧⲣⲟⲥ ⲉϩⲟⲩⲛ.
17 ૧૭ ત્યારે તે દાસીએ પિતરને કહ્યું કે, ‘શું તું પણ તે માણસના શિષ્યોમાંનો એક છે?’ પિતરે કહ્યું કે, ‘હું નથી.’”
ⲓ̅ⲍ̅ⲧϩⲙ̅ϩⲁⲗ ⲇⲉ ⲛ̅ⲙ̅ⲛⲟⲟⲧⲉ ⲡⲉϫⲁⲥ ⲙ̅ⲡⲉⲧⲣⲟⲥ. ϫⲉ ⲙⲏ ⲛ̅ⲧⲟⲕ ϩⲱⲱⲕ ⲟⲛ ⲛ̅ⲧⲕ̅ⲟⲩⲉⲃⲟⲗ ϩⲛ̅ⲙ̅ⲙⲁⲑⲏⲧⲏⲥ ⲙ̅ⲡⲉⲓ̈ⲣⲱⲙⲉ. ⲡⲉϫⲁϥ ⲛ̅ϭⲓⲡⲏ. ϫⲉ ⲙ̅ⲙⲟⲛ.
18 ૧૮ ત્યાં ચાકરો તથા સિપાઈઓ ઠંડીને કારણે કોલસાની તાપણી કરીને તાપતા હતા; કેમ કે ઠંડી હતી; અને પિતર પણ તેઓની સાથે ઊભો રહીને તાપતો હતો.
ⲓ̅ⲏ̅ⲛⲉⲩⲁϩⲉ ⲇⲉ ⲉⲣⲁⲧⲟⲩ ⲛ̅ϭⲓⲛ̅ϩⲙ̅ϩⲁⲗ ⲛⲙ̅ⲛ̅ϩⲩⲡⲏⲣⲉⲧⲏⲥ ⲉⲁⲩϫⲉⲣⲉⲟⲩϣⲁϩ ⲉⲩⲑⲙ̅ⲟ ⲙ̅ⲙⲟⲟⲩ ϫⲉ ⲛⲉⲣⲉⲡϫⲁϥ ⲃ̅ⲃⲟⲗ. ⲡⲉⲧⲣⲟⲥ ϩⲱⲱϥ ⲟⲛ ⲛⲉϥⲁϩⲉⲣⲁⲧϥ̅ ⲉϥⲑⲙⲟ ⲙ̅ⲙⲟϥ.
19 ૧૯ ત્યારે પ્રમુખ યાજકે ઈસુને તેના શિષ્યો તથા શિક્ષણ વિષે પૂછ્યું.
ⲓ̅ⲑ̅ⲡⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ⲇⲉ ⲁϥϫⲛⲉⲓ̅ⲥ̅ ⲉⲧⲃⲉⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ⲁⲩⲱ ⲉⲧⲃⲉⲧⲉϥⲥⲃⲱ
20 ૨૦ ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘દુનિયાની સમક્ષ હું પ્રગટ રીતે બોલતો આવ્યો છું; સભાસ્થાનોમાં તથા ભક્તિસ્થાનમાં જ્યાં સર્વ યહૂદીઓ એકઠા થાય છે, ત્યાં હું નિત્ય બોધ કરતો હતો; અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી.
ⲕ̅ⲁϥⲟⲩⲱϣⲃ̅ ⲛⲁϥ ⲛ̅ϭⲓⲓ̅ⲥ̅. ϫⲉ ⲁⲛⲟⲕ ⲛ̅ⲧⲁⲓ̈ϣⲁϫⲉ ⲛⲙ̅ⲡⲕⲟⲥⲙⲟⲥ ϩⲛ̅ⲟⲩⲡⲁⲣⲣⲏⲥⲓⲁ. ⲁⲛⲟⲕ ⲛ̅ⲟⲩⲟⲓ̈ϣ ⲛⲓⲙ ⲁⲓ̈ϯⲥⲃⲱ ϩⲛ̅ⲛ̅ⲥⲩⲛⲁⲅⲱⲅⲏ ⲁⲩⲱ ϩⲙ̅ⲡⲉⲣⲡⲉ ⲡⲙⲁ ⲉϣⲁⲣⲉⲛ̅ⲓ̈ⲟⲩⲇⲁⲓ̈ ⲧⲏⲣⲟⲩ ⲥⲱⲟⲩϩ ⲛ̅ϩⲏⲧϥ̅. ⲁⲩⲱ ⲙ̅ⲡⲓϫⲉⲗⲁⲁⲩ ⲛ̅ϣⲁϫⲉ ϩⲙ̅ⲡϩⲱⲡ.
21 ૨૧ ‘તું મને કેમ પૂછે છે?’ તેઓને પૂછ; ‘મેં જે કહ્યું તે મારા સાંભળનારાઓને પૂછ; જો, મેં જે વાતો કહી તે તેઓ જાણે છે.
ⲕ̅ⲁ̅ⲁϩⲣⲟⲕ ⲕϫⲛⲟⲩ ⲙ̅ⲙⲟⲓ̈ ⲙⲁϫⲛⲉⲛⲉⲛⲧⲁⲩⲥⲱⲧⲙ̅ ϫⲉ ⲟⲩ ⲛⲉ ⲛ̅ⲧⲁⲓ̈ϫⲟⲟⲩ ⲛⲁⲩ. ⲛⲁⲓ̈ ⲛⲉⲧⲥⲟⲟⲩⲛ ⲛ̅ⲛⲉⲛⲧⲁⲓ̈ϫⲟⲟⲩ ⲁⲛⲟⲕ
22 ૨૨ ઈસુએ એમ કહ્યું ત્યારે, સિપાઈઓમાંનો એક પાસે ઊભો હતો, તેણે ઈસુને તમાચો મારીને કહ્યું કે, શું તું પ્રમુખ યાજકને એવી રીતે જવાબ આપે છે?’”
ⲕ̅ⲃ̅ⲛⲁⲓ ⲇⲉ ⲛ̅ⲧⲉⲣⲉϥϫⲟⲟⲩ ⲟⲩⲁ ⲛⲛ̅ϩⲩⲡⲏⲣⲉⲧⲏⲥ ⲉϥⲁϩⲉⲣⲁⲧϥ̅ ⲁϥⲣⲉϩⲧ̅ⲓ̅ⲥ̅ ⲛ̅ⲟⲩⲁⲁⲥ ⲉϥϫⲱ ⲙ̅ⲙⲟⲥ. ϫⲉ ⲧⲁⲓ̈ ⲧⲉ ⲑⲉ ⲛ̅ⲟⲩⲱϣⲃ̅ ⲙ̅ⲡⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ.
23 ૨૩ ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘જો મેં કંઈ ખોટું કહ્યું હોય તો તે વિષે સાબિત કર. પણ જો સાચું હોય, ‘તો તું મને કેમ મારે છે?’”
ⲕ̅ⲅ̅ⲡⲉϫⲁϥ ⲛⲁϥ ⲛ̅ϭⲓⲓ̅ⲥ̅. ϫⲉ ⲉϣϫⲉⲕⲁⲕⲱⲥ ⲁⲓ̈ϣⲁϫⲉ. ⲁⲣⲓⲙⲛ̅ⲧⲣⲉ ϩⲁⲡⲁⲡⲉⲑⲟⲟⲩ. ⲉϣϫⲉⲕⲁⲗⲱⲥ ⲇⲉ. ⲁϩⲣⲟⲕ ⲕϩⲓⲟⲩⲉ ⲉⲣⲟⲉⲓ.
24 ૨૪ ત્યારે આન્નાસે ઈસુને બાંધીને પ્રમુખ યાજક કાયાફા પાસે મોકલ્યા.
ⲕ̅ⲇ̅ⲁϥϫⲟⲟⲩϥ ⲇⲉ ⲛ̅ϭⲓⲁⲛⲛⲁⲥ ⲉϥⲙⲏⲣ ϣⲁⲕⲁⲓ̈ⲫⲁⲥ ⲡⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ.
25 ૨૫ હવે સિમોન પિતર ઊભો રહીને તાપતો હતો, ત્યારે તેઓએ તેને પૂછ્યું કે, ‘શું તું પણ તેના શિષ્યોમાંનો એક છે?’ તેણે નકાર કરતાં કહ્યું કે, ‘હું નથી.’”
ⲕ̅ⲉ̅ⲥⲓⲙⲱⲛ ⲇⲉ ⲡⲉⲧⲣⲟⲥ ⲛⲉϥⲁϩⲉⲣⲁⲧϥ ⲉϥⲑⲙⲟ ⲙ̅ⲙⲟϥ. ⲡⲉϫⲁⲩ ⲇⲉ ⲛⲁϥ ϫⲉ ⲙⲏ ⲛ̅ⲧⲟⲕ ϩⲱⲱⲕ ⲟⲛ ⲛ̅ⲧⲕ̅ⲟⲩⲉⲃⲟⲗ ϩⲛ̅ⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ. ⲁⲡⲏ ⲁⲣⲛⲁ ⲉϥϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲙ̅ⲙⲟⲛ.
26 ૨૬ જેનો કાન પિતરે કાપી નાખ્યો હતો તેનો સગો જે પ્રમુખ યાજકના ચાકરોમાંનો એક હતો તેણે કહ્યું, વાડીમાં મેં તને તેની સાથે જોયો નથી શું?
ⲕ̅ⲋ̅ⲡⲉϫⲉⲟⲩⲁ ⲛⲁϥ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲛ̅ϩⲙ̅ϩⲁⲗ ⲙ̅ⲡⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ⲉⲩⲥⲩⲅⲅⲉⲛⲏⲥ ⲡⲉ ⲙ̅ⲡⲉⲛⲧⲁⲡⲉⲧⲣⲟⲥ ⲥⲗⲡ̅ⲡⲉϥⲙⲁⲁϫⲉ. ϫⲉ ⲁⲛⲟⲕ ⲁⲛ ⲡⲉ ⲛ̅ⲧⲁⲓ̈ⲛⲁⲩ ⲉⲣⲟⲕ ϩⲛ̅ⲧⲉϣⲛⲏ ⲛⲙ̅ⲙⲁϥ.
27 ૨૭ ત્યારે પિતરે ફરીથી ઇનકાર કર્યો; અને તરત જ મરઘો બોલ્યો.
ⲕ̅ⲍ̅ⲡⲁⲗⲓⲛ ⲟⲛ ⲁϥⲁⲣⲛⲁ ⲛ̅ϭⲓⲡⲉⲧⲣⲟⲥ ⲁⲩⲱ ⲁⲩⲁⲗⲉⲕⲧⲱⲣ ⲙⲟⲩⲧⲉ ⲛ̅ⲧⲉⲩⲛⲟⲩ·
28 ૨૮ ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જતા હતા; તે વહેલી સવારનો સમય હતો; અને તેઓ અશુદ્ધ ન થાય, પાસ્ખા ખાઈ શકે, માટે દરબારમાં ગયા નહિ.
ⲕ̅ⲏ̅ⲙ̅ⲛ̅ⲛⲥⲁⲛⲁⲓ̈ ⲁⲩϫⲓ ⲛ̅ⲓ̅ⲥ̅ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ̅ⲕⲁⲓ̈ⲫⲁⲥ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲉⲡⲣⲁⲓⲧⲱⲣⲓⲟⲛ. ⲛⲉϩⲧⲟⲟⲩⲉ ⲇⲉ ⲡⲉ. ⲁⲩⲱ ⲛ̅ⲧⲟⲟⲩ ⲙ̅ⲡⲟⲩⲃⲱⲕ ⲛⲙ̅ⲙⲁϥ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲉⲡⲣⲁⲓⲧⲱⲣⲓⲟⲛ ϫⲉⲕⲁⲥ ⲉⲛⲛⲉⲩⲥⲱⲱϥ ⲁⲗⲗⲁ ⲉⲩⲉⲟⲩⲱⲙ ⲙⲡ̅ⲡⲁⲥⲭⲁ.
29 ૨૯ તેથી પિલાતે બહાર આવીને તેઓને કહ્યું કે, ‘એ માણસ પર તમે કયું તહોમત મૂકો છો?’”
ⲕ̅ⲑ̅ⲁϥⲉ͡ⲓ ⲇⲉ ⲉⲃⲟⲗ ϣⲁⲣⲟⲟⲩ ⲛ̅ϭⲓⲡⲉ͡ⲓⲗⲁⲧⲟⲥ ⲁⲩⲱ ⲡⲉϫⲁϥ. ϫⲉ ⲟⲩ ⲛ̅ⲕⲁⲧⲏⲅⲟⲣⲓⲁ ⲡⲉⲧⲉⲧⲛⲓ̈ⲛⲉ ⲙ̅ⲙⲟϥ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲉⲓ̈ⲣⲱⲙⲉ.
30 ૩૦ તેઓએ તેને ઉત્તર આપ્યો, ‘જો એ માણસ ખોટું કરનાર ન હોત, તો અમે તેને તમને સોંપત નહિ.’”
ⲗ̅ⲁⲩⲟⲩⲱϣⲃ̅ ⲉⲩϫⲱ ⲙ̅ⲙⲟⲥ ⲛⲁϥ. ϫⲉ ⲉⲛⲉⲙ̅ⲡⲁⲓ̈ ⲣ̅ⲡⲉⲑⲟⲟⲩ ⲁⲛ. ⲛⲉⲛⲛⲁⲧⲁⲁϥ ⲁⲛ ⲉⲧⲟⲟⲧⲕ̅.
31 ૩૧ ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, ‘તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો,’ યહૂદીઓએ તેમને કહ્યું કે, ‘કોઈ માણસને મારી નાખવાનો અમને અધિકાર નથી.’”
ⲗ̅ⲁ̅ⲡⲉϫⲁϥ ⲇⲉ ⲛⲁⲩ ⲛ̅ϭⲓⲡⲉⲓⲗⲁⲧⲟⲥ. ϫⲉ ϫⲓⲧϥ̅ ⲛ̅ⲧⲱⲧⲛ̅ ⲛ̅ⲧⲉⲧⲛ̅ⲕⲣⲓⲛⲉ ⲙ̅ⲙⲟϥ ⲕⲁⲧⲁⲡⲉⲧⲛ̅ⲛⲟⲙⲟⲥ. ⲡⲉϫⲁⲩ ⲛⲁϥ ⲛ̅ϭⲓⲛ̅ⲓ̈ⲟⲩⲇⲁⲓ̈. ϫⲉ ⲟⲩⲕ ⲉⲝⲉⲥⲧⲓ ⲛⲁⲛ ⲉⲙⲉⲩⲧⲗⲁⲁⲩ
32 ૩૨ પોતે કયા મોતથી મરનાર હતા તે સૂચવતાં ઈસુએ જે વચન કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ થયું.
ⲗ̅ⲃ̅ϫⲉⲕⲁⲥ ⲉϥⲉϫⲱⲕ ⲉⲃⲟⲗ ⲛ̅ϭⲓⲡϣⲁϫⲉ ⲉⲛⲧⲁⲓ̅ⲥ̅ ϫⲟⲟϥ ⲉϥⲥⲏⲙⲁⲛⲉ ϫⲉ ϩⲛ̅ⲁϣ ⲙ̅ⲙⲟⲩ ⲉϥⲛⲁⲙⲟⲩ.
33 ૩૩ એથી પિલાતે ફરી દરબારમાં જઈને ઈસુને બોલાવીને તેને પૂછ્યું કે, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’”
ⲗ̅ⲅ̅ⲁϥⲃⲱⲕ ⲇⲉ ⲟⲛ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲉⲡⲣⲁ͡ⲓⲧⲱⲣⲓⲟⲛ ⲛ̅ϭⲓⲡⲉ͡ⲓⲗⲁⲧⲟⲥ ⲁⲩⲱ ⲁϥⲙⲟⲩⲧⲉ ⲉⲓ̅ⲥ̅ ⲡⲉϫⲁϥ ⲛⲁϥ. ϫⲉ ⲛ̅ⲧⲟⲕ ⲡⲉ ⲡⲣ̅ⲣⲟ ⲛ̅ⲓ̈ⲟⲩⲇⲁⲓ̈.
34 ૩૪ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘આ શું તું પોતાના તરફથી કહે છે કે, કોઈ બીજાઓએ મારા સંબંધી એ તને કહ્યું?’”
ⲗ̅ⲇ̅ⲁϥⲟⲩⲱϣⲃ̅ ⲛ̅ϭⲓⲓ̅ⲥ̅. ϫⲉ ⲉⲕϫⲱ ⲙ̅ⲡⲁⲓ̈ ϩⲁⲣⲟⲕ ⲙⲁⲩⲁⲁⲕ. ϫⲉⲛϩⲉⲛⲕⲟⲟⲩⲉ ⲛⲉ ⲛ̅ⲧⲁⲩϫⲟⲟⲥ ⲛⲁⲕ ⲉⲧⲃⲏⲏⲧ.
35 ૩૫ પિલાતે ઉત્તર આપ્યો કે, ‘શું હું યહૂદી છું?’ તારા દેશના લોકોએ તથા મુખ્ય યાજકોએ તને મારે હવાલે કર્યો; ‘તેં શું કર્યું છે?’”
ⲗ̅ⲉ̅ⲁϥⲟⲩⲱϣⲃ̅ ⲛ̅ϭⲓⲡⲉⲓⲗⲁⲧⲟⲥ ϫⲉ ⲙⲏⲧⲓ ⲁⲛⲟⲕ ⲁⲛⲅ̅ⲟⲩⲓ̈ⲟⲩⲇⲁⲓ̈. ⲡⲉⲕϩⲉⲑⲛⲟⲥ ⲁⲩⲱ ⲛⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ⲛ̅ⲧⲟⲟⲩ ⲛⲉ ⲛ̅ⲧⲁⲩⲧⲁⲁⲕ ⲉⲧⲟⲟⲧ. ⲟⲩ ⲡⲉ ⲛ̅ⲧⲁⲕⲁⲁϥ.
36 ૩૬ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મારું રાજ્ય આ જગતનું નથી; જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં આવત નહિ, તે માટે મારા સેવકો લડાઈ કરત, પણ મારું રાજ્ય તો અહીંનું નથી.
ⲗ̅ⲋ̅ⲁϥⲟⲩⲱϣⲃ̅ ⲛ̅ϭⲓⲓ̅ⲥ̅. ϫⲉ ⲧⲁⲙⲛ̅ⲧⲉⲣⲟ ⲁⲛⲟⲕ ⲟⲩⲉⲃⲟⲗ ⲁⲛ ⲧⲉ ϩⲙ̅ⲡⲉⲓ̈ⲕⲟⲥⲙⲟⲥ. ⲉⲛⲉⲟⲩⲉⲃⲟⲗ ϩⲙ̅ⲡⲉⲓ̈ⲕⲟⲥⲙⲟⲥ ⲧⲉ ⲧⲁⲙⲛ̅ⲧⲉⲣⲟ. ⲛⲉⲩⲛⲁⲙⲓϣⲉ ⲡⲉ ⲛ̅ϭⲓⲛⲁϩⲩⲡⲏⲣⲉⲧⲏⲥ ϫⲉⲕⲁⲥ ⲉⲛⲛⲉⲩⲧⲁⲁⲧ ⲉⲧⲟⲟⲧⲟⲩ ⲛ̅ⲓ̈ⲟⲩⲇⲁⲓ̈. ⲧⲉⲛⲟⲩ ⲇⲉ ⲧⲁⲙⲛ̅ⲧⲉⲣⲟ ⲛ̅ⲟⲩⲉⲃⲟⲗ ⲁⲛ ⲧⲉ ϩⲙ̅ⲡⲉⲓ̈ⲙⲁ.
37 ૩૭ તેથી પિલાતે ઈસુને પૂછ્યું કે, ‘ત્યારે શું તું રાજા છે?’ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તું કહે છે કે હું રાજા છું.’ એ જ માટે હું જન્મ્યો છું; અને એ જ માટે હું આ દુનિયામાં આવ્યો છું, જેથી હું સત્ય વિષે સાક્ષી આપું; સર્વ જે સત્યનો છે, તે મારી વાણી સાંભળે છે.’”
ⲗ̅ⲍ̅ⲡⲉϫⲉⲡⲉⲓⲗⲁⲧⲟⲥ ϭⲉ ⲛⲁϥ. ϫⲉ ⲟⲩⲕⲟⲩⲛ ϭⲉ ⲛ̅ⲧⲕ̅ⲟⲩⲣ̅ⲣⲟ. ⲁϥⲟⲩⲱϣⲃ̅ ⲛ̅ϭⲓⲓ̅ⲥ̅. ϫⲉ ⲛ̅ⲧⲟⲕ ⲡⲉⲧⲕϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲁⲛⲅ̅ⲟⲩⲣⲣⲟ. ⲁⲛⲟⲕ ⲛ̅ⲧⲁⲩϫⲡⲟⲉ͡ⲓ ⲉⲡⲉⲓ̈ϩⲱⲃ ⲁⲩⲱ ⲛ̅ⲧⲁⲉ͡ⲓ ⲉⲡⲕⲟⲥⲙⲟⲥ ⲉⲡⲁⲓ̈ ϫⲉⲕⲁⲥ ⲉⲉ͡ⲓⲉⲣⲙⲛ̅ⲧⲣⲉ ⲛ̅ⲧⲙⲉ. ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧϣⲟⲟⲡ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲧⲙⲉ ϣⲁϥⲥⲱⲧⲙ̅ ⲉⲧⲁⲥⲙⲏ.
38 ૩૮ પિલાત તેને કહે છે કે, ‘સત્ય શું છે?’ જયારે તેણે એમ કહ્યું ત્યારે, તે ફરીથી યહૂદીઓની પાસે બહાર ગયો અને તેઓને કહ્યું મને આ માણસમાં કંઈ અપરાધ જણાતો નથી.
ⲗ̅ⲏ̅ⲡⲉϫⲉⲡⲉⲓⲗⲁⲧⲟⲥ ⲛⲁϥ ϫⲉ ⲟⲩ ⲧⲉ ⲧⲙⲉ. ⲁⲩⲱ ⲛ̅ⲧⲉⲣⲉϥϫⲉⲡⲁⲓ̈ ⲁϥⲉ͡ⲓ ⲟⲛ ⲉⲃⲟⲗ ϣⲁⲛ̅ⲓ̈ⲟⲩⲇⲁⲓ̈ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ. ϫⲉ ⲁⲛⲟⲕ ⲛ̅ϯϭⲛⲗⲁⲁⲩ ⲁⲛ ⲛ̅ⲁⲓⲧⲓⲁ ϩⲣⲁⲓ̈ ⲛ̅ϩⲏⲧϥ̅.
39 ૩૯ પણ પાસ્ખાપર્વમાં તમારે માટે એક બંદીવાનને હું છોડી દઉં, એવો તમારો રિવાજ છે. તેથી હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં, એમ તમે ચાહો છો શું?
ⲗ̅ⲑ̅ⲟⲩⲛ̅ⲧⲏⲧⲛ̅ ⲇⲉ ⲙ̅ⲙⲁⲩ ⲛ̅ⲟⲩⲥⲱⲛⲧ ϫⲉⲕⲁⲥ ⲉⲉ͡ⲓⲉⲕⲁⲟⲩⲁ ⲛⲏⲧⲛ̅ ⲉⲃⲟⲗ ϩⲙⲡ̅ⲡⲁⲥⲭⲁ. ⲧⲉⲧⲛ̅ⲟⲩⲱϣ ϭⲉ ⲧⲁⲕⲱ ⲛⲏⲧⲛ̅ ⲉⲃⲟⲗ ⲙ̅ⲡⲣ̅ⲣⲟ ⲛ̅ⲓ̈ⲟⲩⲇⲁⲓ̈.
40 ૪૦ ત્યારે તેઓએ ફરીથી ઊંચા અવાજે કહ્યું કે, ‘એને તો નહિ જ, પણ બરાબાસને. હવે બરાબાસ તો લુંટારો હતો.
ⲙ̅ⲁⲩⲁϣⲕⲁⲕ ⲉⲃⲟⲗ ⲧⲏⲣⲟϥ ⲉⲩϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲙ̅ⲡⲣ̅ⲕⲁⲡⲁⲓ̈ ⲉⲃⲟⲗ. ⲁⲗⲗⲁ ⲕⲁⲃⲁⲣⲁⲃⲃⲁⲥ. ⲃⲁⲣⲁⲃⲃⲁⲥ ⲇⲉ ⲛⲉⲩⲥⲟⲟⲛⲉ ⲡⲉ.

< યોહાન 18 >