< યોહાન 17 >
1 ૧ ઈસુએ એ વાતો કહ્યાં પછી સ્વર્ગ તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘પિતા, સમય આવ્યો છે; તમે તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી દીકરો તમને મહિમાવાન કરે.
Naʻe lea ʻaki ʻe Sisu ʻae ngaahi lea ni, ʻo hanga hake hono fofonga ki he langi, ʻo ne pehē, “ʻE Tamai, kuo hokosia ʻae ʻaho; fakaongoongolelei ho ʻAlo, koeʻuhi ke fakaongoongolelei koe ʻe ho ʻAlo foki:
2 ૨ કેમ કે તે સર્વ માણસો પર તમે અધિકાર આપ્યો છે કે, જે સર્વ તમે તેને આપ્યાં છે તેઓને તે અનંતજીવન આપે. (aiōnios )
He kuo ke tuku kiate ia ʻae pule ki he kakai kotoa pē, koeʻuhi ke ne foaki ʻae moʻui taʻengata kiate kinautolu kotoa pē kuo ke foaki kiate ia. (aiōnios )
3 ૩ અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્તને કે જેને તેમણે મોકલ્યો છે તેને ઓળખે. (aiōnios )
Pea ko eni ʻae moʻui taʻengata, ko ʻenau ʻilo koe ko e ʻOtua moʻoni pe taha, mo Sisu Kalaisi, ʻaia naʻa ke fekau. (aiōnios )
4 ૪ જે કામ કરવાનું તમે મને સોંપ્યું હતું તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યાં છે.
Kuo u fakaongoongolelei koe ʻi māmani: kuo u fakaʻosi ʻae ngāue naʻa ke tuku mai ke u fai.
5 ૫ હવે, ઓ પિતા, સૃષ્ટિની ઉત્પત્તિ અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તેથી તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો.
Pea ko eni, ʻe Tamai, ke ke fakaongoongolelei au ʻi ho ʻao, ʻaki ʻae nāunau naʻaku maʻu mo koe, ʻi he teʻeki ngaohi ʻa māmani.
6 ૬ માનવજગતમાંથી જે માણસો તમે મને આપ્યાં છે, તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે; તેઓ તમારાં હતાં, તેઓને તમે મને આપ્યાં છે; અને તેઓએ તમારાં વચન પાળ્યા છે.
“Kuo u fakaʻilo ho huafa ki he kau tangata naʻa ke foaki kiate au mei māmani: naʻe ʻaʻau ʻakinautolu, pea naʻa ke foaki ʻakinautolu kiate au; pea kuo nau maʻu hoʻo folofola.
7 ૭ હવે તેઓ જાણે છે કે જે જે તમે મને આપ્યાં છે, તે સર્વ તમારા તરફથી જ છે.
Pea ʻoku nau ʻilo eni ko e meʻa kotoa pē kuo ke tuku kiate au, ʻoku meiate koe ia.
8 ૮ કેમ કે જે વાતો તમે મને કહેલી હતી તે મેં તેઓને કહી છે; અને તેઓએ તે સ્વીકારી છે; અને હું તમારી પાસેથી આવ્યો છું, એ તેઓએ નિશ્ચે જાણ્યું છે, તમે મને મોકલ્યો છે, એવો વિશ્વાસ તેઓએ કર્યો છે.
He kuo u tuku kiate kinautolu ʻae ngaahi folofola naʻa ke tuku kiate au; pea kuo nau maʻu ia, pea kuo nau ʻilo pau naʻaku haʻu meiate koe, pea kuo nau tui naʻa ke fekauʻi au.
9 ૯ જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓને માટે હું પ્રાર્થના કરું છું; માનવજગતને સારું હું પ્રાર્થના કરતો નથી, પણ જેઓને તમે મને આપ્યાં છે તેઓને માટે; કેમ કે તેઓ તમારાં છે;
“ʻOku ou lotua ʻakinautolu: ʻoku ʻikai te u lotua ʻa māmani, ka ko kinautolu kuo ke foaki kiate au; he ʻoku ʻaʻau ʻakinautolu.
10 ૧૦ જે બધા મારાં તે તમારા છે અને જે તમારા તે મારાં છે; હું તેઓમાં મહિમાવાન થયો છું.
Pea ʻoku ʻaʻau ʻae ngaahi meʻa kotoa pē ʻoku ʻaʻaku, pea ʻoku ʻaʻaku ʻae ngaahi meʻa ʻoku ʻaʻau; pea ʻoku ou ongoongolelei ʻiate kinautolu.
11 ૧૧ હું લાંબા સમય સુધી દુનિયામાં નથી, પણ તેઓ આ દુનિયામાં છે અને હું તમારી પાસે આવું છું. ઓ પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તેમાં તેઓને પણ આપણા જેવા એક થવા માટે સંભાળી રાખો.
Pea ko eni, ʻoku ʻikai te u kei ʻi māmani, ka ʻoku ʻi māmani ʻakinautolu ni, pea ʻoku ou ʻalu atu kiate koe. ʻE Tamai Māʻoniʻoni, tauhi ʻi ho huafa ʻoʻou ʻakinautolu kuo ke foaki kiate au, koeʻuhi ke nau taha pe, ʻo hangē ko kitaua.
12 ૧૨ હું તેઓની સાથે જગતમાં હતો ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું છે શાસ્ત્રવચનો પૂરા થાય માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો વિનાશ થયો નહિ.
ʻI heʻeku ʻiate kinautolu ʻi māmani, ne u tauhi ʻakinautolu ʻi ho huafa: ko kinautolu naʻa ke foaki kiate au kuo u tauhi, pea ʻoku ʻikai mole hanau taha, ka ko e foha ʻoe malaʻia; ʻaia ʻoku fakamoʻoni ai ʻae tohi.
13 ૧૩ હવે હું તમારી પાસે આવું છું; ‘તેઓમાં મારો આનંદ સંપૂર્ણ થાય,’ માટે હું આ બાબતો દુનિયામાં કહું છું.
Pea ko eni, ʻoku ou ʻalu atu kiate koe; pea ʻoku ou lea ʻaki ʻae ngaahi meʻa ni ʻi māmani, koeʻuhi ke kakato ai ʻenau fiefia ʻiate au.
14 ૧૪ તમારાં વચનો મેં તેઓને આપ્યાં છે; માનવજગતે તેઓનો દ્વેષ કર્યો છે કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ આ જગતના નથી.
Kuo u tuku kiate kinautolu ʻa hoʻo folofola; pea kuo fehiʻa ʻa māmani kiate kinautolu, koeʻuhi ʻoku ʻikai ʻo māmani ʻakinautolu, ʻo hangē foki ʻoku ʻikai ʻo māmani au.
15 ૧૫ તમે તેઓને દુનિયામાંથી લઈ લો એવી પ્રાર્થના હું કરતો નથી, પણ તમે તેઓને દુષ્ટથી દૂર રાખો.
ʻOku ʻikai te u lotu ke ke ʻave ʻakinautolu mei he māmani, ka koeʻuhi ke ke fakamoʻui ʻakinautolu mei he kovi.
16 ૧૬ જેમ હું જગતનો નથી, તેમ તેઓ આ જગતના નથી.
ʻOku ʻikai ʻo māmani ʻakinautolu, ʻo hangē ʻoku ʻikai ʻo māmani au.
17 ૧૭ સત્યથી તેઓને પવિત્ર કરો; તમારું વચન સત્ય છે.
Fakatapui ʻakinautolu ʻi hoʻo moʻoni: ko hoʻo folofola ko e moʻoni ia.
18 ૧૮ જેમ તમે મને દુનિયામાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને દુનિયામાં મોકલ્યા છે.
Hangē ko hoʻo fekau au ki māmani, ʻoku pehē ʻeku fekau ʻakinautolu ki māmani.
19 ૧૯ તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સારું હું પોતાને પવિત્ર કરું છું.
Pea ʻoku ou fakatapui au koeʻuhi ko kinautolu, koeʻuhi ke fakatapui ʻakinautolu foki ʻi he moʻoni.
20 ૨૦ વળી હું એકલો તેઓને માટે નહિ, પણ તેઓની વાતથી જેઓ મારા પર વિશ્વાસ કરશે, તેઓને માટે પણ પ્રાર્થના કરું છું કે,
“Pea ʻoku ʻikai ko ʻeku lotua ʻakinautolu ni pē, ka ko kinautolu foki ʻe tui kiate au ʻi heʻenau lea;
21 ૨૧ તેઓ બધા એક થાય. ઓ પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, જેથી માનવજગત વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે.
Koeʻuhi ke taha pe ʻakinautolu kotoa pē; ʻo hangē ʻoku ke ʻiate au, ʻe Tamai, mo au ʻiate koe, koeʻuhi ke nau taha pe foki ʻiate kitaua: koeʻuhi ke tui ʻa māmani naʻa ke fekau au.
22 ૨૨ જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, જેથી જેવા આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય;
Pea ko e nāunau naʻa ke tuku kiate au, kuo u tuku kiate kinautolu; koeʻuhi ke taha pe ʻakinautolu, ʻo hangē foki ʻoku ta taha pe:
23 ૨૩ એટલે હું તેઓમાં અને તમે મારામાં થાઓ જેથી તેઓ સંપૂર્ણ રીતે એક કરાય, એ સારું કે માનવજગત સમજે કે તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારા પર પ્રેમ કર્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ કર્યો છે.
Ko au ʻiate kinautolu, mo koe ʻiate au, koeʻuhi ke fakahaohaoa fakataha ʻakinautolu; pea ke ʻilo ʻe māmani kuo ke fekau au, pea ʻoku ke ʻofa kiate kinautolu, ʻo hangē ko hoʻo ʻofa kiate au.
24 ૨૪ હે પિતા, હું એવું ઇચ્છું છું કે, જ્યાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે, જેથી તેઓ મારો મહિમા જુએ, કે જે તમે મને આપ્યો છે; કેમ કે સૃષ્ટિનો પાયો નંખાયા અગાઉ તમે મારા પર પ્રેમ કર્યો હતો.
ʻE Tamai, ko hoku loto foki kiate kinautolu kuo ke foaki kiate au, ke nau ʻiate au ʻi he potu ʻoku ou ʻi ai: koeʻuhi ke nau mamata ki hoku nāunau, ʻaia kuo ke foaki kiate au: he naʻa ke ʻofa kiate au ʻoku teʻeki ke fakatupu ʻa māmani.
25 ૨૫ ઓ ન્યાયી પિતા, માનવજગતે તો તમને ઓળખ્યા નથી; પણ મેં તમને ઓળખ્યા છે; અને તમે મને મોકલ્યો છે, એમ તેઓએ જાણ્યું છે;
ʻE Tamai Māʻoniʻoni, ʻoku ʻikai ʻiloʻi koe ʻe māmani: ka kuo u ʻilo koe, pea kuo ʻilo ʻekinautolu ni naʻa ke fekau au.
26 ૨૬ મેં તેઓને તમારું નામ જણાવ્યું છે; અને જણાવીશ; એ માટે કે, જે પ્રેમથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે તે તેઓમાં રહે અને હું તેઓમાં રહું.’”
Pea kuo u fakahā kiate kinautolu ho huafa, pea te u [toe ]fakahā [ia]: koeʻuhi ke ʻiate kinautolu ʻae ʻofa ko ia kuo ke ʻofa ʻaki kiate au, pea u nofoʻia ʻakinautolu ʻeau.”