< યોહાન 16 >

1 ‘કોઈ તમને ગેરમાર્ગે દોરે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે.
N waani yi lani, ke lan da ti tua yipo tungbali bonla.
2 તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે; ખરેખર, એવો સમય આવે છે કે જો કોઈ તમને મારી નાખે તો તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.
Bi baa ñani yi li balimaama diena nni. U yogunu kpendi ke yua n baa kpa yi, baa nua ke o kpiagidi U Tiene.
3 તેઓ પિતાને તથા મને જાણતા નથી, માટે તેઓ એ કામો કરશે.
Bi baa tiendi yi lani kuli, kelima baa bani Baa, baa bani mini moko.
4 પણ જયારે તે સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યાં છે. અગાઉ મેં એ વચનો તમને કહ્યાં ન હતાં, કેમ કે હું તમારી સાથે હતો.
N waani yi lani ke li yogunu yaa ti pundi yin tiadi ke n den waani yi la. Mii den waani la hali mi cilima. Kelima n den ye leni yi.
5 પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું; અને તમે ક્યાં જાઓ છો એવું તમારામાંનો કોઈ મને પૂછતો નથી.
Moala n caa yua n soani nni kani, ama yi siiga o bakuli naa buali nni, a caa le yo?
6 પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે.
Li paboanli cuo yi boncianla, kelima n waani lani.
7 તોપણ હું તમને સત્ય કહું છું; મારું જવું તમને હિતકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સહાયક તમારી પાસે આવશે નહીં; પણ જો હું જાઉં, તો હું તેમને તમારી પાસે મોકલી આપીશ.
Li baa hani yipo min gedi, kelima n yaa gedi o todikoa kan cua, ama n ya gedi n baa soani yipo o todikoa.
8 જયારે તેઓ આવશે ત્યારે તેઓ પાપ વિષે, ન્યાયીપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે જગતને ખાતરી કરી આપશે;
O ya cua o baa paadi handuna ti tuonbiadi po, mi tegima leni li bujiali.
9 પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી;
Ti tuonbiadi po kelima baa daani nni.
10 ૧૦ ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, અને હવેથી તમે મને જોશો નહિ;
Mi teginma po kelima n caa Baa po ke yi kan go le nni.
11 ૧૧ ન્યાયચુકાદા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય કરવામાં આવ્યો છે.
Li bujiali po kelima handuna bado buudi jia no.
12 ૧૨ હજુ પણ મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે સમજી શકો તેમ નથી.
N pia mi maama boncianla, ki baa waani yi, ama yi kan fidi ki gama moala. O baagikoa, imoamoani fuoma yua,
13 ૧૩ તોપણ જયારે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી કહેશે નહિ; પણ જે કંઈ તે સાંભળશે તે જ તે કહેશે; અને જે જે થવાનું છે તે તમને કહી બતાવશે.
o ya cua o baa gobidi yi, yin bandi imoamoani kuli, kelima o kan maadi o yuceli maama, ama o baa taa wan gbadi yaale ki waani, yaa bonla n baa cua.
14 ૧૪ તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંથી તે લઈને તમને કહી બતાવશે.
O baa kpiagidi nni, kelima o baa taa min pia yaale ki yaa wangi yi.
15 ૧૫ જે પિતાનાં છે, તે સર્વ મારાં છે; માટે મેં કહ્યું કે, મારું જે છે તેમાંથી લઈને તે તમને કહી બતાવશે.
Baa n pia yaala kuli ye n ya niinne, lanyaapo n teni ke n yedi: O baa taa min pia yaala ki yaa wangi yi.
16 ૧૬ થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો.’”
Li ya pugini waamu, yi kan go le nni, ama li yaa yanwaamu yi go baa le nni. Kelima n caa Baa po.
17 ૧૭ એથી તેમના શિષ્યોમાંના કેટલાકે એકબીજાને કહ્યું, ‘ઈસુ આપણને કહે છે કે, થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, તે શું હશે?’”
Lanyaapo ohoadikaaba siiga bi tianba den tua bi yaba: Wan tua li yaa pugini waamu yi kan go le nni, ama li ya go yanwaamu, yi go baa le nni, kelima n caa Baa po yeni mo bua ki yedi be yo?
18 ૧૮ તેઓએ કહ્યું કે, ‘થોડીવાર પછી, એમ ઈસુ કહે છે તે શું છે? ઈસુ શું કહે છે એ આપણે સમજતા નથી.’”
Bi den tua: Lanwani be n bua ki yedi: Yogunu waamu yeni. Tii bani wan maadi yaa yaala.
19 ૧૯ તેઓ મને કશું પૂછવા ઇચ્છે છે, એ ઈસુએ જાણ્યું, તેથી તેમણે તેઓને કહ્યું કે, થોડીવાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, એ જે મેં કહ્યું, તે વિષે તમે અંદરોઅંદર શું પૂછો છો?
Jesu den bani ke bi bua ki buali o, lane o den yedi ba: Yi buali yi yaba yaala n bua ki yedi: Li ya pugini waamu, yi kan go le nni ama li yaa yanwaamu yi go baa le nni.
20 ૨૦ હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમે રડશો અને શોક કરશો, પણ આ જગત આનંદ કરશે; તમે ઉદાસ થશો, પણ તમારી ઉદાસી આનંદમાં પલટાઈ જશે.’”
N waani yi, imoamoani yi baa buudi ki go mua, ama handuna yaaba baa mangi bi pala, yi pabiidili baa lebidi ki tua pamanli.
21 ૨૧ જયારે સ્ત્રીને પ્રસવવેદના થતી હોય છે ત્યારે તેને દુઃખ થાય છે, કેમ કે તેનો સમય આવ્યો હોય છે; પણ બાળકનો જન્મ થયા પછી, દુનિયામાં બાળક જનમ્યું છે તેના આનંદથી તે દુઃખ તેને ફરીથી યાદ આવતું નથી.
O pua yaa baa maa yaa yogunu o yen le ti yanyagidi kelima o maa yogunu pundi, ama o ya mala waa go tiadi ofala po. Kelima o mala nisaalo handuna nni.
22 ૨૨ હમણાં તો તમે ઉદાસ છો ખરા; પણ હું ફરી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ છીનવી લેનાર નથી.
Li tie yene leni yinba moko, li pabiidili cuo yi, ama n go baa le yi ke yi pala baa mangi, o bakuli kan fie yi kani laa pamanli.
23 ૨૩ તે દિવસે તમે મને કંઈ પૂછશો નહિ. હું તમને નિશ્ચે કહું છું કે, જેથી તમે મારે નામે પિતાની પાસે જે કંઈ માગો તે તમને તે આપે.
Laa daali ya pundi yi kan go buali nni li bakuli, n yedi yi imoamoani, yin baa mia Baa yaala n yeli nni kuli o baa payi la.
24 ૨૪ હજી સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો અને તમને મળશે, એ માટે તમારો આનંદ સંપૂર્ણ થાય.
Hali moala yi daa mia li bakuli n yeli nni. Mia mani yi baa ba, ke yi pamanli n dagidi cian.
25 ૨૫ એ વાતો મેં તમને દ્રષ્ટાંતોમાં કહી છે; એવો સમય આવે છે કે જયારે હું દ્રષ્ટાંતોમાં તમારી સાથે બોલીશ નહિ, પણ પિતા સંબંધી હું તમને સ્પષ્ટ રીતે કહી સંભળાવીશ.
N maadi yi lankuli leni mi kpanjama. Yogunu kpendi ke n kan go maadi yi leni kpanjama, ama n baa yaa maadi yi n Baa maama ke li doagidi cain.
26 ૨૬ તે દિવસે તમે મારે નામે માગશો; અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે માટે પિતાને પ્રાર્થના કરીશ;
Laa daali ya pundi, yi baa miadi o n yenli nni. Mii yedi yi ke n baa mia Baa yipo,
27 ૨૭ કારણ કે પિતા પોતે તમારા પર પ્રેમ કરે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે અને વિશ્વાસ પણ કર્યો છે કે હું પિતાની પાસેથી આવ્યો છું.
kelima Baa wani o ba bua yi, kelima yi den bua nni, ki daani ke ñani U Tienu kani.
28 ૨૮ હું પિતા પાસેથી આ દુનિયામાં આવ્યો છું અને હવે હું આ દુનિયા ત્યજીને પિતાની પાસે જાઉં છું.’”
N ñani Baa kani ki cua handuna nni, moala n ña handuna nni ki caa Baa po.
29 ૨૯ તેમના શિષ્યો કહે છે કે, ‘હવે તમે સ્પષ્ટ રીતે બોલો છો અને કંઈ દ્રષ્ટાંતોમાં બોલતા નથી.
O hoadikaaba den yedi o: Moa a maadi ke li doagidi cain, haa taani leni kpanjama.
30 ૩૦ હવે અમે જાણીએ છીએ કે તમે સઘળી બાબતો જાણો છો; અને કોઈ માણસ તમને કંઈ પૂછે એવી અગત્ય નથી; તેથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો.’”
Moala ti bandi ke a bani li bonla kuli, laa tiladi han guudi ke nilo ba n buali a, bonla bakuli, lanyaapo yo ke ti daani, ke ha ñani U Tienu kani ki cua.
31 ૩૧ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘શું હવે તમે વિશ્વાસ કરો છો?
Jesu den yedi ba: Yi daani moala.
32 ૩૨ જુઓ, એવો સમય આવે છે, હા, હમણાં જ આવ્યો છે કે, તમે દરેક માણસ પોતપોતાની ગમ વિખેરાઈ જશો અને તમે મને એકલો મૂકશો. તે છતાં પણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે.
Diidi u yogunu kpendi ke yi baa yadi ki ha nni, yua kuli n gedi o kaanu, ama n kan yaa ye n bebe, kelima Baa ye leni nni.
33 ૩૩ મેં તમને એ વાતો કહી છે કે, ‘મારામાં તમને શાંતિ પ્રાપ્ત થાય. દુનિયામાં તમને સંકટ છે; પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે.’”
N waani yi lani ke yin baa mi yanduanma n niini. Yi baa le ofalabiado handuna nni. Ama yin paagi yi pala kelima mini paadi handuna.

< યોહાન 16 >