< યોહાન 15 >
1 ૧ ખરો દ્રાક્ષાવેલો હું છું અને મારા પિતા માળી છે.
“我是真正的葡萄树,天父就是园丁。
2 ૨ મારામાંની દરેક ડાળી જેને ફળ આવતાં નથી તેને તે કાપી નાખે છે; અને જે ડાળીઓને ફળ આવે છે, તે દરેકને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે.
我的枝杈如果不结果子,他就会将其剪去,他修剪结果子的枝杈,让它结更多的果子。
3 ૩ જે વચનો મેં તમને કહ્યાં છે તેના દ્વારા હવે તમે શુદ્ધ થઈ ગયા છો.
现在你们因我所言也被修剪过了,变得洁净。
4 ૪ તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ; જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની જાતે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી.
你们要与我同在,我就与你们同在。枝杈必须长在葡萄树上,凭它自己不能结出果实。
5 ૫ હું તો દ્રાક્ષાવેલો છું; અને તમે ડાળીઓ છો; જે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી.
我是葡萄树,你们是枝杈。与我一体,我也与他一体,这样就会结出丰盛的果实,因为离开了我,你们什么都做不了。
6 ૬ જો કોઈ મારામાં રહેતો નથી, તો ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે; નાખી દેવાયેલી ડાળીઓ સુકાઈ જાય છે; પછી લોક તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે અને તેઓને બાળવામાં આવે છે.
不与我同在,就像枝杈被丢弃,变得枯干,人们会把它们拾起来,丢在火里烧掉了。
7 ૭ જો તમે મારામાં રહો; અને મારાં વચનો તમારામાં રહે, તો જે કંઈ તમે ચાહો તે માગો, એટલે તે તમને મળશે.
你们若与我同在,我的言语也与你们同在,无论你们想要什么,祈求什么,都会给你们。
8 ૮ તમે બહુ ફળ આપો, એમાં મારા પિતા મહિમાવાન થાય છે; અને એથી તમે મારા શિષ્ય થશો.
因为你们结出丰盛果实,也是让天父获得荣耀,证明你们就是我的门徒。
9 ૯ જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે; તમે મારા પ્રેમમાં રહો.
天父怎样爱我,我也怎样爱你们。你们与我的爱同在。
10 ૧૦ જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો.
如果你们遵守我的命令,就会与我的爱同在,正像我遵守了我父的命令,便与他的爱同在。
11 ૧૧ મારો આનંદ તમારામાં રહે; અને તમારો આનંદ સંપૂર્ણ થાય, એ માટે મેં તમને એ વાતો કહી છે.
我把这事解释给你们听,是为了将欢喜留在你们心中,让你们的欢喜变得圆满。
12 ૧૨ મારી આજ્ઞા એ છે કે, ‘જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.’”
我命令你们:要彼此相爱,像我爱你们一样。
13 ૧૩ પોતાના મિત્રોને સારું પોતાનો જીવ આપવો, તે કરતાં મહાન અન્ય કોઈ પ્રેમ નથી.
人愿意舍命为朋友,人间没有比这更伟大的爱。
14 ૧૪ જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો છો તો તમે મારા મિત્ર છો.
你们听从我的吩咐,就是我的朋友。
15 ૧૫ હવેથી હું તમને દાસ કહેતો નથી; કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી; પણ મેં તમને મિત્ર કહ્યાં છે; કેમ કે જે વાતો મેં મારા પિતા પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે.
我不再称你们为仆人,因为仆人不知道主人所做的事,我会称你们为朋友,因为我已把从天父那里听见的一切,都解释给了你们听。
16 ૧૬ તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યાં છે; અને તમને મોકલ્યા છે, કે તમે જઈને ફળ આપો; અને તમારાં ફળ કાયમ રહે. જેથી તમે મારે નામે પિતાની પાસે જે કંઈ માગો તે તમને તે આપે.
不是你们选择了我,而是我选择了你们,我赋予你们责任,去结下持久的水果,这样你们以我之名所求的一切,天父都必将应允。
17 ૧૭ તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું.
这就是我的命令:彼此相爱。
18 ૧૮ જો જગત તમારો દ્વેષ રાખે છે તો તમારા પહેલાં તેણે મારો દ્વેષ કર્યો છે, એ તમે જાણો છો.
如果世人恨你们,记得他们在恨你们之前,就已经恨我了。
19 ૧૯ જો તમે જગતના હોત તો પોતાના હોવાથી જગત તમારા ઉપર પ્રેમ રાખત; પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યાં છે, તેથી જગત તમારા પર દ્વેષ રાખે છે.
你们若属于这世界,这世界也会像爱自己一样爱你。但因为你们不属于这世界,而是我从世界中选出你们,所以世人就恨你们。
20 ૨૦ દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓએ મને સતાવ્યો છે, તો તમને પણ સતાવશે. જો તેઓએ મારાં વચનોનું પાલન કર્યું તો તમારા પણ પાળશે.
你们要记住我对你们说过的话:‘仆人不能比主人更重要。’他们若迫害我,也必定迫害你们,他们若遵守我的话,也必定遵守你们的话。
21 ૨૧ પણ એ બધું મારા નામને માટે તેઓ તમને કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને જાણતા નથી.
但他们对你们所做的一切都是因为我,因为他们不知晓派我前来的天父。
22 ૨૨ જો હું આવ્યો ન હોત અને તેઓને કહ્યું ન હોત, તો તેઓને પાપ લાગત નહિ; પણ હવે તેઓના પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી.
如果我没有来,没有对他们说过什么,他们就意识不到自己的罪。但现在他们无法找到开罪的借口了。
23 ૨૩ જે મારો દ્વેષ કરે છે, તે મારા પિતાનો પણ દ્વેષ કરે છે.
恨我的人,也恨我的父。
24 ૨૪ જે કામો બીજા કોઈએ કર્યાં નથી, તે જો મેં તેઓ મધ્યે કર્યાં ન હોત, તો તેઓને પાપ ન લાગત; પણ હવે તેઓએ મને તથા મારા પિતાને પણ જોયા છે, અને તોપણ દ્વેષ રાખ્યો છે.
如果我没有通过其他人从未做过的事情,向他们进行显化,他们就不会意识到自己的罪,但尽管看到了这一切,他们仍然恨我和我父。
25 ૨૫ તેઓના નિયમશાસ્ત્રમાં વચન લખેલું છે કે, ‘તેઓએ વિનાકારણ મારા પર દ્વેષ રાખ્યો છે, તે પૂર્ણ થાય તે માટે એવું થયું.
这就应验了经书所说:‘他们无缘故地恨我。’
26 ૨૬ પણ સહાયક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી આવે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ; તે જયારે આવશે, ત્યારે મારા સંબંધી સાક્ષી આપશે.
但我会从天父那里向你们派来保惠师,他是来自天父的真理圣灵。当他来到,就会为我作见证。
27 ૨૭ તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો.
你们也要为我作证,因为你们从开始就和我在一起。”