< યોહાન 14 >
1 ૧ ‘તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો; તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો.
„Nebuďte smutní, věříte v Boha, věřte i ve mne.
2 ૨ મારા પિતાના ઘરમાં રહેવા માટે ઘણી જગ્યાઓ છે, ના હોત તો હું તમને કહેત; હું તો તમારે માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું.
U mého Otce je domov pro všechny. Odcházím, abych vám připravil místo.
3 ૩ હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, પછી હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, એ માટે કે જ્યાં હું રહું છું ત્યાં તમે પણ રહો.
Až ho připravím, přijdu, vezmu si vás k sobě a zůstanete se mnou. Kdyby to nebyla pravda, já bych vám to neřekl.
4 ૪ હું જ્યાં જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો.’”
Znáte cíl i cestu.“
5 ૫ થોમા તેમને કહે છે કે, ‘પ્રભુ, તમે ક્યાં જાઓ છો, તે અમે જાણતા નથી; ત્યારે અમે માર્ગ કેવી રીતે જાણીએ?’”
„Pane, nevíme, kam jdeš, “namítl Tomáš, „jak bychom mohli znát cestu?“
6 ૬ ઈસુ તેને કહે છે કે, ‘માર્ગ, સત્ય તથા જીવન હું છું; મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.
Ježíš mu na to řekl: „Já jsem cesta k Bohu, pravda o Bohu a život s Bohem. Proto k mému Otci můžete přijít jen skrze mne.
7 ૭ તમે જો મને ઓળખત તો મારા પિતાને પણ ઓળખત; હવેથી તમે તેમને ઓળખો છો અને તેમને જોયા છે.
Kdo zná mne, zná i Otce a vidí ho.“
8 ૮ ફિલિપ તેમને કહે છે કે, ‘પ્રભુ, અમને પિતા દેખાડો, એ અમારે માટે પૂરતું છે.
„Ukaž nám Otce a budeme spokojeni, “řekl Filip.
9 ૯ ઈસુ તેને કહે છે કે, ‘ફિલિપ, લાંબા સમય સુધી હું તમારી સાથે રહ્યો છું, તોપણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે; તો તું શા માટે કહે છે કે, ‘અમને પિતા દેખાડો?
Ježíš ho pokáral: „Filipe, tak dlouho s vámi žiji a ty jsi mne ještě nepoznal? Jak se tak můžeš ptát? Kdo vidí mne, vidí Otce. Proč mne tedy žádáš, abych ti ho ukázal?
10 ૧૦ હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ તું કરે છે કે નહિ? જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો; પણ પિતા મારામાં રહીને પોતાના કામ કરે છે.
Nevěříš, že mezi mnou a Otcem je dokonalá jednota? Vždyť všechno, co říkám a dělám, pochází z mého Otce.
11 ૧૧ હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ મારા પર કરો, નહિ તો કામોને જ લીધે મારા પર વિશ્વાસ રાખો.’”
12 ૧૨ હું તમને સાચે જ કહું છું કે, ‘હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ કરનાર પણ કરશે અને એના કરતાં પણ મોટાં કામો કરશે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું.
V těch, kteří mi uvěří, bude moje dílo pokračovat a rozmáhat se, protože já odcházím k Otci.
13 ૧૩ જે કંઈ મારે નામે તમે માગશો, તે હું કરીશ, એ માટે કે પિતા દીકરામાં મહિમાવાન થાય.
Tam se postarám o to, aby vaše modlitby v zájmu mého díla došly naplnění. Tak bude oslaven Otec i Syn.
14 ૧૪ જો તમે મારે નામે મારી પાસે કંઈ માગશો તો તે પ્રમાણે હું કરીશ.
15 ૧૫ જો તમે મારા પર પ્રેમ કરતા હો તો મારી આજ્ઞાઓ પાળશો.
Milujte mne a nebude vám zatěžko mne poslouchat.
16 ૧૬ અને હું પિતાને પ્રાર્થના કરીશ અને તે તમને બીજા એક સહાયક તમારી પાસે સદા રહેવા માટે આપશે, (aiōn )
Přimluvím se u Otce, aby vám seslal za mne Zástupce, který by s vámi navždy zůstal. (aiōn )
17 ૧૭ એટલે સત્યનો આત્મા, જેને માનવજગત પામી નથી શકતું; કેમ કે તેમને તે જોઈ શકતું નથી અને તેમને જાણતું નથી; પણ તમે તેમને જાણો છો; કેમ કે તેઓ તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે.
Bude to Boží Duch, který vás povede k pravdě. Lidem, kteří dají jen na své smysly a pocity, zůstane skryt. Vám nebude cizí, protože bude s vámi a ve vás.
18 ૧૮ હું તમને અનાથ મૂકી દઈશ નહિ; હું તમારી પાસે આવીશ.
Vrátím se k vám a nenechám vás opuštěné.
19 ૧૯ થોડીવાર પછી દુનિયા મને ફરીથી નહિ જોશે, પણ તમે મને જોશો; હું જીવું છું માટે તમે પણ જીવશો.
Zanedlouho mne svět ztratí z očí, ale vy mne budete vidět očima víry a budete mít podíl na mém životě.
20 ૨૦ તે દિવસે તમે જાણશો કે, હું મારા પિતામાં છું. તમે મારામાં છો અને હું તમારામાં છું.
Pak budete prožívat skutečnou jednotu se mnou.
21 ૨૧ જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે તેના પર મારા પિતા પ્રેમ રાખશે અને હું તેના પર પ્રેમ રાખીશ અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.’”
Svou lásku mi dokážete tím, že mne budete poslouchat. A kdo mne miluje, zachová si Otcovu lásku. I já ho budu milovat a dám se mu poznat.“
22 ૨૨ યહૂદા, જે ઇશ્કારિયોત ન હતો, તે તેને કહે છે કે, ‘પ્રભુ, તમે પોતાને અમારી આગળ પ્રગટ કરશો અને દુનિયાની સમક્ષ નહિ, એનું શું કારણ છે?’”
„Pane, proč tě smíme poznat jen my a ostatní ne?“zeptal se Juda.
23 ૨૩ ઈસુએ જવાબ આપ્યો કે, ‘જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે; અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું.
„Kdo mne miluje oddanou láskou, také můj Otec mu vyjde vstříc; přijdeme k němu a budeme u něho.
24 ૨૪ જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારા વચનોનું પાલન કરતો નથી. જે વચન તમે સાંભળો છો તે મારા નથી, પણ જે પિતાએ મને મોકલ્યો છે તેમના છે.
Kdo mě nemiluje, nedbá na moje slova a pohrdá Bohem.
25 ૨૫ હું હજી તમારી સાથે રહું છું એટલામાં મેં તમને એ વચનો કહ્યાં છે.
Řekl jsem vám vše, co jsem vám tu na zemi měl říci.
26 ૨૬ પણ સહાયક, એટલે પવિત્ર આત્મા, જેમને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે અને મેં જે સર્વ તમને કહ્યું તે સઘળું તમારાં સ્મરણમાં લાવશે.
Až odejdu, Otec vám pošle Ducha svatého, který mne zastoupí. Ten vás všemu naučí a bude vám připomínat, co jsem vám kdy řekl.
27 ૨૭ હું તમને શાંતિ આપીને જાઉં છું; મારી શાંતિ હું તમને આપું છું; જેમ માનવજગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારાં હૃદયોને વ્યાકુળ થવા ન દો; અને બીવા પણ દેશો નહીં.
Odkazuji vám svůj pokoj. Dávám jiný pokoj, než slibuje svět, a tak se nebojte a nedejte se zastrašit.
28 ૨૮ મેં તમને જે કહ્યું તે તમે સાંભળ્યું છે કે, ‘હું જાઉં છું, તમારી પાસે પાછો આવું છું. જો તમે મારા પર પ્રેમ રાખતા હોત, તો હું પિતાની પાસે જાઉં છું, એથી તમને આનંદ થાત; કેમ કે મારા કરતાં પિતા મહાન છે.
Vždyť jsem řekl: odcházím a zase přijdu. Milujete-li mne, pak se z mého odchodu budete radovat spolu se mnou. Vždyť odcházím k Otci, který je větší než já.
29 ૨૯ હવે જયારે એ બાબતો થાય ત્યારે તમે વિશ્વાસ કરો માટે તે થયા અગાઉ મેં હમણાંથી તમને કહ્યું છે.
Odhalil jsem vám to, co se stane, abyste uvěřili, až se mé předpovědi splní.
30 ૩૦ હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરવાનો નથી, કેમ કે આ જગતનો અધિકારી આવે છે, અને તેનો મારા પર કોઈ હિસ્સો નથી;
Nezbývá už mnoho času k rozmluvě, protože přichází zlý vládce tohoto světa. Proti mně však nic nezmůže, protože se podřizuji Otcově vůli. Činím to z lásky k Otci a na svědectví světu. Pojďme, přátelé!“
31 ૩૧ પણ માનવજગત જાણે કે હું પિતા પર પ્રેમ રાખું છું અને પિતાએ મને આજ્ઞા આપી છે, તેમ હું કરું છું એ માટે આ થાય છે, ઊભા થાઓ, અહીંથી આપણે જઈએ.’”