< યોહાન 13 >
1 ૧ હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો આ દુનિયામાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ દુનિયામાંનાં પોતાના લોક, જેઓનાં ઉપર તેઓ પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.
Tupu oge Mmemme Ngabiga eruo, Jisọs amatala na oge ọ ga-ahapụ ụwa lakwuru Nna ya eruola. Ọ hụrụ ndị nke ya nọ nʼụwa nʼanya, hụkwa ha nʼanya ruo ọgwụgwụ.
2 ૨ તેઓ જમતા હતા તેવામાં, શેતાને તો અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોતના મનમાં તેમને પરસ્વાધીન કરવાનો વિચાર મૂક્યો હતો.
Mgbe a na-eri nri anyasị, ekwensu etinyelarị ya nʼime obi Judas Iskarịọt, nwa Saimọn ka ọ rara ya nye.
3 ૩ ઈસુએ જાણ્યું કે પિતાએ સઘળી વસ્તુઓ તેમના હાથમાં આપી છે, અને તે ઈશ્વરની પાસેથી આવ્યો છે અને ઈશ્વરની પાસે જાય છે.
Jisọs matara na Nna enyefeela ya ihe niile nʼaka. Ọ maara na ya si nʼebe Chineke nọ bịa, matakwa na ya ga-alaghachikwuru Chineke.
4 ૪ ઈસુ ભોજન સ્થળ પરથી ઊભા થયા અને પોતાનો ઝભ્ભો ઉતાર્યો; પછી તેમણે રૂમાલ લઈને પોતાની કમરે બાંધ્યો.
Ya mere, o sitere nʼoche ọ nọkwasịrị bilie ọtọ, yipụ uwe nke elu ya, chiri akwa mmiri e ji ehicha ahụ kee nʼukwu ya.
5 ૫ ત્યાર બાદ વાસણમાં પાણી લઈને, શિષ્યોના પગ ધોવા તથા જે રૂમાલ પોતાની કમરે બાંધ્યો હતો તેનાથી લૂંછવા લાગ્યા.
Ọ wụnyere mmiri nʼime efere ịsa aka, bido ịsa ndị na-eso ụzọ ya ụkwụ, jirikwa akwa mmiri ahụ o kere nʼukwu ya na-ehicha ụkwụ ha.
6 ૬ એ પ્રમાણે કરતા કરતા તે સિમોન પિતરની પાસે આવ્યા. ત્યારે સિમોને કહ્યું કે, ‘પ્રભુ, શું તમે મારા પગ ધૂઓ છો?’”
Ọ bịakwutere Saimọn Pita, onye sịrị ya, “Onyenwe m, ị ga-asa m ụkwụ?”
7 ૭ ઈસુએ તેને કહ્યું કે, ‘હું જે કરું છું, તે તું હમણાં જાણતો નથી; પણ હવે પછી તું સમજશે.’”
Ma Jisọs zara sị ya, “Ị ghọtaghị ihe m na-eme ugbu a, ma emesịa ị ga-aghọta ya.”
8 ૮ પિતર તેમને કહે છે કે, ‘હું કદી તમને મારા પગ ધોવા દઈશ નહિ.’ ઈસુએ તેને કહ્યું કે, ‘જો હું તને ન ધોઉં તો મારી સાથે તારે કંઈ લાગભાગ નથી.’” (aiōn )
Pita sịrị ya, “Ị gaghị asaa m ụkwụ ma ọlị.” Jisọs zara ya, “Ọ bụrụ na m asachaghị gị ụkwụ, mụ na gị enweghị oke ọbụla.” (aiōn )
9 ૯ સિમોન પિતર તેને કહે છે કે, ‘પ્રભુ, એકલા મારા પગ જ નહિ, પણ મારા હાથ તથા મુખ પણ ધૂઓ.’”
Saimọn Pita sịrị ya, “Onyenwe m, ọ bụghị naanị ụkwụ m ka ị ga-asa, kama saakwa aka m na isi m.”
10 ૧૦ ઈસુ તેને કહે છે, ‘જેણે સ્નાન કર્યું છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી, તે પૂરો શુદ્ધ છે; તમે શુદ્ધ છો, પણ બધા નહિ.
Jisọs sịrị ya, “Onye ọbụla sara ahụ agaghị asakwa ya ọzọ, ọ bụ naanị ịsa ụkwụ ya dịrị ya nʼihi na ahụ ya niile dị ọcha. Unu dị ọcha, kama ọ bụghị unu niile.”
11 ૧૧ કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને જાણતા હતા; માટે તેમણે કહ્યું કે, ‘તમે બધા શુદ્ધ નથી.’”
Nʼihi na ọ maararị onye ahụ ga-arara ya nye. Ya mere o ji sị, “Ọ bụghị unu niile dị ọcha.”
12 ૧૨ એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેમણે પોતાનાં વસ્ત્રો પહેર્યા અને પાછા જમવા બેસીને તેઓને કહ્યું કે, ‘મેં તમને શું કર્યું છે, તે તમે સમજો છો?’”
Mgbe ọ sachasịrị ha ụkwụ, o yiiri uwe ya, nọdụkwa ala ọzọ, ọ sịrị ha, “Unu ghọtara ihe m meere unu?
13 ૧૩ તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો, અને તમે સાચું જ કહો છો, કેમ કે હું એ જ છું.’”
Unu na-akpọ m Onyenwe unu na Nna unu ukwu, unu mere nke ọma nʼihi na nke a ka m bụ.
14 ૧૪ એ માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.
Ebe ọ bụ na mụ onwe m, bụ Nna unu ukwu na Onyenwe unu sachara unu ụkwụ, unu kwesikwara ịsachakwa ụkwụ ibe unu.
15 ૧૫ કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમુનો આપ્યો છે.
Nke a bụ ihe nṅomi m nyere unu, meenụ dị ka mụ onwe m mere unu.
16 ૧૬ હું તમને નિશ્ચે કહું છું કે, ‘નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી; અને જે મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી.’”
Nʼezie, nʼezie, ohu adịghị adị ukwuu karịa nna ya ukwu, maọbụ onye e ziri ozi a karịa onye ziri ya ozi.
17 ૧૭ જો તમે એ બાબતો જાણીને તેઓનું અનુકરણ કરો, તો તમે આશીર્વાદિત છો.
Ọ bụrụ na unu a mara ihe ndị a, ngọzị ga-adịrị unu ma unu mee ha.
18 ૧૮ હું તમારા સઘળાં સંબંધી નથી કહેતો; જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું; એ લખેલું પૂરું થાય માટે એમ થવું જોઈએ ‘પણ જે મારી સાથે રોટલી ખાય છે, તેણે મારી વિરુદ્ધ પોતાની લાત ઉગામી છે.’”
“Anaghị m ekwu maka unu niile, amaara m ndị m họpụtara. Ma nke a bụ imezu ihe e dere nʼakwụkwọ nsọ, ‘Onye mụ na ya na-erikọ nri ebiliela megide m.’
19 ૧૯ એ બીના બન્યા પહેલાં હું તમને કહું છું એ માટે કે, ‘જયારે એ બાબત થાય, ત્યારે તમે વિશ્વાસ કરો, કે હું તે છું.’”
“Ana m agwa unu ugbu a tupu ihe ndị a emee, ka unu kwere na mụ bụ ya mgbe ọ ga-emezu.
20 ૨૦ નિશ્ચે હું તમને કહું છું કે, ‘જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે, તે મારો અંગીકાર કરે છે; અને જે મારો અંગીકાર કરે છે તે મને મોકલનારનો અંગીકાર કરે છે.
Nʼezie, nʼezie, agwa m unu, onye ọbụla nabatara onye m zitere nabatara m. Onye ọbụla nabatara m nabatakwara onye zitere m.”
21 ૨૧ એમ કહ્યાં પછી ઈસુ આત્મામાં વ્યાકુળ થયા; અને ગંભીરતાથી કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે.
Mgbe Jisọs kwusiri ihe ndị a, o nweghị udo nʼime mmụọ ya. Ọ gbara ama sị, “Nʼezie, nʼezie, a sị m unu, na otu onye nʼime unu ga-arara m nye.”
22 ૨૨ તે કોને વિષે બોલે છે એ સંબંધી શિષ્યોએ આશ્ચર્યથી એકબીજા તરફ જોયું.
Ndị na-eso ụzọ ya lerịtara onwe ha anya na-eche nʼime obi ha onye ọ na-ekwu maka ya.
23 ૨૩ હવે જમણ સમયે તેમના શિષ્યોમાંનો એક, જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો.
Otu nʼime ndị na-eso ụzọ ya nke Jisọs hụrụ nʼanya dabere ya nso.
24 ૨૪ સિમોન પિતર તેને ઇશારો કરીને કહે છે કે, ‘તેઓ કોનાં વિષે બોલે છે, તે અમને કહે.’”
Saimọn Pita fufeere ya isi, ka ọ, Jụọ ya onye ọ na-ekwu maka ya.
25 ૨૫ ત્યારે તે જેમ ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો, તેમ ને તેમ જ તેમને પૂછે છે કે, ‘પ્રભુ, તે કોણ છે?’”
Ebe ọ dabere Jisọs nso, ọ sịrị ya, “Onyenwe anyị, onye ka ọ bụ?”
26 ૨૬ ઈસુ કહે છે કે, ‘હું કોળિયો બોળીને જેને આપીશ, તે જ તે છે.’ પછી તેઓ કોળિયો લઈને તે સિમોન ઇશ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે.
Jisọs zara, “Ọ bụ onye ahụ m ga-enye iberibe achịcha a mgbe m sunyere ya nʼime efere nri.” Mgbe o sunyesịrị achịcha ahụ nʼime efere ahụ, o nyere ya Judas nwa Saimọn Iskarịọt.
27 ૨૭ અને કોળિયો લીધા પછી તેનામાં શેતાન આવ્યો, માટે ઈસુ તેને કહે છે કે, ‘જે તું કરવાનો છે, તે જલદી કર.’”
Mgbe ọ narasịrị iberibe achịcha ahụ, ekwensu bara nʼime ya. Jisọs sịrị ya, “Ihe ọbụla ị chọrọ ime, mee ya ngwangwa.”
28 ૨૮ હવે તેમણે તેને શા માટે એ કહ્યું એ જમવા બેઠેલાઓમાંથી કોઈ સમજ્યો નહિ.
Ma ọ dịghị onye ọbụla so nọrọ nʼoche nri ghọtara ihe mere o ji gwa ya otu a.
29 ૨૯ કેમ કે કેટલાકે એમ ધાર્યું કે, યહૂદાની પાસે થેલી છે તેથી ઈસુએ તેને કહ્યું કે, પર્વને માટે આપણને જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાનું કહ્યું.
Nʼihi na ụfọdụ na-eche, ebe Judas ji akpa ego ha, Jisọs na-asị ya ka ọ gaa zụta ihe ndị dị mkpa maka mmemme, maọbụ ka ọ gaa nye ndị ogbenye ihe.
30 ૩૦ ત્યારે કોળિયો લઈને તે તરત બહાર ગયો; અને તે સમયે રાત હતી.
Mgbe ọ natachara iberibe achịcha ahụ, ọ pụrụ na-atụfughị oge, ọchịchịrị agbaala.
31 ૩૧ જયારે તે બહાર ગયો, ત્યારે ઈસુ કહે છે કે, ‘હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે, તેનામાં ઈશ્વર મહિમાવાન થયા છે.
Mgbe ọ pụrụ, Jisọs sịrị, “Ugbu a ka a na-enye Nwa nke Mmadụ otuto, a na-enyekwa Chineke otuto nʼime ya.
32 ૩૨ ઈશ્વર તેને પોતામાં મહિમાવાન કરશે અને તેને વહેલો મહિમાવાન કરશે.
Ọ bụrụ na e nye Chineke otuto nʼime ya, Chineke ga-enyekwa Ọkpara ya otuto nʼime onwe ya, ọ ga-enyekwa ya otuto ahụ ngwangwa.
33 ૩૩ ઓ નાનાં બાળકો, હવે પછી થોડા સમય સુધી હું તમારી સાથે છું; તમે મને શોધશો.’ જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે, ‘જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું.
“Ụmụntakịrị m, enwere m oge ntakịrị nke mụ na unu ga-anọ. Unu ga-achọ m, ma dị ka m gwara ndị Juu ka m na-agwa unu ugbu a. Ebe m na-aga unu enweghị ike ịbịa ya.
34 ૩૪ ‘હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો,
“Ana m enye unu iwu ọhụrụ: Hụrịtanụ onwe unu nʼanya. Dị ka m hụrụ unu nʼanya, otu a ka unu ga-esi hụrịta onwe unu nʼanya.
35 ૩૫ જો એકબીજા પર તમે પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.
Ọ bụrụ na unu ahụrịta onwe unu nʼanya, otu a ka mmadụ niile ga-esi mata na unu bụ ndị na-eso ụzọ m.”
36 ૩૬ સિમોન પિતર તેમને કહે છે કે, ‘પ્રભુ, તમે ક્યાં જાઓ છો? ઈસુએ કહ્યું, ‘જ્યાં હું જાઉં છું, ત્યાં તું હમણાં મારી પાછળ આવી શકતો નથી; પણ પછી મારી પાછળ આવીશ.
Saimọn Pita sịrị ya, “Onyenwe anyị ebee ka ị na-aga?” Jisọs zaghachiri ya, “Ebe m na-aga, i nweghị ike iso m gaa ya ugbu a. Ma ị ga-abịa ma emesịa.”
37 ૩૭ પિતર તેમને કહે છે કે, ‘પ્રભુ, હું હમણાં જ તમારી પાછળ કેમ આવી શકતો નથી? તમારે માટે હું મારો જીવ પણ આપીશ.
Pita sịrị ya, “Onyenwe anyị, gịnị mere na m apụghị isoro gị ugbu a? Aga m atọgbọ ndụ m nʼihi gị.”
38 ૩૮ ઈસુ કહે છે કે, ‘શું તું મારે માટે તારો જીવ આપશે?’ હું તને નિશ્ચે કહું છું કે, “મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.’”
Jisọs zaghachiri, “I jikeere ịtọgbọ ndụ gị nʼihi m? Nʼezie, nʼezie, asị m gị, tupu oke ọkụkụ akwaa akwa, ị ga-agọnarị m ugboro atọ.”