< યોહાન 13 >

1 હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો આ દુનિયામાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ દુનિયામાંનાં પોતાના લોક, જેઓનાં ઉપર તેઓ પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.
Alò, avan Fèt Pak Jwif la, Jésus te byen okouran ke lè Li te rive epi ke Li t ap kite mond sa a pou ale kote Papa a. Konsa Li te renmen moun pa Li yo ki te nan lemonn. Li te renmen yo jiska lafen.
2 તેઓ જમતા હતા તેવામાં, શેતાને તો અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોતના મનમાં તેમને પરસ્વાધીન કરવાનો વિચાર મૂક્યો હતો.
Pandan yo t ap soupe, dyab la te deja mete nan kè Judas, fis Simon an, pou trayi Li.
3 ઈસુએ જાણ્યું કે પિતાએ સઘળી વસ્તુઓ તેમના હાથમાં આપી છે, અને તે ઈશ્વરની પાસેથી આવ્યો છે અને ઈશ્વરની પાસે જાય છે.
Jésus, byen konnen ke Papa a te mete tout bagay nan men Li, e ke Li te sòti nan Bondye, e t ap retounen a Bondye,
4 ઈસુ ભોજન સ્થળ પરથી ઊભા થયા અને પોતાનો ઝભ્ભો ઉતાર્યો; પછી તેમણે રૂમાલ લઈને પોતાની કમરે બાંધ્યો.
te leve nan soupe a. Li te retire gwo vètman Li. Li te pran yon twal e te vlope l nan kò Li.
5 ત્યાર બાદ વાસણમાં પાણી લઈને, શિષ્યોના પગ ધોવા તથા જે રૂમાલ પોતાની કમરે બાંધ્યો હતો તેનાથી લૂંછવા લાગ્યા.
Li te vide dlo nan basen an e te kòmanse lave pye a disip Li yo, e siye yo avèk twal ki te vlope L la.
6 એ પ્રમાણે કરતા કરતા તે સિમોન પિતરની પાસે આવ્યા. ત્યારે સિમોને કહ્યું કે, ‘પ્રભુ, શું તમે મારા પગ ધૂઓ છો?’”
E konsa, lè L rive nan Simon Pierre, li te di Li: “Senyè, w ap lave pye mwen?”
7 ઈસુએ તેને કહ્યું કે, ‘હું જે કરું છું, તે તું હમણાં જાણતો નથી; પણ હવે પછી તું સમજશે.’”
Jésus te reponn e te di Li: “Sa ke M ap fè la a koulye a, ou p ap konprann, men pita, ou va konprann.”
8 પિતર તેમને કહે છે કે, ‘હું કદી તમને મારા પગ ધોવા દઈશ નહિ.’ ઈસુએ તેને કહ્યું કે, ‘જો હું તને ન ધોઉં તો મારી સાથે તારે કંઈ લાગભાગ નથી.’” (aiōn g165)
Pierre te di Li: “Ou p ap janm lave pye mwen!” Jésus te reponn li: “Si Mwen pa lave ou, ou p ap gen pati nan Mwen.” (aiōn g165)
9 સિમોન પિતર તેને કહે છે કે, ‘પ્રભુ, એકલા મારા પગ જ નહિ, પણ મારા હાથ તથા મુખ પણ ધૂઓ.’”
Simon Pierre te di Li: “Senyè, pa sèlman pye mwen, men anplis men mwen ak tèt mwen.”
10 ૧૦ ઈસુ તેને કહે છે, ‘જેણે સ્નાન કર્યું છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી, તે પૂરો શુદ્ધ છે; તમે શુદ્ધ છો, પણ બધા નહિ.
Jésus te di li: “Sila a ki gen tan benyen sèlman bezwen lave pye li. Men tout rès li pwòp. Nou menm nou pwòp, men pa tout pami nou.”
11 ૧૧ કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને જાણતા હતા; માટે તેમણે કહ્યું કે, ‘તમે બધા શુદ્ધ નથી.’”
Paske Li te konnen kilès ki t ap trayi Li, e pou rezon sa a Li te di: “Se pa tout nan nou ki pwòp.”
12 ૧૨ એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેમણે પોતાનાં વસ્ત્રો પહેર્યા અને પાછા જમવા બેસીને તેઓને કહ્યું કે, ‘મેં તમને શું કર્યું છે, તે તમે સમજો છો?’”
Konsa, lè Li te lave pye yo, e te reprann vètman Li yo, Li te apiye sou tab la ankò, e te di yo: “Èske nou konnen kisa Mwen gen tan fè nou la a?
13 ૧૩ તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો, અને તમે સાચું જ કહો છો, કેમ કે હું એ જ છું.’”
Nou rele M ‘Mèt’, epi ‘Senyè’, e nou gen rezon, paske se sa Mwen ye.
14 ૧૪ એ માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.
Pou sa, si Mwen, Senyè a ak Mèt la lave pye nou, nou osi dwe lave pye youn a lòt.
15 ૧૫ કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમુનો આપ્યો છે.
Paske Mwen te bay nou yon egzanp ke nou menm osi dwe fè tankou Mwen te fè pou nou.
16 ૧૬ હું તમને નિશ્ચે કહું છું કે, ‘નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી; અને જે મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી.’”
“Anverite, anverite, Mwen di nou, yon esklav pa pi gran pase mèt li. Ni yon moun ki voye pa pi gran pase sila ki voye l la.
17 ૧૭ જો તમે એ બાબતો જાણીને તેઓનું અનુકરણ કરો, તો તમે આશીર્વાદિત છો.
Si nou konnen bagay sa yo, nou beni si nou fè yo.
18 ૧૮ હું તમારા સઘળાં સંબંધી નથી કહેતો; જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું; એ લખેલું પૂરું થાય માટે એમ થવું જોઈએ ‘પણ જે મારી સાથે રોટલી ખાય છે, તેણે મારી વિરુદ્ધ પોતાની લાત ઉગામી છે.’”
“Se pa a nou tout ke M pale. Mwen konnen sila ke M te chwazi yo. Men se pou Lekriti sen yo kapab akonpli. ‘Sila ki manje pen Mwen an te leve talón li kont Mwen.’
19 ૧૯ એ બીના બન્યા પહેલાં હું તમને કહું છું એ માટે કે, ‘જયારે એ બાબત થાય, ત્યારે તમે વિશ્વાસ કરો, કે હું તે છું.’”
“Depi koulye a, M ap di nou avan li rive, pou lè li rive, nou kapab kwè ke Mwen menm se Li.
20 ૨૦ નિશ્ચે હું તમને કહું છું કે, ‘જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે, તે મારો અંગીકાર કરે છે; અને જે મારો અંગીકાર કરે છે તે મને મોકલનારનો અંગીકાર કરે છે.
“Anverite, anverite, Mwen di nou, sila a ki resevwa nenpòt moun ke M voye, resevwa M. E sila ki resevwa Mwen, resevwa Li menm ki te voye Mwen an.”
21 ૨૧ એમ કહ્યાં પછી ઈસુ આત્મામાં વ્યાકુળ થયા; અને ગંભીરતાથી કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે.
Lè Jésus te fin di sa, Li te vin twouble nan lespri L, e te fè temwayaj e te di: “Anverite, anverite Mwen di nou ke youn nan nou ap trayi M.”
22 ૨૨ તે કોને વિષે બોલે છે એ સંબંધી શિષ્યોએ આશ્ચર્યથી એકબીજા તરફ જોયું.
Disip yo te kòmanse gade youn a lòt, san okenn lide sou kilès nan yo Li t ap pale a.
23 ૨૩ હવે જમણ સમયે તેમના શિષ્યોમાંનો એક, જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો.
Te gen youn ki t ap apiye sou Jésus, sila ke Li te renmen anpil la.
24 ૨૪ સિમોન પિતર તેને ઇશારો કરીને કહે છે કે, ‘તેઓ કોનાં વિષે બોલે છે, તે અમને કહે.’”
Konsa, Simon Pierre te fè l siyal, e te di li: “Di nou kilès nan nou ke L ap pale a.”
25 ૨૫ ત્યારે તે જેમ ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો, તેમ ને તેમ જ તેમને પૂછે છે કે, ‘પ્રભુ, તે કોણ છે?’”
Sila ki t ap apiye sou pwatrin Jésus e te di Li: “Senyè, kilès li ye?”
26 ૨૬ ઈસુ કહે છે કે, ‘હું કોળિયો બોળીને જેને આપીશ, તે જ તે છે.’ પછી તેઓ કોળિયો લઈને તે સિમોન ઇશ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે.
Pou sa, Jésus te reponn: “Sila a ke M ap bay mòso pen ke M pral tranpe bay li a.” Lè L tranpe mòso a Li te pran li bay Judas, fis a Simon Iscariot.
27 ૨૭ અને કોળિયો લીધા પછી તેનામાં શેતાન આવ્યો, માટે ઈસુ તેને કહે છે કે, ‘જે તું કરવાનો છે, તે જલદી કર.’”
Epi apre mòso a, Satan te antre nan li. Konsa, Jésus te di l: “Sa w ap fè a, fè vit.”
28 ૨૮ હવે તેમણે તેને શા માટે એ કહ્યું એ જમવા બેઠેલાઓમાંથી કોઈ સમજ્યો નહિ.
Pèsòn pami sa yo sou tab la pa t konnen pou ki rezon Li te di l sa.
29 ૨૯ કેમ કે કેટલાકે એમ ધાર્યું કે, યહૂદાની પાસે થેલી છે તેથી ઈસુએ તેને કહ્યું કે, પર્વને માટે આપણને જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાનું કહ્યું.
Kèk te sipoze ke se te akoz Judas te gen bwat kès la, epi ke Jésus t ap di l: “Ale achte bagay nou bezwen pou fèt la,” oubyen petèt ke li ta dwe bay kèk choz a malere yo.
30 ૩૦ ત્યારે કોળિયો લઈને તે તરત બહાર ગયો; અને તે સમયે રાત હતી.
Apre li te resevwa mòso a, li te sòti nan menm moman an. E li te lannwit.
31 ૩૧ જયારે તે બહાર ગયો, ત્યારે ઈસુ કહે છે કે, ‘હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે, તેનામાં ઈશ્વર મહિમાવાન થયા છે.
Konsa, lè l gen tan ale, Jésus te di: “Koulye a Fis a Lòm nan gen tan resevwa glwa, epi Bondye resevwa glwa nan Li.
32 ૩૨ ઈશ્વર તેને પોતામાં મહિમાવાન કરશે અને તેને વહેલો મહિમાવાન કરશે.
Si Bondye resevwa glwa nan Li, Bondye osi ap resevwa glwa Li, nan Li menm, epi va resevwa glwa Li koulye a menm.”
33 ૩૩ ઓ નાનાં બાળકો, હવે પછી થોડા સમય સુધી હું તમારી સાથે છું; તમે મને શોધશો.’ જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે, ‘જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું.
“Pitit Mwen yo, Mwen avèk nou pou yon ti tan anplis. Nou ap chache M, e tankou Mwen te di Jwif yo, koulye a M ap di nou tou. Kote M ap ale, nou p ap kab vini.
34 ૩૪ ‘હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો,
“Yon kòmandman nèf Mwen bay nou. Ke nou renmen youn a lòt menm jan ke Mwen renmen nou. Konsa renmen youn a lòt.
35 ૩૫ જો એકબીજા પર તમે પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.
Konsa, tout moun ap konnen ke nou menm se disip Mwen yo, si nou gen lamou youn pou lòt.”
36 ૩૬ સિમોન પિતર તેમને કહે છે કે, ‘પ્રભુ, તમે ક્યાં જાઓ છો? ઈસુએ કહ્યું, ‘જ્યાં હું જાઉં છું, ત્યાં તું હમણાં મારી પાછળ આવી શકતો નથી; પણ પછી મારી પાછળ આવીશ.
Simon Pierre te di Li: “Senyè, kibò W ap prale?” Jésus te reponn li: “Kote M ap prale a, ou p ap kapab ale koulye a, men pita, ou va swiv Mwen.”
37 ૩૭ પિતર તેમને કહે છે કે, ‘પ્રભુ, હું હમણાં જ તમારી પાછળ કેમ આવી શકતો નથી? તમારે માટે હું મારો જીવ પણ આપીશ.
Pierre te di Li: “Senyè, poukisa mwen pa kapab swiv Ou koulye a? Mwen va bay vi m pou Ou.”
38 ૩૮ ઈસુ કહે છે કે, ‘શું તું મારે માટે તારો જીવ આપશે?’ હું તને નિશ્ચે કહું છું કે, “મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.’”
Jésus te di: “Èske ou va bay vi ou pou Mwen? Anverite, anverite, Mwen di ou, avan kòk la gen tan chante, ou va rejte Mwen twa fwa.”

< યોહાન 13 >