< યોહાન 12 >
1 ૧ પાસ્ખાપર્વના છ દિવસ અગાઉ ઈસુ બેથાનિયા આવ્યા, લાજરસ, જેને ઈસુએ મરણમાંથી સજીવન કર્યો હતો તે ત્યાં હતો.
ⲁ̅ⲓ̅ⲥ̅ ϭⲉ ϩⲁⲑⲏ ⲛ̅ⲥⲟⲟⲩ ⲛ̅ϩⲟⲟⲩ ⲉⲡⲡⲁⲥⲭⲁ ⲁϥⲉ͡ⲓ ⲉⲃⲏⲑⲁⲛⲓⲁ ⲡⲙⲁ ⲉⲛⲉⲣⲉⲗⲁⲍⲁⲣⲟⲥ ⲙ̅ⲙⲟϥ ⲡⲉⲛⲧⲁⲓ̅ⲥ̅ ⲧⲟⲩⲛⲟⲥϥ̅ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲛⲉⲧⲙⲟⲟⲩⲧ.
2 ૨ માટે તેઓએ તેને માટે ખોરાક તૈયાર કર્યો હતો અને માર્થા ભોજન પીરસતી હતી, લાજરસ ઈસુની સાથે જમવા બેઠેલાઓમાંનો એક હતો.
ⲃ̅ⲁⲩⲉ͡ⲓⲣⲉ ϭⲉ ⲛⲁϥ ⲛ̅ⲟⲩⲇⲉⲓⲡⲛⲟⲛ ⲙ̅ⲡⲙⲁ ⲉⲧⲙ̅ⲙⲁⲩ ⲁⲩⲱ ⲛⲉⲣⲉⲙⲁⲣⲑⲁ ⲇⲓⲁⲕⲟⲛⲓ. ⲗⲁⲍⲁⲣⲟⲥ ⲇⲉ ⲛⲉⲟⲩⲁ ⲡⲉ ⲛ̅ⲛⲉⲧⲛⲏϫ ⲛⲙ̅ⲙⲁϥ.
3 ૩ તે વેળા મરિયમે અતિ મૂલ્યવાન શુદ્ધ જટામાંસીનું અડધો કિલો અત્તર લઈને ઈસુને પગે લગાવ્યું અને તેના વાળથી તેમના પગ લૂછ્યા; અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ.
ⲅ̅ⲙⲁⲣⲓⲁ ϭⲉ ⲁⲥϫⲓ ⲛ̅ⲟⲩⲗⲓⲧⲣⲁ ⲛ̅ⲥⲟϭⲛ ⲛ̅ⲛⲁⲣⲇⲟⲥ ⲙ̅ⲡⲓⲥⲧⲓⲕⲏ ⲉⲛⲁϣⲉⲥⲟⲩⲛⲧⲥ̅ ⲁⲥⲧⲱϩⲥ̅ ⲛ̅ⲟⲩⲉⲣⲏⲧⲉ ⲛ̅ⲓ̅ⲥ̅ ⲁⲩⲱ ⲁⲥϥⲱⲧⲉ ⲛ̅ⲛⲉϥⲟⲩⲉⲣⲏⲧⲉ ϩⲙ̅ⲡϥⲱ ⲛ̅ⲧⲉⲥⲁⲡⲉ. ⲁⲡⲏⲓ̈ ⲇⲉ ⲙⲟⲩϩ ⲉⲃⲟⲗ ϩⲙ̅ⲡⲉⲥⲧⲟⲓ̈ ⲙⲡ̅ⲥⲟϭⲛ̅.
4 ૪ તેમના શિષ્યોમાંનો એક, યહૂદા ઇશ્કારિયોત, જે તેમને પરસ્વાધીન કરનાર હતો, તેણે કહ્યું કે,
ⲇ̅ⲡⲉϫⲉⲓ̈ⲟⲩⲇⲁⲥ ⲡⲓⲥⲕⲁⲣⲓⲱⲧⲏⲥ ⲟⲩⲁ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ⲡⲉⲧⲛⲁⲡⲁⲣⲁⲇⲓⲇⲟⲩ ⲙ̅ⲙⲟϥ.
5 ૫ ‘એ અત્તર ત્રણસો દીનારે ઇઝરાયલનું નાણું વેચીને ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહિ?’”
ⲉ̅ϫⲉ ⲉⲧⲃⲉⲟⲩ ⲙ̅ⲡⲟⲩϯⲡⲉⲉ͡ⲓⲥⲟϭⲛ̅ ⲉⲃⲟⲗ ϩⲁϣⲙⲛⲧ̅ϣⲉ ⲛ̅ⲥⲁⲧⲉⲉⲣⲉ ⲛ̅ⲥⲉⲧⲁⲁⲩ ⲛ̅ⲛ̅ϩⲏⲕⲉ.
6 ૬ હવે આ જે તેણે કહ્યું તેનું કારણ એ નહોતું કે તેને ગરીબોને માટે લાગણી હતી; પણ તે ચોર હતો અને થેલી રાખતો હતો. તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો તે માટે કહ્યું.
ⲋ̅ⲛ̅ⲧⲁϥϫⲉⲡⲁⲓ̈ ⲇⲉ. ⲉⲃⲟⲗ ⲁⲛ ϫⲉ ⲡⲉϥⲣⲟⲟⲩϣ ⲡⲉ ⲉⲧⲃⲉⲛ̅ϩⲏⲕⲉ. ⲁⲗⲗⲁ ϫⲉ ⲛⲉⲩⲣⲉϥϫⲓⲟⲩⲉ ⲡⲉ ⲁⲩⲱ ⲉⲣⲉⲡⲉⲅⲗⲱⲥⲥⲟⲕⲟⲙⲟⲛ ⲛ̅ⲧⲟⲟⲧϥ̅ ⲛⲉϥϩⲱϥⲧ̅ ⲛ̅ⲛⲉⲧⲟⲩⲛⲟⲩϫⲉ ⲙ̅ⲙⲟⲟⲩ ⲉⲣⲟϥ.
7 ૭ ત્યારે ઈસુએ કહ્યું કે, ‘મારા દફનાવવાનાં દિવસને માટે મરિયમને એવું કરવા દે.
ⲍ̅ⲡⲉϫⲁϥ ϭⲉ ⲛ̅ϭⲓⲓ̅ⲥ̅. ϫⲉ ⲁⲗⲱⲧⲛ ϩⲁⲣⲟⲥ ϫⲉ ⲉⲥⲉϩⲁⲣⲉϩ ⲉⲣⲟϥ ⲉⲡⲉϩⲟⲟⲩ ⲛ̅ⲧⲁⲕⲁⲉⲓⲥⲉ.
8 ૮ કેમ કે ગરીબો હંમેશા તમારી સાથે છે; પણ હું સદા તમારી સાથે નથી.’”
ⲏ̅ⲛ̅ϩⲏⲕⲉ ⲅⲁⲣ ⲛⲙ̅ⲙⲏⲧⲛ̅ ⲛ̅ⲟⲩⲟⲓ̈ϣ ⲛⲓⲙ. ⲁⲛⲟⲕ ⲇⲉ ⲛ̅ϯⲛⲙ̅ⲙⲏⲧⲛ̅ ⲁⲛ ⲛ̅ⲟⲩⲟⲓ̈ϣ ⲛⲓⲙ.
9 ૯ ત્યારે યહૂદીઓમાંના ઘણાં લોકોએ જાણ્યું કે તે ત્યાં છે, ત્યારે તેઓ એકલા ઈસુને લીધે નહિ, પણ લાજરસ જેને તેમણે મરણમાંથી જીવિત કર્યો હતો, તેને પણ જોવા માટે આવ્યા.
ⲑ̅ⲟⲩⲙⲏⲏϣⲉ ⲇⲉ ⲉⲛⲁϣⲱϥ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲓ̈ⲟⲩⲇⲁⲓ̈ ⲁⲩⲉⲓⲙⲉ ϫⲉ ϥⲙ̅ⲙⲁⲩ. ⲁⲩⲱ ⲁⲩⲉ͡ⲓ ⲉⲧⲃⲉⲓ̅ⲥ̅ ⲁⲛ ⲙ̅ⲙⲁⲧⲉ ⲁⲗⲗⲁ ϫⲉⲕⲁⲥ ⲟⲛ ⲉⲩⲉⲛⲁⲩ ⲉⲗⲁⲍⲁⲣⲟⲥ ⲡⲉⲛⲧⲁϥⲧⲟⲩⲛⲟⲥϥ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲛⲉⲧⲙⲟⲟⲩⲧ
10 ૧૦ મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી.
ⲓ̅ⲁⲩϫⲓϣⲟϫⲛⲉ ϭⲉ ⲛ̅ϭⲓⲛⲁⲣⲭⲓⲉⲣⲉⲩⲥ ϫⲉⲕⲁⲥ ⲉⲩⲉⲙⲟⲩⲟⲩⲧ ⲙ̅ⲡⲕⲉⲗⲁⲍⲁⲣⲟⲥ
11 ૧૧ કેમ કે તેના કારણથી ઘણાં યહૂદીઓ ચાલ્યા ગયા અને ઈસુ પર વિશ્વાસ કર્યો.
ⲓ̅ⲁ̅ϫⲉ ⲛⲉⲣⲉϩⲁϩ ⲛ̅ⲓ̈ⲟⲩⲇⲁⲓ̈ ⲃⲏⲕ ⲉⲧⲃⲏⲏⲧϥ ⲁⲩⲱ ⲛⲉⲩⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲓ̅ⲥ̅.
12 ૧૨ બીજે દિવસે પર્વમાં આવેલા ઘણાં લોકોએ એવું સાંભળ્યું કે, ઈસુ યરુશાલેમ આવે છે;
ⲓ̅ⲃ̅ⲡⲉϥⲣⲁⲥⲧⲉ ⲟⲩⲙⲏⲏϣⲉ ⲉⲛⲁϣⲱϥ ⲛ̅ⲛⲉⲛⲧⲁⲩⲉ͡ⲓ ⲉⲡϣⲁ ⲛ̅ⲧⲉⲣⲟⲩⲥⲱⲧⲙ̅ ϫⲉ ⲓ̅ⲥ̅ ⲛⲏⲩ ⲉⲑⲓⲉⲣⲟⲩⲥⲁⲗⲏⲙ
13 ૧૩ ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર ગયા; અને ઊંચા અવાજે કહ્યું કે, ‘હોસાન્ના; પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે, તે આશીર્વાદિત છે.
ⲓ̅ⲅ̅ⲁⲩϫⲓ ⲛ̅ϩⲉⲛⲃⲁ ϩⲛ̅ϩⲉⲛⲃⲛ̅ⲛⲉ ⲁⲩⲉ͡ⲓ ⲉⲃⲟⲗ ⲉⲧⲱⲙⲛⲧ̅ ⲉⲣⲟϥ ⲁⲩⲱ ⲁⲩⲁϣⲕⲁⲕ ⲉⲃⲟⲗ ϫⲉ ⲱⲥⲁⲛⲛⲁ. ϥⲥⲙⲁⲙⲁⲁⲧ ⲛ̅ϭⲓⲡⲉⲧⲛⲏⲩ ϩⲙ̅ⲡⲣⲁⲛ ⲙ̅ⲡϫⲟⲉⲓⲥ ⲡⲣ̅ⲣⲟ ⲛ̅ⲧⲉⲡⲓⲥⲣⲁⲏⲗ.
14 ૧૪ ઈસુને ગધેડાનો એક વછેરો મળ્યો ત્યારે તેના પર તેઓ બેઠા, જેમ લખેલું છે તેમ કે,
ⲓ̅ⲇ̅ⲓ̅ⲥ̅ ⲇⲉ ⲛ̅ⲧⲉⲣⲉϥϩⲉ ⲉⲩⲉ͡ⲓⲱ ⲁϥⲁⲗⲉ ⲉⲣⲟϥ ⲕⲁⲧⲁⲑⲉ ⲉⲧⲥⲏϩ.
15 ૧૫ ‘ઓ સિયોનની દીકરી, બીશ નહિ; જો, તારા રાજા ગધેડાના વછેરા પર બેસીને આવે છે.’”
ⲓ̅ⲉ̅ϫⲉ ⲙ̅ⲡⲣ̅ⲣ̅ϩⲟⲧⲉ ⲧϣⲉⲉⲣⲉ ⲛ̅ⲥⲓⲱⲛ ϫⲉ ⲉⲓⲥⲡⲟⲩⲣ̅ⲣⲟ ⲛⲏⲩ ⲛⲉ ⲉϥϩⲙⲟⲟⲥ ⲉϫⲛ̅ⲟⲩⲥⲏϭ ⲛ̅ⲉⲓⲱ.
16 ૧૬ પ્રથમ તેના શિષ્યો એ વાતો સમજ્યા ન હતા, પણ ઈસુ મહિમાવાન થયા, ત્યારે તેઓને યાદ આવ્યું કે, ઈસુના સંબંધી એ વાતો લખેલી છે, તે જ પ્રમાણે તેઓએ તેમને કર્યું છે.
ⲓ̅ⲋ̅ⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ⲙ̅ⲡⲟⲩⲉ͡ⲓⲙⲉ ⲉⲛⲁⲓ̈ ⲛ̅ϣⲟⲣⲡ̅. ⲁⲗⲗⲁ ⲛ̅ⲧⲉⲣⲉϥϫⲓⲉⲟⲟⲩ ⲛ̅ϭⲓⲓ̅ⲥ̅ ⲧⲟⲧⲉ ⲁⲩⲣ̅ⲡⲙⲉⲩⲉ ϫⲉ ⲛⲉⲣⲉⲛⲁⲓ̈ ⲥⲏϩ ⲉⲧⲃⲏⲏⲧϥ̅ ⲁⲩⲱ ⲛⲁⲓ̈ ⲛⲉ ⲛ̅ⲧⲁⲩⲁⲁⲩ ⲛⲁϥ.
17 ૧૭ તેમણે લાજરસને કબરમાંથી બોલાવ્યો અને મરેલાઓમાંથી જીવિત કર્યો, તે વખતે જે લોક તેમની સાથે હતા, તેઓએ આ બીનાને સમર્થન આપ્યું.
ⲓ̅ⲍ̅ⲛⲉϥⲣ̅ⲙⲛ̅ⲧⲣⲉ ϭⲉ ⲛ̅ϭⲓⲡⲙⲏⲏϣⲉ ⲉⲧⲛⲙ̅ⲙⲁϥ ϫⲉ ⲁϥⲙⲟⲩⲧⲉ ⲉⲗⲁⲍⲁⲣⲟⲥ ⲉⲃⲟⲗ ϩⲙ̅ⲡⲧⲁⲫⲟⲥ ⲁⲩⲱ ⲁϥⲧⲟⲩⲛⲟⲥϥ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲛⲉⲧⲙⲟⲟⲩⲧ.
18 ૧૮ તે કારણથી પણ લોકો તેમને મળવા ગયા; કેમ કે તેમણે એ ચમત્કારિક ચિહ્ન કર્યું હતું એવું તેઓએ સાંભળ્યું હતું.
ⲓ̅ⲏ̅ⲉⲧⲃⲉⲡⲁⲓ̈ ⲟⲛ ⲁⲡⲙⲏⲏϣⲉ ⲉ͡ⲓ ⲉⲃⲟⲗ ϩⲏⲧϥ̅ ϫⲉ ⲁϥⲥⲱⲧⲙ̅ ϫⲉ ⲁϥⲣ̅ⲡⲉⲓ̈ⲙⲁⲓ̈ⲛ.
19 ૧૯ તે માટે ફરોશીઓએ પરસ્પર કહ્યું કે, ‘જુઓ, આપણું તો કંઈ વળતું નથી; જુઓ, આખું માનવજગત તેમની પાછળ ગયું છે.
ⲓ̅ⲑ̅ⲛⲉⲫⲁⲣⲓⲥⲁⲓⲟⲥ ϭⲉ ⲡⲉϫⲁⲩ ⲛ̅ⲛⲉⲩⲉⲣⲏⲩ. ϫⲉ ⲧⲉⲧⲛ̅ⲛⲁⲩ ϫⲉ ⲛ̅ⲧⲉⲧⲛ̅ϯϩⲏⲩ ⲁⲛ ⲗ̅ⲗⲁⲁⲩ. ⲉⲓⲥⲡⲕⲟⲥⲙⲟⲥ ⲁϥⲃⲱⲕ ϩⲓⲡⲁϩⲟⲩ ⲙ̅ⲙⲟϥ.
20 ૨૦ હવે પર્વમાં ભજન કરવાને જેઓ આવ્યા હતા, તેઓમાંના કેટલાક લોકો ગ્રીક હતા;
ⲕ̅ⲛⲉⲩⲛ̅ϩⲉⲛⲟⲩⲉⲓ̈ⲉⲛⲓⲛ ⲇⲉ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲛⲉⲧⲃⲏⲕ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲟⲩⲱϣⲧ̅ ⲙ̅ⲡϣⲁ.
21 ૨૧ માટે તેઓએ ગાલીલના બેથસાઈદાના ફિલિપની પાસે આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, ‘ભાઈ, અમે ઈસુને જોવા ચાહીએ છીએ.’”
ⲕ̅ⲁ̅ⲛⲁⲓ̈ ϭⲉ ⲁⲩϯⲡⲉⲩⲟⲓ̈ ⲉⲫⲓⲗⲓⲡⲡⲟⲥ ⲡⲉⲃⲟⲗ ϩⲛ̅ⲃⲏⲇⲥⲁⲓ̈ⲇⲁ ⲛ̅ⲧⲅⲁⲗⲓⲗⲁⲓⲁ ⲁⲩⲱ ⲁⲩⲥⲉⲡⲥⲱⲡϥ̅ ⲉⲩϫⲱ ⲙ̅ⲙⲟⲥ. ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲧⲛ̅ⲟⲩⲱϣ ⲉⲛⲁⲩ ⲉⲓ̅ⲥ̅.
22 ૨૨ ફિલિપે આવીને આન્દ્રિયાને કહ્યું; આન્દ્રિયા તથા ફિલિપે આવીને ઈસુને કહ્યું.
ⲕ̅ⲃ̅ⲁⲫⲓⲗⲓⲡⲡⲟⲥ ⲉ͡ⲓ ⲁϥϫⲟⲟⲥ ⲉⲁⲛⲇⲣⲉⲁⲥ. ⲁⲛⲇⲣⲉⲁⲥ ⲇⲉ ⲛⲙ̅ⲫⲓⲗⲓⲡⲡⲟⲥ ⲁⲩϫⲟⲟⲥ ⲉⲓ̅ⲥ̅.
23 ૨૩ ત્યારે ઈસુએ તેઓને જવાબ કહ્યું કે, ‘માણસના દીકરાને મહિમાવાન થવાનો સમય આવ્યો છે.
ⲕ̅ⲅ̅ⲓ̅ⲥ̅ ⲇⲉ ⲁϥⲟⲩⲱϣⲃ̅ ⲉϥϫⲱ ⲙ̅ⲙⲟⲥ ⲛⲁⲩ. ϫⲉ ⲁⲧⲉⲩⲛⲟⲩ ⲉ͡ⲓ ϫⲉⲕⲁⲥ ⲉϥⲉϫⲓⲉⲟⲟⲩ ⲛ̅ϭⲓⲡϣⲏⲣⲉ ⲙ̅ⲡⲣⲱⲙⲉ.
24 ૨૪ હું તમને નિશ્ચે કહું છું, જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરતો નથી, તો તે એકલો રહે છે; પણ જો તે મરે, તો તે ઘણાં ફળ આપે છે.
ⲕ̅ⲇ̅ϩⲁⲙⲏⲛ ϩⲁⲙⲏⲛ ϯϫⲱ ⲙ̅ⲙⲟⲥ ⲛⲏⲧⲛ̅ ϫⲉ ⲉⲣⲉⲧⲙ̅ⲧⲃⲗ̅ⲃⲓⲗⲉ ⲛ̅ⲥⲟⲩⲟ ϩⲉ ⲉϩⲣⲁⲓ̈ ⲉϫⲙ̅ⲡⲕⲁϩ ⲛⲥ̅ⲙⲟⲩ. ϣⲁⲥϭⲱ ⲙⲁⲩⲁⲁⲥ. ⲉϣⲱⲡⲉ ⲇⲉ ⲉⲥϣⲁⲛⲙⲟⲩ. ϣⲁⲥϯⲟⲩⲕⲁⲣⲡⲟⲥ ⲉⲛⲁϣⲱϥ.
25 ૨૫ જે પોતાનો જીવ સાચવે છે, તે તેને ગુમાવે છે; જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે, તે અનંતજીવનને સારુ તેને બચાવી રાખશે. (aiōnios )
ⲕ̅ⲉ̅ⲡⲉⲧⲙⲉ ⲛ̅ⲧⲉϥⲯⲩⲭⲏ ϥⲛⲁⲥⲟⲣⲙⲉⲥ. ⲁⲩⲱ ⲡⲉⲧⲙⲟⲥⲧⲉ ⲛ̅ⲧⲉϥⲯⲩⲭⲏ ϩⲙ̅ⲡⲉⲓ̈ⲕⲟⲥⲙⲟⲥ. ϥⲛⲁϩⲉ ⲉⲣⲟⲥ ⲉⲩⲱⲛϩ ϣⲁⲉⲛⲉϩ. (aiōnios )
26 ૨૬ જો કોઈ મારી સેવા કરતો હોય, તો તેણે મારી પાછળ ચાલવું; અને જ્યાં હું છું, ત્યાં મારો સેવક પણ રહેશે; જો કોઈ મારી સેવા કરતો હોય, તો બાપ તેને માન આપશે.
ⲕ̅ⲋ̅ⲉϣⲱⲡⲉ ⲟⲩⲛⲟⲩⲁ ⲛⲁⲇⲓⲁⲕⲟⲛⲓ ⲛⲁⲓ̈. ⲙⲁⲣⲉϥⲟⲩⲁϩϥ ⲛ̅ⲥⲱⲉ͡ⲓ. ⲁⲩⲱ ⲡⲙⲁ ⲁⲛⲟⲕ ⲉϯⲙ̅ⲙⲟϥ. ⲡⲁⲕⲉⲇⲓⲁⲕⲟⲛⲟⲥ ⲛⲁϣⲱⲡⲉ ⲙ̅ⲙⲁⲩ. ⲉⲣϣⲁⲟⲩⲁ ⲇⲓⲁⲕⲟⲛⲓ ⲛⲁⲓ̈. ⲡⲁⲓ̈ⲱⲧ ⲛⲁⲧⲁⲓ̈ⲟϥ.
27 ૨૭ હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? ઓ બાપ, મને આ ઘડીથી બચાવ. પણ આને લીધે જ તો હું આ ઘડી સુધી આવ્યો છું.
ⲕ̅ⲍ̅ⲧⲉⲛⲟⲩ ⲁⲧⲁⲯⲩⲭⲏ ϣⲧⲟⲣⲧⲣ̅ ⲁⲩⲱ ⲟⲩ ⲡⲉϯⲛⲁϫⲟⲟϥ. ⲡⲁⲓ̈ⲱⲧ ⲙⲁⲧⲟⲩϫⲟⲉ͡ⲓ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲧⲉⲓ̈ⲟⲩⲛⲟⲩ. ⲁⲗⲗⲁ ⲉⲧⲃⲉⲡⲁⲓ̈ ⲁⲓ̈ⲉ͡ⲓ ⲉϩⲣⲁⲓ̈ ⲉⲧⲉⲓ̈ⲟⲩⲛⲟⲩ.
28 ૨૮ ઓ બાપ, તમારા નામનો મહિમા થાઓ, ત્યારે સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, ‘મેં તેનો મહિમા કર્યો છે અને ફરી કરીશ.’”
ⲕ̅ⲏ̅ⲡⲁⲓ̈ⲱⲧ ϯⲉⲟⲟⲩ ⲙ̅ⲡⲉⲕⲣⲁⲛ. ⲁⲩⲥⲙⲏ ϭⲉ ⲉ͡ⲓ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲧⲡⲉ. ϫⲉ ⲁⲓ̈ϯⲉⲟⲟⲩ ⲁⲩⲱ ⲟⲛ ϯⲛⲁϯⲉⲟⲟⲩ.
29 ૨૯ ત્યારે જે લોકોએ પાસે ઊભા રહીને તે સાંભળ્યું હતું, તેઓએ કહ્યું કે, ‘ગર્જના થઈ;’ બીજાઓએ કહ્યું કે, ‘સ્વર્ગદૂતે તેમની સાથે વાત કરી.’”
ⲕ̅ⲑ̅ⲡⲙⲏⲏϣⲉ ⲉⲧⲁϩⲉⲣⲁⲧϥ̅ ⲉⲧⲥⲱⲧⲙ̅ ⲛⲉⲩϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲟⲩϩⲣⲟⲩ ⲙ̅ⲡⲉ ⲡⲉⲛⲧⲁϥϣⲱⲡⲉ. ϩⲉⲛⲕⲟⲟⲩⲉ ⲇⲉ ⲛⲉⲩϫⲱ ⲙ̅ⲙⲟⲥ ϫⲉ ⲟⲩⲁⲅⲅⲉⲗⲟⲥ ⲡⲉ ⲛ̅ⲧⲁϥϣⲁϫⲉ ⲛⲙ̅ⲙⲁϥ.
30 ૩૦ ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, ‘એ વાણી મારે માટે નહિ, પણ તમારે માટે થઈ છે.’”
ⲗ̅ⲁϥⲟⲩⲱϣⲃ̅ ⲉϥϫⲱ ⲙ̅ⲙⲟⲥ ⲛ̅ϭⲓⲓ̅ⲥ̅. ϫⲉ ⲛ̅ⲧⲁⲧⲉⲓ̈ⲥⲙⲏ ⲉ͡ⲓ ⲁⲛ ⲉⲧⲃⲏⲏⲧ ⲁⲗⲗⲁ ⲉⲧⲃⲉⲧⲏⲩⲧⲛ̅.
31 ૩૧ હવે આ માનવજગતનો ન્યાય કરવામાં આવે છે; હવે આ જગતના અધિકારીને બહાર કાઢી મૂકવામાં આવશે.
ⲗ̅ⲁ̅ⲧⲉⲛⲟⲩ ⲧⲉⲕⲣⲓⲥⲓⲥ ⲧⲉ ⲙ̅ⲡⲉⲓ̈ⲕⲟⲥⲙⲟⲥ. ⲧⲉⲛⲟⲩ ⲡⲁⲣⲭⲱⲛ ⲙ̅ⲡⲉⲓ̈ⲕⲟⲥⲙⲟⲥ ⲥⲉⲛⲁⲛⲟϫϥ ⲉⲡⲉⲥⲏⲧ.
32 ૩૨ અને જો હું પૃથ્વી પરથી ઊંચો કરાઈશ, તો હું સર્વને મારી પોતાની તરફ ખેંચીશ.
ⲗ̅ⲃ̅ⲁⲛⲟⲕ ϩⲱ ⲉⲩϣⲁⲛϫⲁⲥⲧ̅ ⲉⲃⲟⲗ ϩⲓϫⲙ̅ⲡⲕⲁϩ. ϯⲛⲁⲥⲉⲕⲟⲩⲟⲛ ⲛⲓⲙ ϣⲁⲣⲟⲉ͡ⲓ.
33 ૩૩ પોતાનું મૃત્યુ શી રીતે થવાનું છે, એ સૂચવતાં તેમણે એ પ્રમાણે કહ્યું.
ⲗ̅ⲅ̅ⲛⲉϥϫⲱ ⲇⲉ ⲙ̅ⲡⲁⲓ̈ ⲛⲉϥⲥⲏⲙⲁⲛⲉ ϫⲉ ⲉϥⲛⲁⲙⲟⲩ ϩⲛ̅ⲁϣ ⲙ̅ⲙⲟⲩ.
34 ૩૪ એ માટે લોકોએ તેમને ઉત્તર આપ્યો કે, ‘ખ્રિસ્ત સદા રહેશે, એમ અમે નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું છે; તો માણસનો દીકરો ઊંચો કરાવો જોઈએ, એમ તમે કેમ કહો છો? એ માણસનો દીકરો કોણ છે?’” (aiōn )
ⲗ̅ⲇ̅ⲁϥⲟⲩⲱϣⲃ̅ ϭⲉ ⲛⲁϥ ⲛ̅ϭⲓⲡⲙⲏⲏϣⲉ ϫⲉ ⲁⲛⲟⲛ ⲁⲛⲥⲱⲧⲙ̅ ⲉⲃⲟⲗ ϩⲙ̅ⲡⲛⲟⲙⲟⲥ ϫⲉ ⲡⲉⲭ̅ⲥ̅ ⲛⲁϣⲱⲡⲉ ϣⲁⲉⲛⲉϩ. ⲁⲩⲱ ⲛ̅ⲁϣ ⲛ̅ϩⲉ ⲛ̅ⲧⲟⲕ ⲕϫⲱ ⲙ̅ⲙⲟⲥ̅ ϫⲉ ϩⲁⲡⲥ̅ ⲉⲧⲣⲉⲩϫⲉⲥⲧⲡϣⲏⲣⲉ ⲙ̅ⲡⲣⲱⲙⲉ. (aiōn )
35 ૩૫ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હજી થોડીવાર તમારી મધ્યે પ્રકાશ છે; જ્યાં સુધી તમને પ્રકાશ છે, ત્યાં સુધી ચાલો, રખેને અંધકાર તમારા પર આવી પડે; અને જે અંધકારમાં ચાલે છે તે જાણતો નથી કે તે પોતે ક્યાં જાય છે.
ⲗ̅ⲉ̅ⲡⲉϫⲁϥ ϭⲉ ⲛⲁⲩ ⲛ̅ϭⲓⲓ̅ⲥ̅. ϫⲉ ⲉⲧⲓ ⲕⲉⲕⲟⲩⲉ͡ⲓ ⲛ̅ⲟⲩⲟⲓ̈ϣ ⲡⲉ ⲉⲣⲉⲡⲟⲩⲟⲓ̈ⲛ ϣⲟⲟⲡ ⲛⲙ̅ⲙⲏⲧⲛ̅. ⲙⲟⲟϣⲉ ϩⲟⲥⲟⲛ ⲟⲩⲛ̅ⲧⲏⲧⲛ̅ⲡⲟⲩⲟⲓ̈ⲛ ϫⲉ ⲛ̅ⲛⲉⲡⲕⲁⲕⲉ ⲧⲁϩⲉⲧⲏⲩⲧⲛ̅. ⲁⲩⲱ ⲡⲉⲧⲙⲟⲟϣⲉ ϩⲙ̅ⲡⲕⲁⲕⲉ ⲛϥ̅ⲥⲟⲟⲩⲛ ⲁⲛ ϫⲉ ⲉϥⲛⲁ ⲉⲧⲱⲛ.
36 ૩૬ જ્યાં સુધી તમને પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ કરો, એ માટે કે તમે અજવાળાનાં બાળકો થાઓ. એ વાતો કહીને ઈસુ ચાલ્યા ગયા, અને તેઓથી સંતાઈ રહ્યા.
ⲗ̅ⲋ̅ϩⲟⲥⲟⲛ ⲟⲩⲛ̅ⲧⲏⲧⲛ̅ⲡⲟⲩⲟⲓ̈ⲛ. ⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲡⲟⲩⲟⲓ̈ⲛ ϫⲉⲕⲁⲥ ⲉⲧⲉⲧⲛⲉϣⲱⲡⲉ ⲛϣ̅ⲏⲣⲉ ⲛ̅ⲧⲉⲡⲟⲩⲟⲓ̈ⲛ. ⲛⲁⲓ̈ ⲁϥϫⲟⲟⲩ ⲛ̅ϭⲓⲓ̅ⲥ̅ ⲁⲩⲱ ⲁϥⲃⲱⲕ ⲁϥϩⲟⲡϥ̅ ⲉⲣⲟⲟⲩ.
37 ૩૭ ઈસુએ આટલાં બધાં ચમત્કારિક ચિહ્નો તેઓના દેખતા કર્યાં હતાં, તોપણ તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ.
ⲗ̅ⲍ̅ⲛⲉⲓ̈ⲙⲁⲓ̈ⲛ ⲇⲉ ⲧⲏⲣⲟⲩ ⲉⲁϥⲁⲁⲩ ⲙ̅ⲡⲉⲩⲙ̅ⲧⲟ ⲉⲃⲟⲗ. ⲙ̅ⲡⲟⲩⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲣⲟϥ.
38 ૩૮ એ માટે કે યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય કે, ‘પ્રભુ, અમને જે કહેવામાં આવ્યું તે પર કોણે વિશ્વાસ કર્યો છે? પ્રભુનો હાથ કોની સમક્ષ પ્રગટ થયો છે?’”
ⲗ̅ⲏ̅ϫⲉⲕⲁⲥ ⲉⲣⲉⲡϣⲁϫⲉ ⲛ̅ⲏⲥⲁⲓ̈ⲁⲥ ⲡⲉⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ϫⲱⲕ ⲉⲃⲟⲗ ⲡⲉⲛⲧⲁϥϫⲟⲟϥ. ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲛⲓⲙ ⲡⲉ ⲛ̅ⲧⲁϥⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲡⲉⲛϩⲣⲟⲟⲩ. ⲁⲩⲱ ⲡⲉϭⲃⲟⲉ͡ⲓ ⲙ̅ⲡϫⲟⲉⲓⲥ ⲛ̅ⲧⲁϥϭⲱⲗⲡ ⲉⲛⲓⲙ.
39 ૩૯ તે માટે તેઓ વિશ્વાસ કરી ન શક્યા, કેમ કે વળીપાછું યશાયા પ્રબોધકે કહ્યું હતું કે,
ⲗ̅ⲑ̅ⲉⲧⲃⲉⲡⲁⲓ̈ ⲙ̅ⲡⲟⲩϣϭⲙ̅ϭⲟⲙ ⲉⲡⲓⲥⲧⲉⲩⲉ ϫⲉ ⲁϥϫⲟⲟⲥ ⲟⲛ ⲛ̅ϭⲓⲏⲥⲁⲓ̈ⲁⲥ
40 ૪૦ ‘તેઓ આંખોથી દેખે નહિ, મનથી સમજે નહિ, પાછા ફરે નહિ, હું તેઓને સારા કરું નહિ, એ માટે તેમણે તેઓની આંખો અંધ કરી છે. અને તેઓનાં મન કઠોર થઈ ગયા છે.’”
ⲙ̅ϫⲉ ⲁϥⲧⲱⲙ ⲛ̅ⲛⲉⲩⲃⲁⲗ ⲁⲩⲱ ⲁϥⲧⲱⲙ ⲙ̅ⲡⲉⲩϩⲏⲧ ϫⲉⲕⲁⲥ ⲉⲛⲛⲉⲩⲛⲁⲩ ϩⲛ̅ⲛⲉⲩⲃⲁⲗ ⲁⲩⲱ ⲛ̅ⲥⲉⲛⲟⲉ͡ⲓ ϩⲙ̅ⲡⲉⲩϩⲏⲧ ⲛ̅ⲥⲉⲕⲟⲧⲟⲩ ⲧⲁⲧⲁⲗϭⲟⲟⲩ.
41 ૪૧ યશાયાએ તેમનો મહિમા જોયો હતો તેણે એ વાતો જણાવી; અને તે તેમના વિષે બોલ્યો.
ⲙ̅ⲁ̅ⲛⲁⲓ̈ ⲁϥϫⲟⲟⲩ ⲛ̅ϭⲓⲏⲥⲁⲓ̈ⲁⲥ ϫⲉ ⲁϥⲛⲁⲩ ⲉⲡⲉⲟⲟⲩ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ ⲁⲩⲱ ⲁϥϣⲁϫⲉ ⲉⲧⲃⲏⲏⲧϥ.
42 ૪૨ તોપણ અધિકારીઓમાંના પણ ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો; પણ રખેને ફરોશીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે, એ બીકથી તેઓએ તેમને જાહેરમાં કબૂલ કર્યા નહિ.
ⲙ̅ⲃ̅ϩⲟⲙⲟⲓⲱⲥ ⲙⲉⲛⲧⲟⲓ ⲉⲃⲟⲗ ϩⲛ̅ⲛ̅ⲁⲣⲭⲱⲛ ⲁϩⲁϩ ⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲣⲟϥ. ⲁⲗⲗⲁ ⲉⲧⲃⲉⲛⲉⲫⲁⲣⲓⲥⲁⲓⲟⲥ ⲛⲉⲩϩⲟⲙⲟⲗⲟⲅⲓ ⲁⲛ ⲡⲉ ϫⲉⲕⲁⲥ ⲉⲛⲛⲉⲩϣⲱⲡⲉ ⲛ̅ⲁⲡⲟⲥⲩⲛⲁⲅⲱⲅⲟⲥ.
43 ૪૩ કેમ કે ઈશ્વરના તરફથી થતી પ્રશંસા કરતાં તેઓ માણસો તરફથી થતી પ્રશંસા વધારે ચાહતા હતા.
ⲙ̅ⲅ̅ⲁⲩⲙⲉⲣⲉⲡⲉⲟⲟⲩ ⲅⲁⲣ ⲛ̅ⲣ̅ⲣⲱⲙⲉ ⲉϩⲟⲩⲉⲡⲉⲟⲟⲩ ⲙ̅ⲡⲛⲟⲩⲧⲉ.
44 ૪૪ ત્યારે ઈસુએ ઊંચા અવાજે કહ્યું કે, ‘મારા પર જે વિશ્વાસ કરે છે, તે એકલો મારા પર નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમના પર પણ વિશ્વાસ રાખે છે.
ⲙ̅ⲇ̅ⲓ̅ⲥ̅ ϭⲉ ⲁϥⲁϣⲕⲁⲕ ⲉⲃⲟⲗ ⲉϥϫⲱ ⲙ̅ⲙⲟⲥ. ϫⲉ ⲡⲉⲧⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲣⲟⲓ̈. ⲛⲉϥⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲣⲟⲉⲓ ⲁⲛ ⲁⲗⲗⲁ ⲉⲡⲉⲛⲧⲁϥⲧⲁⲟⲩⲟⲉ͡ⲓ.
45 ૪૫ જે મને જુએ છે, તે જેણે મને મોકલ્યો છે તેમને પણ જુએ છે.
ⲙ̅ⲉ̅ⲁⲩⲱ ⲡⲉⲧⲛⲁⲩ ⲉⲣⲟⲉ͡ⲓ. ⲉϥⲛⲁⲩ ⲉⲡⲉⲛⲧⲁϥⲧⲁⲟⲩⲟⲉ͡ⲓ.
46 ૪૬ જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે, તે અંધકારમાં રહે નહિ માટે દુનિયામાં હું પ્રકાશરૂપે આવ્યો છું.
ⲙ̅ⲋ̅ⲁⲛⲟⲕ ⲡⲉ ⲡⲟⲩⲟⲉⲓⲛ ⲉⲛⲧⲁⲉ͡ⲓ ⲉⲡⲕⲟⲥⲙⲟⲥ ϫⲉⲕⲁⲥ ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧⲡⲓⲥⲧⲉⲩⲉ ⲉⲣⲟⲉ͡ⲓ ⲛ̅ⲛⲉϥϭⲱ ϩⲙ̅ⲡⲕⲁⲕⲉ.
47 ૪૭ જો કોઈ મારી વાતો સાંભળીને તેને પાળતો નથી, તો હું તેનો ન્યાય કરતો નથી; કેમ કે હું માનવજગતનો ન્યાય કરવા માટે નહીં, પણ માનવ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું.
ⲙ̅ⲍ̅ⲁⲩⲱ ⲉⲣϣⲁⲟⲩⲁ ⲥⲱⲧⲙ̅ ⲉⲛⲁϣⲁϫⲉ ⲛϥ̅ϩⲁⲣⲉϩ ⲉⲣⲟⲟⲩ. ⲁⲛⲟⲕ ⲛ̅ϯⲛⲁⲕⲣⲓⲛⲉ ⲙ̅ⲙⲟϥ ⲁⲛ. ⲛⲧⲁⲓ̈ⲉ͡ⲓ ⲅⲁⲣ ⲁⲛ ϫⲉ ⲉⲉ͡ⲓⲉⲕⲣⲓⲛⲉ ⲙ̅ⲡⲕⲟⲥⲙⲟⲥ. ⲁⲗⲗⲁ ϫⲉⲕⲁⲥ ⲉⲉ͡ⲓⲉⲛⲁϩⲙⲉϥ.
48 ૪૮ જે મારો ઇનકાર કરે છે અને મારી વાતો સ્વીકારતો નથી, તેનો ન્યાય કરનાર એક છે; જે વાત મેં કહી છે, તે જ અંતિમ દિવસે તેનો ન્યાય કરશે.
ⲙ̅ⲏ̅ⲡⲉⲧⲁⲑⲉⲧⲓ ⲙ̅ⲙⲟⲉ͡ⲓ ⲉⲛϥ̅ϫⲓ ⲁⲛ ⲛ̅ⲛⲁϣⲁϫⲉ ⲟⲩⲛⲧϥ̅ⲡⲉⲧⲕⲣⲓⲛⲉ ⲙ̅ⲙⲟϥ. ⲡϣⲁϫⲉ ⲉⲛⲧⲁⲓ̈ϫⲟⲟϥ ⲛ̅ⲧⲟϥ ⲡⲉⲧⲛⲁⲕⲣⲓⲛⲉ ⲙ̅ⲙⲟϥ ϩⲙ̅ⲡϩⲁⲉ ⲛ̅ϩⲟⲟⲩ
49 ૪૯ કેમ કે મેં પોતાના તરફથી નથી કહ્યું, પણ મારે શું કહેવું, તથા મારે શું બોલવું, એ વિષે પિતા જેમણે મને મોકલ્યો છે તેમણે મને આજ્ઞા આપી છે.
ⲙ̅ⲑ̅ϫⲉ ⲁⲛⲟⲕ ⲛ̅ⲧⲁⲓ̈ϣⲁϫⲉ ⲁⲛ ϩⲁⲣⲟⲓ̈ ⲙ̅ⲙⲁⲩⲁⲁⲧ. ⲁⲗⲗⲁ ⲡⲁⲓ̈ⲱⲧ ⲉⲛⲧⲁϥⲧⲁⲟⲩⲟⲓ̈ ⲛ̅ⲧⲟϥ ⲡⲉ ⲛ̅ⲧⲁϥϯ ⲛⲁⲓ̈ ⲛ̅ⲟⲩⲉⲛⲧⲟⲗⲏ ϫⲉ ⲟⲩ ⲡⲉϯⲛⲁϫⲟⲟϥ ⲁⲩⲱ ⲟⲩ ⲡⲉϯⲛⲁⲧⲁⲩⲟϥ.
50 ૫૦ તેમની આજ્ઞામાં અનંતજીવન છે, એ હું જાણું છું; તે માટે હું જે કંઈ બોલું છું, તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ બોલું છું. (aiōnios )
ⲛ̅ⲁⲩⲱ ϯⲥⲟⲟⲩⲛ ϫⲉ ⲧⲉϥⲉⲛⲧⲟⲗⲏ ⲟⲩⲱⲛϩ ϣⲁⲉⲛⲉϩ ⲧⲉ. ⲛⲉϯϫⲱ ϭⲉ ⲙ̅ⲙⲟⲟⲩ ⲁⲛⲟⲕ ⲕⲁⲧⲁⲑⲉ ⲉⲛⲧⲁⲡⲁⲓ̈ⲱⲧ ϫⲟⲟⲥ ⲛⲁⲓ̈ ⲧⲁⲓ̈ ⲧⲉ ⲑⲉ ⲉϯϣⲁϫⲉ ⲙ̅ⲙⲟⲥ· (aiōnios )