< યોહાન 10 >
1 ૧ હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે દરવાજામાંથી ઘેટાંના વાડામાં પ્રવેશતો નથી, પણ બીજે કોઈ રસ્તેથી પ્રવેશે છે, તે ચોર તથા લૂંટારો છે.
“Adevărat vă spun că cel ce nu intră pe ușă în staulul oilor, ci se urcă pe altă cale, este un hoț și un tâlhar.
2 ૨ પણ દરવાજામાંથી જે પ્રવેશે છે, તે ઘેટાંપાળક છે.
Dar cel care intră pe ușă este păstorul oilor.
3 ૩ દ્વારપાળ તેને સારુ દ્વાર ઉઘાડે છે; અને ઘેટાં તેનો અવાજ સાંભળે છે; અને તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે અને તેઓને બહાર દોરીને લઈ જાય છે.
Portarul îi deschide poarta, și oile ascultă de glasul lui. El își cheamă oile pe nume și le conduce afară.
4 ૪ જયારે તે પોતાનાં સર્વ ઘેટાંને બહાર લાવે છે, ત્યારે તે તેઓની આગળ ચાલે છે અને ઘેટાં તેની પાછળ પાછળ ચાલે છે; કેમ કે તેઓ તેનો અવાજ ઓળખે છે.
Ori de câte ori își scoate oile, el merge înaintea lor, și oile îl urmează, pentru că îi cunosc glasul.
5 ૫ તેઓ અજાણ્યાની પાછળ ચાલશે નહિ, પણ તેની પાસેથી નાસી જશે; કેમ કે તેઓ અજાણ્યાનો અવાજ ઓળખતા નથી.’”
Ele nu vor urma nicidecum pe un străin, ci vor fugi de el, pentru că nu cunosc glasul străinilor.”
6 ૬ ઈસુએ તેઓને દૃષ્ટાંતમાં કહ્યું, પણ જે વાતો તેમણે તેઓને કહી તે તેઓ સમજ્યા નહિ.
Isus le-a spus această parabolă, dar ei nu au înțeles ce le spunea.
7 ૭ તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ઘેટાંનું પ્રવેશદ્વાર હું છું.
Isus le-a zis din nou: “Adevărat, adevărat vă spun că Eu sunt ușa oilor.
8 ૮ જેટલાં મારી અગાઉ આવ્યા, તેઓ સર્વ ચોર તથા લૂંટારા છે; પણ ઘેટાંએ તેઓનું સાંભળ્યું નહિ.
Toți cei care au venit înaintea mea sunt hoți și tâlhari, dar oile nu i-au ascultat.
9 ૯ પ્રવેશદ્વાર હું છું, મારા દ્વારા જે કોઈ પ્રવેશે, તે ઉદ્ધાર પામશે, તે અંદર આવશે અને બહાર જશે અને તેને ચરવાનું મળશે.
Eu sunt ușa. Dacă intră cineva prin mine, va fi mântuit, va intra și va ieși și va găsi pășune.
10 ૧૦ ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજાકોઈ મતલબથી ચોર આવતો નથી. પણ હું તો તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું.
Hoțul vine numai ca să fure, să ucidă și să distrugă. Eu am venit ca ei să aibă viață și să o aibă din belșug.
11 ૧૧ ઉત્તમ ઘેટાંપાળક હું છું; ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને સારુ પોતાનો જીવ આપે છે.
“Eu sunt păstorul cel bun. Păstorul cel bun își dă viața pentru oi.
12 ૧૨ જે નોકર છે અને ઘેટાંપાળક નથી, એટલે જે પોતે ઘેટાંનો માલિક નથી, તે વરુને આવતું જોઈને ઘેટાંને મૂકીને નાસી જાય છે; પછી વરુ તેઓને પકડીને વિખેરી નાખે છે.
Cel care este angajat și nu păstor, care nu este proprietarul oilor, vede lupul venind, lasă oile și fuge. Lupul smulge oile și le împrăștie.
13 ૧૩ તે નાસી જાય છે, કેમ કે તે નોકર છે અને ઘેટાંની તેને કંઈ ચિંતા નથી.
Salariatului fuge, pentru că este salariat și nu are grijă de oi.
14 ૧૪ ઉત્તમ ઘેટાંપાળક હું છું અને પોતાનાં ઘેટાંને ઓળખું છું અને મારા પોતાનાં ઘેટાં મને ઓળખે છે.
Eu sunt păstorul cel bun. Eu îmi cunosc pe ale mele și sunt cunoscut de ale mele;
15 ૧૫ જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું તેમ મારાં પોતાનાં મને ઓળખે છે; અને ઘેટાંને સારુ હું મારો જીવ આપું છું.
așa cum Tatăl mă cunoaște pe mine și eu îl cunosc pe Tatăl. Eu îmi dau viața pentru oi.
16 ૧૬ મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંના નથી; તેઓને પણ મારે લાવવાની જરૂર છે અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.
Am și alte oi care nu sunt din turma aceasta. Trebuie să le aduc și pe ele, și ele vor auzi glasul meu. Ele vor deveni o singură turmă cu un singur păstor.
17 ૧૭ પિતા મારા પર પ્રેમ કરે છે, કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં.
De aceea mă iubește Tatăl, pentru că îmi dau viața, ca să o iau din nou.
18 ૧૮ કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું; તે આપવાનો મને અધિકાર છે અને પાછો લેવાનો પણ મને અધિકાર છે; તે આજ્ઞા મને મારા પિતા તરફથી મળી છે.’”
Nimeni nu mi-o ia, ci eu mi-o pun singur. Eu am puterea să o dau și am puterea să o iau din nou. Am primit această poruncă de la Tatăl Meu.”
19 ૧૯ આ વાતોને લીધે યહૂદીઓમાં ફરીથી ભાગલા પડ્યા.
De aceea s-a făcut iarăși dezbinare între iudei din cauza acestor cuvinte.
20 ૨૦ તેઓમાંના ઘણાંએ કહ્યું કે, ‘તેને દુષ્ટાત્મા વળગેલું છે અને તે પાગલ છે; તમે તેનું કેમ સાંભળો છો?’”
Mulți dintre ei spuneau: “Are un demon și este nebun! De ce îl ascultați?”
21 ૨૧ બીજાઓએ કહ્યું કે, ‘દુષ્ટાત્મા વળગેલા માણસની તે વાતો નથી. શું ભૂત અંધજનોની આંખો ઉઘાડી શકે છે?’”
Alții au spus: “Acestea nu sunt spusele unuia posedat de un demon. Nu este posibil ca un demon să deschidă ochii unui orb, nu-i așa?”
22 ૨૨ હવે યરુશાલેમમાં અર્પણ કરવાનું પર્વ હતું; અને તે શિયાળાનો સમય હતો.
Era Sărbătoarea Dedicării la Ierusalim.
23 ૨૩ ઈસુ ભક્તિસ્થાનમાં સુલેમાનની પરસાળમાં ફરતા હતા.
Era iarnă, și Isus se plimba prin Templu, în pridvorul lui Solomon.
24 ૨૪ ત્યારે યહૂદીઓએ તેમની આસપાસ ફરી વળીને તેમને કહ્યું, ‘તમે ક્યાં સુધી અમને સંદેહમાં રાખશો? જો તમે ખ્રિસ્ત હો તો તે અમને સ્પષ્ટ કહો.’”
Iudeii s-au strâns în jurul lui și i-au zis: “Până când ne vei ține în suspans? Dacă tu ești Hristosul, spune-ne clar”.
25 ૨૫ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં તો તમને કહ્યું, પણ તમે વિશ્વાસ કરતા નથી. મારા પિતાને નામે જે કામો હું કરું છું, તેઓ મારા વિષે સાક્ષી આપે છે.
Isus le-a răspuns: “V-am spus, și nu credeți. Lucrările pe care le fac în numele Tatălui meu, acestea mărturisesc despre mine.
26 ૨૬ તોપણ તમે વિશ્વાસ કરતા નથી, કેમ કે તમે મારાં ઘેટાં નથી.
Dar voi nu credeți, pentru că nu sunteți dintre oile Mele, așa cum v-am spus.
27 ૨૭ મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ આવે છે.
Oile Mele aud glasul Meu, și Eu le cunosc, și ele Mă urmează.
28 ૨૮ હું તેઓને અનંતજીવન આપું છું; કદી તેઓનો નાશ થશે નહિ અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ. (aiōn , aiōnios )
Eu le dau viața veșnică. Ele nu vor pieri niciodată și nimeni nu le va smulge din mâna mea. (aiōn , aiōnios )
29 ૨૯ મારા પિતા, જેમણે મને તેઓને આપ્યાં છે, તે સહુથી મહાન છે; અને પિતાના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી.
Tatăl Meu, care Mi le-a dat mie, este mai mare decât toți. Nimeni nu poate să le smulgă din mâna Tatălui meu.
30 ૩૦ હું તથા પિતા એક છીએ.’”
Eu și Tatăl suntem una.”
31 ૩૧ ત્યારે યહૂદીઓએ તેમને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા.
De aceea iudeii au luat iarăși pietre ca să-L ucidă cu pietre.
32 ૩૨ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના કયા કામને લીધે મને પથ્થર મારો છો?’”
Isus le-a răspuns: “Eu v-am arătat multe fapte bune de la Tatăl Meu. Pentru care dintre aceste fapte Mă ucideți cu pietre?”
33 ૩૩ યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘કોઈ સારા કામને લીધે અમે તમને પથ્થર મારતા નથી, પણ દુર્ભાષણને કારણે; અને તમે માણસ હોવા છતાં પોતાને ઈશ્વર ઠરાવો છો, તેને કારણે.’”
Iudeii I-au răspuns: “Noi nu te ucidem cu pietre pentru o faptă bună, ci pentru blasfemie, pentru că tu, fiind om, te faci pe tine însuți Dumnezeu.”
34 ૩૪ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું કહું છું કે, ‘તમે દેવો છો’ એ શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી?
Isus le-a răspuns: “Nu este scris în legea voastră: “Eu am zis: “Voi sunteți dumnezei”?”
35 ૩૫ જેઓની પાસે ઈશ્વરનું વચન આવ્યું, તેઓને જો તેમણે દેવો કહ્યાં તેથી શાસ્ત્રવચનનો ભંગ થતો નથી,
Dacă El i-a numit dumnezei pe cei la care a venit cuvântul lui Dumnezeu (și Scriptura nu poate fi călcată),
36 ૩૬ તો જેને પિતાએ પવિત્ર કરીને દુનિયામાં મોકલ્યા, તેમણે કહ્યું કે, હું ઈશ્વરનો દીકરો છું; તો શું તમે તેમને એમ કહો છો કે તમે દુર્ભાષણ કરો છો?
spuneți voi despre Cel pe care Tatăl L-a sfințit și L-a trimis în lume: “Tu hulești”, pentru că Eu am zis: “Eu sunt Fiul lui Dumnezeu”?
37 ૩૭ જો હું મારા પિતાનાં કામ કરતો નથી, તો મારા પર વિશ્વાસ ન કરો.
Dacă nu fac faptele Tatălui Meu, nu Mă credeți.
38 ૩૮ પણ જો હું કરું છું, તો જોકે તમે મારા પર વિશ્વાસ ન કરો, તોપણ તે કામો પર વિશ્વાસ કરો; જેથી તમે જાણો અને સમજો કે, પિતા મારામાં છે અને હું પિતામાં છું.’”
Dar dacă le fac, chiar dacă nu mă credeți, credeți faptele, ca să știți și să credeți că Tatăl este în Mine și Eu în Tatăl.”
39 ૩૯ ત્યારે તેઓએ ફરીથી તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ ઈસુ તેઓના હાથમાંથી સરકી ગયા.
Ei au căutat din nou să-L prindă, dar El a scăpat din mâna lor.
40 ૪૦ પછી ઈસુ યર્દન નદીને સામે કિનારે, જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, તે સ્થળે પાછા ગયા, અને ત્યાં રહ્યા.
S-a dus iarăși dincolo de Iordan, în locul unde botezase Ioan la început, și a rămas acolo.
41 ૪૧ ઘણાં લોકો તેમની પાસે આવ્યા; તેઓએ કહ્યું, ‘યોહાને કંઈ ચમત્કારિક ચિહ્નો કર્યા ન હતા તે સાચું; પણ યોહાને એમને વિષે જે જે કહ્યું, તે બધું સત્ય હતું.’”
Mulți veneau la el. Ei spuneau: “Într-adevăr, Ioan nu a făcut niciun semn, dar tot ce a spus Ioan despre omul acesta este adevărat.”
42 ૪૨ ઘણાં લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો.
Mulți au crezut în el acolo.