< યોએલ 3 >
1 ૧ જુઓ, તે દિવસોમાં એટલે કે તે સમયે, જ્યારે હું યહૂદિયા અને યરુશાલેમની ગુલામગીરી ફેરવી નાખીશ,
“Jer, gle, u one dane i u ono vrijeme, kad okrenem udes Judeji i Jeruzalemu,
2 ૨ ત્યારે હું બધી પ્રજાઓને એકત્ર કરીશ, અને તેઓને યહોશાફાટની ખીણમાં નીચે લઈ આવીશ. કેમ કે મારા લોક, એટલે મારો વારસો ઇઝરાયલ, જેઓને તેઓએ વિવિધ દેશોમાં વિખેરી નાખ્યા, અને મારી ભૂમિ વિભાજિત કરી નાખી છે તેને લીધે, હું તેઓનો ત્યાં ન્યાય કરીશ.
sakupit ću sve narode i povesti ih u dolinu Jošafat. Ondje ću im suditi zbog Izraela, naroda mog i moje baštine, koju rastjeraše među narode i razdijeliše moju zemlju među se.
3 ૩ તેઓએ ચિઠ્ઠીઓ નાખી મારા લોકોને વહેંચી લીધા છે, છોકરાઓ આપીને તેઓએ ગણિકાઓ લીધી છે, અને મદ્યપાન કરવા તેઓએ છોકરીઓ વેચી છે. જેથી તેઓ મદ્યપાન કરી શકે.
Baciše ždrijeb za moj narod; davali su dječake za bludnice, djevojke prodavali za vino i pili.”
4 ૪ હે તૂર, સિદોન તથા પલિસ્તીના બધા પ્રાંતો, તમે મારા પર શાથી ગુસ્સે થયા છો? તમારે અને મારે શું છે? શું તમે મારા પર વેર વાળશો? જો તમે મારા પર વેર વાળશો તો, બહુ ઝડપથી હું તમારું જ વૈર તમારા માથા પર પાછું વાળીશ.
“I vi, Tire i Sidone, što hoćete od mene? I vi, filistejski kraljevi? Želite li mi se osvetiti? Ako se budete svetili meni, osveta će brzo na vaše glave.
5 ૫ તમે મારા સોના અને ચાંદી લઈ લીધાં છે, તથા મારી સર્વ કિંમતી વસ્તુઓ તમારા સભાસ્થાનોમાં લઈ ગયા છો.
Na vas što mi oteste srebro i zlato, što odnesoste bogate mi riznice u svoje hramove,
6 ૬ વળી તમે યહૂદિયાના વંશજોને અને યરુશાલેમના લોકોને, ગ્રીકોને વેચી દીધા છે, જેથી તમે તેઓને પોતાના વતનમાંથી દૂર કરી શકો.
na vas koji prodavaste Grcima sinove Jude i Jeruzalema da biste ih otjerali od domovine njihove.
7 ૭ જુઓ, જ્યાં તમે તેઓને વેચ્યાં છે ત્યાંથી હું તેમને છોડાવી લાવીશ. અને તમારું વૈર તમારા જ માથા પર પાછું વાળીશ.
Gle, ja ih kanim dići s mjesta gdje god ih prodaste, i učinit ću da vam zločin vaš padne na glave.
8 ૮ હું તમારા દીકરાઓને અને દીકરીઓને, યહૂદિયાના લોકોના હાથમાં આપીશ. તેઓ તેમને શેબાના લોકોને એટલે ઘણે દૂર દેશના લોકોને વેચી દેશે, કેમ કે યહોવાહ એ બોલ્યા છે.
Prodat ću vaše sinove i kćeri sinovima Judinim, a oni će ih prodat' Sabejcima, daleku narodu. Jer Jahve reče!”
9 ૯ તમે વિદેશી પ્રજાઓમાં આ જાહેર કરો; યુદ્ધની તૈયારી કરો. શ્રેષ્ઠ યોદ્ધાઓને જાગૃત કરો, તેઓને પાસે આવવા દો, સર્વ લડવૈયાઓ કૂચ કરો.
Razglasite ovo među narodima! Posvetite se za rat! Dižite junake! Naprijed, navalite, svi ratnici!
10 ૧૦ તમારા હળની કોશોને ટીપીને તેમાંથી તલવારો બનાવો અને તમારાં દાંતરડાંઓના ભાલા બનાવો. દુર્બળ માણસો કહે કે હું બળવાન છું.
Prekujte raonike u mačeve, kosire u koplja, nek' slabić kaže: “Junak sam!”
11 ૧૧ હે આજુબાજુની સર્વ પ્રજાઓ, જલદી આવો, એકત્ર થાઓ’ હે યહોવાહ, તમારા યોદ્ધાઓને ત્યાં ઉતારી લાવો.
Pohitajte i dođite, svi okolni narodi, i ondje se saberite! (Jahve, onamo pošalji svoje junake!)
12 ૧૨ “પ્રજાઓ ઊઠો. અને યહોશાફાટની ખીણમાં આવો. કેમ કે આસપાસની સર્વ પ્રજાઓનો, ન્યાય કરવા માટે હું ત્યાં બેસીશ.
“Budite se, narodi, stupajte u Dolinu Jošafat, jer ću ondje sjesti da sudim svim okolnim narodima.
13 ૧૩ તમે દાતરડા ચલાવો, કેમ કે કાપણીનો સમય આવ્યો છે. આવો, દ્રાક્ષાઓને ખૂંદો, દ્રાક્ષચક્કી ભરાઈ ગઈ છે, દ્રાક્ષકુંડો ઉભરાઈ જાય છે, કેમ કે તેમની દુષ્ટતા મોટી છે.”
Hvatajte se srpa: ljetina je zrela. Ustanite, siđite: tijesak je pun, prelijevaju se kace, jer je velika zloća njihova.”
14 ૧૪ ન્યાયચુકાદાની ખીણમાં લોકોના ટોળેટોળાં મોટો જનસમુદાય છે કેમ કે ન્યાયચુકાદાની ખીણમાં યહોવાહનો દિવસ પાસે છે.
Mnoštvo, mnoštvo u Dolini Odluke! Da, blizu je dan Jahvin u Dolini Odluke!
15 ૧૫ સૂર્ય અને ચંદ્ર અંધારાય છે, અને તારાઓનો પ્રકાશ ઝાંખો પડ્યો છે.
Sunce i mjesec pomrčaše, zvijezde potamnješe.
16 ૧૬ યહોવાહ સિયોનમાંથી ગર્જના કરશે, અને યરુશાલેમમાંથી પોકાર કરશે, પૃથ્વી અને આકાશ કાંપશે, પણ યહોવાહ તેમના લોકો માટે આશ્રયસ્થાન થશે, તેઓ ઇઝરાયલ લોકો માટે કિલ્લો થશે.
Jahve grmi sa Siona, glas diže iz Jeruzalema; nebo se i zemlja tresu. Ali je Jahve utočište svome narodu i zaštita sinovima Izraela.
17 ૧૭ તેથી તમે જાણશો કે મારા પવિત્ર પર્વત સિયોન ઉપર રહેનાર હું યહોવાહ તમારો ઈશ્વર છું. પછી યરુશાલેમ પવિત્ર બનશે, અને પરદેશીઓ તેના પર ફરી આક્રમણ કરશે નહિ.
“Znat ćete tada da sam ja Jahve vaš Bog što stoluje na Sionu, svetoj gori svojoj. Jeruzalem će biti svetište, tuđinac više neće kroza nj proći.”
18 ૧૮ તે દિવસે એમ થશે કે, પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે, અને ડુંગરોમાંથી દૂધ વહેશે, યહૂદિયાની સુકાઈ ગયેલી ધારાઓ પાણીથી ભરપૂર થશે. શિટ્ટીમની ખીણને પાણી પહોંચાડવા, યહોવાહના પવિત્રસ્થાનમાંથી ઝરો નીકળશે.
Kad dođe taj dan, kapat će gore moštom, iz bregova će brizgati mlijeko, kroza sva korita riječna u Judeji voda će proteći. Vrelo će šiknuti iz kuće Jahvine da natopi Dolinu sitimsku.
19 ૧૯ મિસર વેરાન થઈ જશે, અને અદોમ ઉજ્જડ બનશે, કેમ કે આ લોકોએ યહૂદાના વંશજો પર ઉત્પાત ગુજાર્યો હતો, તેઓએ પોતાના દેશમાં નિર્દોષ લોહી વહેવડાવ્યું છે.
Egipat će opustjeti, Edom će postati beživotna pustinja zbog nasilja učinjena sinovima Judinim, jer proliše krv nevinu u njihovoj zemlji.
20 ૨૦ પણ યહૂદિયા સદાકાળ માટે, અને યરુશાલેમ પેઢી દર પેઢી માટે ટકી રહેશે.
Judeja će dovijek biti naseljena i Jeruzalem u sva koljena.
21 ૨૧ તેઓનું લોહી કે જેને મેં નિર્દોષ ગણ્યું નથી તેને હું નિર્દોષ ગણીશ,” કેમ કે યહોવાહ સિયોનમાં રહે છે.
“Osvetit ću krv njihovu za koju se nisam još osvetio.” Jahve će dići Dom svoj na Sionu.