< યોએલ 2 >
1 ૧ સિયોનમાં રણશિંગડું વગાડો, અને મારા પવિત્ર પર્વત પર ભયસૂચક નગારું વગાડો. દેશના સર્વ રહેવાસીઓ, તમે કાંપો કેમ કે યહોવાહનો દિવસ આવે છે; તે દિવસ તદ્દન નજીક આવી પહોંચ્યો છે.
Zadmijcie w trąbę na Syjonie, krzyczcie na mojej świętej górze! Niech zadrżą wszyscy mieszkańcy ziemi, bo nadchodzi dzień PANA, bo już [jest] bliski;
2 ૨ અંધકાર અને વિષાદનો દિવસ, વાદળ અને અંધકારનો દિવસ. તે દિવસ પર્વતો પર દેખાતાં ઝળઝળાં જેવો થશે. એવું પહેલાં કદી બન્યું નથી કે, હવે પછી ઘણી પેઢીઓ સુધી, બીજી કોઈ પેઢીઓમાં કદી થશે નહિ, એવી મોટી તથા બળવાન પ્રજા આવશે.
Dzień ciemności i mroku, dzień obłoku i chmury, jak zorza ranna rozciągnięta po górach. Lud wielki i potężny, któremu równego nie było od wieków i po nim nigdy nie będzie aż do lat najdalszych pokoleń.
3 ૩ અગ્નિ તેઓની આગળ ભસ્મ કરે છે, અને તેઓની પાછળ જ્વાળાઓ બળે છે. તેઓની સમક્ષ ભૂમિ એદન બાગ જેવી છે, અને તેઓની પાછળ તે ઉજ્જડ અરણ્ય જેવી થાય છે. તેમના હાથમાંથી કોઈ પણ બચી જતું નથી.
Przed jego obliczem ogień pożerający, a za nim płomień palący. Ta ziemia [jest] przed nim jak ogród Eden, ale po nim będzie opustoszałe pustkowie – przed nim nie ujdzie nikt.
4 ૪ તેમનો દેખાવ ઘોડાઓનાં દેખાવ જેવો છે, અને જાણે ઘોડેસવાર હોય તેમ તેઓ દોડે છે.
Ich wygląd jest podobny do wyglądu koni i pobiegną jak jeźdźcy.
5 ૫ પર્વતોનાં શિખરો પર ગડગડાટ રથોની જેમ ખૂંપરા ભસ્મ કરતી અગ્નિની જવાળાઓની જેમ અને યુદ્ધભૂમિમાં શક્તિશાળી સેનાની જેમતેઓ આગળ વધે છે.
Po wierzchołkach gór będą skakać jak grzmot rydwanów, jak szum płomienia ognia, co pożera ściernisko, jak lud potężny uszykowany do bitwy.
6 ૬ તેઓને જોતાં પ્રજાઓ ધ્રૂજી ઊઠે છે. અને ભયને કારણે સૌના ચહેરા નિસ્તેજ થઈ જાય છે.
Na ich widok narody się zlękną, wszystkie [ich] twarze poczernieją jak garnek.
7 ૭ તેઓ સૈનિકોની માફક દોડે છે અને લડવૈયાની જેમ તેઓ કોટ ઉપર ચઢી જાય છે. તેઓ બધા પોતપોતાને માર્ગે ચાલે છે અને પોતાની હરોળ તોડતા નથી.
Pobiegną jak wojownicy, wedrą się na mury jak waleczni wojownicy; każdy z nich pójdzie swoją drogą, a nie zboczą ze swoich ścieżek.
8 ૮ તેઓ એકબીજાની સાથે ધક્કાધક્કી કરતા નથી, પણ સીધે માર્ગે જાય છે. તેઓ સૈન્ય મધ્યે થઈને પાર ધસી જાય છે. તેઓ પોતાનો માર્ગ બદલતા નથી.
Jeden drugiego nie ściśnie, każdy pójdzie swoją drogą. A choć i na miecz upadną, nie będą zranieni.
9 ૯ તેઓ નગરમાં ઉમટ્યા છે. તેઓ દીવાલો પર દોડે છે. તેઓ ઘરોની અંદર પેસી જાય છે. અને ચોરની જેમ અંદર બારીઓમાં થઈને પ્રવેશે છે.
Po mieście będą chodzić, po murze [będą] biegać, wdrapią się na domy i wejdą oknami jak złodziej.
10 ૧૦ તેઓની આગળ ધરતી ધ્રુજે છે અને આકાશો થરથરે છે; સૂર્ય અને ચંદ્ર અંધારાઈ જાય છે અને તારાઓ ઝાંખા પડી જાય છે.
Przed nimi zadrży ziemia, niebiosa się poruszą, słońce i księżyc będą zaćmione, a gwiazdy stracą swój blask.
11 ૧૧ યહોવાહ તેઓનાં સૈન્યોને મોટે સાદે પોકારે છે, તેઓનું સૈન્ય મોટું છે; અને જેઓ તેમની આજ્ઞા પાળે છે તેઓ શક્તિશાળી છે. યહોવાહનો દિવસ ભારે અને ભયંકર છે તેને કોણ સહન કરી શકે?
A PAN wyda swój głos przed swoim wojskiem, gdyż jego obóz jest ogromny, gdyż mocny [jest] ten, który wykonuje jego słowo. Wielki jest bowiem dzień PANA i bardzo straszliwy! Któż go zniesie?
12 ૧૨ તોપણ હમણાં, યહોવાહ કહે છે, સાચા હૃદયથી તમે મારી પાસે પાછા આવો. ઉપવાસ કરો, રુદન અને વિલાપ કરો.”
Dlatego jeszcze [i] teraz, mówi PAN, wróćcie do mnie całym swym sercem, w poście, płaczu i w lamencie.
13 ૧૩ તમારાં વસ્ત્રો નહિ પણ તમારા હૃદયો ફાળો, તમારા ઈશ્વર યહોવાહ પાસે પાછા ફરો, તેઓ દયાળુ અને કૃપાળુ છે, તેઓ કોપ કરવામાં ધીમા અને દયાના સાગર છે; વિપત્તિને લીધે તેમને પશ્ચાત્તાપ થાય છે.
Rozdzierajcie swoje serca, a nie swoje szaty, i nawróćcie się do PANA, waszego Boga, bo on jest łaskawy i miłosierny, nieskory do gniewu i hojny w miłosierdzie i żałuje nieszczęścia.
14 ૧૪ કોણ જાણે કદાચ તે પશ્ચાતાપ કરીને પાછા આવે, અને પોતાની પાછળ આશીર્વાદ, એટલે તમારા ઈશ્વર યહોવાહને માટે ખાદ્યાર્પણ અને પેયાર્પણ રહેવા દે.
Któż wie, czy nie zawróci i nie będzie mu żal, i nie zostawi po sobie błogosławieństwa [na] ofiarę z pokarmów i z płynów dla PANA, swego Boga?
15 ૧૫ સિયોનમાં રણશિંગડું વગાડો, પવિત્ર ઉપવાસ જાહેર કરો, અને ધાર્મિક સંમેલન ભરો.
Zadmijcie w trąbę na Syjonie, ogłoście święty post, zwołajcie zgromadzenie.
16 ૧૬ લોકોને ભેગા કરો, સમુદાયને પાવન કરો, વડીલોને ભેગા કરો, શિશુઓને એકઠા કરો અને સ્તનપાન કરતાં બાળકોને પણ ભેગા કરો. વર પોતાના ઓરડામાંથી બહાર આવે, અને કન્યા પોતાના લગ્ન મંડપમાંથી બહાર નીકળીને ત્યાં જાય.
Zgromadźcie lud, poświęćcie zgromadzenie, zbierzcie starców, zbierzcie dzieci i [niemowlęta] ssące piersi. Niech oblubieniec wyjdzie ze swojej izby, a oblubienica ze swojej komnaty.
17 ૧૭ યાજકો, જેઓ યહોવાહના સેવકો છે, તેઓ પરસાળ અને વેદીની વચ્ચે રડો. તેઓ એમ કહે કે, હે યહોવાહ, તમારા લોકો પર દયા કરો, અને તમારા વારસાને બદનામ થવા ન દો, જેથી વિદેશીઓ તેમના પર રાજ ન કરે. દેશમાં એવું શા માટે કહેવા દેવામાં આવે કે, તેઓના ઈશ્વર કયાં છે?”
Niech kapłani, słudzy PANA, płaczą między przedsionkiem a ołtarzem i [niech] mówią: Przepuść, PANIE, swemu ludowi i nie wydawaj swego dziedzictwa na pohańbienie, aby poganie nad nimi nie panowali. Czemu mieliby mówić wśród narodów: Gdzie jest ich Bóg?
18 ૧૮ ત્યારે યહોવાહને પોતાના લોકને માટે લાગણી થઈ, અને તેમને પોતાના લોકો પર દયા આવી.
Wtedy PAN będzie zazdrosny o swoją ziemię i zlituje się nad swoim ludem.
19 ૧૯ પછી યહોવાહે પોતાના લોકોને જવાબ આપ્યો; “જુઓ, હું તમારે માટે અનાજ, દ્રાક્ષારસ, અને તેલ મોકલીશ. તમે તેઓથી તૃપ્ત થશો. અને હું હવે પછી કદી તમને વિદેશીઓમાં નિંદાપાત્ર થવા દઈશ નહિ.
I PAN odezwie się, i powie do swego ludu: Oto ześlę wam zboże, moszcz i oliwę i nasycicie się nimi, a już nie wydam was na pohańbienie pośród pogan.
20 ૨૦ પણ હું ઉત્તરના સૈન્યોને તમારામાંથી ઘણે દૂર હાંકી કાઢીશ અને હું તેઓને ઉજ્જડ તથા વેરાન દેશમાં મોકલી દઈશ. અને તેઓની અગ્ર હરોળના ભાગને સમુદ્રમાં, અને અંતિમ હરોળના સૈન્યને પશ્ચિમ સમુદ્ર તરફ ધકેલી દઈશ. તેની દુર્ગંધ ફેલાશે, અને તેની બદબો ઊંચી ચઢશે. હું મોટા કાર્યો કરીશ.”
Oddalę od was północne [wojsko] i zapędzę je do ziemi suchej i spustoszonej. Przednia jego straż [obróci się] ku morzu wschodniemu, a jego tylna straż – ku morzu zachodniemu; i rozejdzie się jego smród i zgnilizna, bo postępował wyniośle.
21 ૨૧ હે ભૂમિ, બીશ નહિ, હવે ખુશ થા અને આનંદ કર, કેમ કે યહોવાહે મહાન કાર્યો કર્યાં છે.
Nie bój się, ziemio! Ciesz się i raduj, bo PAN uczyni wielkie rzeczy.
22 ૨૨ હે જંગલી પશુઓ, તમે ડરશો નહિ; કેમ કે ગૌચરની જગ્યાઓ ફરીથી હરિયાળી થશે. વૃક્ષો પોતાના ફળ ઉપજાવશે, અંજીરવૃક્ષો અને દ્રાક્ષાવેલાઓ ફરીથી ફળવંત થશે.
Nie bójcie się, polne zwierzęta, bo zarosło pastwisko na pustyni, a drzewa wydają swoje owoce, drzewo figowe i winorośl wydają swoją moc.
23 ૨૩ હે સિયોનપુત્રો, ખુશ થાઓ, અને યહોવાહ તમારા ઈશ્વરના નામે આનંદ કરો. કેમ કે તે તમને શરૂઆતનો વરસાદ જોઈએ તેટલો મોકલી આપે છે. તે તમારા માટે વરસાદ વરસાવશે, એટલે પ્રારંભનો અને અંતનો વરસાદ અગાઉની જેમ વરસાવશે.
I wy, synowie Syjonu, cieszcie się i radujcie w PANU, waszym Bogu. Da wam bowiem deszcz wczesny i ześle wam deszcz jesienny i wiosenny, jak dawniej.
24 ૨૪ ખળીઓ ફરીથી ઘઉંથી ભરાઈ જશે અને કુંડો જૈતતેલ અને દ્રાક્ષારસથી છલકાઈ જશે.
I spichlerze będą napełnione zbożem, a tłocznie będą opływać moszczem i oliwą.
25 ૨૫ “તીડો, કાતરાઓ, ઈયળો તથા જીવડાઓની મોટી ફોજ, મેં મારા તરફથી તમારામાં મોકલી હતી, તે જે વર્ષોનો પાક ખાઈ ગઈ છે તે પાક હું તમને પાછો આપીશ.
W ten sposób wynagrodzę wam lata zjedzone przez szarańczę, larwę, robactwo i gąsienicę, moje wielkie wojsko, które wysyłałem na was.
26 ૨૬ તમે પુષ્કળ ભોજનથી તૃપ્ત થશો, અને તમારા ઈશ્વર યહોવાહ જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યા છે, તેમના નામની તમે સ્તુતિ કરશો, અને ફરી કદી મારા લોક શરમાશે નહિ.
Wtedy będziecie jeść obficie i będziecie nasyceni; będziecie chwalić imię PANA, swego Boga, który uczynił wam cudowne rzeczy, a mój lud nigdy nie będzie pohańbiony.
27 ૨૭ પછી તમને ખબર પડશે કે, હું ઇઝરાયલમાં છું, અને હું તમારો ઈશ્વર યહોવાહ છું, અને બીજા કોઈ ઈશ્વર નથી, અને મારા લોકો કદી શરમાશે નહિ.
I dowiecie się, że ja jestem wśród Izraela, że ja jestem PAN, wasz Bóg, i że nie ma żadnego innego; a mój lud nigdy nie będzie pohańbiony.
28 ૨૮ ત્યારે એમ થશે કે હું મારો આત્મા સર્વ મનુષ્ય પર રેડી દઈશ. તમારા દીકરાઓ અને દીકરીઓ પ્રબોધ કરશે, તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે તમારા યુવાનોને સંદર્શનો થશે.
I stanie się potem, że wyleję swojego Ducha na wszelkie ciało, i będą prorokować wasi synowie i wasze córki, wasi starcy będą mieć sny, a wasi młodzieńcy – widzenia.
29 ૨૯ વળી તે સમયે દાસો અને દાસીઓ ઉપર, હું મારો આત્મા રેડીશ.
Nawet na sługi i służebnice wyleję w tych dniach swojego Ducha.
30 ૩૦ વળી હું પૃથ્વી પર અને આકાશમાં આશ્ચર્યજનક કાર્યો બતાવીશ, એટલે કે લોહી, અગ્નિ તથા ધુમાડાના સ્તંભો.
I ukażę cuda na niebie i na ziemi, krew, ogień i kłęby dymu.
31 ૩૧ યહોવાહનો મહાન અને ભયંકર દિવસ આવે તે પહેલાં, સૂર્ય અંધકારરૂપ, અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે.
Słońce zamieni się w ciemność, a księżyc w krew, zanim nadejdzie dzień PANA, wielki i straszny.
32 ૩૨ તે સમયે એમ થશે કે, જે કોઈ યહોવાહને નામે વિનંતી કરશે તે ઉદ્ધાર પામશે. કેમ કે જેમ યહોવાહે કહ્યું છે તેમ, સિયોન પર્વત પર અને યરુશાલેમમાં કેટલાક બચી જશે, અને શેષમાંથી, જેને યહોવાહ બોલાવે છે તેઓનો પણ બચાવ થશે.
I stanie się, że każdy, kto wezwie imienia PANA, zostanie wybawiony, bo na górze Syjon i w Jerozolimie będzie wybawienie, jak powiedział PAN, [to jest] w resztkach, które PAN powoła.