< યોએલ 2 >

1 સિયોનમાં રણશિંગડું વગાડો, અને મારા પવિત્ર પર્વત પર ભયસૂચક નગારું વગાડો. દેશના સર્વ રહેવાસીઓ, તમે કાંપો કેમ કે યહોવાહનો દિવસ આવે છે; તે દિવસ તદ્દન નજીક આવી પહોંચ્યો છે.
Trubite u trubu na Sionu! Dižite uzbunu na svetoj mi gori! Neka svi stanovnici zemlje dršću, jer dolazi Jahvin dan. Da, on je blizu.
2 અંધકાર અને વિષાદનો દિવસ, વાદળ અને અંધકારનો દિવસ. તે દિવસ પર્વતો પર દેખાતાં ઝળઝળાં જેવો થશે. એવું પહેલાં કદી બન્યું નથી કે, હવે પછી ઘણી પેઢીઓ સુધી, બીજી કોઈ પેઢીઓમાં કદી થશે નહિ, એવી મોટી તથા બળવાન પ્રજા આવશે.
Dan pun mraka i tmine, dan oblačan i crn. K'o zora po gorama se prostire narod jak i mnogobrojan, kakva ne bje nikad prije, niti će ga igda biti do vremena najdaljih.
3 અગ્નિ તેઓની આગળ ભસ્મ કરે છે, અને તેઓની પાછળ જ્વાળાઓ બળે છે. તેઓની સમક્ષ ભૂમિ એદન બાગ જેવી છે, અને તેઓની પાછળ તે ઉજ્જડ અરણ્ય જેવી થાય છે. તેમના હાથમાંથી કોઈ પણ બચી જતું નથી.
Pred njim oganj proždire, za njim plamen guta. Zemlja je k'o vrt rajski pred njim, a za njim pustinja tužna. Ništa mu ne umiče.
4 તેમનો દેખાવ ઘોડાઓનાં દેખાવ જેવો છે, અને જાણે ઘોડેસવાર હોય તેમ તેઓ દોડે છે.
Nalik su na konje, jure poput konjanika.
5 પર્વતોનાં શિખરો પર ગડગડાટ રથોની જેમ ખૂંપરા ભસ્મ કરતી અગ્નિની જવાળાઓની જેમ અને યુદ્ધભૂમિમાં શક્તિશાળી સેનાની જેમતેઓ આગળ વધે છે.
Buče kao bojna kola, po gorskim vrhuncima skaču, pucketaju k'o plamen ognjeni kad strnjiku proždire, kao vojska jaka u bojnome redu.
6 તેઓને જોતાં પ્રજાઓ ધ્રૂજી ઊઠે છે. અને ભયને કારણે સૌના ચહેરા નિસ્તેજ થઈ જાય છે.
Pred njima narodi dršću i svako lice problijedi.
7 તેઓ સૈનિકોની માફક દોડે છે અને લડવૈયાની જેમ તેઓ કોટ ઉપર ચઢી જાય છે. તેઓ બધા પોતપોતાને માર્ગે ચાલે છે અને પોતાની હરોળ તોડતા નથી.
Skaču k'o junaci, k'o ratnici se na zidove penju. Svaki ide pravo naprijed, ne odstupa od svog puta.
8 તેઓ એકબીજાની સાથે ધક્કાધક્કી કરતા નથી, પણ સીધે માર્ગે જાય છે. તેઓ સૈન્ય મધ્યે થઈને પાર ધસી જાય છે. તેઓ પોતાનો માર્ગ બદલતા નથી.
Ne tiskaju jedan drugog, već svak' ide svojom stazom. Padaju od strijela ne kidajuć' redova.
9 તેઓ નગરમાં ઉમટ્યા છે. તેઓ દીવાલો પર દોડે છે. તેઓ ઘરોની અંદર પેસી જાય છે. અને ચોરની જેમ અંદર બારીઓમાં થઈને પ્રવેશે છે.
Na grad navaljuju, na zidine skaču, penju se na kuće i kroz okna ulaze poput lupeža.
10 ૧૦ તેઓની આગળ ધરતી ધ્રુજે છે અને આકાશો થરથરે છે; સૂર્ય અને ચંદ્ર અંધારાઈ જાય છે અને તારાઓ ઝાંખા પડી જાય છે.
Pred njima se zemlja trese, nebo podrhtava, sunce, mjesec mrčaju, zvijezdama se trne sjaj.
11 ૧૧ યહોવાહ તેઓનાં સૈન્યોને મોટે સાદે પોકારે છે, તેઓનું સૈન્ય મોટું છે; અને જેઓ તેમની આજ્ઞા પાળે છે તેઓ શક્તિશાળી છે. યહોવાહનો દિવસ ભારે અને ભયંકર છે તેને કોણ સહન કરી શકે?
I Jahve glas svoj šalje pred vojsku svoju. I odista, tabor mu je silno velik, zapovijedi njegove moćan izvršitelj. Da, velik je Jahvin dan i vrlo strašan. Tko će ga podnijeti?
12 ૧૨ તોપણ હમણાં, યહોવાહ કહે છે, સાચા હૃદયથી તમે મારી પાસે પાછા આવો. ઉપવાસ કરો, રુદન અને વિલાપ કરો.”
“Al' i sada - riječ je Jahvina - vratite se k meni svim srcem svojim posteć', plačuć' i kukajuć'.”
13 ૧૩ તમારાં વસ્ત્રો નહિ પણ તમારા હૃદયો ફાળો, તમારા ઈશ્વર યહોવાહ પાસે પાછા ફરો, તેઓ દયાળુ અને કૃપાળુ છે, તેઓ કોપ કરવામાં ધીમા અને દયાના સાગર છે; વિપત્તિને લીધે તેમને પશ્ચાત્તાપ થાય છે.
Razderite srca, a ne halje svoje! Vratite se Jahvi, Bogu svome, jer on je nježnost sama i milosrđe, spor na ljutnju, a bogat dobrotom, on se nad zlom ražali.
14 ૧૪ કોણ જાણે કદાચ તે પશ્ચાતાપ કરીને પાછા આવે, અને પોતાની પાછળ આશીર્વાદ, એટલે તમારા ઈશ્વર યહોવાહને માટે ખાદ્યાર્પણ અને પેયાર્પણ રહેવા દે.
Tko zna neće li se opet ražaliti, neće li blagoslov ostaviti za sobom! Prinose i ljevanice Jahvi, Bogu našemu!
15 ૧૫ સિયોનમાં રણશિંગડું વગાડો, પવિત્ર ઉપવાસ જાહેર કરો, અને ધાર્મિક સંમેલન ભરો.
Trubite u trubu na Sionu! Sveti post naredite, oglasite zbor svečani,
16 ૧૬ લોકોને ભેગા કરો, સમુદાયને પાવન કરો, વડીલોને ભેગા કરો, શિશુઓને એકઠા કરો અને સ્તનપાન કરતાં બાળકોને પણ ભેગા કરો. વર પોતાના ઓરડામાંથી બહાર આવે, અને કન્યા પોતાના લગ્ન મંડપમાંથી બહાર નીકળીને ત્યાં જાય.
narod saberite, posvetite zbor. Saberite starce, sakupite djecu, čak i nejač na prsima. Neka ženik iziđe iz svadbene sobe a nevjesta iz odaje.
17 ૧૭ યાજકો, જેઓ યહોવાહના સેવકો છે, તેઓ પરસાળ અને વેદીની વચ્ચે રડો. તેઓ એમ કહે કે, હે યહોવાહ, તમારા લોકો પર દયા કરો, અને તમારા વારસાને બદનામ થવા ન દો, જેથી વિદેશીઓ તેમના પર રાજ ન કરે. દેશમાં એવું શા માટે કહેવા દેવામાં આવે કે, તેઓના ઈશ્વર કયાં છે?”
Između trijema i žrtvenika neka tuže svećenici, sluge Jahvine. Neka mole: “Smiluj se, Jahve, svojem narodu! Ne prepusti baštine svoje sramoti, poruzi naroda. Zašto da se kaže među narodima: Gdje im je Bog?”
18 ૧૮ ત્યારે યહોવાહને પોતાના લોકને માટે લાગણી થઈ, અને તેમને પોતાના લોકો પર દયા આવી.
Tad Jahve, ljubomoran na zemlju svoju, smilova se svom narodu.
19 ૧૯ પછી યહોવાહે પોતાના લોકોને જવાબ આપ્યો; “જુઓ, હું તમારે માટે અનાજ, દ્રાક્ષારસ, અને તેલ મોકલીશ. તમે તેઓથી તૃપ્ત થશો. અને હું હવે પછી કદી તમને વિદેશીઓમાં નિંદાપાત્ર થવા દઈશ નહિ.
Odgovori Jahve svojem narodu: “Šaljem vam, evo, žita, vina i ulja da se njime nasitite. Nikad više neću pustiti da budete na sramotu narodima.
20 ૨૦ પણ હું ઉત્તરના સૈન્યોને તમારામાંથી ઘણે દૂર હાંકી કાઢીશ અને હું તેઓને ઉજ્જડ તથા વેરાન દેશમાં મોકલી દઈશ. અને તેઓની અગ્ર હરોળના ભાગને સમુદ્રમાં, અને અંતિમ હરોળના સૈન્યને પશ્ચિમ સમુદ્ર તરફ ધકેલી દઈશ. તેની દુર્ગંધ ફેલાશે, અને તેની બદબો ઊંચી ચઢશે. હું મોટા કાર્યો કરીશ.”
Protjerat ću Sjevernjaka od vas daleko, odagnat ga u zemlju suhu i pustu, prethodnicu u Istočno more, zalaznicu u Zapadno more. Dići će se njegov smrad, dizat će se trulež njegova.” (Jer učini stvari velike.)
21 ૨૧ હે ભૂમિ, બીશ નહિ, હવે ખુશ થા અને આનંદ કર, કેમ કે યહોવાહે મહાન કાર્યો કર્યાં છે.
O zemljo, ne boj se! Budi sretna, raduj se, jer Jahve učini djela velika.
22 ૨૨ હે જંગલી પશુઓ, તમે ડરશો નહિ; કેમ કે ગૌચરની જગ્યાઓ ફરીથી હરિયાળી થશે. વૃક્ષો પોતાના ફળ ઉપજાવશે, અંજીરવૃક્ષો અને દ્રાક્ષાવેલાઓ ફરીથી ફળવંત થશે.
Zvijeri poljske, ne bojte se; pašnjaci u pustinji opet se zelene, voćke daju rod, smokva i loza nose izobila.
23 ૨૩ હે સિયોનપુત્રો, ખુશ થાઓ, અને યહોવાહ તમારા ઈશ્વરના નામે આનંદ કરો. કેમ કે તે તમને શરૂઆતનો વરસાદ જોઈએ તેટલો મોકલી આપે છે. તે તમારા માટે વરસાદ વરસાવશે, એટલે પ્રારંભનો અને અંતનો વરસાદ અગાઉની જેમ વરસાવશે.
Sinovi sionski, radujte se, u Jahvi se veselite, svojem Bogu; jer vam daje kišu jesensku u pravoj mjeri, izli na vas kišu, jesensku i proljetnu kišu kao nekoć.
24 ૨૪ ખળીઓ ફરીથી ઘઉંથી ભરાઈ જશે અને કુંડો જૈતતેલ અને દ્રાક્ષારસથી છલકાઈ જશે.
Gumna će biti puna žita, kace će se prelijevati od vina i ulja.
25 ૨૫ “તીડો, કાતરાઓ, ઈયળો તથા જીવડાઓની મોટી ફોજ, મેં મારા તરફથી તમારામાં મોકલી હતી, તે જે વર્ષોનો પાક ખાઈ ગઈ છે તે પાક હું તમને પાછો આપીશ.
“Nadoknadit ću vam godine koje izjedoše skakavac, gusjenica, ljupilac i šaška, silna vojska moja što je poslah na vas.”
26 ૨૬ તમે પુષ્કળ ભોજનથી તૃપ્ત થશો, અને તમારા ઈશ્વર યહોવાહ જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યા છે, તેમના નામની તમે સ્તુતિ કરશો, અને ફરી કદી મારા લોક શરમાશે નહિ.
Jest ćete izobila, jest ćete do sita, slavit ćete ime Jahve, svojeg Boga, koji je s vama čudesno postupao. (“Moj se narod neće postidjeti nikad više.”)
27 ૨૭ પછી તમને ખબર પડશે કે, હું ઇઝરાયલમાં છું, અને હું તમારો ઈશ્વર યહોવાહ છું, અને બીજા કોઈ ઈશ્વર નથી, અને મારા લોકો કદી શરમાશે નહિ.
“Znat ćete da sam posred Izraela, da sam ja Jahve, vaš Bog, i nitko više. Moj se narod neće postidjeti nikad više.”
28 ૨૮ ત્યારે એમ થશે કે હું મારો આત્મા સર્વ મનુષ્ય પર રેડી દઈશ. તમારા દીકરાઓ અને દીકરીઓ પ્રબોધ કરશે, તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે તમારા યુવાનોને સંદર્શનો થશે.
“Poslije ovoga izlit ću Duha svoga na svako tijelo, i proricat će vaši sinovi i kćeri, vaši će starci sanjati sne, a vaši mladići gledati viđenja.
29 ૨૯ વળી તે સમયે દાસો અને દાસીઓ ઉપર, હું મારો આત્મા રેડીશ.
Čak ću i na sluge i sluškinje izliti Duha svojeg u dane one.
30 ૩૦ વળી હું પૃથ્વી પર અને આકાશમાં આશ્ચર્યજનક કાર્યો બતાવીશ, એટલે કે લોહી, અગ્નિ તથા ધુમાડાના સ્તંભો.
Pokazat ću znamenja na nebu i zemlji, krv i oganj i stupove dima.”
31 ૩૧ યહોવાહનો મહાન અને ભયંકર દિવસ આવે તે પહેલાં, સૂર્ય અંધકારરૂપ, અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે.
Sunce će se prometnut' u tminu a mjesec u krv, prije nego svane Jahvin dan, velik i strašan.
32 ૩૨ તે સમયે એમ થશે કે, જે કોઈ યહોવાહને નામે વિનંતી કરશે તે ઉદ્ધાર પામશે. કેમ કે જેમ યહોવાહે કહ્યું છે તેમ, સિયોન પર્વત પર અને યરુશાલેમમાં કેટલાક બચી જશે, અને શેષમાંથી, જેને યહોવાહ બોલાવે છે તેઓનો પણ બચાવ થશે.
Svi što prizivaju ime Jahvino spašeni će biti, jer će na brdu Sionu i u Jeruzalemu biti spasenje, kao što Jahve reče, a među preživjelima oni koje Jahve pozove.

< યોએલ 2 >