< અયૂબ 9 >

1 ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે,
И отвечал Иов и сказал:
2 હા, “હું જાણું છું કે એમ જ છે. પરંતુ માણસ ઈશ્વરની આગળ કેવી રીતે ન્યાયી ઠરે?
правда! знаю, что так; но как оправдается человек пред Богом?
3 જો તે તેમની સાથે દલીલ કરવાને ઇચ્છે, તો હજાર પ્રશ્રનોમાંથી એકનો પણ જવાબ તે તેમને આપી શકશે નહિ.
Если захочет вступить в прение с Ним, то не ответит Ему ни на одно из тысячи.
4 ઈશ્વર જ્ઞાની તથા પરાક્રમી છે, તેમની સામે થઈને કોણ આબાદાની પામ્યો છે?
Премудр сердцем и могущ силою; кто восставал против Него и оставался в покое?
5 તે પર્વતોને ખસેડે છે અને જ્યારે તે પોતાના કોપથી તેમને ઊંધા વાળે છે. ત્યારે તેઓને તેની ખબર પડતી નથી.
Он передвигает горы, и не узнают их: Он превращает их в гневе Своем;
6 તે પૃથ્વીને હલાવીને પોતાના સ્થળેથી ખસેડે છે. અને તેના સ્થંભો કંપે છે.
сдвигает землю с места ее, и столбы ее дрожат;
7 તે એ જ ઈશ્વર છે જે સૂર્યને આજ્ઞા કરે છે અને તે ઊગતો નથી, અને જે તારાઓને ઢાંકી દે છે.
скажет солнцу, - и не взойдет, и на звезды налагает печать.
8 તેમણે એકલે હાથે આકાશને વિસ્તાર્યું છે, અને સમુદ્રના મોજા પર ચાલે છે.
Он один распростирает небеса и ходит по высотам моря;
9 જેમણે સપ્તર્ષિ, મૃગશીર્ષ તથા કૃત્તિકા, અને દક્ષિણનાં નક્ષત્રમંડળ સર્જ્યા છે.
сотворил Ас, Кесиль и Хима и тайники юга;
10 ૧૦ ઈશ્વર અદ્દભુત અને મહાન કાર્યોના કર્તા છે. હા, અગણિત ચમત્કારી કાર્યોના કર્તા છે.
делает великое, неисследимое и чудное без числа!
11 ૧૧ જુઓ, તે મારી બાજુમાંથી પસાર થાય છે, પણ હું તેમને જોઈ શકતો નથી; તે આગળ ચાલ્યા જાય છે, પણ હું તેમને જોઈ શકતો નથી.
Вот, Он пройдет предо мною, и не увижу Его; пронесется, и не замечу Его.
12 ૧૨ તે પકડી લે તો તેમને કોણ રોકી શકે? તેમને કોણ પૂછી શકે કે, ‘તમે શું કરો છો?’
Возьмет, и кто возбранит Ему? кто скажет Ему: что Ты делаешь?
13 ૧૩ ઈશ્વર તેમનો કોપ પાછો ખેંચી નહિ લેશે; અભિમાનીઓને સહાય કરનારાઓ તેની આગળ નમી પડે છે.
Бог не отвратит гнева Своего; пред Ним падут поборники гордыни.
14 ૧૪ ત્યારે તેમને ઉત્તર આપવાને, તથા તેમની સાથે વાદવિવાદ કરવાને યોગ્ય શબ્દ ચૂંટી કાઢવાને હું કેટલો બધો અશક્ત છું?
Тем более могу ли я отвечать Ему и приискивать себе слова пред Ним?
15 ૧૫ જો હું ન્યાયી હોત છતાં હું તેમને જવાબ આપી ન શકત; હું મારા ન્યાયાધીશ પાસે કાલાવાલા કરત.
Хотя бы я и прав был, но не буду отвечать, а буду умолять Судию моего.
16 ૧૬ જો મેં તેમને બોલાવ્યા હોત અને તેમણે મને ઉત્તર આપ્યો હોત, તોપણ મને ખાતરી છે કે તે મારું સાંભળશે નહિ.
Если бы я воззвал, и Он ответил мне, - я не поверил бы, что голос мой услышал Тот,
17 ૧૭ તે મને કચરી નાખવા તોફાન મોકલશે. કારણ વગર તે મને વધારે ઘાયલ કરશે.
Кто в вихре разит меня и умножает безвинно мои раны,
18 ૧૮ તે મને શ્વાસ લેવા દેતા નથી, પણ મને મુશ્કેલીઓથી ભરપૂર કરે છે.
не дает мне перевести духа, но пресыщает меня горестями.
19 ૧૯ જો આપણે બળ વિષે કહીએ કે, શા માટે તે બળવાન છે! અને જો ન્યાય વિષે બોલીએ ‘તો તે કહે છે, કે કોણ મને પ્રશ્ન પૂછી શકે?’
Если действовать силою, то Он могуществен; если судом, кто сведет меня с Ним?
20 ૨૦ જો હું નિર્દોષ હોઉં, તોપણ મારે પોતાને મુખે હું દોષિત ઠરીશ; જો હું સંપૂર્ણ હોઉં, તોપણ તે મને ભ્રષ્ટ ઠરાવશે.
Если я буду оправдываться, то мои же уста обвинят меня; если я невинен, то Он признает меня виновным.
21 ૨૧ હું સંપૂર્ણ છું, પણ મારી પોતાની પરવા કરતો નથી હું મારા જીવનને ધિક્કારું છું.
Невинен я; не хочу знать души моей, презираю жизнь мою.
22 ૨૨ પરંતુ દરેક વસ્તુ સરખી જ છે. તેથી હું કહું છું કે તે જેમ દુષ્ટનો તેમ સંપૂર્ણનો પણ નાશ કરે છે.
Все одно; поэтому я сказал, что Он губит и непорочного и виновного.
23 ૨૩ જો ફટકાથી તત્કાળ મોત નીપજે, તો નિર્દોષની નિરાશાની તે હાંસી કરશે.
Если этого поражает Он бичом вдруг, то пытке невинных посмеивается.
24 ૨૪ પૃથ્વી દુષ્ટને સ્વાધીન કરાયેલી છે. ઈશ્વર તેઓના ન્યાયાધીશોના મુખ ઢાંકે છે. જો તે કૃત્ય તેઓનું ન હોય તો પછી બીજું કોણ કરે છે?
Земля отдана в руки нечестивых; лица судей ее Он закрывает. Если не Он, то кто же?
25 ૨૫ મારા દિવસો એક દોડવીર કરતાં પણ વધારે ઝડપી છે. મારા દિવસો વેગે વહી રહ્યા છે અને તેમા કંઈ હિત નથી.
Дни мои быстрее гонца, - бегут, не видят добра,
26 ૨૬ તેઓ ઝડપથી પસાર થતા કાગળના વહાણની જેમ, તથા પોતાના શિકાર પર તૂટી પડતા ગરુડની જેમ ચાલ્યા જાય છે.
несутся, как легкие ладьи, как орел стремится на добычу.
27 ૨૭ જો હું એમ કહું કે ‘હું મારા દુ: ખ વિષે ભૂલી જઈશ. હું મારો ઉદાસ ચહેરો દૂર કરીને હસમુખો ચહેરો ધારણ કરીશ.
Если сказать мне: забуду я жалобы мои, отложу мрачный вид свой и ободрюсь;
28 ૨૮ હું મારી સઘળી વ્યથા વિષે ડરું છું. હું જાણું છું કે તમે મને નિર્દોષ નહિ ગણો.
то трепещу всех страданий моих, зная, что Ты не объявишь меня невинным.
29 ૨૯ હું દોષિત જ ઠરવાનો છું; તો હું શા માટે ફોકટ શ્રમ કરું છું?
Если же я виновен, то для чего напрасно томлюсь?
30 ૩૦ જો હું બરફના પાણીથી મારું શરીર ધોઉં અને મારા હાથ ગમે તેટલા ચોખ્ખા કરું,
Хотя бы я омылся и снежною водою и совершенно очистил руки мои,
31 ૩૧ તોપણ ઈશ્વર મને ખાઈમાં નાખી દેશે, અને મારાં પોતાનાં જ વસ્ત્રો મને કંટાળો આપશે.
то и тогда Ты погрузишь меня в грязь, и возгнушаются мною одежды мои.
32 ૩૨ કેમ કે તે મારા જેવા માણસ નથી કે હું તેમને ઉત્તર આપું, કે, અમે તેના ન્યાયાસન આગળ વાદીપ્રતિવાદી થઈએ.
Ибо Он не человек, как я, чтоб я мог отвечать Ему и идти вместе с Ним на суд!
33 ૩૩ અમારી વચ્ચે કોઈ મધ્યસ્થ નથી કે, જે અમારા બન્ને ઉપર પોતાનો હાથ મૂકે.
Нет между нами посредника, который положил бы руку свою на обоих нас.
34 ૩૪ જો ઈશ્વર પોતાની સોટી મારા પરથી લઈ લે અને તે મને ડરાવે નહિ.
Да отстранит Он от меня жезл Свой, и страх Его да не ужасает меня,
35 ૩૫ તો હું તેમનો ડર રાખ્યા વગર બોલું. પણ જેમ હમણાં છે તેમ, હું તે કરી શકું નહિ.
и тогда я буду говорить и не убоюсь Его, ибо я не таков сам в себе.

< અયૂબ 9 >