< અયૂબ 8 >
1 ૧ ત્યારે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો અને કહ્યું કે,
Et Baldad de Sauchée répondant dit:
2 ૨ “તું ક્યાં સુધી આવી વાતો કરીશ? તારા તોફાની શબ્દો ક્યાં સુધી વંટોળિયાની જેમ તારા મુખમાંથી નીકળ્યા કરશે?
Jusqu'à quand parleras-tu de la sorte? Quel esprit verbeux s'exprime par ta bouche?
3 ૩ શું ઈશ્વર અન્યાય કરે છે? સર્વશક્તિમાન ઈશ્વર ઈન્સાફ ઊંધો વાળે છે?
Dieu est-il un juge prévaricateur? Le créateur de toutes choses torture-t- il l'équité?
4 ૪ જો તારા સંતાનોએ તેમની વિરુદ્ધ પાપ કર્યું હશે, તો ઈશ્વરે તેમને તેમના પાપનું ફળ આપ્યું છે.
Si tes fils ont péché devant lui, il leur a, de sa main, fait expier leurs fautes.
5 ૫ જો તું ખંતથી ઈશ્વરની શોધ કરશે, અને સર્વશક્તિમાનની યાચના કરશે,
Commence donc dès l'aurore à prier le Seigneur tout-puissant.
6 ૬ અને તું જો પવિત્ર અને પ્રામાણિક હોત; તો નિશ્ચે તે હમણાં તારે સારુ જાગૃત થઈને, તારાં ધાર્મિક ઘરને આબાદ કરત.
Si tu es pur et sincère, il t'exaucera et il te traitera selon sa justice.
7 ૭ જો કે તારી શરૂઆત નહિ જેવી હતી. તોપણ આખરે તે તને બહુ સફળ કરત.
Ce que tu possédais d'abord te semblera médiocre; ce que tu posséderas finalement sera inexprimable.
8 ૮ કૃપા કરીને તું અગાઉની પેઢીઓને પૂછી જો; આપણા પિતૃઓએ શોધી નાખ્યું તે જાણી લે.
Remonte jusqu'à la première génération; suit à la trace les générations de nos pères.
9 ૯ આપણે તો આજકાલના છીએ અને કંઈ જ જાણતા નથી. પૃથ્વી પરનું આપણું જીવન પડછાયા જેવું છે.
Car nous sommes d'hier et nous ne savons rien; notre vie sur la terre est une ombre.
10 ૧૦ શું તેઓ તને નહિ શીખવે? અને કંઈ નહિ કહે? તેઓ પોતાના ડહાપણના શબ્દો તને નહિ કહે?
N'est-ce donc pas à nos pères de t'instruire, de t'éclairer, et de tirer de leur cœur les paroles que je vais dire?
11 ૧૧ શું કાદવ વિના છોડ ઊગે? કે, જળ વિના બરુ ઊગે?
Le papyrus croît-il sans eau? L'herbe des prairies pousse-t-elle si elle n'est pas arrosée?
12 ૧૨ હજી તો તે લીલાં હોય છે. અને કપાયેલાં હોતાં નથી. એટલામાં બીજી કોઈ વનસ્પતિ અગાઉ તે સુકાઈ જાય છે.
La fauche-t-on quand elle est encore près de la racine? Et la plante que rien n'abreuve ne dessèche-t-elle pas?
13 ૧૩ ઈશ્વરને ભૂલી જનાર સર્વના એવા જ હાલ થાય છે અને અધર્મીની આશા એમ જ નાશ પામશે.
Ainsi finissent ceux que le Seigneur oublie, car l'espérance de l'impie est vaine.
14 ૧૪ તેની આશા ભંગ થઈ જશે. તેનો ભરોસો કરોળિયાની જાળ જેવો નાજુક છે.
Sa maison sera déserte; sa tente disparaîtra comme une toile d'araignée.
15 ૧૫ તે પોતાના ઘર પર આધાર રાખશે, પણ તે ઊભું નહિ રહેશે. તે તેને મજબૂતાઈથી પકડી રાખશે પણ તે ટકશે નહિ.
Il aura beau l'étayer, elle ne sera pas solide; dès qu'il en sera enlevé, elle s'écroulera.
16 ૧૬ સૂર્યના પ્રકાશથી તે લીલો હોય છે. તેની ડાળીઓ ફૂટીને આખા બગીચામાં ફેલાય છે.
Il y a de l'humidité sous le soleil, une tige sort de la moisissure qu'elle engendre.
17 ૧૭ તેનાં મૂળ ઝરાની પાસે પથ્થરોને વીંટળાયેલાં હોય છે; તેઓ પર્વતો પર સારી જગ્યાઓ શોધે છે.
Elle s'élève sur un tas de pierres; elle subsiste au milieu des cailloux.
18 ૧૮ જો તે નાશ પામે તો તેની જગા તેનો નકાર કરશે કે, ‘મેં તને જોયો જ નથી.’
Et s'ils viennent à la dévorer, le lieu même se prêtera à nier son existence. N'as-tu pas vu pareille chose?
19 ૧૯ જુઓ, આ તો તેના માર્ગની ખૂબી છે; અને જમીનમાંથી અન્ય ઊગી નીકળશે.
N'est-ce pas comme cette tige que succombe l'impie? Une autre plante hors de terre germera.
20 ૨૦ ઈશ્વર નિર્દોષ માણસનો ત્યાગ કરશે નહિ, અને દુષ્કર્મીઓનો તે નિભાવ કરશે નહિ.
Jamais le Seigneur ne rejettera l'innocence; il n'acceptera pas les dons des pervers.
21 ૨૧ હજી પણ તેઓ તારા ચહેરાને હાસ્યથી ભરશે. અને તારા હોઠોને આનંદના પોકારોથી ભરી દેશે.
Il mettra le sourire sur les lèvres des hommes sincères, et leur bouche sera pleine de ses louanges.
22 ૨૨ તારા દુશ્મનો શરમથી છુપાઈ જશે અને દુર્જનોનો તંબુ નાશ પામશે.”
Leurs ennemis seront couverts de honte; et il n'y aura pas de vie heureuse pour les méchants.