< અયૂબ 6 >
1 ૧ પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે,
Then Job answered,
2 ૨ “અરે, મારી વિપત્તિઓનો તોલ થાય, અને મારું સંકટ એકત્ર કરીને ત્રાજવે તોલી શકાય તો કેવું સારું!
“Oh that my anguish were weighed, and all my calamity laid in the balances!
3 ૩ કેમ કે ત્યારે તો તે સમુદ્રોની રેતી કરતાં પણ ભારે થાય. તેથી મારું બોલવું અવિચારી હતું.
For now it would be heavier than the sand of the seas, therefore my words have been rash.
4 ૪ કેમ કે સર્વશક્તિમાનનાં બાણ મારા હૃદયમાં વાગે છે, અને તેમનું વિષ મારો આત્મા ચૂસી લે છે; ઈશ્વરનો ત્રાસ મારી સામે લડવા ઊભો છે.
For the arrows of the Almighty are within me. My spirit drinks up their poison. The terrors of God set themselves in array against me.
5 ૫ શું જંગલી ગધેડાની આગળ ઘાસ હોય તો તે ભૂંકે? અથવા બળદની આગળ ઘાસ હોય છતાં શું તે બરાડા પાડે?
Does the wild donkey bray when he has grass? Or does the ox low over his fodder?
6 ૬ શું ફિક્કી વસ્તુ મીઠા વગર ખવાય? અથવા શું ઈંડાની સફેદીમાં કંઈ સ્વાદ હોય?
Can that which has no flavor be eaten without salt? Or is there any taste in the white of an egg?
7 ૭ હું તેને અડકવા માગતો નથી; તે મને કંટાળાજનક અન્ન જેવાં લાગે છે.
My soul refuses to touch them. They are as loathsome food to me.
8 ૮ અરે, જો મારી વિનંતી સફળ થાય; અને જેની હું આશા રાખું છું તે જો ઈશ્વર મને બક્ષે!
“Oh that I might have my request, that God would grant the thing that I long for,
9 ૯ એટલે ઈશ્વર કૃપા કરીને મને કચરી નાખે, અને પોતાના છૂટા હાથથી મને મારી નાખે તો કેવું સારું!
even that it would please God to crush me; that he would let loose his hand, and cut me off!
10 ૧૦ તેથી હજીયે મને દિલાસો થાય. હા, અસહ્ય દુ: ખ હોવા છતાં હું આનંદ માનું, કેમ કે મેં પવિત્ર ઈશ્વરનાં વચનોની અવગણના કરી નથી.
Let it still be my consolation, yes, let me exult in pain that doesn’t spare, that I have not denied the words of the Holy One.
11 ૧૧ મારું બળ શું છે કે હું સહન કરું? અને મારો અંત કેવો આવવાનો છે કે હવે હું ધીરજ રાખું?
What is my strength, that I should wait? What is my end, that I should be patient?
12 ૧૨ શું મારી મજબૂતી પથ્થરોની મજબૂતી જેવી છે? શું મારું શરીર પિત્તળનું છે?
Is my strength the strength of stones? Or is my flesh of bronze?
13 ૧૩ શું તે સાચું નથી કે હું મારી જાતને મદદ કરી શકતો નથી, શું બુદ્ધિથી કામ કરવાની શક્તિનો મારામાં લોપ થયો નથી?
Isn’t it that I have no help in me, that wisdom is driven away from me?
14 ૧૪ નિરાશ થયેલા માણસ પર તેના મિત્રએ કરુણા રાખવી જોઈએ; રખેને તે સર્વશક્તિમાનનો ભય ત્યજી દે.
“To him who is ready to faint, kindness should be shown from his friend; even to him who forsakes the fear of the Almighty.
15 ૧૫ પણ મારા ભાઈઓ નાળાંની માફક ઠગાઈથી વર્ત્યા છે. એટલે લોપ થઈ જતાં ઝરણાં કે,
My brothers have dealt deceitfully as a brook, as the channel of brooks that pass away;
16 ૧૬ જેઓ બરફના કારણે કાળાં દેખાય છે. અને જેઓમાં હિમ ઢંકાયેલું હોય છે.
which are black by reason of the ice, in which the snow hides itself.
17 ૧૭ તેઓ ગરમીમાં અદ્રશ્ય થઈ જાય છે; અને તાપ પડતાં તેઓ પોતાની જગ્યાએથી નાશ પામે છે.
In the dry season, they vanish. When it is hot, they are consumed out of their place.
18 ૧૮ તેઓની પાસે કાફલા જાય છે અને તેઓ અરણ્યમાં દાખલ થઈને નાશ પામે છે.
The caravans that travel beside them turn away. They go up into the waste, and perish.
19 ૧૯ તેમા ના કાફલા પાણીને ઝંખી રહ્યા હતા, શેબાના સંઘે તેઓની રાહ જોઈ.
The caravans of Tema looked. The companies of Sheba waited for them.
20 ૨૦ પણ આશા નિષ્ફળ જવાથી તેઓ લજ્જિત થયા. પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ નિરાશ થયા હતા.
They were distressed because they were confident. They came there, and were confounded.
21 ૨૧ કેમ કે હવે તમે એવા જ છો; મારી ભયંકર દશા જોઈને તમે બીહો છો.
For now you are nothing. You see a terror, and are afraid.
22 ૨૨ શું મેં તમને કહ્યું કે, મને કંઈ આપો?’ અથવા તમારી દ્રવ્યમાંથી મારે સારુ ખર્ચ કરો?’
Did I ever say, ‘Give to me’? or, ‘Offer a present for me from your substance’?
23 ૨૩ અથવા, ‘મને મારા શત્રુઓના હાથમાંથી ઉગારો?’ કે, ‘જુલમીના હાથમાંથી મને છોડાવો?’
or, ‘Deliver me from the adversary’s hand’? or, ‘Redeem me from the hand of the oppressors’?
24 ૨૪ મને સમજાવો એટલે હું ચૂપ રહીશ; અને મેં કરેલી ભૂલ મને બતાવો.
“Teach me, and I will hold my peace. Cause me to understand my error.
25 ૨૫ સત્ય વચન કેવાં અસરકારક હોય છે! પણ તમે જે ઠપકો આપો છો તે શાનો ઠપકો?
How forcible are words of uprightness! But your reproof, what does it reprove?
26 ૨૬ પણ હતાશ માણસનાં શબ્દો પવન જેવા હોય છે. તેમ છતાં કે તમે શબ્દોને કારણે ઠપકો આપવાનું ધારો છો?
Do you intend to reprove words, since the speeches of one who is desperate are as wind?
27 ૨૭ હા, તમે તો અનાથો પર ચિઠ્ઠીઓ નાખો છો, તથા તમારા મિત્રોનો વેપાર કરો એવા છો.
Yes, you would even cast lots for the fatherless, and make merchandise of your friend.
28 ૨૮ તો હવે, કૃપા કરીને મારી સામે જુઓ, કેમ કે તમારી સમક્ષ તો હું જૂઠું બોલીશ નહિ.
Now therefore be pleased to look at me, for surely I will not lie to your face.
29 ૨૯ તો હવે કૃપા કરીને પાછા ફરો; કંઈ અન્યાય થવો ન જોઈએ; હા, પાછા ફરો, મારી દલીલ વાજબી છે.
Please return. Let there be no injustice. Yes, return again. My cause is righteous.
30 ૩૦ શું મારી જીભમાં અન્યાય છે? શું હાનિકારક વસ્તુઓને પારખવાની શક્તિ મારામાં રહી નથી?”
Is there injustice on my tongue? Can’t my taste discern mischievous things?