< અયૂબ 42 >
1 ૧ ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે,
၁ယောဘသည်ထာဝရဘုရားအား ပြန်လျှောက်သည်ကား၊
2 ૨ “હું જાણું છું કે તમે બધું જ કરી શકો છો, અને તમારી યોજનાઓને કોઈ અટકાવી શકે તેમ નથી.
၂ကိုယ်တော်သည် အလုံးစုံတို့ကို တတ်နိုင်တော်မူ ကြောင်းကို၎င်း၊ အကြံအစည်တော်ကို အဘယ်သူမျှ မဆီးတားနိုင်ကြောင်းကို၎င်း အကျွန်ုပ်သိပါ၏။
3 ૩ અજ્ઞાનીપણાથી ઈશ્વરની યોજનાઓને અંધકારમાં નાખનાર આ કોણ છે?” તે તમે સાચું જ કહ્યું હતું, તે માટે હું એવી ઘણી બાબતો બોલ્યો છું કે જે હું સમજી શકતો નથી, મારા માટે અતિ કઠીન છે જે હું સમજી શકતો નથી અને જેના વિષે જાણતો નથી.
၃ပညာမရှိဘဲ အကြံအစည်တော်ကိုမိုက်စေသော သူကားအဘယ်သူနည်း။ သို့ရာတွင် အကျွန်ုပ်သည် နားမလည်သောအရာတို့ကို၎င်း၊ ကိုယ်တိုင်မသိ၊ အံ့ဩ၍ မကုန်နိုင်သော အရာတို့ကို၎င်း ပြောမိပါပြီ။
4 ૪ તમે મને કહ્યું હતું, ‘સાંભળ, હવે હું તને પૂછીશ; હું તને કંઈક પૂછીશ અને તારે મને જવાબ આપવાનો છે.’
၄နားထောင်တော်မူပါ။ အကျွန်ုပ်လျှောက်ပါမည်။ အကျွန်ုပ်မေးလျှောက်သော အရာတို့ကို သွန်သင် တော်မူပါ။
5 ૫ મેં તમારા વિષે અગાઉ સાંભળ્યું હતું, પરંતુ હવે મેં તમને નજરે નિહાળ્યા છે.
၅သိတင်းတော်ကို အကျွန်ုပ်သည် နားနှင့်ကြားဘူး ပါပြီ။ ယခုမူကား၊ ကိုယ်တော်ကို မျက်စိနှင့်မြင်ရပါ၏။
6 ૬ તેથી હું મારી જાતને ધિક્કારું છું; અને હું ધૂળ તથા રાખ પર બેસીને પશ્ચાતાપ કરું છું.”
၆ထိုကြောင့်အကျွန်ုပ်သည် ကိုယ်ကိုရွံ့ရှာပါ၏။ မြေမှုန့်နှင့်မီးဖိုပြာ၌ထိုင်၍ နောင်တရပါ၏ဟု လျှောက် လေ၏။
7 ૭ અયૂબ સાથે વાત કરી રહ્યા પછી યહોવાહે અલિફાઝ તેમાનીને કહ્યું, “હું તારા પર અને તારા બન્ને મિત્રો પર ગુસ્સે થયો છું, કારણ કે તમે, અયૂબ મારા સેવકની જેમ, મારા વિષે સાચું બોલ્યા નથી.
၇ထိုသို့ထာဝရဘုရားသည် ယောဘအား မိန့်တော်မူပြီးမှ၊ တေမန်အမျိုးသား ဧလိဖတ်အားလည်း သင်နှင့်သင်၏ အဆွေခင်ပွန်းနှစ်ယောက် ကိုငါအမျက် ထွက်၏။ အကြောင်းမူကား၊ ငါ့ကျွန်ယောဘသည် ငါ့အ ကြောင်းအရာတို့ကို ဟုတ်မှန်စွာ ပြောသကဲ့သို့ သင်တို့သည် မပြော။
8 ૮ એટલે હવે, અલિફાઝ તું તારા માટે સાત બળદો અને સાત ઘેટા લે. મારા સેવક અયૂબની પાસે જા અને પોતાને માટે દહનીયાર્પણ તરીકે ચઢાવ. મારો સેવક અયૂબ તારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ, તેથી હું તારી મૂર્ખાઈ પ્રમાણે તારી સાથે વર્તીશ નહિ. જેમ મારો સેવક અયૂબ મારા વિષે સાચું બોલ્યો હતો તેમ તું મારા વિષે સાચું બોલ્યો નહિ.”
၈သို့ဖြစ်၍ နွားထီးခုနစ်ကောင်နှင့် သိုးထီးခုနစ် ကောင်တို့ကိုယူ ပြီးလျှင်၊ ငါ့ကျွန်ယောဘ ထံသို့သွား၍၊ မိမိတို့မီးရှို့ရာယဇ်ကို ပူဇော်ကြလော့။ ငါ့ကျွန်ယောဘသည် သင်တို့အဘို့ ဆုတောင်းရမည်။ သူ၏မျက်နှာကို ငါထောက်မည်။ သို့မဟုတ်ငါ့ကျွန်ယောဘသည် ငါ့ အကြောင်းအရာတို့ကို ဟုတ်မှန်စွာပြောသကဲ့သို့၊ သင်တို့ သည် မပြောသောအပြစ်နှင့် အလျောက်ငါစီရင်မည်ဟု မိန့်တော်မူ၏။
9 ૯ તેથી અલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી અને સોફાર નાઅમાથીએ યહોવાહે જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે કર્યુ; અને યહોવાહે અયૂબની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.
၉ထိုသို့ထာဝရဘုရားမှာ ထားတော်မူသည် အတိုင်း တေမန်အမျိုးသားဧလိဖတ်၊ ရှုအာအမျိုးသား ဗိလဒဒ်၊ နေမတ်အမျိုးသားဇောဖာတို့သည် သွား၍ ပြုကြ၏။ ထာဝရဘုရားသည်လည်း ယောဘ၏မျက်နှာ ကို ထောက်တော်မူ၏။
10 ૧૦ જ્યારે અયૂબે તેના ત્રણ મિત્રો માટે પ્રાર્થના કરી, એટલે યહોવાહે તેની પરિસ્થિતિને પુનઃસ્થાપિત કરી. અને અગાઉ તેની પાસે હતું તે કરતા બે ગણું વધારે યહોવાહે તેને આપ્યું.
၁၀ယောဘသည် အဆွေခင်ပွန်းတို့အဘို့ ဆုတောင်းပြီးမှ၊ သူခံရသောဒုက္ခအကြောင်းကို ထာဝရ ဘုရားသည် ပယ်ရှင်း၍၊ အရင်ထက် နှစ်ဆသောဥစ္စာကို ပေးတော်မူ၏။
11 ૧૧ અયૂબના સર્વ ભાઈઓ, સર્વ બહેનો અને અગાઉ તેના જે ઓળખીતાઓ હતા તેઓ સર્વ તેની પાસે તેના ઘરમાં આવ્યા અને તેની સાથે ભોજન કર્યું. અને યહોવાહ તેની પર જે વિપત્તિ લાવ્યા હતા તે સંબંધી તેઓએ અયૂબને સાંત્વના આપ્યું. દરેક માણસે તેને ચાંદીનો એક સિક્કો અને એક સોનાની વીંટી આપી.
၁၁ထိုအခါ သူ၏ညီအစ်ကိုနှမများ၊ အရင်သိကျွမ်း သောသူများ၊ အပေါင်းတို့သည် သူ့ထံသို့လာ၍ သူ၏ အိမ်၌ သူနှင့်အတူစားသောက်ကြ၏။ အပေါ်မှာ ထာဝရဘုရားရောက်စေတော်မူသော ဒုက္ခဆင်းရဲရှိသမျှကို အောက်မေ့၍ သူနှင့်အတူ ညည်းတွားခြင်းနှင့် နှစ်သိမ့် စေခြင်းကို ပြုကြ၏။ ထိုသူအပေါင်းတို့သည်လည်း၊ ငွေ တပြားစီနှင့် ရွှေနားတောင်းတဘက်စီပေးကြ၏။
12 ૧૨ યહોવાહે અયૂબને અગાઉ કરતાં વધારે આશીર્વાદ આપ્યો; હવે અયૂબની પાસે ચૌદ હજાર ઘેટાં, છ હજાર ઊંટ, બે હજાર બળદ અને એક હજાર ગધેડીઓ હતી.
၁၂ထိုသို့ထာဝရဘုရားသည် ယောဘ၏ ရှေ့ဖြစ်ဟန်ကို ကောင်းကြီးပေးတော်မူသဖြင့်၊ သူသည် သိုး တသောင်းလေးထောင်၊ ကုလားအုပ်ခြောက်ထောင်၊ နွားယှဉ်တထောင်၊ မြည်းမတထောင်ကို ရတတ်၏။
13 ૧૩ તેને સાત દીકરાઓ અને ત્રણ દીકરીઓ હતી.
၁၃သားခုနစ်ယောက်နှင့် သမီးသုံးယောက်ကို လည်း ရပြန်၏။
14 ૧૪ અયૂબની સૌથી મોટી દીકરીનું નામ યમીમા, બીજીનું નામ કસીયા અને સૌથી ત્રીજી દીકરીનું નામ કેરન-હાપ્પૂખ હતું.
၁၄သမီးကြီးကား၊ ယေမိမ၊ သမီးလပ်ကား ကေဇိ၊ သမီးငယ်ကား ကေရင်္ဟပ္ပုတ်အမည်ရှိသတည်း။
15 ૧૫ સમગ્ર દેશમાં અયૂબની દીકરીઓ જેવી અન્ય કોઈ ખૂબસૂરત સ્ત્રીઓ ન હતી. અયૂબે તેઓના ભાઈઓની સાથે તેઓને વારસો આપ્યો.
၁၅တပြည်လုံး၌ယောဘ၏ သမီးကဲ့သို့ လှသောမိန်းမတစုံတယောက်မျှမရှိ။ သူတို့၏အဘသည်သူတို့ မောင်များနှင့်အညီအမျှ သူတို့အာအမွေဥစ္စာကို ဝေပေး လေ၏။
16 ૧૬ ત્યાર પછી અયૂબ, એક્સો ચાલીસ વર્ષ જીવ્યો; અને તેણે પોતાના દીકરાઓના દીકરાઓ, પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ અને એમ ચાર પેઢીઓ જોઈ.
၁၆ထိုနောက် ယောဘသည် အနှစ်တရာလေးဆယ် အသက်ရှင်၍ မိမိသား၊ မြေး၊ မြစ်တို့ကိုပင် မြင်ရပြီးမှ၊
17 ૧૭ આ પ્રમાણે સારું જીવન જીવીને અયૂબ સંપૂર્ણ વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો.
၁၇အသက်ကြီးရင့်၍ နေ့ရက်ကာလနှင့် ကြွယ်ဝ သော်၊ အနိစ္စ ရောက်လေ၏။